દિલ્લીમાં યોજાયેલ ઈન્ડિયા રનવે ફેશન વીકમાં જ્યારે પૂર્વી રોયે પોતાનું કલેક્શન રજૂ કર્યું ત્યારે બધાએ તેની ખૂબ પ્રશંસા કરી. પૂર્વીએ મહિલાઓ માટે કપડાંની ફોર્મલ રેંજ રજૂ કરી, જેમાં ઓફિસ અને સ્પેશિયલ ઓફિશિયલ મીટિંગ અને પાર્ટી ડ્રેસ સામેલ હતા. આ કલેક્શને કેટલીક વાત પર બધાનું ધ્યાન ખેંચ્યું, જેમ કે શું મહિલાઓ ઓફિસ વેર માટે જગૃત રહે છે? ઓફિસમાં તેમના માટે ફોર્મલ ગેટઅપ કેરી કરવો કેટલો જરૂરી છે? શું મહિલાઓ કેઝ્્યુઅલ અને ફોર્મલ ડ્રેસ વચ્ચેના અંતરને સારી રીતે સમજે છે? શું મહિલાઓ જેટલી જાગૃત કેઝ્યુઅલ ડ્રેસ માટે છે તેટલી જ ફોર્મલ ડ્રેસ માટે પણ છે? શું તે જાણે છે કે કયા કલર અને સ્ટાઈલ ઓફિસમાં સારા લાગે છે અને કયા નહીં? આવા તમામ પ્રશ્નો જ્યારે સામે આવ્યા ત્યારે ડિઝાઈનર પૂર્વી રોયે જ તેના જવાબ આપ્યા. પૂર્વીએ આ વિશે વિસ્તારથી વાત કરી અને ફોર્મલ વેરની મહત્ત્વની માહિતી પણ આપી, આવો જાણીએ શું કહે છે પૂર્વી .

ફોર્મલ આઉટફિટ વિશે : આત્મવિશ્વાસ અને તમારો ડ્રેસ : સામાન્ય રીતે લોકોને લાગે છે કે કપડાં માત્ર શરીર ઢાંકવા અને સુંદર લુક માટે હોય છે, જ્યારે આ અર્ધસત્ય છે. બાકીનું અર્ધસત્ય એ છે કે આપણા કપડાંનો આપણા આત્મવિશ્વાસ અને આપણી બોલ્ડનેસ સાથે ગાઢ સંબંધ છે. તાજેતરમાં મહિલાઓ ક્યાંય પણ સલામત નથી. આ સ્થિતિમાં તેમના કપડાં કેવી રીતે તેમના વ્યક્તિત્વને બોલ્ડ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાડવામાં મદદ કરશે, એ જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે. કપડાંના માધ્યમથી તમારો આત્મવિશ્વાસ વધે છે. ઉદાહરણ તરીકે જેા તમે કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરો છો, તો ત્યાં મોટાભાગની કંપનીઓ માત્ર ફોર્મલ ડ્રેસ જ પહેરવાનું કહે છે. જ્યારે મહિલાઓ ફોર્મલ લુક કેરી કરે છે ત્યારે જેાનારને પણ લાગે છે કે હા, આ મહિલામાં કોઈ વાત તો છે અને તે પણ આ અનુભવે છે કે તેનામાં પહેલાંથી વધારે આત્મવિશ્વાસ આવ્યો છે. તેનામાં બોલ્ડનેસ પણ વધી છે, જેથી કોઈની હિંમત નથી થતી કે કોઈ તેની સાથે નકામી વાત કરે. તમે તમારી ઓફિસમાં ફોર્મલ ડ્રેસ પહેરીને નથી જતા તો એક વાર ટ્રાઈ કરો. એક વાર થ્રી પીસ ફોર્મલ વેર કેરી તો કરો, જ્યારે તમે થ્રી પીસ પહેરો છો, કોટ, પેન્ટ અને શર્ટ સાથે ટાઈ લગાવો છો ત્યારે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જેાશો, તેની સાથે ઓફિસમાં તમારી સાથે ડીલ કરનારનો દજકોણ પણ તમારા માટે બદલાઈ જાય છે. તે તમને વધારે માન આપીને તમારી સાથે વાત કરે છે. તમે જાતે અનુભવશો કે તમારું વ્યક્તિત્વ પહેલાંથી વધારે વજનદાર થયું છે. આવું એટલે થાય છે, કારણ કે કોઈ પણ ડ્રેસનો પોતાનો ઠસ્સો હોય છે અને જ્યારે તમે તે ડ્રેસ અપનાવો છો તો તમારું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. ડ્રેસથી તમારામાં આત્મવિશ્વાસ વધે છે.

જાતે કેવી રીતે કેરી કરશો : કેટલીક મહિલાઓ જાણતી નથી કે તે કોર્પોરટની દુનિયામાં કામ કરી રહી છે તો તેણે કેવી રીતે કેરી થવું જેાઈએ. કેટલાય કિસ્સામાં તે બીજાને કોપી કરે છે. આ સ્થિતિમાં મહિલાઓને સલાહ છે કે –

  • જ્યારે પણ ઓફિસ માટે ડ્રેસ ખરીદો ત્યારે સ્ટ્રોંગ કલર જ પસંદ કરો, કારણ કે તમે ક્યાંક જેાબ કરો છો ત્યાં તમે તમારા કામ પ્રત્યે જવાબદાર અને પ્રામાણિક પણ છો, તેથી એક જવાબદાર કર્મચારીનો લુક હોવો પણ જરૂરી છે. આ સ્થિતિમાં સ્ટ્રોંગ કલર પસંદ કરવો યોગ્ય છે. શ્ર કલરની સાથેસાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા ડ્રેસમાં કમ સે કમ ડિટેલિંગ હોય.
  • તમે જે પણ ડ્રેસ તમારા માટે પસંદ કરો છો તે આત્મવિશ્વાસ સાથે પહેરો. તે ડ્રેસ પહેરીને તમારી અંદર કોઈ પણ પ્રકારનો સંકોચ કે ખચકાટ ન હોવો જેાઈએ, કારણ કે આ સંકોચ તમારા વ્યક્તિત્વને ડાઉન કરે છે.
  • તમે જે ડ્રેસ પસંદ કર્યો છે તે સુવિધાજનક હોવો જેાઈએ. જે સહેજ પણ લાગે કે આ ડ્રેસ પહેરીને તમે કંફર્ટેબલ નહીં અનુભવો તો ન પહેરો. બીજેા કોઈ વિકલ્પ શોધો, કારણ કે જે તમે એ ડ્રેસ પહેરી લીધો, જેમાં તમને કંફર્ટ નથી, તો આખો દિવસ તમે અનકંફર્ટેબલ અનુભવશો અને તેની ખરાબ અસર તમારા કામ અને વ્યક્તિત્વ પર થશે.
  • તમે ઓફિસમાં શર્ટ પહેરો છો તો તેને ટક કરો અને ટક કરીને થોડો બહાર રાખો. શર્ટને એ રીતે બહાર રાખો, જેથી તમારી બેલ્ટ લાઈન ન દેખાય. જે તમે ટ્રાઉઝર અને શર્ટ પહેરો છો તો બેલ્ટ દેખાવો ન જેાઈએ. તમે શર્ટને ટક નથી કરતા અને બહાર રાખો છે તો ધ્યાન રાખો કે તમારા શર્ટની લંબાઈ ન તો નાની હોય અને ન વધારે લાંબી, કારણ કે ઓફિસમાં ખૂલેલા ઓવર સાઈઝના શર્ટ સારા નથી લાગતા, તેથી ફિટિંગવાળા શર્ટ જ પહેરો.
  • ઓફિસવેર સ્કર્ટ પણ ઓફિસમાં પહેરી શકો છો, જેને તમે શર્ટ કે ફોર્મલ ટોપ સાથે પહેરી શકો છો.

ફોર્મલ શર્ટ માટે બેસ્ટ કલર : ફોર્મલ શર્ટ માટે બેસ્ટ કલર છે સફેદ. તમારી પાસે ૧-૨ સફેદ શર્ટ હોવા જેાઈએ. તે સિવાય એક કાળો, એક ગ્રે, એક નેવી બ્લૂ, એક ઓલિવ ગ્રીન કલરના શર્ટ પણ તમારા વોર્ડરોબમાં રાખો. આજકાલ પેસ્ટલ શેડ્સના ફોર્મલ શર્ટ ખૂબ ટ્રેન્ડમાં છે. તમે તે પણ ટ્રાઈ કરી શકો છો.

ઓફિસમાં શું ન પહેરવું : ટીશર્ટ, ફેન્સી ટોપ, ડેનિમ કે અન્ય ફેબ્રિક્સના શોર્ટ સ્કર્ટ્સ, મિની ડ્રેસ વગેરે ઓફિસમાં ન પહેરો, કારણ કે તમામ ડ્રેસ તમને ખૂબ જ કેઝ્યુઅલ લુક આપશે. સાથે જ ઓફિસમાં કામ કરવા માટે આરામદાયક અને સુવિધાજનક પણ નથી હોતા. ઓફિસમાં તમારો લુક ફોર્મલ જ હોવો જેાઈએ. કેટલાક ઓફિશિયલ પ્રસંગે તમે વન પીસ ડ્રેસ જે ટ્યૂનિક સ્ટાઈલમાં હોય, તેે પહેરી શકો છો.

– રેણુ ખંતવાલ.

વધુ વાંચવા કિલક કરો....