સ્વસ્થ જીવનની પહેલી શરત છે - સ્વચ્છતા અથવા હાઈજીનનું ધ્યાન રાખવું. પછી સ્વચ્છતા ઘરની હોય, બહારની હોય કે પછી અંગત સ્તર પર, તેના સ્વાસ્થ્યના સંદર્ભમાં પોતાના અલગઅલગ મહત્ત્વ છે. જીવનમાં પર્સનલ હાઈજીન ઉપરાંત બાહ્ય સ્વચ્છતાને પણ મહત્ત્વ આપીએ. ઘર અને આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખીએ.

પર્સનલ હાઈજીન છે જરૂરી : દૈનિક દિનચર્યા અને કામકાજમાં વ્યક્તિગત સ્વચ્છતા (પર્સનલ હાઈજીન) ન રાખતી વ્યક્તિ ઘણા પ્રકારના ચેપનો શિકાર બની શકે છે. પછી ગરમીની મોસમ હોય કે ઠંડીની, બધાએ રોજ સ્નાન કરવું જેાઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જેાઈએ. ઉનાળામાં અથવા તો બાફના વાતાવરણમાં દિવસમાં ૨ વાર નહાવું લાભદાયી છે. કામકાજ દરમિયાન ઘરમાં છો કે બહાર પર્યાવરણમાં રહેલા ધૂળમાટીના રજકણો અને જીવાણું આપણા કપડાં પર ચોંટે છે, જે શરીરની ગરમીના લીધે વધવા લાગે છે અને અંતે બીમારીનું કારણ બને છે. તેથી દરરોજ મોઈશ્ચરાઈઝર યુક્ત અથવા એન્ટિ બેક્ટેરિયલ સાબુ લગાવીને સ્નાન કરવાથી સ્કિનના પોર્સ ખૂલી જાય છે અને પરસેવો તથા તેની દુર્ગંધથી મુક્તિ મળે છે. સ્નાન કર્યા પછી હંમેશાં ગંદા કપડાં બદલી લેવા જેાઈએ, કારણ કે સ્કિન એલર્જી અને ઈંફેક્શન થઈ શકે છે. ખાસ સ્નાન કરી લીધા પછી અંડરગાર્મેન્ટ્સ હંમેશાં સ્વચ્છ અને ધોયેલા પહેરવા જેાઈએ.

ઓરલ હાઈજીનનું મહત્ત્વ : પર્સનલ હાઈજીન અંતર્ગત ઓરલ હાઈજીન અથવા મોંની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી મોતી જેવા ચમકતા દાંતને આજીવન જાળવી શકાય. ઓરલ હાઈજીનની ટેવ પર અમલ ન કરવાથી દાંત પીળા થવા, શ્વાસમાં દુર્ગંધ આવવી, દાંત પર પીળું પડ જામી જવું, પેઢામાં સોજેા અને લોહી નીકળવું, દાંત હલવા જેવી સમસ્યા પેદા થાય છે. સ્વચ્છતા ન રાખતા પાયોરિયા પણ થઈ શકે છે, જે દાંત અને પેઢાને કમજેાર પાડે છે. બ્રશ, માઉથવોશ?અને ટંગ (જીભ) નું ક્લીનિંગ કરવું તમારી દિનચર્યાનો મુખ્ય ભાગ બનાવો. દાંતની સફાઈ માટે ડોક્ટર દ્વારા આપવામાં આવતી સલાહ ૨-૨-૨ ની ફોર્મ્યુલાને અનુસરવી જેાઈએ. એટલે કે દિવસમાં ૨ વાર બ્રશ કરો, બ્રશ ઓછામાં ઓછું ૨ મિનિટ સુધી કરો અને વર્ષ દરમિયાન ૨ વાર ડેન્ટિસ્ટ પાસે અચૂક દાંત ચેક કરાવો. કંઈ પણ ખાધા પછી જે બ્રશ કરી શકાય તેમ ન હોય તો કોગળા તો કરો. આમ કરવાથી ખોરાકના કણ મોંમાં રહી નહીં જાય અને તેમાંથી પેદા થતા બેક્ટેરિયા દાંતને ગંદા નહીં કરેે. રાત્રે ઊંઘતા પહેલાં બ્રશ કરવાની ટેવ પાડો. બ્રશને ૪૫ ડિગ્રીના કોણ પર પકડીને આગળપાછળ, ઉપર-નીચે અને અંદરબહાર ધીરેધીરે ફેરવતા હળવા હાથે બ્રશ કરો. જીભ પણ બ્રશ દ્વારા પાછળથી આગળ તરફ ૩-૪ વાર ધીરેધીરે યાદ રાખીને સાફ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....