વાર્તા – ગરિમા પંકજ.

‘‘અરે સાચવીને બેટા.’’ મેટ્રોમાં ઝડપથી ચડતી પ્રિયાના ધક્કાથી આહત વૃદ્ધ મહિલા બોલી.
પ્રિયા ઉતાવળમાં આગળ વધી થઈ.
તે વૃદ્ધ મહિલાને આ વાત ખટકી ગઈ.
તે તેની નજીક જઈને બોલી, ‘‘બેટા, ગમે તેટલી ઉતાવળ કેમ ન હોય, પણ ક્યારેય શિષ્ટાચાર ન ભૂલવો જેાઈએ.
તેં મને ધક્કો મારીને મારા ચશ્માં પાડી નાખ્યા, તેની પર મારા કહેવા છતાં માફી માંગવાના બદલે ?આંખો કાઢી રહી છે.’’ હવે તો પ્રિયાએ તેમને વધારે ગુસ્સેથી જેાયા.
હું જાણું છું. પ્રિયાને ખૂબ જલદી ગુસ્સો આવી જાય છે.
તેમાં તેની કોઈ ભૂલ નથી.
તે ઘરમાં એકમાત્ર દીકરી છે.
સુંદર અને હોંશિયાર પણ.
તે જલદી નારાજ થઈ જાય છે તો સામાન્ય પણ તરત જ થઈ જાય છે.
તેને કોઈની રોકટોક કે બૂમાબૂમ કરવી નથી ગમતી.
તે ઉપરાંત તેને હારવું કે પાછળ રહેવું પણ નથી ગમતું, જે ઈચ્છે તે મેળવીને રહે છે.
હું તેને સારી રીતે સમજું છું. તેથી હંમેશાં તેની પાછળ રહું છું. આગળ ચાલવાનો કે રસ્તામાં આવવાનો પ્રયાસ નથી કરતી. જિંદગીએ મને એવી જ બનાવી છે.
બાળપણમાં મમ્મીને ગુમાવી દીધી હતી. પપ્પાએ બીજા લગ્ન કરી લીધા. સાવકી મમ્મીને હું બિલકુલ નહોતી ગમતી. હું સુંદર પણ નથી. સમવયસ્ક હોવા છતાં મારામાં અને પ્રિયામાં દિવસરાતનું અંતર છે. તે દૂધ જેવી સફેદ, સુંદર, નાજુક, મોટીમોટી આંખવાળી અને હું દરેક વસ્તુમાં સામાન્ય છું.
સ્વાભાવિક છે, પપ્પાની લાડલી પણ પ્રિયા જ હતી.
મારા પ્રત્યે તે માત્ર જવાબદારી નિભાવી રહ્યા હતા, પણ મેં બાળપણથી પરિસ્થિતિ સાથે સમજૂતી કરતા શીખી લીધું હતું.
મને કોઈની વાત ખરાબ નથી લાગતી. બધાની ચિંતા કરું છું, પણ એ વાતની ચિંતા ક્યારેય નથી કરતી કે મારી સાથે કોણ કેવો વ્યવહાર કરી રહ્યું છે.
જિંદગી જીવવાની મારી અલગ જ રીત હતી.
કદાચ એટલે જ પ્રિયાને હું ખૂબ ગમતી.
હું હંમેશાં તેનું સુરક્ષાકવચ બનીને ઊભી રહેતી.
આજે પણ એવું જ થયું. પ્રિયાને બચાવવા માટે હું સામે આવી ગઈ, ‘‘ના… ના… આંટી, તમે પ્લીઝ તેને કંઈ ન કહો, પ્રિયાએ તમને જેાયા નહોતા.
તે જલદીમાં હતી. તેના તરફથી હું માફી માંગું છું, પ્લીઝ, માફ કરી દો.’’
‘‘બેટા, જ્યારે તેં ભૂલ જ નથી કરી તો માફી કેમ માંગી રહી છે?
તેં તો મને ચશ્માં ઉપાડીને આપ્યા છે. તારા જેવી છોકરીના લીધે દુનિયામાં વૃદ્ધો માટે સન્માન બાકી છે, નહીં તો તેના જેવી છોકરીઓ તો…’’
‘‘મારા જેવી એટલે? ઓલ્ડ લેડી, ગળે પડી ગઈ છે.’’ વૃદ્ધ મહિલાને કહેતા પ્રિયા આગળ વધી.
મને પ્રિયાની આ વાત ખરાબ લાગી.
મેં વૃદ્ધ મહિલાને સહારો આપીને ખાલી સીટ પર બેસાડી અને તેમને ચશ્માં પહેરાવીને પ્રિયા પાસે પાછી આવી.
અમે બંને જલદીજલદી ઘરે પહોંચ્યા.
પ્રિયાનો મૂડ ઓફ હતો, પણ હું તેને ચિયરઅપ કરવાનો પ્રયાસ કરતી રહી.
હું માત્ર પ્રિયાની રક્ષક અથવા પાછળ ચાલતી મદદનીશ જ નહોતી, પણ તેની સાહેલી અને રાજદાર હતી.
તે તેના દિલની દરેક વાત સૌથી પહેલાં મારી સાથે શેર કરતી.
હું તેના પ્રેમ સંબંધની એકમાત્ર સાક્ષી હતી.
તે બોયફ્રેન્ડને મળવા ક્યારે જશે, આ વાત ઘરમાં બધાથી કેવી રીતે છુપાવવી અને આવજની વ્યવસ્થા કેવી રીતે કરવી, આ વાતનું ધ્યાન મારે રાખવું પડતું હતું.
પ્રિયા નો પહેલો બોયફ્રેન્ડ ૮ મા ધોરણમાં તેની સાથે ભણતો પ્રિન્સ હતો.
તેણે જ પ્રિયાને પ્રપોઝ કર્યું હતું. તેની કહાણી લગભગ ૪ વર્ષ સુધી ચાલી.
પછી પ્રિયાએ તેને ડિચ કરી દીધો. બીજેા બોયફ્રેન્ડ વર્તમાનમાં પણ પ્રિયા સાથે હતો. અમીર ઘરનો એકમાત્ર ચિરાગ વૈભવ નામનો વૈભવશાળી હતો.
પ્રિયાની સુંદરતાથી આકર્ષિત વૈભવે જ્યારે પ્રપોઝ કર્યું ત્યારે પ્રિયા ના ન પાડી શકી.
આજે પણ પ્રિયા તેની સાથે સંબંધ નિભાવી રહી છે, પણ તેની સાથે દિલથી જેાડાઈ ન શકી. બસ, બંને વચ્ચે ટાઈમપાસ રિલેશનશિપ જ છે.

પ્રિયાની નજર બીજા કોઈને શોધતી રહે છે.
તે દિવસે અમારે પિતરાઈના લગ્નમાં નોઈડા જવાનું હતું.
મમ્મીએ પહેલાં જ ચેતવણી આપી હતી કે બંને બહેન સમયસર તૈયાર થઈ જાઓ.
પ્રિયા માટે પપ્પા ખૂબ સુંદર વાદળી રંગનું ગાઉન લાવ્યા હતા, જ્યારે મેં મારો જૂનો મરૂન ડ્રેસ કાઢ્યો.
નવો ડ્રેસ પ્રિયાની કમજેારી છે.
તેથી જ્યારે પણ પપ્પા પ્રિયાને પાર્ટીમાં લઈ જાય ત્યારે આ રીતે નવો ડ્રેસ તેના બેડ પર ચોરીછૂપી મૂકી જતા.
આજે પણ પ્રિયાએ નવો ડ્રેસ જેાયો તો ખુશીથી નાચવા લાગી.
જલદી તૈયાર થઈને આવી તો બધા દંગ રહી ગયા. સુંદર લાગી રહી હતી.
‘‘આજે તું ઘણા યુવાનોને જખમી કરીને આવીશ.’’ મેં તેની છેડતી કરી તો તે મારી નજીક આવીને બોલી, ‘‘બધાના હોશ ઉડાવીને મારે શું કરવું છે, મને તો મારા સપનાના રાજકુમારની ઈચ્છા છે, જેને જેાઈને હું હોશમાં ન રહું.’’
‘‘જરૂર મળશે મેડમ, પણ અત્યારે સપનાની દુનિયામાંથી બહાર આવ અને પાર્ટીમાં ચાલ. શું ખબર કોઈ તારી રાહ જેાઈ રહ્યું હોય.’’
મેં તેની છેડતી કરીને કહ્યું તો તે હસવા લાગી.
પાર્ટીમાં પહોંચીને અમે મસ્તી કરવા લાગ્યા.
લગભગ ૧ કલાક થયો હતો. અચાનક પ્રિયા મને ખેંચીને દૂર લઈ ગઈ અને કાનમાં ધીરેથી બોલી, ‘‘પ્રજ્ઞા, તે જેા સામે, બ્લૂ સૂટમાં મારા સપનાનો રાજકુમાર ઊભો છે. મારે તેની સાથે લગ્ન કરવા છે.’’
હું ખુશ થઈ ગઈ, ‘‘સાચે પ્રિયા? શું તારી શોધ પૂરી થઈ?’’
‘‘હા.’’ પ્રિયાએ શરમાઈને કહ્યું.
સામે ઊભેલો નવયુવાન ખરેખર હેન્ડસમ અને ખુશમિજાજ લાગતો હતો.
મેં કહ્યું, ‘‘મને તારી પસંદ પર ગર્વ છે પ્રિયા, હું તપાસ કરું છું કે આ કોણ છે? ત્યાં સુધી તારે તેની સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરવો જેાઈએ.’’ તે રડમશ થતા બોલી, ‘‘એ જ તો સમસ્યા છે.
તે પહેલો છોકરો છે, જે મને ભાવ નથી આપી રહ્યો.
મેં ૧-૨ વાર પ્રયાસ કર્યો, પણ તે તેના પરિવારમાં બિઝી છે.’’
‘‘યાર, કેટલાક છોકરા શરમાળ હોય છે. શક્ય છે તે બીજા છોકરા જેવો બોલ્ડ ન હોય, જેા પહેલી મુલાકાતમાં મિત્રતા કરવા માટે ઉતાવળો થઈ જાય.’’
‘‘યાર, તેના આ અંદાજના લીધે આ છોકરો વધારે ગમે છે. મન થાય છે કે કોઈ પણ રીતે મારો બની જાય.’’
‘‘તું ચિંતા ન કર. હું તેના વિશે પૂરી વાત જાણું છું. પૂરી કુંડળી કડાવી લઈશ.’’ મેં તે છોકરા સામે જેાઈને કહ્યું.
મારા પ્રયાસથી તે છોકરા સંબંધિત તમામ માહિતી ભેગી કરી.
તે અમારા પિતરાઈના ફ્રેન્ડનો ભાઈ હતો. તેનું નામ મયૂર હતું.
રવિવાર ના દિવસે મયૂર અને તેનો પરિવાર પ્રિયાને જેાવા આવવાના હતા.
પ્રિયા ખૂબ ખુશ હતી. તે સૌથી સારો ડ્રેસ પહેરીને તૈયાર થઈ.
મેં ખૂબ મહેનતથી તેને મેકઅપ કર્યો. મેકઅપ કરીને વાળ ખુલ્લા રાખ્યા.
તે ખૂબ સુંદર લાગી રહી હતી.
પણ આજે પહેલીવાર પ્રિયા મને નર્વસ લાગી રહી હતી.
જ્યારે પ્રિયાને તેમની સામે લાવવામાં આવી ત્યારે મયૂર અને તેની મમ્મી તેને એકીટશે જેાઈ રહ્યા.
હું પણ નજીકમાં ઊભી તી. મયૂરે તો કંઈ ન કહ્યું, પણ તેની મમ્મીએ કોઈ ઔપચારિક વાતચીત વગર જે કહ્યું તે સાંભળીને અમે દંગ રહી ગયા.
છોકરાની મમ્મીએ કહ્યું, ‘‘સુંદરતા અને આકર્ષણ તો છોકરીમાં છે, પણ આગળ કોઈ વાત થાય તે પહેલાં માફી માંગીને હું આ સંબંધનો અસ્વીકાર કરું છું.’’ પ્રિયાનો ચહેરો ઊતરી ગયો.

પપ્પા પણ આ અનપેક્ષિત ઈન્કારથી આશ્ચર્યચકિત હતા.
મને પણ વિચિત્ર લાગી રહ્યું હતું.
પ્રિયા જેવી સુંદર અને શિક્ષિત મોટા ઘરની છોકરી મળવી કોઈના માટે પણ ખુશીની વાત છે અને પ્રિયા પણ આ સંબંધ માટે કેટલી ઉત્સાહિત હતી.
પપ્પાએ હાથ જેાડીને ધીરેથી પૂછ્યું, ‘‘આ ઈન્કારનું કારણ તો જણાવી દો.
મારી છોકરીમાં શું કમી છે?’’
છોકરાની મમ્મીએ વાત ફેરવી અને મારી સામે ઈશારો કરીને કહ્યું, ‘‘મને આ છોકરી ગમે છે. જેા તમે ઈચ્છો તો હું તેને મારી વહુ બનાવવા માંગુ છું.
તમે ઘરમાં વાત કરીને તમારો જવાબ આપજેા.’’
પપ્પાએ આશા સાથે મયૂર સામે જેાયું તો તે પણ હાથ જેાડીને બોલ્યો, ‘‘અંકલ, મમ્મી કહી રહી છે તે જ મારો જવાબ છે.
હું પણ ઈચ્છુ છું કે પ્રજ્ઞા મારી જીવનસાથી બને.’’ પ્રિયા રડતીરડતી અંદર ગઈ.
હું પણ તેની પાછળ પાછળ અંદર ગઈ.
તેમને વિદાય કરીને મમ્મીપપ્પા પણ પ્રિયાના રૂમમાં આવ્યા.
પ્રિયા કોઈની સાથે વાત કરવા તૈયાર નહોતી.
રડતીરડતી બોલી, ‘‘પ્લીઝ, તમે લોકો બહાર જાઓ. હું એકલી રહેવા ઈચ્છું છું.’’ અમે તેના રૂમની બહાર આવ્યા.
તે સમયે મારી સ્થિતિ વિચિત્ર થઈ રહી હતી. સમજાતું નહોતું કે હું શું કરું.
ગુનેગાર ન હોવા છતાં આજે હું બધાની નજરમાં ખટકી રહી હતી.
મમ્મી મને ગુસ્સેથી જેાઈ રહી હતી તો પ્રિયા પણ મને નજરઅંદાજ કરી રહી હતી.
મને પૂરી રાત ઊંઘ ન આવી.

બીજા દિવસે સવારે પણ પ્રિયા ઉદાસ લાગી.
બધાની નજરમાં હું દોષી હતી અને આ વાત સહન કરવી મારા માટે મુશ્કેલ હતી.
મેં નક્કી કર્યું કે હું મયૂરના પરિવારના ઈન્કારનું કારણ જાણીને રહીશ.
પ્રિયાને છોડીને તેમણે મને કેમ પસંદ કરી, જ્યારે પ્રિયા મારાથી અનેકગણી વધારે સુંદર અને સ્માર્ટ છે, હોંશિયાર છે. હું તો કંઈ પણ નથી.
કારણ જાણવા માટે હું મયૂરના ઘરે ગઈ. આલીશાન અને સુંદર ઘર હતું.
મહરીએ દરવાજેા ખોલ્યો અને મને અંદર આવવાનું કહ્યું.
ઘર સજાવેલું હતું.
હું ડ્રોઈંગરૂમમાં બેઠી હતી કે એટલામાં બાજુના રૂમમાંથી ચશ્માં લૂછતી વૃદ્ધ મહિલા આવી. હું તેમને ઓળખી ગઈ.
આ તો મેટ્રોવાળા તે જ વડીલ વૃદ્ધ મહિલા છે, તેમના ચશ્માં પ્રિયાએ નીચે પાડી નાખ્યા હતા.
મેં તેમને ચશ્માં ઉઠાવીને આપ્યા હતા.
હું પૂરી વાત સમજી ગઈ કે પ્રિયાને રિજેક્ટ કરીને તેમણે મને કેમ પસંદ કરી.
સામેથી મયૂરની મમ્મી બહાર આવી. સ્મિત કરીને બોલી, ‘‘બેટા, હું સમજી શકું છું કે તું શું પૂછવા આવી છે.
કદાચ તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. હકીકતમાં, તે દિવસે મેટ્રોમાં હું પણ હતી અને મેં બધું જેાયું હતું. સુંદરતા, રંગરૂપ, ધન આ બધાથી ઉપર એક વસ્તુ છે?અને તે છે સંસ્કાર.
અમને એક સભ્ય અને વ્યવહારકુશળ વહુ જેાઈએ બિલકુલ તારા જેવી.’’ હું બંનેના ચરણ સ્પર્શ કરવા આગળ વધી હતી પણ અમ્માએ મને ગળે લગાવી લીધી.
ઘરે ગઈ તો પ્રિયા નજરઅંદાજ કરી રહી હતી અને પોતાનું કામ કરવા લાગી.
હું તેની પાસે જઈને ધીરેથી બોલી, ‘‘કાલના ઈન્કારનું કારણ જાણવા હું મયૂરના ઘરે ગઈ હતી. તને યાદ છે તે વૃદ્ધ મહિલા, મેટ્રોમાં તારા ધક્કાથી ચશ્માં પડી ગયા હતા? હકીકતમાં, તે વૃદ્ધ મહિલા મયૂરનાં દાદી છે. એટલે તને ના પાડી દીધી, પણ તું ચિંતા ન કર પ્રિયા. તારી પસંદના છોકરા સાથે હું ક્યારેય લગ્ન નહીં કરું. હું ના પાડીને આવી છું.’’
પ્રિયા ચુપચાપ મારી સામે જેાવા લાગી.
તેની આંખમાં નારાજગીની જગ્યાએ દયા અને અફસોસ આવી ગયા.
થોડીવાર ચુપ રહીને તે ધીરેથી ઊઠી અને મને ગળે લગાવીને બોલી, ‘‘પાગલ છે કે શું? સારા સંબંધ માટે ક્યારેય ના ન પડાય. હું તારા લગ્ન મયૂર સાથે કરાવીશ.’’
હું આશ્ચર્યચકિત તેની સામે જેાવા લાગી તો તે હસીને બોલી, ‘‘આજ સુધી તું મારા માટે જીવતી રહી.
આજે સમય છે કે હું પણ તારા માટે કંઈક સારું કરું. ખબરદાર જેા ના પાડી છે તો.’’
મારા દિલમાં રહેલો બોજ હળવો થઈ ગયો હતો.
હું તેને ગળે વળગી ગઈ.

વધુ વાંચવા કિલક કરો....