સામગ્રી :
* ૧ વાટકી હંગ કર્ડ
* ૨ નાની ચમચી બૂરું ખાંડ
* ૧ નાની ચમચી એલચી પાઉડર
* કેળાં ગોળ કાપેલા ટુકડા
* ૪-૫ નાળિયેરના ટુકડા
* ૮-૧૦ મખાના
* ૪-૫ બદામ
* ૧ નાની ચમચી તૂટીફ્રૂટી
* ૧ નાની ચમચી દાડમના દાણા
* ૧/૨ નાની ચમચી ઘી.

રીત :
બદામને લંબાઈમાં કટ કરો. ઘી ગરમ કરીને મખાના અને બદામ રોસ્ટ કરો. હંગ કર્ડને ફ્રિજમાં ઠંડું કરીને કાઢો. એક બાઉલમાં હંગ કર્ડ, એલચી પાઉડર, નાળિયેર, કેળાં, તૂટીફ્રૂટી અને દાડમના દાણા મિક્સ કરો. બદામ અને તૂટીફ્રૂટીથી ગાર્નિશ કરીને કુલ્હડમાં નાખીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....