હોમ ડેકોરમાં આજકાલ મિનિમલિસ્ટિક ડિઝાઈન સૌથી વધારે ચલણમાં છે. તમે તમારા ઘરની ઈન્ટીરિયરની થીમ ગમે તે રાખો, પરંતુ તમારો એપ્રોચ મિનિમલિસ્ટિક ડિઝાઈન હશે તો તમારું ઘર ટ્રેન્ડી દેખાશે. આ ડિઝાઈનમાં બધી વસ્તુને લિમિટમાં રાખવામાં આવે છે. પછી ભલે ને તે કલર હોય, ફર્નિચર હોય કે પછી ડિઝાઈન પીસ. મિનિમલિસ્ટિક ડિઝાઈનમાં રૂમ થોડા ખાલીખાલી, પરંતુ એલિગન્ટ દેખાતા હોય છે. મોટાભાગના લોકો તેની સાથે ઘરમાં સફેદ રંગનો પેઈન્ટ કરાવવાનું પસંદ કરે છે. જે બીજા રંગને પણ પસંદ કરવામાં આવે તો તેનો ટોન મ્યુટેડ રાખવામાં આવે છે. મિનિમલિસ્ટિક ડિઝાઈન પેટર્ન અને નિયો ક્લાસિકલ થીમ ડિઝાઈન સૌથી વધારે ટ્રેન્ડમાં છે, જેમાં મોડર્ન અને ક્લાસિકનું બ્લેંડ હોય છે.

ઝૂમર
પહેલાંના સમયમાં ઝૂમર રાજા મહારાજા અને શ્રીમંતના મહેલો અને હવેલીમાં લગાવવામાં આવતા હતા, પરંતુ ૨૧ માં દાયકામાં ઝૂમર હોમ ડેકોરેશનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે. તેના ૨ મુખ્ય કારણ છે – પહેલું એ કે લોકો પોતાના ઘરને સજાવવા માટે પૈસા ખર્ચવા તૈયાર છે અને બીજું એ કે ટ્રેડિશનલની સાથેસાથે લેટેસ્ટ ડિઝાઈનના ઝૂમર પણ બજારમાં સરળતાથી મળી રહે છે. આ ઝૂમર નિયો ક્લાસિક હોમ ડેકોરની સાથે ઘરને સારો લુક આપે છે.

પેઈન્ટિંગ
આજકાલ ઈન્ટીરિયર પેઈન્ટિંગમાં સફેદ, પિસ્તા, ગ્રીન, લાઈટ ગ્રે, ડાર્ક ગ્રીન, સોફ્ટ ક્લે, લાઈટ બ્લૂ, મસ્ટર્ડ, મિસ્ટ (પેસ્ટલ બ્લૂ અને ગ્રીનનું મિક્સ), મશરૂમ કલર, લાઈટ ગ્રે, ગ્રીન વગેરે રંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે આ બધા કલર સાથે બોલ્ડ રંગ પણ ખૂબ ચલણમાં છે. તમે તમારા ઘર અથવા ઓફિસને થોડો જીવંત લુક આપવા ઈચ્છો છો તો બોલ્ડ રંગની પસંદગી કરવામાં ખચકાટ ન અનુભવો. બોલ્ડ રંગ રૂમને ડેપ્થ અને ટેક્સચર આપે છે. આમ તો આજકાલ ઈન્ટીરિયર પેઈન્ટિંગમાં બ્લેક રંગ પણ ટ્રેન્ડમાં છે, પરંતુ આવા બોલ્ડ રંગના ટોનને મ્યુટેડ રાખવામાં આવે છે. આજકાલ ગ્લાસ, સાટીન, એગ શેલ અને મેટ ટેક્સચર ચલણમાં છે.

ઈનડોર વર્ટિકલ ગાર્ડન
ઈનડોર વર્ટિકલ ગાર્ડન પણ અત્યારે ખૂબ ચલણમાં છે, વળી તેને લગાવવું પણ સરળ બની ગયું છે. તે તમારી દીવાલને એક અલગ લુક અને ટેક્સચર આપે છે. તે આકર્ષક તો લાગે છે, સાથે થર્મલ ઈંસ્યુલેટર જેવું કામ કરે છે. ઉનાળામાં તે રૂમને ઠંડા અને શિયાળાની ઋતુમાં ગરમ રાખે છે.

ડબલ હાઈટ સ્પેસિસ
જે તમે નવું કંસ્ટ્રક્શન કરાવી રહ્યા છો તો તમે ડબલ હાઈટ સ્પેસિસનો કોંસેપ્ટ પસંદ કરી શકો છો. તેમાં જગ્યા મોટી દેખાય છે. સામાન્ય રીતે છત ૯ થી ૧૧ ફૂટની ઊંચાઈ પર હોય છે. ડબલ હાઈટ સીલિંગમાં તેનાથી બમણાથી થોડી ઓછી અથવા વધારે ઊંચાઈ પર પણ હોઈ શકે છે. તેમાં ડબલ હાઈટ વિંડો લગાવી શકાય છે, જેની અંદર નેચરલ લાઈટ વધારે આવશે અને વેન્ટિલેશન પણ સારું રહેશે. અંદર લાઈટ સારી આવવાથી દીવાલ પર જે પણ લગાવવામાં આવશે તેનો લુક સારો દેખાશે. ડબલ હાઈટ બાલ્કની પણ બનાવી શકાય છે, જેમાં તમે હેન્ગિંગ લાઈટ અને પ્લાન્ટ્સ લગાવી શકો છો. તેનાથી ન માત્ર બાલ્કનીનો લુક સારો થશે, પરંતુ પૂરા ઘરની સુંદરતા પણ વધશે.
ઊંચીઊંચી દીવાલ પર પેઈન્ટિંગ અને આર્ટ પીસને પણ લગાવી શકાય છે. મોટા દરવાજા સાથે તે ખૂબ ગ્રાન્ડ લુક આપે છે. ડબલ હાઈટ સ્પેસિસમાં ટ્રેડિશનલ ઝૂમર ખૂબ રોયલ લુક આપે છે.

પ્લાન્ટ એન્ડ ફ્લાવર
આમ તો હોમ ડેકોરમાં ફૂલછોડનું ખાસ મહત્ત્વ હંમેશાંથી રહ્યું છે, પરંતુ કોરોના મહામારી પછી ફૂલછોડનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. તે ઘરનું આકર્ષણ વધારવાની સાથે તેને નેચરલ લુક આપે છે. ઈન્ડોર પ્લાન્ટ એક કુદરતી રૂમ ફ્રેશનર જેવું કામ કરે છે.
તમે તેને બાલ્કની અને ટેરેસમાં પણ લગાવી શકો છો. ટેરેસ ગાર્ડનની લીલોતરી રંગબેરંગી ફૂલ, તાજી હવા અને ખુલ્લા આકાશની સાથે એક કુદરતી વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે.

વોર્ડરોબ ડિઝાઈનિંગ
ફ્લૂટેડ અને ફેબ્રિક ફિનિશ ગ્લાસ હાલમાં જે નિયો ક્લાસિકલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેમાં ૧૦ મા દાયકામાં પ્રચલિત એવા ફ્લૂટેડ ગ્લાસિસ ફરીથી ચલણમાં આવી ગયા છે. તે સ્ટાઈલિશ હોવાની સાથેસાથે નાજુક અને સુંદર પણ લાગે છે. તમે તેનો વોર્ડરોબ ડિઝાઈનિંગ અને સ્લાઈડિંગ ડોરમાં પણ ઉપયોગ કરી શકો છો. તે ઈન્ડોર પ્રાઈવસી માટે એક પ્રાઈવેસી સ્ક્રીન જેવું કામ પણ આપે છે. તેથી તેને બેડરૂમ સ્ટડી, બેડરૂમ ડ્રેસિંગરૂમમાં પણ પાર્ટિશન રૂપે ઉપયોગમાં લઈ શકાય છે. તેનો શાવર સ્ક્રીન રૂપે પણ ઉપયોગ કરી શકાય છે. સેમીઓપન કિચન વિંડોમાં તે ખૂબ એલિગન્ટ લુક આપે છે.
ફ્લૂટેડ ગ્લાસિસ ઉપરાંત ફેબ્રિક ફિનિશ ગ્લાસ, પણ હાલમાં ખૂબ ચલણમાં છે. તેમાં પાતળીપાતળી ફેબ્રિકની જાળીને ૨ ગ્લાસિસની વચ્ચે સેન્ડવિચ કરી દેવામાં આવે છે. તેમાં જે જાળીનો ઉપયોગ કરવામાં આવે છે, તે અલગઅલગ રંગ અને ડિઝાઈન્સની હોઈ શકે છે. તમે તમારા ઘરની થીમ અને જરૂર પ્રમાણે તેને પસંદ કરી શકો છો.
– રેશમ સેઠી

વધુ વાંચવા કિલક કરો....