હોમ ડેકોરમાં આજકાલ મિનિમલિસ્ટિક ડિઝાઈન સૌથી વધારે ચલણમાં છે. તમે તમારા ઘરની ઈન્ટીરિયરની થીમ ગમે તે રાખો, પરંતુ તમારો એપ્રોચ મિનિમલિસ્ટિક ડિઝાઈન હશે તો તમારું ઘર ટ્રેન્ડી દેખાશે. આ ડિઝાઈનમાં બધી વસ્તુને લિમિટમાં રાખવામાં આવે છે. પછી ભલે ને તે કલર હોય, ફર્નિચર હોય કે પછી ડિઝાઈન પીસ. મિનિમલિસ્ટિક ડિઝાઈનમાં રૂમ થોડા ખાલીખાલી, પરંતુ એલિગન્ટ દેખાતા હોય છે. મોટાભાગના લોકો તેની સાથે ઘરમાં સફેદ રંગનો પેઈન્ટ કરાવવાનું પસંદ કરે છે. જે બીજા રંગને પણ પસંદ કરવામાં આવે તો તેનો ટોન મ્યુટેડ રાખવામાં આવે છે. મિનિમલિસ્ટિક ડિઝાઈન પેટર્ન અને નિયો ક્લાસિકલ થીમ ડિઝાઈન સૌથી વધારે ટ્રેન્ડમાં છે, જેમાં મોડર્ન અને ક્લાસિકનું બ્લેંડ હોય છે.

ઝૂમર
પહેલાંના સમયમાં ઝૂમર રાજા મહારાજા અને શ્રીમંતના મહેલો અને હવેલીમાં લગાવવામાં આવતા હતા, પરંતુ ૨૧ માં દાયકામાં ઝૂમર હોમ ડેકોરેશનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે. તેના ૨ મુખ્ય કારણ છે - પહેલું એ કે લોકો પોતાના ઘરને સજાવવા માટે પૈસા ખર્ચવા તૈયાર છે અને બીજું એ કે ટ્રેડિશનલની સાથેસાથે લેટેસ્ટ ડિઝાઈનના ઝૂમર પણ બજારમાં સરળતાથી મળી રહે છે. આ ઝૂમર નિયો ક્લાસિક હોમ ડેકોરની સાથે ઘરને સારો લુક આપે છે.

પેઈન્ટિંગ
આજકાલ ઈન્ટીરિયર પેઈન્ટિંગમાં સફેદ, પિસ્તા, ગ્રીન, લાઈટ ગ્રે, ડાર્ક ગ્રીન, સોફ્ટ ક્લે, લાઈટ બ્લૂ, મસ્ટર્ડ, મિસ્ટ (પેસ્ટલ બ્લૂ અને ગ્રીનનું મિક્સ), મશરૂમ કલર, લાઈટ ગ્રે, ગ્રીન વગેરે રંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે આ બધા કલર સાથે બોલ્ડ રંગ પણ ખૂબ ચલણમાં છે. તમે તમારા ઘર અથવા ઓફિસને થોડો જીવંત લુક આપવા ઈચ્છો છો તો બોલ્ડ રંગની પસંદગી કરવામાં ખચકાટ ન અનુભવો. બોલ્ડ રંગ રૂમને ડેપ્થ અને ટેક્સચર આપે છે. આમ તો આજકાલ ઈન્ટીરિયર પેઈન્ટિંગમાં બ્લેક રંગ પણ ટ્રેન્ડમાં છે, પરંતુ આવા બોલ્ડ રંગના ટોનને મ્યુટેડ રાખવામાં આવે છે. આજકાલ ગ્લાસ, સાટીન, એગ શેલ અને મેટ ટેક્સચર ચલણમાં છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....