૨ સિઝેરિયન ડિલિવરી પછી મારું વજન ૨૦ કિલોગ્રામ વધી ગયું છે. છેલ્લા થોડાક દિવસથી મને કમરમાં ખૂબ દુખાવો થવા લાગ્યો છે. શું આ સ્થૂળતાના લીધે થઈ રહ્યું છે?
સ્થૂળતા સ્વયંમાં કમરના દુખાવાનું કારણ નથી, પરંતુ જેા સ્થૂળ વ્યક્તિને કમરમાં દુખાવો થાય તો સારવારની અસર ધીમી થાય છે અને પીડા પણ વધારે થાય છે. શરીરના મધ્યભાગમાં અતિરિક્ત વજન હોવાથી તે પેલ્વિકને આગળની તરફ ખેંચે છે અને કમરના નીચેના ભાગ પર બંને તરફ દબાણ બનાવે છે. આ અતિરિક્ત વજનને સંભાળવા માટે કમર આગળની તરફ ઝૂકી જાય છે. વજન વધારે વધવાથી કરોડરજ્જુના હાડકાંના નાનાનાના સાંધામાં તૂટફૂટ જલદી થાય છે અને ડિસ્ક પણ જલદી ખરાબ થાય છે. ફિઝિયોથેરપિ અને સર્જરીથી પણ સ્થૂળ વ્યક્તિને કમરની પીડામાંથી મુક્તિ અપાવવી મુશ્કેલ હોય છે. તેથી તમે કમરના દુખાવાથી મુક્તિ માટે તમારા વજનને ઓછું કરવાના પ્રયાસ કરો.

હું ૩૧ વર્ષની શિક્ષિકા છું. ડિલિવરી પછી મારા સાંધામાં ખૂબ દુખાવો રહેવા લાગ્યો છે. આ સ્થિતિમાં મારે શું કરવું જેાઈએ?
ગર્ષ્ઠાવસ્થા અને પ્રસવ દરમિયાન શરીરમાં ઘણા બધા રાસાયણિક અને હોર્મોનલ પરિવર્તન થાય છે, જેની અસર સાંધા પર થાય છે. ગર્ભાવસ્થામાં વજન વધવાથી કમર, કૂલા અને ઘૂંટણના સાંધા પર દબાણ થાય છે અને તેમાં તૂટફૂટની પ્રક્રિયા ઝડપી બની જાય છે. કેટલીક મહિલાઓ ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન પોતાના આહારનું ધ્યાન નથી રાખતી હોતી, જ્યારે વાસ્તવમાં આ સમયગાળા દરમિયાન તેના શરીરને પોષક તત્ત્વોની ખૂબ વધારે પ્રમાણમાં જરૂર પડે છે. તેના શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ થાય છે, જે સમય જતા હાડકાની કમજેરીનું કારણ બની જાય છે. તેથી તમારા આહારનું ધ્યાન રાખો. વધેલા વજનને ઓછું કરો અને શારીરિક રીતે સક્રિય રહો.

હું ૪૮ વર્ષની ઘરેલુ મહિલા છું. છેલ્લા ૨ વર્ષથી હું ઘૂંટણની પીડાથી પરેશાન છું. શું સર્જરી વિના ઘૂંટણની પીડાથી મુક્તિ મેળવી શકાય છે?
ઘૂંટણમાં પીડા, જકડાઈ જવું અને મૂવમેન્ટ પ્રભાવિત થવાના લીધે જીવનની ગુણવત્તા પ્રભાવિત થાય છે, પરંતુ ઘણા બધા લોકો લાંબા સમય સુધી આ પરેશાનીને સહન કરતા રહે છે. તેમનું માનવું છે કે આ બધી મુશ્કેલીથી મુક્તિ મેળવવાનો માત્ર એક જ વિકલ્પ છે, ની રિપ્લેસમેન્ટ સર્જરી, પરંતુ એ જાણવું જરૂરી છે કે સર્જરી એકમાત્ર અને અંતિમ વિકલ્પ નથી. કેટલાક નોનસર્જિકલ ઉપચાર પણ ઉપલબ્ધ છે, જેમ કે ફિઝિકલ થેરપિ, દવા-ઈંજેક્શન તેમજ કેટલાક ન્યૂ બાયોલોજિકલ ઉપચાર, જેમાં હ્યાલૂરોનિક ઈંજેક્શન અને પીઆરપી જેવા કુદરતી ઉપચાર પણ
સામેલ છે.

હું ૪૮ વર્ષનો વકીલ છું. મને ઓસ્ટિયોપોરોસિસ છે. મારા હાડકાની મજબૂતાઈ માટે હું કયા ઉપાય અજમાવી શકું છું?
હાડકાને મજબૂત બનાવવા માટે તમે સંતુલિત અને પોષક ભોજનનું સેવન કરો, જેમાં શાકભાજી, ફળ, દૂધ તથા દૂધમાંથી બનેલી બીજી વસ્તુ, સૂકામેવા, ઈંડા, આખું અનાજ અને વિવિધ દાળને સામેલ કરો. નિયમિત રીતે એક્સર્સાઈઝ અને વોક કરો. તેનાથી બોન ડેન્સિટી વધશે. રોજ ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી વહેલી સવારના નવશેકો તાપ લો. તેનાથી તમને પૂરતા પ્રમાણમાં વિટામિન-ડી મળશે, જે તમારા હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. જેા તમે ધૂમ્રપાન અથવા દારૂનું સેવન કરતા હોય તો તરત બંધ કરો. સાથે નિયમિત અંતરાળ પર બોન ડેન્સિટી ટેસ્ટ કરાવતા રહો.

મારી ઉંમર ૩૮ વર્ષ છે અને હું ટિફિન સેન્ટર ચલાવું છું. છેલ્લા થોડાક સમયથી મારા બંને ખભામાં એટલી બધી તકલીફ છે કે તેને સામાન્ય હલાવવા પણ મુશ્કેલ બની ગયા છે. જેનાથી મારી દિનચર્યા ખૂબ પ્રભાવિત થઈ રહી છે. હું શું કરું?
એવું લાગે છે કે તમે ફ્રોઝન સોલ્ડરની સમસ્યાથી પીડિત છો. આ સમસ્યા ત્યારે થાય છે, જ્યારે ખભાના સાંધાની ચારે બાજુ આવેલા લિગામેન્ટ્સમાં સોજેા આવી જાય છે અને તે સખત બની જાય છે. આ કારણસર ખભામાં ખૂબ વધારે પીડા થવા લાગે છે. આ પરેશાની ધીરેધીરે શરૂ થાય છે અને આગળ જતા તે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. તેથી તમે તરત કોઈ સારા ઓર્થોપેડિક સર્જનને બતાવો. આજે ફ્રોઝન સોલ્ડરની સારવારને ઘણી બધી આધુનિક ટેક્નિકે સરળ બનાવી દીધી છે, પરંતુ રિકવર થવામાં ખૂબ ઓછો સમય લાગે છે.

મારા પરિવારમાં ઓસ્ટિયોપોરોસિસનો પારિવારિક ઈતિહાસ છે. હું બોન ડેન્સિટી ટેસ્ટ વિશે જાણવા ઈચ્છુ છું. આ ટેસ્ટ શું છે અને તેને ક્યારે કરાવવો જેાઈએ?
બોન ડેન્સિટી ટેસ્ટમાં એક વિશેષ પ્રકારના એક્સ-રે જેને ડીએક્સએ કહેવામાં આવે છે. તેના દ્વારા સ્પાઈન, કૂલા અને કાંડાનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ ભાગના હાડકાની ડેન્સિટીને માપીને તેની મજબૂતાઈની જાણકારી મેળવવામાં આવે છે, જેથી હાડકાં તૂટતા પહેલાં તેની સારવાર કરી શકાય. તમે ૪૫ વર્ષની ઉંમરમાં બોન ડેન્સિટી ટેસ્ટ કરાવી શકો છો અને તેને દર ૫ વર્ષ પછી કરાવો. માતાપિતામાંથી કોઈને પણ ઓસ્ટિયોપોરોસિસ હોય તો તેમના સંતાનમાં તેના થવાની શક્યતા ૭૦ ટકા સુધી વધી જાય છે. તેમાં પણ મહિલાઓના ઓસ્ટિયોપોરોસિસની ઝપટમાં આવવાની શંકા પુરુષોની સરખામણીમાં ઘણી વધારે રહે છે, ખાસ કરીને નાના કદની દૂબળીપાતળી મહિલાઓમાં.

હું પરિવાર નિયોજન માટે ગર્ભનિરોધક ગોળીનું સેવન કરું છું. મેં સાંભળ્યું છે કે તેમાં સ્ટેરોઈડ હોય છે, જેનાથી હાડકાં કમજેાર પડી જાય છે?
આ વાત સાચી છે કે ગર્ભનિરોધક ગોળીમાં સ્ટેરોઈડ હોય છે. ઉપરાંત વાળને ખરતા રોકવા અને સ્કિનને કરચલીથી બચાવવા માટે ઘણા બધા લોકો ખાસ તો મહિલાઓ સ્ટેરોઈડયુક્ત દવાનું સેવન કરે છે. ઈન્ટરનેશનલ ઓસ્ટિયોપોરોસિસ એસોસિયેશન અભ્યાસને જેાઈએ તો આ જ સ્ટેરોઈડ દવાઓ મેનોપોઝ પછી મહિલાઓના હાડકાને કમજેાર પાડી રહી છે, જેના લક્ષણ ૫૦ વર્ષની ઉંમર પછી જેાવા મળે છે. તેમ છતાં જેા સ્ટેરોઈડ દવાનું સેવન કરવું જરૂરી હોય તો આલ્કોહોલનું સેવન બંધ કરો અને ભોજનમાં કેલ્શિયમ તથા વિટામિન-ડીનું પ્રમાણ વધારો. તમારા ડોક્ટરની સલાહ લો અને પરિવાર નિયોજન માટે બીજા ઉપાયની પસંદગી કરી શકો છો.
– ડો. વિવેક મહાજન.

વધુ વાંચવા કિલક કરો....