મારી સ્કિન ડ્રાય છે. પ્લીઝ જણાવો કે ઠંડીમાં ફેસવોશના બદલે કઈ વસ્તુથી ફેસ ધોવો જેાઈએ?
ડ્રાય સ્કિનના રોમછિદ્ર ખુલ્લા નથી હોતા, તેથી ઠંડીમાં ફેસની કાળજી રાખવા માટે સવારે ફેસને પાણીથી સારી રીતે વોશ કરો. ઓરેન્જની છાલના પાઉડરમાં કાચું દૂધ નાખીને ફેસ પર લગાવો. ૫ મિનિટ પછી હળવા હાથથી માલિશ કરો અને નવશેકા પાણીથી ફેસ વોશ કરો. ઠંડીમાં ડ્રાય સ્કિનને વોશ કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તે સ્કિનને કોમળ બનાવે છે. એલોવેરાનો ગર કાઢીને ફેસ પર ૩૦ મિનિટ લગાવી રાખો. ફેસને ઠંડા પાણીથી વોશ કરો. બજારમાં કેટલાય પ્રસાધન મળે છે જેમાં એલોવેરાનું થોડું પ્રમાણ હોય છે, પણ તમે કુદરતી એલોવેરાનો ઉપયોગ કરો. તાજું ઠંડું દૂધ ઠંડીમાં ડ્રાય સ્કિન માટે સારો વિકલ્પ છે. તમારે દૂધને બિલકુલ ગરમ કરવાની જરૂર નથી. માત્ર તાજું ઠંડું દૂધ સ્કિન પર લગાવો. તેને ૧૦ મિનિટ લગાવી રાખીને ફેસને નવશેકા પાણીથી ધોઈ લો.
હું નેપાળી યુવતી છું. મારા ફેસ પર બહુ જલદી રેસા થઈ જાય છે. રેસાથી બચવા માટે મારે શું કરવું જેાઈએ અને શું કોઈ ઉપાય છે, જેથી મારો ફેસ સ્વચ્છ અને શાઈન કરે?
તમારી સ્કિનનો રંગ લાલ થઈ જાય છે કે પછી તેમાં રેસા થઈ જાય છે તો આ એલર્જી થવાના લક્ષણ છે. સ્કિનમાં એલર્જી કોઈને પણ થઈ શકે છે. એલર્જીનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી અને દિનચર્યા છે, સાથે પ્રદૂષણ જેવા કારક પણ એલર્જીનું કારણ બને છે. તમે જાણીને આશ્ચર્યચકિત થશો કે ખોરાક, હવા, પાણી, પ્રદૂષણથી સ્કિન એલર્જીનો શિકાર થાય છે. જેા એલર્જી થાય તો તમે સ્કિનને ખંજવાળશો નહીં. એલર્જી થતા સ્કિનને માત્ર પાણીથી વોશ કરો. જે સાબુ કે ફેસવોશનો તમે નિયમિત ઉપયોગ કરો છો તેનો ઉપયોગ કરવાનું બંધ કરો. સાબુથી સ્કિન ડ્રાય થાય છે અને ખંજવાળ વધી જાય છે. રોજ સ્નાન કરો અને ડોક્ટરની સલાહથી સાબુનો ઉપયોગ કરો. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમને ખબર પડે કે કઈ વસ્તુથી તમને એલર્જી થાય છે તો તેનાથી દૂર રહો. એલર્જી થતા ફટકડીના પાણીથી અસરગ્રસ્ત જગ્યાને ધોઈને સાફ કરો. આમળાની ગોટલી બાળીને ચૂર્ણ કરો. તેમાં ૧ ચપટી ફટકડી અને નાળિયેરનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને લગાવતા રહો. કેલામાઈન લોશન ફાયદાકારક રહે છે. ડોક્ટરની સલાહથી એન્ટિએલર્જિક દવાઓ લો.