સામગ્રી :
૩ ઈંડાં
૩/૪ કપ ખાંડ
૧ નાની ચમચી વેનિલા એસેન્સ
૧/૩ કપ મેંદો
૧ નાની ચમચી બેકિંગ પાઉડર
૧ નાની ચમચી તમાલપત્ર
૨ સફરજન
૧/૨ કપ બટર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
સૌપ્રથમ ઈંડામાં ખાંડ નાખીને ફેંટો. તેમાં વેનિલા એસેન્સ અને બટર મિક્સ કરો. એક અન્ય બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર, તમાલપત્ર પાઉડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. હવે મેંદાના મિશ્રણને ઈંડાના મિશ્રણમાં મિક્સ કરો. બેટરમાં સફરજનના ટુકડા ઉમેરો. આ બેટરને એલ્યુમિનિયમ બેકિંગ ફોઈલ પર રેડીને ૯-૧૦ ઈંચના ટિનમાં ગોઠવો. તેને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર પહેલાંથી ગરમ ઓવનમાં ક્રિસ્પી થવા સુધી લગભગ ૪૦ મિનિટ બેક કરો. તેમાં ટૂથપિકથી ચેક કરો કે કેક બેક થઈ છે કે નહીં. જેા ટૂથપિક સાફ બહાર નીકળે તો સમજી જાઓ કે કેક બનીને તૈયાર છે. તમે સર્વ કરી શકો છો.

વધુ વાંચવા કિલક કરો....