આજના સમયમાં પ્રદૂષણ, તાણ અને ખોટી દિનચર્યાના લીધે આપણી સ્કિન સમય પહેલાં નિસ્તેજ, ડ્રાય અને વૃદ્ધ થવા લાગે છે. નાની ઉંમરના લોકોમાં ફેસ પર ડાઘધબ્બા અને ખીલની સમસ્યા શરૂ થઈ જાય છે. આ સ્થિતિમાં જરૂરી છે કે આપણે ફેસની સ્કિનની સારી રીતે સારસંભાળ લઈએ અને મેકઅપ લગાવીને સમસ્યા છુપાવવાના બદલે તેને સ્વાભાવિક રીતે સ્વસ્થ અને આકર્ષક બનાવીએ. સ્કિનની દેખરેખનો એક મહત્ત્વનો ભાગ છે સફાઈ પછી એક સારી ક્વોલિટીના ફેસ સીરમનો ઉપયોગ કરવો. ફેસ સીરમ એક લાઈટ વેટ મોઈશ્ચરાઈઝર જેવું હોય છે. વોટર બેઝ હોવાથી તે સ્કિનના ઊંડાણમાં ઓબ્ઝોર્બ થઈને તેને અંદરથી ભીનાશ આપે છે. નિયમિત રીતે સીરમનો ઉપયોગ કરવાથી સ્કિન વધારે સ્વસ્થ, યુવા અને ચમકદાર બને છે, સાથે સ્કિનમાં ભીનાશ જળવાયેલી રહે છે.

ફેસ સીરમનો ઉપયોગ મોઈશ્ચરાઈઝર, સનસ્ક્રીન અને મેકઅપની નીચે એક બેઝ લેયરના તરીકે કરવામાં આવે છે. યુવાનોની યંગ સ્કિનને સામાન્ય રીતે તેની ખૂબ વધારે જરૂર નથી હોતી, પરંતુ તેનો ઉપયોગ કરવાથી તેમને એક સ્વસ્થ, સ્વચ્છ સ્કિન મળે છે અને સમય પહેલાં સ્કિનની ઉંમર વધવા અને કરચલીને અટકાવવામાં મદદ મળે છે. તમે પણ સ્કિનની સફાઈ અને ટોનિંગ પછી દિવસમાં ૧ અથવા ૨ વાર ફેસ સીરમનો ઉપયોગ કરી શકો છો. ફેસ માટે સીરમ કેમ જરૂરી ફેસ સીરમ એવા લોકો માટે ખાસ જરૂરી છે, જેા ફેસ પર ઊભરી રહેલી ઉંમરની અસર, ડાર્ક ડાઘધબ્બા, હાઈપરપિગમેન્ટેશન, ખીલ, બંધ રોમછિદ્ર અને ડિહાઈડ્રેશનના લીધે પરેશાન હોય છે. ફેસ સીરમના પ્રયોગથી તમને આ સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે.

ફેસ પરના ડાઘધબ્બા ઘટાડવામાં : રોજ સૂર્યમાંથી નીકળતા યૂવી કિરણો આપણી સ્કિનને નિસ્તેજ અને બેરંગ કરે છે. આ સ્થિતિમાં ફેસ સીરમમાં રહેલો ગ્લાઈકોલિક એસિડ સ્કિનને ચમકદાર બનાવવાની સાથે એક નવું કોમ્પ્લેક્શન આપે છે. તમે નિયમિત ફેસ સીરમનો ઉપયોગ કરશો તો થોડા દિવસમાં તમે જેાશો કે ફેસ પરથી ડાઘધબ્બા ઓછા થવા લાગ્યા છે. લગભગ ૧ મહિનામાં ફેસ પરની બારીક રેખા અને કરચલી પણ ઓછી થવા લાગે છે.
નિસ્તેજ સ્કિનને ચમક આપવા માટે : ઉંમર વધવાની સાથે આપણી સ્કિન પોતાની ચમક ગુમાવવા લાગે છે. આ સ્થિતિમાં સ્કિન માટે ફેસ સીરમ જરૂરી બની જાય છે, જે સ્કિનના ઊંડાણમાં જઈને ચમક પરત લાવવાનું કામ કરે છે.
એન્ટિએજિંગ માટે : ‘ધ જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ એસ્થેટિક ડર્મેટોલોજી’ દ્વારા કરવામાં આવેલી એક શોધમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ફેસ સીરમ ફેસ પર આવતી બારીક રેખા અને કરચલીને ઓછી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માત્ર ૨-૩ અઠવાડિયાના ઉપયોગ પછી તમને તફાવત સ્પષ્ટ દેખાશે. એન્ટિએજિંગ માટે તમારે હ્યાલૂરોનિક એસિડયુક્ત હાઈડ્રેટિંગ સીરમ પસંદ કરવું જેાઈએ. આ ફેસ સીરમ તમારી સ્કિનને યુવા લુક આપવાની સાથે કરચલીને દૂર કરે છે. કેટલાક ફેસ સીરમ વિટામિન-સી યુક્ત ઉપલબ્ધ છે. આ સીરમ પણ એન્ટિએજિંગ માટે બેસ્ટ છે.
ખીલ દૂર કરવા માટે : તમારા ફેસ પર ખીલ થતા હોય તો તમારે ફેસ સીરમનો ઉપયોગ કરવો જેાઈએ. તેમાં બેંજેઈલ પેરોક્સાઈડ અને સેલિસિક્લિક એસિડ હોય છે, જે ખીલને ધીરેધીરે ઓછા કરે છે અને તમને પહેલાં કરતાં વધારે સ્વસ્થ સ્કિન મળી જાય છે.
મોઈશ્ચર અને વોલ્યૂમમાં મદદ માટે : ઉંમર વધવાની સાથે તમારી સ્કિન ખાસ ગાલ અને આંખ નીચેનો ભાગ પોતાનું મોઈશ્ચર ગુમાવવા લાગે છે. આ સ્થિતિમાં ફેસ સીરમનો ઉપયોગ ફેસના આ ભાગમાં વોલ્યૂમ અને મોઈશ્ચર પરત લાવે છે. ફેસ સીરમના ૨-૩ ટીપા આંગળી પર લઈને જ્યારે તમે પૂરા ફેસ પર લગાવો છો ત્યારે થોડા જ સમયમાં ફરક દેખાવા લાગે છે.
સ્કિનને એક્સફોલિએટ કરવા માટે : ફેસ સીરમમાં લેક્ટિક અને ફોલિક એસિડ હોય છે, જે સ્કિનને સ્મૂધ ફીલ અને ઈવન ટોન આપે છે.
સ્કિનને હાઈડ્રેટ કરવા માટે : તમે તમારી સ્કિનને ડ્રાય અને નિસ્તેજ અનુભવી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમને મોઈશ્ચરાઈઝર ઉપરાંત કંઈક વધારે જરૂર છે. ફેસ ક્રીમ પર નિર્ભર રહેવાના બદલે તમે હાઈડ્રેટિંગ ફેસ સીરમનો પ્રયોગ કરીને ડ્રાય સ્કિનમાં ભીનાશ પરત લાવી શકો છો.
સુંદર દેખાવા માટે : ફેસ સીરમમાં કોલોજન કંટેન્ટ હોય છે, જેથી તમને સ્કિનના ટેક્સ્ચરમાં સુધારો દેખાશે. સ્કિન પહેલાંથી વધારે સુંદર અને સ્વસ્થ દેખાવા લાગે છે. તમારી સ્કિન પર ખુલ્લા રોમછિદ્રો હોય તો તે ઓછા થશે. બ્લેકહેડ્સની સાથે વાઈટહેડ્સ ઓછા થવા લાગશે.

કયા પ્રકારનું સીરમ ખરીદશો
આમ બજારમાં ઘણા બધા પ્રકારના સીરમ ઉપલબ્ધ હોય છે, જે સ્કિનની બારીક રેખાઓ, કરચલી, ડાઘધબ્બા, નિસ્તેજ અને ડ્રાય સ્કિન જેવી સમસ્યા ઠીક કરવા માટે હોય છે, પરંતુ સમસ્યા એ થાય છે કે પોતાના માટે એક ઉત્તમ અને યોગ્ય સીરમની પસંદગી કેવી રીતે કરવી. તેના માટે તમારે નીચે જણાવેલી વાત પર ધ્યાન આપવું પડશે.
સ્કિનનો પ્રકાર : સૌપ્રથમ તમને સ્કિનના પ્રકારની જાણ હોવી જેાઈએ. સ્કિન મુખ્યત્વે ૫ પ્રકારની હોય છે – નોર્મલ સ્કિન, ઓઈલી સ્કિન, ડ્રાય સ્કિન, સેન્સિટિવ સ્કિન અને મિક્સ સ્કિન. જે તમારી સ્કિન પહેલાંથી ઓઈલી હોય અને તમે એવા ફેસ સીરમનો ઉપયોગ કરી રહ્યા છો, જે તમારી સ્કિનને વધારે ઓઈલી બનાવી રહી હોય તો સમસ્યા થઈ શકે છે, તેથી સ્કિન પ્રમાણે લાભકારી સીરમ પસંદ કરો.
સ્કિન સંબંધિત સમસ્યા : કોઈ પણ ફેસ સીરમને લેતા પહેલાં તમે વિચારો કે તમે ફેસ સીરમને કેમ ખરીદવાનું વિચારો છો? શું કરચલીને ઓછી કરવા માટે ફેસ સીરમ લેવા ઈચ્છો છો કે પછી સૂર્યના તીવ્ર કિરણોના લીધે ફેસ પર જેા ઘેરા ધબ્બા પડી ગયા છે તેના માટે અથવા તમે ખીલ ડાર્કસર્કલ્સથી પરેશાન છો? આ સમસ્યાને અનુરૂપ સીરમ લેવામાં આવશે તો તે તમને તરત રાહત અપાવશે.

યોગ્ય રીત
ફેસ સીરમને એપ્લાય કરવાની યોગ્ય રીત જાણીએ :
સૌપ્રથમ ફેસ પર રહેલી કોઈ પણ પ્રકારની ગંદકી, ધૂળ અને ઓઈલ દૂર કરવા માટે ક્લીંઝરથી સ્કિનને સાફ કરો.
પસંદગીના સીરમના ૨ ટીપાં આંગળી પર લઈને ક્લીન કરેલી સ્કિન પર માલિશ કરતા લગાવો, જેથી તે સારી રીતે તમારી સ્કિનમાં અવશોષિત થાય. સીરમને હળવા હાથે અપવર્ડ મોશનમાં મસાજ કરતા લગાવો. વધારે જેારથી અથવા ઘસીને ન લગાવો.
ડ્રાય સ્કિન હોય તેમણે સીરમને ભીની સ્કિન પર લગાવવું જેાઈએ, કારણ કે ભીનાશવાળી સ્કિનમાં તે સારી રીતે પેનેટ્રેટ થાય છે. સેન્સિટિવ સ્કિનવાળાએ પોતાની સ્કિન ડ્રાય થવાની રાહ જેાવા જેાઈએ, નહીં તો સીરમના પેનેટ્રેશનને અધીરું કરશે, જેથી સ્કિન ઈરિટેશન થવાની શંકા રહે છે.
દરેક સમયે સીરમ પછી સ્કિનને મોઈશ્ચરાઈઝ જરૂર કરો. દિવસના સમયે ૩૦ અથવા તેનાથી વધારે એસપીએફ ધરાવતું સનસ્ક્રીન લગાવવું જરૂરી છે, જેથી સૂર્યના તાપથી બચી શકાય.
સીરમને આપણે મેકઅપ બેઝ અથવા પ્રાઈમરની જેમ યૂઝ કરી શકીએ છીએ. ત્યાર પછી કરવામાં આવતો મેકઅપ સરળતાથી સ્કિન પર ફેલાય છે. જેનાથી મેકઅપનો યૂઝ ઓછો થાય છે, સાથે સ્કિન પર પહેલાંથી સીરમ લગાવી લેવાથી પ્રાઈમરની ઈફેક્ટ પરફેક્ટ સારી આવે છે.
આ જ રીતે વધતી ઉંમરની સાથે હોઠ પાસે પણ ફાઈન્સ લાઈન આવી જાય છે. તેથી થોડું સીરમ હોઠની ચારે બાજુ લગાવો. આમ કરવાથી જ્યારે તમે લિપસ્ટિક લગાવશો ત્યારે તમારા હોઠ વધારે ઊભરી આવશે.
કંસીલર લગાવતા પહેલાં આંખની ચારે બાજુ સીરમ લગાવવાથી મેકઅપ સ્મજ નહીં થાય. સીરમ મેકઅપને સ્મૂધ ફિનિશ આપે છે. વિટામિન સી અને કોલોજન હોવાથી સ્કિનમાં સમાઈને તે ફાઈન લાઈન્સને ઊભરવાથી અટકાવે છે.

અલગઅલગ ફેસ સીરમમાં ઘણા બધા પ્રકારના ઈનગ્રીડિએંટ્સ હોય છે. આ સંદર્ભમાં ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ડો. ચાંદની જૈન ગુપ્તાના જણાવ્યા અનુસાર, સીરમમાં સેરામાઈડ્સ, ગ્લિસરીન, એલોવેરા, વિટામિન-સી, કે, ઈ, લિકોરાઈસ ઝિંક, અર્નિકા જેવા એન્ટિઈન્ફ્લેમેટરી ઈન્ગ્રીડિએટ્સ અને બીજા કેટલાક નેચરલ ઈન્ગ્રીડિએંટ્સ હોય છે. તે તમારી સ્કિનમાં ઊંડાણ સુધી જઈને અસર બતાવે છે. સીરમમાં અન્ય પ્રોડક્ટની સરખામણીમાં એક્ટિવ ઈન્ગ્રીડિએંટ્સનું કન્સટ્રેશન હાઈ હોય છે. તેમાં રહેલું સેરામાઈડ સ્કિનની અંદર મોઈશ્ચરને લોક કરીને ડ્રાયનેસને અટકાવવામાં મદદ કરે છે. ગ્લિસરીન સ્કિનના હાઈડ્રેશનમાં સુધારો લાવે છે અને શરીરના નેચરલ પ્રોટેક્ટિવ બેરિયરને રિસ્ટોર કરે છે. એલોવેરા સ્કિનમાં રહેલી ચીકાશ દૂર કરવામાં મદદ કરે છે.

વિટામિન-સી, કે અને ઈ એન્ટિઓક્સિડેન્ટ છે, જે સ્કિનને તાણ અને બીજા કેટલાક સામાન્ય પર્યાવરણીય પરિબળના લીધે હાજર મુક્ત કણોથી થતા નુકસાનથી બચાવે છે. લોકોરિસ સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરે છે, કારણ કે તેમાં લિક્વિરિટિન નામક એક સક્રિય મિશ્રણ હોય છે, જ્યારે ઝિંકમાં એન્ટિએજિંગ ગુણ હોય છે. આ જ રીતે અર્નિકા સ્કિનના ઘાને રુઝાવવામાં મદદ કરે છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....