મહિલા નોકરિયાત હોય કે ગૃહિણી પોતાની પર બરાબર ધ્યાન નથી આપી શકતી. આ વિષયે ક્યૂટીસ સ્કિન સ્ટુડિયોના કોસ્મેટોલોજિસ્ટ અને ડર્મેટોલોજિસ્ટ ડો. અપ્રતિમ ગોયલ જણાવે છે કે દરેક મહિલા સૌથી સુંદર અને આકર્ષક દેખાવાની કોશિશ કરે છે. આમ તો સુંદર દેખાવાનું દરેક મહિલાને ગમતું હોય છે, પરંતુ પોતાની સ્કિનમાં નિખાર લાવવા માટે તેમને વધારે સમય નથી મળતો. તે જેાતા કેટલીક બ્યૂટિ ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે :

મોઈશ્ચરાઈઝ
સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવી સૌથી જરૂરી અને સરળ પગલું છે. સ્કિનને હાઈડ્રેટેડ અને ગ્લોઈંગ દર્શાવવા માટે દિવસમાં ૨ વાર તેને મોઈશ્ચરાઈઝ કરો.

એક્સફોલિએટ
માઈલ્ડ સ્ક્રબથી અઠવાડિયામાં ૨ વાર સ્કિનને એક્સફોલિએટ કરો. તેનાથી સ્કિનના બાહ્ય પડ પરથી મૃત સ્કિન કોશિકાઓને દૂર કરવામાં મદદ મળે છે. એક્સફોલિએટ સ્કિન પરથી ગંદકીના પડને દૂર કરીને સ્કિનને ચમકદાર બનાવે છે અને સ્કિન કેર પ્રોડક્ટ અને સ્કિનમાં ઊંડાણ સુધી પ્રવેશ કરવા દે છે.

ક્લીંઝિંગ
સ્કિન અનુસાર યોગ્ય ક્લીંઝરનો ઉપયોગ કરીને સ્કિનને ક્લીયર કરો. ક્લીંઝિંગ પહેલાં મેકઅપને માઈસેલર વોટરથી સાફ જરૂર કરો.

હેલ્ધિ ખાઓ
આહારમાંથી શુગર અને સોલ્ટને દૂર કરો, જેથી તહેવારમાં પરેજી રાખવી મુશ્કેલ હોય છે, પરંતુ આમ કરવાથી રેડિએંટ સ્કિનની સાથેસાથે પૂરો દિવસ એનર્જેટિક રહી શકશો.
રિચ એન્ટિઓક્સિડેન્ટ્સ ફળો જેમ કે સાઈટ્રસ ફ્રૂટ, બેરીઝ, એક્વાડોસ વગેરે લો.
સ્કિનને ચમકદાર બનાવવા માટે વિટામિન સી ૧૦૦૦ મિલીગ્રામ જરૂર લો. ગ્લૂટેથિઓન ટેબ્લેટ્સને સાથે લેવાથી સારું પરિણામ મળે છે.
પ્લંપી અને હાઈડ્રેટેડ સ્કિન માટે વધારે પ્રમાણમાં પાણી પીઓ. ઉપરાંત હ્યલાયૂરોનિક એસિડ સીરમના પ્રયોગથી પણ સ્કિન હાઈડ્રેટેડ અને સ્મૂધ રહે છે, કારણ કે સ્કિનમાં હ્યલાયૂરોનિક એસિડ એક શુગર મોલેક્યૂલ છે, જે સ્કિનમાં કુદરતી રીતે હાજર હોય છે અને તે સ્કિનમાં રહેલા પાણીને કોલોજન સાથે બાંધવામાં મદદ કરે છે, જેનાથી સ્કિન ખિલેલી અને વધારે હાઈડ્રેટ દેખાઈ શકે છે. હ્યલાયૂરોનિક એસિડ સ્કિનના હાઈડ્રેશનને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ છે. ફેસ ઓઈલ પણ ડ્રાય સ્કિન માટે ઉપયોગમાં લઈ શકાય છે.
પેક્સ અથવા શીટ માસ્ક પણ અઠવાડિયામાં એકવાર અચૂક લગાવો, જેથી તમે રિલેક્સ થઈને થાકેલા ફેસને એવોઈડ કરી શકો.
તહેવારો પહેલાં ભરપૂર ઊંઘ લો અને રિલેક્સ રહો, જેથી તમારી તાજી અને ખિલેલી સ્કિન પરથી કોઈ નજર ન હટાવી શકે અને તમારો ફેસ પ્રસંગના દિવસે બધાના એટ્રેક્શનનું કેન્દ્ર બને.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....