જુલાઈ, ઓગસ્ટ ૨૦૨૨ માં મહિલાઓ વિષયે ૨-૨ ગુડ ન્યૂઝ આવ્યા – પહેલું રોશની નેદારે ભારતથી સૌથી શ્રીમંત મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે બીજી તરફ સાવિત્રી જિંદલે એશિયાની સૌથી શ્રીમંત મહિલા હોવાનું સન્માન પ્રાપ્ત કર્યું. આ બંને મહિલાઓની આર્થિક જગતની સફળતા ઈશારો કરે છે કે મહિલાઓ આજે સામાજિક અને આર્થિક મોરચે પુરુષ કરતા પણ આગળ નીકળી ગઈ છે. મહિલા શક્તિ આજે પણ આર્થિક મોરચે પુરુષોની સરખામણીમાં ખૂબ કમજેાર છે. તેના કારણોનું વિશ્લેષણ કરીએ તો શિક્ષણ એક એવું કારણ દેખાય છે, જે વર્ષોથી મહિલાઓને પુરુષોથી લાયકાતમાં પાછળ રાખી રહ્યું છે. ભારતમાં મહિલાઓની શૈક્ષણિક સ્થિતિને બારીકાઈથી જેાઈશું તો આજે પણ દેશના ગામકસબામાં મહિલાઓ સ્કૂલે જવાના બદલે ઘરકામમાં ભવિષ્યને બરબાદ કરી રહી છે. આ જ કારણ રહ્યું છે કે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ શિક્ષણના મોરચે મહિલાઓ ફેલ છે.

મહિલા સાક્ષરતા દરમાં રાજસ્થાન પાછળ
આજે વાત કરીએ મહિલા સાક્ષરતાની તો દેશના બીજા રાજ્યની સરખામણીમાં રાજસ્થાનની સ્થિતિ ખૂબ ખરાબ છે. આંકડા અનુસાર મહિલા સાક્ષરતા દરમાં રાજસ્થાન પછાત રાજ્યની શ્રેણીમાં આવે છે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ વસ્તી ગણતરીના આંકડા જણાવી રહ્યા છે. રાજસ્થાનના જાલૌર અને સિરોહીમાં મહિલા સાક્ષરતા દર માત્ર ૩૮ અને ૩૯ ટકા છે જે ખૂબ નીચો છે. જેાકે સ્થિતિમાં હજી પણ સુધારો થયો નથી.

બિહારની સ્થિતિ પણ ખરાબ
એનએસઓના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બિહારમાં પુરુષ સાક્ષરતા દર મહિલાઓ કરતા વધારે છે. બિહારમાં ૭૯.૭ ટકા પુરુષ સાક્ષર છે, જ્યારે માત્ર ૬૦ ટકા મહિલાઓ સાક્ષર છે. બિહારમાં કુલ ગ્રામીણ સાક્ષરતા દર ૬૯.૫ ટકા છે, જ્યારે શહેરી સાક્ષરતા ૮૩.૧ ટકા છે. બિહારમાં લગભગ ૩૬.૪ ટકા લોકો નિરક્ષર છે બિહારમાં ૩૬.૪ ટકા લોકો નિરક્ષર છે. ૧૯.૨ ટકા લોકો પ્રાથમિક સ્કૂલ સુધી ભણેલા છે, ૧૬.૫ ટકા લોકો માધ્યમિક સુધી, ૭.૭ ટકા ઉચ્ચતર માધ્યમિક સુધી અને ૬ ટકા સ્નાતક સુધી. જ્યારે મહિલા નિરક્ષરતા દર ૪૭.૭ ટકા છે, જે પુરુષોની સરખામણીમાં લગભગ ૨૧ ટકા વધારે છે.

ઝારખંડની સ્થિતિ પણ ખરાબ
જેા ઝારખંડમાં મહિલા સાક્ષરતાની વાત કરીએ તો ત્યાં પણ સ્થિતિ સારી નથી. આજે પણ રાજ્યની ૩૮ ટકાથી વધારે મહિલાઓને એક વાક્ય પણ વાંચતા નથી આવડતું. તેમાં પણ વાત કરીએ ગ્રામીણ ક્ષેત્રની તો સ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં ૫૫.૬ ટકા મહિલાઓને લખતાવાંચતા નથી આવડતું. આ વાતનો ખુલાસો ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૧ ની વચ્ચે કરવામાં આવેલા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ પરથી થયો છે.

આંધ્રપ્રદેશ પણ પાછળ
આંધ્રપ્રદેશમાં મહિલા અને પુરુષની વચ્ચે સાક્ષરતા દરનું અંતર ૧૩.૯ ટકા છે, જે ખૂબ વધારે છે.

ચોંકાવનારું સત્ય
રાષ્ટ્રીય સાંખ્યિકીના પ્રકાશિત રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સર્વેક્ષણ વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ દરમિયાન પુરુષોનો સાક્ષરતા દર ૮૦.૦૮ ટકા દર્શાવવામાં?આવ્યો છે, જ્યારે મહિલાઓમાં આ આંકડો માત્ર ૫૭.૬ ટકા નોંધાયો છે અને જેા આજની વાત કરીએ તો આજે પણ સાક્ષરતાના કિસ્સામાં પુરુષો અને મહિલાઓમાં ખૂબ અંતર જેાવા મળ્યું છે, જેમાં પુરુષોમાં સાક્ષરતાનો દર ૮૨.૧૪ ટકા છે, જ્યારે મહિલાઓમાં આ ટકાવારી માત્ર ને માત્ર ૬૫.૪૫ ટકા રહ્યો છે, જે ખૂબ ઓછો છે.

મહિલાઓ અને પુરુષોનો સાક્ષરતા દર
એનએસઓ તરફથી ૨ વર્ષ પહેલાં કરવામાં આવેલા સર્વેમાં જાણ થઈ હતી કે કેરળમાં ૯૭.૪ ટકા પુરુષો સાક્ષર છે, તો મહિલાઓ ૯૫.૨ ટકા, દિલ્લીમાં ૯૩.૭ ટકા પુરુષ છે, જ્યારે મહિલાઓ ૮૨.૪ ટકા, આંધ્રપ્રદેશમાં ૭૩.૪ ટકા પુરુષ જ્યારે ૫૯.૫ ટકા મહિલાઓ, રાજસ્થાનમાં ૮૦.૮ ટકા પુરુષ, જ્યારે ૫૭.૬ ટકા મહિલાઓ જ્યારે બિહારમાં ૭૯.૭ ટકા પુરુષ અને ૬૦.૫ ટકા મહિલાઓ સાક્ષર છે.

ઉત્તરપ્રદેશમાં ન્યૂનતમ મહિલા સાક્ષરતા ધરાવતા જિલ્લા
જનસંખ્યાની દષ્ટિએ ઉત્તરપ્રદેશ જે દેશમાં નંબર વન પર આવે છે, પરંતુ તમે વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર આંકડા જાણીને આશ્ચર્યમાં પડી જશો, કારણ કે અમે તમને અહીંના ન્યૂનતમ મહિલા સાક્ષરતાવાળા જિલ્લાનો પરિચય કરાવી રહ્યા છીએ – વસ્તીમાં મહિલા સાક્ષરતા દર ૩૪.૭૮ ટકા, બલરામપુરમાં ૩૮.૪૩ ટકા, બહરાઈચમાં ૩૯.૧૮ ટકા, બદાયૂમાં ૪૦.૦૯ ટકા, રામપુરમાં ૪૪.૪૪ ટકા છે. આ આંકડા જેાઈને તમે પણ આશ્ચર્યમાં પડી ગયા ને.

અશિક્ષિત હોવાથી મહિલાઓને કઈકઈ સમસ્યા થાય છે?
નોકરી ન મળવી
જ્યારે મહિલાઓ ભણેલીગણેલી નથી હોતી, ત્યારે ન તેમને પરિવાર સન્માન આપે છે કે ન સમાજ. પોતાના અભણ હોવાથી તેઓ ક્યાંય નોકરી પણ નથી કરી શકતા, જેથી તેમને વિવશતાવશ પોતાના લોકો પાસેથી પીડા સહન કરવી પડે છે.

બાળકોને ભણાવવામાં મુશ્કેલી
જેા મા ભણેલીગણેલી હશે તો તે પોતાના બાળકોને જાતે ભણાવીને સારું શિક્ષણ આપી શકશે, પરંતુ જેા તે ભણેલીગણેલી નહીં હોય તો ન તે પોતાના બાળકોને તેમના અભ્યાસમાં મદદ કરી શકશે કે ન તેનું પોતાના બાળકોની સાથે સારું ટ્યૂનિંગ થશે.

જબરદસ્તી લગ્ન માટે વિવશ થવું
જ્યારે છોકરી ભણેલીગણેલી નહીં હોય તો તેના પેરન્ટ્સ જ્યાં તેના લગ્ન નક્કી કરશે ત્યાં તેને લગ્ન કરવા પડશે, પછી ભલેને છોકરો તેને પસંદ હોય કે નહીં, પરંતુ જેા છોકરી શિક્ષિત હશે, તો તે પોતાના માટે યોગ્ય પાર્ટનરની પસંદગી સ્વયં કરી શકશે. સ્વયં આત્મનિર્ભર હોવાથી કોઈ પણ તેની પર જબરદસ્તી નહીં કરી શકે. તેને પોતાના માટે જે યોગ્ય લાગશે. તેને તે લોકો સામે ખૂલીને રજૂ કરી શકશે. જેાકે આ કેટલાક ખાસ કારણો અહીં રજૂ કર્યા છે, પરંતુ બીજા પણ ઘણા બધા કારણો છે, જેથી મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં જરૂરી છે કે આપણે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવાની સાથેસાથે કેવી રીતે પોતાના પગ પર ઊભા કરીએ, તેના તરફ પણ ગંભીરતાથી ધ્યાન આપો.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....