જુલાઈ, ઓગસ્ટ ૨૦૨૨ માં મહિલાઓ વિષયે ૨-૨ ગુડ ન્યૂઝ આવ્યા - પહેલું રોશની નેદારે ભારતથી સૌથી શ્રીમંત મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે બીજી તરફ સાવિત્રી જિંદલે એશિયાની સૌથી શ્રીમંત મહિલા હોવાનું સન્માન પ્રાપ્ત કર્યું. આ બંને મહિલાઓની આર્થિક જગતની સફળતા ઈશારો કરે છે કે મહિલાઓ આજે સામાજિક અને આર્થિક મોરચે પુરુષ કરતા પણ આગળ નીકળી ગઈ છે. મહિલા શક્તિ આજે પણ આર્થિક મોરચે પુરુષોની સરખામણીમાં ખૂબ કમજેાર છે. તેના કારણોનું વિશ્લેષણ કરીએ તો શિક્ષણ એક એવું કારણ દેખાય છે, જે વર્ષોથી મહિલાઓને પુરુષોથી લાયકાતમાં પાછળ રાખી રહ્યું છે. ભારતમાં મહિલાઓની શૈક્ષણિક સ્થિતિને બારીકાઈથી જેાઈશું તો આજે પણ દેશના ગામકસબામાં મહિલાઓ સ્કૂલે જવાના બદલે ઘરકામમાં ભવિષ્યને બરબાદ કરી રહી છે. આ જ કારણ રહ્યું છે કે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ શિક્ષણના મોરચે મહિલાઓ ફેલ છે.

મહિલા સાક્ષરતા દરમાં રાજસ્થાન પાછળ
આજે વાત કરીએ મહિલા સાક્ષરતાની તો દેશના બીજા રાજ્યની સરખામણીમાં રાજસ્થાનની સ્થિતિ ખૂબ ખરાબ છે. આંકડા અનુસાર મહિલા સાક્ષરતા દરમાં રાજસ્થાન પછાત રાજ્યની શ્રેણીમાં આવે છે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ વસ્તી ગણતરીના આંકડા જણાવી રહ્યા છે. રાજસ્થાનના જાલૌર અને સિરોહીમાં મહિલા સાક્ષરતા દર માત્ર ૩૮ અને ૩૯ ટકા છે જે ખૂબ નીચો છે. જેાકે સ્થિતિમાં હજી પણ સુધારો થયો નથી.

બિહારની સ્થિતિ પણ ખરાબ
એનએસઓના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બિહારમાં પુરુષ સાક્ષરતા દર મહિલાઓ કરતા વધારે છે. બિહારમાં ૭૯.૭ ટકા પુરુષ સાક્ષર છે, જ્યારે માત્ર ૬૦ ટકા મહિલાઓ સાક્ષર છે. બિહારમાં કુલ ગ્રામીણ સાક્ષરતા દર ૬૯.૫ ટકા છે, જ્યારે શહેરી સાક્ષરતા ૮૩.૧ ટકા છે. બિહારમાં લગભગ ૩૬.૪ ટકા લોકો નિરક્ષર છે બિહારમાં ૩૬.૪ ટકા લોકો નિરક્ષર છે. ૧૯.૨ ટકા લોકો પ્રાથમિક સ્કૂલ સુધી ભણેલા છે, ૧૬.૫ ટકા લોકો માધ્યમિક સુધી, ૭.૭ ટકા ઉચ્ચતર માધ્યમિક સુધી અને ૬ ટકા સ્નાતક સુધી. જ્યારે મહિલા નિરક્ષરતા દર ૪૭.૭ ટકા છે, જે પુરુષોની સરખામણીમાં લગભગ ૨૧ ટકા વધારે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....