‘‘જે જાળા છે મગજમાં તેને સાફ તો થવા દો, ખોલી દો બધી બારીઓને તાજી હવાને આવવા તો દો, ફૂલ પ્રગતિના ખિલશે ત્યારે બાગમાં, માનસિકતા જે વાસી છે તેને જડમૂળથી જવા તો દો.’’
પ્રગતિ હોવા છતાં જળવાઈ રહેલી તથાકથિત માનસિકતા વિશે ઉપરોક્ત લાઈન યોગ્ય લાગે છે. ઓછું ભણેલાગણેલા લોકો ઘણું ખરું ધર્મના વેપારીના જલદી અને વધારે શિકાર બનતા હોય છે, પરંતુ ઘણી વાર આ ઢોંગીઓની વાતથી નથી બચી શકતા. પરિણામે આજે પણ જાતજાતની ચિત્રવિચિત્ર હરકતો ધર્મના નામે દેશના મોટાભાગના ભાગમાં થતી રહે છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં મનગમતા સમયે ડિલિવરી કરાવનારાનું જાણે પૂર આવી ગયું છે. ખૂબ સારા લોકો બાળકોનું નસીબ બદલીને તેમને ઉત્તમ બનાવવાની મંશાથી તેમના જન્મમાં પોતાની ઈચ્છા પૂરી કરી રહ્યા છે. સામાન્ય રીતે લગભગ ૩૯ અઠવાડિયા માતાના ગર્ભમાં રહ્યા પછી કુદરતી રીતે બાળકનો જન્મ થાય છે. તે પહેલા બાળકનો સંપૂર્ણ વિકાસ નથી થઈ શકતો, પરંતુ ઘણા બધા લોકો શુભઅશુભ, નસીબબદનસીબ વગેરે અંધશ્રદ્ધામાં ફસાઈને આ સનાતન સત્યની અવગણના કરવા લાગ્યા છે.

મુહૂર્તથી શું લાભ
જન્મનું શુભ મુહૂર્ત કઢાવીને તે હિસાબે ઓપરેશન કરાવવું અને બાળકના જન્મના સમયમાં ફેરફાર કરવો તે જેાખમ અને નુકસાનને સામેથી આમંત્રણ આપવા સમાન હોય છે. હકીકતમાં સામાન્ય ડિલિવરીની સરખામણીમાં સિઝેરિયનથી ચીરફાડ કરીને બાળકનો જન્મ કરાવવામાં બેગણા લોહીનું નુકસાન થાય છે. તેમ છતાં ઘણા બધા લોકો બાળકના નસીબને વધારે રાજામહારાજા જેવું બનાવવા માટે મુહૂર્તના હિસાબે તેનો જન્મ કરાવતા હોય છે.
ખોટા પ્રચારના શિકાર બનીને ઘણા બધા લોકો બાળકના જન્મ સમયે ગ્રહોની સ્થિતિ જાણવા માટે જ્યોતિષપૂજારીની પાસે જાય છે. તેમને દાનદક્ષિણા આપીને બાળકના જન્મના શુભ મુહૂર્તનો ગ્રહયોગ કઢાવતા હોય છે. પછી કુદરતની વિરુદ્ધ જઈને જણાવેલ સમયે ડોક્ટર પાસે સિઝેરિયન ડિલિવરી કરાવતા હોય છે, પરંતુ જે એનેસ્થેસિયા અથવા કોઈ બીજા કારણસર બાળક અથવા માને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો આવા મુહૂર્તથી ભલા શો લાભ?

કારણ
પોંગાપંથી લોકો પોતાના લાભ માટે આ વાતનો ભરપૂર પ્રચારપ્રસાર કરતા હોય છે કે શુભ મુહૂર્તમાં જન્મેલું બાળક ભાગ્યવાન હોય છે. તે જીવનભર ખૂબ સુખી રહે છે અને તેને જીવનમાં મુશ્કેલી નથી આવતી. આવા દાવા કરનાર જ્યોતિષી પોતાના ઘર ભરવા માટે દાયકાથી બધાને આવી ભ્રામક વાતો સમજાવતા રહે છે કે જન્મ સમયે નક્ષત્રો પરથી મનુષ્યની જન્મકુંડળી તથા લગ્નપત્રિકા બનતી હોય છે. તેથી મનુષ્યની જિંદગીમાં તેના જન્મનો સમય ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે.
પોંગાપંથીઓ અનુસાર મનુષ્યની જિંદગીનો ઢાંચો કે સ્વરૂપ તેની જન્મપત્રીમાં અંકિત હોય છે અને જન્મપત્રિકા બનાવવામાં જન્મનો સમય, તારીખ તથા જન્મનું સ્થાન પાયામાં હોય છે. તેથી ઘણા બધા લોકો હવે લગ્ન તથા ગૃહપ્રવેશ વગેરેની જેમ બાળકના જન્મનું મુહૂર્ત કઢાવીને ડોક્ટર પાસે સિઝેરિયન કરાવીને મનગમતા સમયે ડિલિવરી કરાવી લેતા હોય છે.

ધર્મ બન્યો ધંધો
ધર્મના વેપારથી નામ અને પૈસા કમાવવા માટે હવે ખૂબ સારા પંડાપૂજારી વિવિધ પ્રકારે મીડિયા પર જેાવા મળી જાય છે. ઉદાહરણરૂપે જેાઈએ તો, ૨-૩ વર્ષ પહેલાં દિલ્લીના એક મોટા મંદિરના પૂજારીએ જાહેરાત કરી હતી કે આ વખતે જન્માષ્ટમી પર વર્ષો પછી એક મહાયોગ બની રહ્યો છે અને આ યોગમાં જન્મેલા બાળકો ખૂબ નસીબદાર રહેશે. પછી ઘણા બધા ધર્મપ્રચારકોએ છાપામાં આ વાતને ખૂબ વધારીચઢાવીને છાપી.
તેનું પરિણામ એ આવ્યું કે જન્માષ્ટમીની રાત્રે દિલ્લીની હોસ્પિટલમાં બધા બેડ બુક થઈ ગયા. દરેક માતાને લાગ્યું કે તેઓ કૃષ્ણને જન્મ આપવાની છે. દેશની રાજધાનીમાં જન્માષ્ટમીની રાતે ૧૨ વાગે ઓપરેશનથી બાળકને જન્મ આપવાની ભારે ભીડ થઈ ગઈ. આ હતું ધર્મના મહાપ્રચારનું પરિણામ. આ રીતે ધર્મના વેપારીઓ ભોળી જનતાને ખુલ્લેઆમ ઠગી રહ્યા છે. ડોક્ટરોએ પણ વિજ્ઞાનને બાજુમાં મૂકીને વધારે પૈસા કમાવાના ચક્કરમાં આવા લોકોને ખૂબ સાથ આપ્યો છે.
હવે ઘરઘરમાં ટીવી પહોંચી ચૂકયા છે, તેથી સવાર પડતા મોટાભાગની ટીવી ચેનલ પર ધાર્મિક પ્રવચન તથા કથાકીર્તન વગેરે ચાલુ થઈ જાય છે. ટીવી પર ખૂબ સારા ગુરુઘંટાલ લોકોની જન્મપત્રિકા અને હાથની રેખા જેાઈને સચોટ ભવિષ્ય બતાવવાના દાવા કરવા લાગ્યા છે. આ કારોબાર હવે એ હદે ફુલીફાલી રહ્યો છે કે ઘણા બધા પોંગાપંથી પોતાના પ્રચાર માટે ખૂબ સારા પૈસા ચૂકવીને ટીવી પર પોતાના પ્રોગ્રામ આપવા લાગ્યા છે. પોતાની વેબસાઈટ શરૂ કરે છે તેમજ ઈમેલ આઈડી બનાવે છે, જેથી લોકો ઘરે બેઠા તેમનો સંપર્ક કરી શકે તેમજ વધારેમાં વધારે શિકાર તેમની જાળમાં ફસાતા રહે.

સમય પહેલાં જન્મમાં ઉપયોગી કાંગારૂ ટેક્નિક
સમય પહેલાં જન્મેલા નબળા બાળકને ખાસ દેખરેખ માટે માદા કાંગારું પોતાના પેટની કોથળીમાં ત્યાં સુધી રાખે છે. જ્યાં સુધી બાળકના બધા શારીરિક અંગ સંપૂર્ણપણે બનીને તૈયાર ન થઈ જાય. આ જ ટેક્નિક પર ઉત્તર પ્રદેશની ખાસ પસંદગીની સરકારી હોસ્પિટલમાં ‘કાંગારુ મધર કેર યૂનિટ’ શરૂ કરવામાં આવ્યા છે, જેથી આવા બાળકોને મોતના મોંમાંથી બચાવી શકાય.
આ ટેક્નિક અંતર્ગત શરૂ કરવામાં આવેલા ‘મધર કેર યૂનિટ’ માં ખાસ પ્રકારના બેડ તથા ખુરશીઓ હોય છે, જેના પર બેસીને માતા પોતાના શિશુઓને પોતાના વાત્સલ્યની ગરમી આપે છે. આવું એક યૂનિટ જન્યુઆરી, ૨૦૧૯ થી મેરઠની જિલ્લા હોસ્પિટલમાં કામ કરી રહ્યું છે. આ હોસ્પિટલમાં દર વર્ષે જન્મેલા લગભગ ૨ હજાર બાળકોમાંથી લગભગ અડધા બાળકોને ખાસ સારસંભાળની જરૂર પડે છે.
૨૦૧૮ માં ૯૬૧ બાળકોને હોસ્પિટલની નર્સરીમાં રાખવા પડ્યા હતા. તેમાંના મોટાભાગના બાળકોને ડોક્ટરોએ ‘કાંગારુ કેર થેરપિ’ ઉપલબ્ધ કરાવી હતી. જેાકે એ વાત પણ નોંધનીય છે કે આ ખૂબ લાભદાયી સ્કીમનો પ્રચારપ્રસાર અસરકારક રીતે ન થવાથી વિસ્તારના મોટાભાગના લોકોને કાંગારુ કેરની જાણકારી નથી. આ ટેક્નિકનો લાભ લેવા ખૂબ ઓછા કેસ આવે છે.
‘કાંગારુ મધર કેર યૂનિટ’ મેરઠના ઈન્ચાર્જ ડોક્ટરના જણાવ્યા અનુસાર સમય પહેલાં જન્મેલા બાળકોનું વજન ૨ ૧/૨ કિ.ગ્રામથી ઓછું હોવા પર તેમને દિવસમાં ૬ થી ૮ કલાક સુધી કાંગારુ થેરપિ આપવાની જરૂર પડે છે. ‘કાંગારુ મધર કેર ટેક્નિક’ ની આ ખાસ થેરપિથી માનું દૂધ, બાળકનું વજન તથા તેની સ્વસ્થ રહેવાની ક્ષમતામાં વધારો થાય છે.

આવું કરવું ઠીક નથી
ચાલાક ધર્મના પ્રચારક લોકોની માનસિકતાને એ રીતે ઉશ્કેરતા હોય છે અને ડરાવતા હોય છે કે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકો તેમની લલચામણી વાત અને ખોટા દાવા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. તેમના હિસાબે માના પેટમાંથી બાળકની ગર્ભનાળ કપાવી લેતા હોય છે. તેઓ ભૂલી જાય છે કે સમય પહેલાં કુદરતની વિરુદ્ધ જઈને મા તથા બાળક બંને માટે કેટલું મોટું જેાખમ લઈ રહ્યા છે.
મુહૂર્તના ચક્કરમાં ફસાઈને બાળકને જન્મ આપવો મા-બાળક બંનેના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે સમય પહેલાં માના પેટમાંથી બાળકને જબરદસ્તી બહાર લાવવું સરાસર ખોટું અને નુકસાનકારક રહે છે. આમ કરવામાં લાભ માત્ર જન્મનું શુભમુહૂર્ત કાઢનારાને તથા નુકસાન જબરદસ્તી સમય પહેલાં પેદા કરેલા બાળકનું તથા તેને જન્મ આપનાર માને થાય છે.
નવજાત શિશુના જાણકાર ડોક્ટરોનું કહેવું છે કે મુહૂર્તના ચક્કરમાં સમય પહેલાં ડિલિવરી ન કરાવવી જેાઈએ. જન્મના ૨ મહિના સુધીના બાળકો વિશે ઉચ્ચ તથા ખાસ તાલીમ પ્રાપ્ત કરનાર ડોક્ટરોને નિયોનેટોલોજિસ્ટ કહેવામાં આવે છે. નિયોનેટોલોજીમાં ડીએમની ડિગ્રી પ્રાપ્ત કરનાર ડોક્ટરોની સંખ્યા આમ પણ વધારે નથી.

જાગૃતિની ઊણપ
આવા તજ્જ્ઞ ડોક્ટરો માત્ર પસંદગીના મોટા શહેરોમાં મળતી હોય છે. સાથે સામાન્ય જનતામાં પણ આવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર જાગૃતિ ખૂબ ઓછી છે. મેરઠના પ્રખ્યાત બાળરોગ વિશેષજ્ઞ ડો. અમિત ઉપાધ્યાય ઉત્તર પ્રદેશના પહેલા એવા ડોક્ટર છે, જેમણે દિલ્લીની એમ્સમાંથી નિયોનેટોલોજીમાં ડીએમની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ મુહૂર્તના ચક્કરમાં પડીને ૩૯ અઠવાડિયા પહેલાં ડિલિવરી કરાવવી ખૂબ જેાખમી અને કુદરતની વિરુદ્ધનું છે. સમય પહેલાં જન્મેલા બાળકોનું વજન ઓછું રહે છે અને તેમને દૂધ પીવામાં મુશ્કેલી પડે છે. સાથે તેમને કમળો થઈ શકે છે.
બાળક ક્યારે અને કેવી રીતે જન્મશે, તે વાત શરીરની તપાસ કરનાર ડોક્ટરો નક્કી કરે છે, તેથી બાળકના જન્મના નિર્ણયને સંપૂર્ણપણે તેમના પર છોડી દેવો જેાઈએ, પરંતુ અંધશ્રદ્ધાળુ લોકો આજે ડોક્ટરોને સ્વયં સર્જરીનો સમય બતાવવા લાગ્યા છે. તેઓ એ હકીકતને નજરઅંદાજ કરે છે કે ૩૭ માં અઠવાડિયા પહેલાં જબરદસ્તી ઓપરેશન દ્વારા બાળકનો જન્મ કરાવવાથી જીવલેણ દુર્ઘટના થઈ શકે છે.
બાળકનું હોનહાર તથા સફળ થવું તેની જન્મકુંડળી અથવા ગ્રહોની ચાલથી નક્કી નથી થતું, પરંતુ તેના જીન્સ તેના આહાર, સંસ્કાર તથા શિક્ષણથી નક્કી થતા હોય છે કે ન કે જબરદસ્તી સમય પહેલાં ઓપરેશન દ્વારા તેનો જન્મ કરાવવાથી.
આમ કરવાથી જીવલેણ દુર્ઘટના થઈ શકે છે, પરંતુ માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે લોકોને ખોટા આશ્વાસનો આપનાર પોંગાપંથીઓને માત્ર પોતાનો ધંધો ચલાવવામાં રસ હોય છે અને તેઓ કોઈના જીવવામરવાની જરા પણ ચિંતા કરતા નથી હોતા.

મહાપ્રચાર
આજે ઘરેઘરે ટીવી આવી જવાથી મોટાભાગના લોકોના મગજ પર ચેનલોનો કબજેા થઈ ગયો છે. અપવાદ છોડી દઈએ તો મોટાભાગની ટીવી ચેનલો પર વૈજ્ઞાનિક માનસિકતાને પ્રોત્સાહિત કરે તેવા પ્રોગ્રામ ખૂબ ઓછા આવે છે જ્યારે આધુનિક માનસિકતાની વિરુદ્ધ તથા ધાર્મિકતાના ખોટા પાખંડના પાસાને પ્રોત્સાહન આપનાર કાર્યક્રમ ખૂબ દર્શાવવામાં આવે છે.
માત્ર થોડી એવી ચેનલો છે જે પોતાના ધાર્મિક કાર્યક્રમોના પ્રસારણમાં નીચે એક લાઈન ચલાવતા હોય છે કે અમારી ચેનલ અંધશ્રદ્ધા તથા કાળા જદૂ, તંત્રમંત્ર વગેરેનો પ્રચાર અથવા પ્રસાર નથી કરતા. જેાકે આ વાત સિગારેટના પેકેટ પર છાપવામાં આવેલ કાનૂની ચેતવણી જેવી છે જેમાં ખૂબ બારીક અક્ષરોમાં લખેલું રહે છે કે સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
પરિણામે અંધશ્રદ્ધાને મૂળથી ઉખાડી ફેંકનારાનો અવાજ ક્યાંય સંભળાતો નથી. ટીવીના પડદા પર ભગવાનના તથાકથિત એજન્ટો છવાયેલા રહે છે. તેમની ગણતરી હવે એટલી વધી ગઈ છે કે તેમણે પીરસેલા જૂઠને લોકો સત્ય માનવા લાગ્યા છે. આ સતત થઈ રહેલા ધર્મના મહાપ્રચારનું પરિણામ છે કે ધર્મના નામે ચાલી રહેલી ખુલ્લેઆમ લૂંટ હવે મોટાભાગના લોકોને દેખાઈ રહી નથી.

પાખંડી પર ભરોસો
અગણિત સાધુસંતમહંત, કથાવાચક, જ્યોતિષી તથા ધર્મગુરુ માનવીય જિંદગીના માર્ગ પર આવતા કાંટાથી ભરેલા બાવળને ખાતરપાણી આપવામાં વ્યસ્ત રહે છે. હવે મોટાભાગના લોકોને સ્વયં કરતા વધારે ભરોસો પાખંડી પર રહેવા લાગ્યો છે. તેમની કામ કરવાની રીત અને માનસિકતા બદલાઈ ગઈ છે. લોકો પોંગાપંથીઓની ખોટી સલાહને હકીકતના પથ્થરની રેખા માની લે છે.
આ ઢોંગીઓને એ વાતની ક્યારેય ચિંતા નથી હોતી કે તેમના પોંગાપંથીથી કોઈ નિષ્પાપ બાળક અને નિર્દોષ મહિલાની જિંદગી જેાખમમાં પડી શકે છે. માત્ર પોતાની દુકાનદારીને ચમકાવવા માટે તેઓ ખૂબ ગાઈવગાડીને અંધશ્રદ્ધાથી ભરેલી વાતનો મહાપ્રચાર કરે છે. આ જ કારણસર આજકાલ ટીવી પર જાહેરાત તથા સમાચાર વગેરેમાં તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હકીકતમાં, પોંગાપંથ ફેલાવીને પોતાના કારોબાર ચલાવનાર ખૂબ ચાલાકીથી ટીવી પર પોતાની મોંઘી જાહેરાત આપતા હોય છે. મોટાભાગની ટીવી ચેનલો પણ પોતાની કમાણી અને ટીઆરપી માટે પોંગાપંથીના ગુણગાન ગાવામાં વ્યસ્ત રહે છે. ટીવી ચેનલોના માલિકો અને મેનેજર એ વાત ભૂલી જાય છે કે તેમના આ પ્રચારના લીધે ખૂબ સારા લોકોને પોતાના પર વિશ્વાસ નથી રહેતો અને તેઓ આ પોંગાપંથીની ચાલમાં ફસાઈને છેતરાઈ જાય છે. લોકોની મૂર્ખતાના લીધે આવા અગણિત ગુરુઓ અને બાબાઓ વગેરેની ધર્મની દુકાનો ચાલી રહી છે.
અંધાધૂંધ પ્રચારમાં વારંવાર એવી વાતને જેાઈસાંભળીને લોકો તેમની તરફ આકર્ષાઈને કુમાર્ગે વળી જાય છે અને પોતાની માનતાને પૂરી કરવા તથા સમસ્યાના સમાધાનની ગરજથી ઢોંગીઓના શરણમાં જઈને તેના ઉપાય પૂછવા લાગે છે અને અહીંથી પોંગાપંથીની ફેલાવેલી જાળમાં લોકોના ફસાવાનો સિલસિલો શરૂ થતો હોય છે.
આ ઉપાયોમાં પૂજાપાઠ, હવન, અનુભાન તથા દાનદક્ષિણા વગેરેની આડમાં લોકોને છેતરવામાં આવતા હોય છે. યુવાન મહિલાઓ પોતાની ઈજ્જત પણ ઘણી વાર આવા બાબાઓના ચક્કરમાં ગુમાવી દેતા હોય છે, તેમ છતાં લોકોની આંખ પર અંધશ્રદ્ધાનો પડદો પડેલો રહે છે અને લોકોની આંખ સત્યને જેાઈ નથી શકતી.
એક મહિલા ડોક્ટરે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે નોર્મલ ડિલિવરી દ્વારા મનગમતા સમયે બાળકનો જન્મ નથી થઈ શકતો. દેવીદેવતા અને મહાપુરુષોની જયંતિ, નવું વર્ષ અથવા પોતાના લગ્નની વર્ષગાંઠ જેવીમનપસંદ તારીખે અને સમયે ઘણા બધા લોકો અમારી પાસેથી સિઝેરિયન દ્વારા બાળકના જન્મની માગણી કરે છે.

પૂરા કૂવામાં ભાંગ
પોંગાપંથને પ્રોત્સાહન આપીને સામાન્ય જનતાના ખિસ્સા ઢીલા કરવામાં સરકારો પણ પાછળ નથી રહી. આજે દેશના ઘણા બધા પ્રખ્યાત મંદિરો સરકાર હસ્તક થઈ ગયા છે. ત્યાં આવતા દાનધર્માદા સરકારી ખજાનામાં જાય છે. આ દાનધર્માદાના લીધે કાયદેસર ધર્મના કાર્યને પણ સરકારી વિભાગો ચલાવી રહ્યા છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જાહેરાત આપનાર વગેરેનું પણ મોટું બજેટ હોય છે.
કર્ણાટક તથા તામિલનાડુની જનતા પાણીની અછતનો સામનો કરી રહી છે. તેનાથી મુક્તિ માટે ત્યાંની સરકારે પોતાના અંતર્ગત આવતા બધા મંદિરમાં સારા વરસાદ માટે ખાસ પૂજાહવન કરાવવાનો આદેશ બહાર પાડ્યો હતો. કર્ણાટકમાં સલાહ આપવામાં આવી હતી કે અનુભાનમાં દરેક મંદિરમાં ૧૦ હજાર ૧ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકાર આ પહેલાં પણ પાણીની સમસ્યાને દૂર કરવા માટે પૂજાપાઠનો સહારો લેતી રહી છે.
આપણા બંધારણના ‘ચોથા’ ભાગ અને ‘અ’ પેટા કલમમાં નાગરિકો માટે લખવામાં આવેલા ૧૧ મૂળભૂત કર્તવ્યમાં ભલે ને ૮ મા નંબર પર વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી હોય, પરંતુ વાસ્તવમાં આજે પણ તથાકથિત માન્યતા અને પોંગાપંથને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમ છતાં જૂઠના મહાપ્રચારના ધૂંધને સાફ કરવી મુશ્કેલ અથવા અશક્ય નથી. જનતાની જાગૃતિ, શિક્ષણ તથા સમજદારીનો સંગમ આ ધર્મના અંધશ્રદ્ધાભર્યા વમળમાંથી બહાર કાઢવામાં મદદરૂપ તથા અસરકારક સાબિત થઈ શકે છે. જેાકે કોરોનાએ આ અંધકારને થોડા દિવસ માટે જરૂર થોડો ઝાંખો કરી દીધો હતો, પરંતુ ધાર્મિક પ્રચારપ્રસાર તંત્ર ખૂબ મજબૂત છે અને તેને તોડવું ખરેખર અઘરું છે સિવાય કે લોકો હકીકતને સમજે.
– હરિ વિશ્નોઈ.

વધુ વાંચવા કિલક કરો....