વાર્તા – રિતુ વર્મા

અનુપા લાંબા સમય સુધી જીવનસાથીની વેબસાઈટ પર કમલની પ્રોફાઈલ ચેક કરતી રહી. કમલના ૩ વર્ષ પહેલાં ડિવોર્સ થયા હતા અને તેને એક ૧૨ વર્ષનો દીકરો હતો. બીજી તરફ અનુપાના લગ્નના ૫ વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા, પરંતુ ડિવોર્સની પ્રક્રિયા એટલી લાંબી ચાલી કે તેમાં પૂરા ૭ વર્ષ થઈ ગયા. આજે અનુપા ૩૮ વર્ષની થઈ ગઈ છે, પણ તેના શરીરની બનાવટના લીધે ૩૦ વર્ષથી વધારેની દેખાતી નહોતી. ઘરમાં તેના ભાઈબહેન બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. વૃદ્ધ માતાપિતાને અનુપા પાસે મૂકીને તેઓ પોતાની ફરજથી પીછો છોડાવી ચૂક્યા હતા.
મમ્મીપપ્પા પણ અવારનવાર બધા સગાંસંબંધી સામે અનુપાની જવાબદારીના દુખડા રડ્યા કરતા હતા, પરંતુ કોણ કોની જવાબદારી ઉઠાવી રહ્યું છે તે માત્ર અનુપા જાણતી હતી.
ક્યારેક મમ્મીની ડોક્ટરની એપોઈન્ટમેન્ટ રહેતી તો ક્યારેક પપ્પાની. જેાકે મોટી બહેન અને નાનો ભાઈ પણ રજામાં આવીને મમ્મીપપ્પાની ખબરઅંતર પૂછી જતા હતા, પરંતુ પોતાની પ્રાઈવસીમાં તેઓ તેમનો ચંચુપાત ઈચ્છતા નહોતા.
આજે મમ્મીપપ્પાએ ફરીથી અનુપા માટે એક સંબંધ શોધીને રાખ્યો હતો, પરંતુ અનુપા કેવી રીતે પોતાના મમ્મીપપ્પાને સમજાવે કે તે ફરીથી લગ્ન બંધનમાં બંધાવા ઈચ્છતી નથી. પહેલા લગ્નમાં તે બધું મેળવી ચૂકી હતી. જેાકે તેને ઘણા બધા પુરુષ મિત્રો હતા અને તે આજ રીતે જવાબદારી વિના ખુશીઆનંદમાં જિંદગી પસાર કરવા ઈચ્છતી હતી.
આર્થિક રીતે અનુપા સ્વાવલંબી હતી. પહેલા લગ્ન તૂટી ગયા પછી કોર્ટકચેરીના ચક્કર કાપવાના લીધે તે ભાવનાત્મક રીતે સ્વતંત્ર હતી અને પોતાની શારીરિક જરૂરિયાત પૂરી કરવા માટે તેની પાસે ઓપ્શનની કોઈ કમી નહોતી.
પરંતુ અનુપાને આ રીતે ખુશીઆનંદમાં જીવતી જેાઈને તેના પરિવારને હવે શંકા થવા લાગી હતી, તેથી પરિવાર પણ તેને જલદી લગ્નના ખૂંટે બાંધી દેવા ઈચ્છતો હતો. પછી તેના પરિવારે તેની પ્રોફાઈલ મેટ્રિમોનિયલ સાઈટ્સ પર મૂકી દીધી અને કમલનો ઈન્ટરેસ્ટ ત્યાંથી આવી ગયો હતો. અનુપાને લગ્નની ઈચ્છા નહોતી, તેમ છતાં મમ્મીપપ્પાના આગ્રહના લીધે અનુપાએ કમલને મળવાનું નક્કી કરી લીધું.
અનુપાએ શનિવારની સાંજે કમલને મળવાનું નક્કી કરી લીધું. તેણે આસમાની રંગની સાડી પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા. નાનકડી બિંદી અને હળવી લિપસ્ટિકમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી.
અનુપાના મનમાં અનેક વાત હતી, જ્યારે અનુપાએ રંગોળી હોટલનો દરવાજેા ખોલ્યો ત્યારે સામે એક ટેબલ પર કમલ પહેલાંથી જ બેઠો હતો. કમલની બાજુમાં લગભગ ૧૨ વર્ષનો એક છોકરો બેઠો હતો.

અનુપાને જેાઈને કમલ ઊભો થયો અને બેસવાનું કહ્યું. જેાકે તેણે અનુપાને બરાબર જેાઈ પણ નહીં, પૂરો સમય દીકરા યુગ વિશે તે વાત કરતો રહ્યો. આ બધું જેાઈને અનુપાને લાગ્યું કે કમલને પોતાના માટે પત્ની નહીં, પરંતુ દીકરા યુગ માટે એક કેર ટેકર જેાઈતી હતી. તેને લાગ્યું કે જેા તે અહીં થોડો વધારે સમય રહેશે તો ગૂંગળામણ થવા લાગશે.
કમલના જતા જ અનુપાએ પોતાના માટે એક ડ્રિંકનો ઓર્ડર આપ્યો. પહેલા ડ્રિંક પછી તેનું મન થોડું હળવું થયું. બીજા ડ્રિંક પછી અનુપા પર એવો નશો છવાયો કે તે ઊભી થઈને ડાન્સ કરવા લાગી.
થોડા સમય પછી એક આકર્ષક નવયુવાન અનુપા સાથે નાચવા લાગ્યો. લગભગ અડધા કલાક પછી બંનેએ ૧-૧ ડ્રિંક લીધું અને ફરીથી ડાન્સ કરવા લાગ્યા.
છોકરાનું નામ કશિશ હતું અને તે એક સોફ્ટવેર કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતો. અનુપા અને કશિશ લગભગ ૧૨ વાગ્યા સુધી સાથે બેઠા. પછી ૧૨ વાગે જ્યારે કશિશ અનુપાને તેના ઘરે મૂકી ગયો ત્યારે તેના મમ્મીપપ્પા જાગતા જ બેઠા હતા.
મમ્મીએ ખુશ થતા કહ્યું, ‘‘કેવું રહ્યું બેટા?’’
અનુપા બોલી, ‘‘કંઈ નહીં, તેને પત્ની નહીં, પણ પોતાના દીકરા માટે મા જેાઈએ છે.’’
પપ્પા બોલ્યા, ‘‘તેમાં ખોટું પણ શું છે બેટા, તને પણ મા કહેનાર કોઈ મળશે.’’
અનુપાએ હસતાંહસતાં કહ્યું, ‘‘પરંતુ મારે દીકરો નહીં, એક જીવનસાથી જેાઈએ છે.’’ મમ્મી કંઈ બોલે તે પહેલા અનુપાએ દરવાજેા બંધ કરી દીધો.
કપડાં બદલતા કશિશના કોમ્પ્લિમેન્ટ યાદ કરીને મનોમન ખુશ થવા લાગી. આજની રાત તેના માટે ખૂબ રંગીન હતી. હજી પોતાની બેડ પર પડી કે કશિશનો મેસેજ આવ્યો. તે અનુપાને બપોરના લંચ માટે ઈન્વાઈટ કરી રહ્યો હતો.
બીજા દિવસે જ્યારે અનુપા લંચ માટે તૈયાર થઈ રહી હતી ત્યારે મમ્મીએ કહ્યું, ‘‘મને થોડું ઝેર આપી દે અનુપા, તું કેમ ઘર વસાવવા નથી ઈચ્છતી? શું આ ઉંમરમાં તને કોઈ રાજકુમાર મળવાનો છે?’’
અનુપા બોલી, ‘‘રાજકુમાર નહીં મમ્મી, જીવનસાથી જેાઈએ છે અને જે નહીં મળે તો હું આવી જ જિંદગીમાં ખુશ છું.’’
મમ્મી કડવાશ સાથે બોલી, ‘‘ખબર નહીં કોણ હશે તારા સપનાનો રાજકુમાર?’’
રેસ્ટોરન્ટમાં કશિશ પહેલાંથી બેઠો હતો. લંચ પછી થોડી આડીઅવળી વાત થઈ અને ત્યાર પછી બંને લોંગડ્રાઈવ પર નીકળી ગયા.
થોડી વાર પછી કારને એક નિર્જન જગ્યાએ રોકીને કશિશના હાથ ધીરેધીરે અનુપાના શરીર પર ફરવા લાગ્યા. પહેલા અનુપાએ ધીરેથી ના પાડી, પરંતુ જ્યારે કશિશના હાથ ન અટક્યા, ત્યારે અનુપાએ કશિશના હાથને પકડીને જેારથી હટાવી દીધા.
કશિશ ગુસ્સામાં બોલી ઊઠ્યો, ‘‘અરે, તારા જેવી વૃદ્ધ મહિલા સાથે એમ પણ મને મજા ક્યાં આવવાની હતી.’’
તરત કારમાંથી ઊતરતા અનુપા બોલી, ‘‘તારા જેવા થર્ડ ક્લાસ લોફર સાથે કોઈ ૨૦ વર્ષની છોકરીને પણ મજા ન આવે.’’

અજય સાથે ધીરેધીરે અનુપાની ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. જ્યારથી અજય અનુપાની જિંદગીમાં આવ્યો હતો, ત્યારથી અનુપાનો જિંદગી જીવવાનો દષ્ટિકોણ બદલાઈ ગયો હતો…

ત્યાર પછી અનુપાએ ત્યાંથી અજયને ફોન કર્યો. અજય ૧૫ મિનિટમાં ત્યાં આવી ગયો. અજય અનુપાનો ફ્રેન્ડ હતો, એમ જ કહો કે ફ્રેન્ડથી વધારે. બંનેને જ્યારે પણ સમય મળતો ત્યારે તેઓ લોંગ ડ્રાઈવ પર નીકળી જતા. અજય એક રીતે અનુપાનો પાર્ટટાઈમ હસબન્ડ હતો.
અજય પણ પોતાની પત્નીથી થોડા વર્ષ પહેલાં અલગ થઈ ગયો હતો, પરંતુ અજય અને અનુપા બંને એક વાર લગ્નનો લાડુ ચાખ્યા પછી ફરીથી ખાઈને પોતાની જિંદગી બગાડવા નહોતા ઈચ્છતા.
અનુપાને કારમાં બેસાડ્યા પછી અજયે કહ્યું, ‘‘આજે શું થઈ ગયું છે તને, કોની સાથે આવી હતી?’’
અનુપા આંખમાં આંસુ સાથે બોલી, ‘‘મને વૃદ્ધા કહી રહ્યો હતો, જ્યારે મેં તેને મર્યાદામાં રહેવાનું કહ્યું અને છૂટછાટ લેતા અટકાવ્યો.’’
અજયે હસીને કહ્યું, ‘‘એક ૨૫ વર્ષના છોકરા માટે તું વૃદ્ધ જ હોઈશ ને, પરંતુ તેં બિલકુલ બરાબર કર્યું છે અને હવે પછી તારે બધા પર આટલી જલદી વિશ્વાસ મૂકવાની જરૂર નથી.’’
અજય અનુપાને કોફી પિવડાવવા માટે લઈ ગયો. જ્યારે સાંજે ૬ વાગે અનુપા પરત આવી ત્યારે મમ્મી ખૂબ ગુસ્સામાં રાહ જેાઈને બેઠી હતી અને અનુપાને જેાતા બોલી, ‘‘શું વિચારી રાખ્યું છે તેં? અમે તારા લીધે અમારા ઘરબાર સુધ્ધાં છોડીને બેઠા છીએ. વહુની સેવા નથી લઈ શકતા કે ન પૌત્રપૌત્રી સાથે રમી શકીએ છીએ, પરંતુ તું કોઈ ૧૬ વર્ષની છોકરી હોય તે રીતે જીવી રહી છે.’’
પહેલા અનુપા આ બધી વાત પર આંખમાં પાણી લાવીને પૂરો દિવસ ઘરમાં કેદ રહેતી હતી, પરંતુ જ્યારે તે ધીરેધીરે ડિપ્રેશનમાં જવા લાગી ત્યારે તેની એક સહકર્મી તેને કાઉન્સેલર પાસે લઈ ગઈ, જ્યાં અજય સાથે તેની મુલાકાત થઈ હતી.
અજય સાથે ધીરેધીરે અનુપાની ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. જ્યારથી અજય અનુપાની જિંદગીમાં આવ્યો હતો, ત્યારથી અનુપાનો જિંદગી જીવવાનો દષ્ટિકોણ બદલાઈ ગયો હતો. અનુપાના પરિવાર અને સમાજની નજરમાં અનુપા ઊતરી ગઈ હતી.
એક દિવસ જ્યારે અનુપા ઓફિસથી ઘરે પહોંચી ત્યારે તેની મોટી દીદી શિખા આવી હતી. શિખા તેના દૂરના દિયરનું અનુપા માટે માંગું લઈને આવી હતી, જેની પત્નીનું તાજેતરમાં મૃત્યુ થયું હતું.
શિખાએ ખૂબ ખુશી સાથે કહ્યું, ‘‘સૌથી સારી વાત એ છે કે આ જ શહેરમાં રહે છે, તેથી તારે પણ નોકરી છોડવાની જરૂર નહીં પડે અને મમ્મીપપ્પાનું ધ્યાન પણ રાખી શકીશ.’’
સાંભળીને અનુપાને લાગ્યું કે આ લગ્ન પછી તેની જવાબદારી બેવડાઈ જશે, પરંતુ અનુપા પોતાના પરિવારને મનાઈ ન કરી શકી.
સાંજે જ્યારે અજયને આ સંબંધ વિશે જણાવ્યું ત્યારે અજયે કહ્યું, ‘‘બરાબર જેાઈ લેજે કે તે ખરેખર તારે લાયક છે કે નહીં?’’

સાંજે શિખાનો દિયર મનીષ તેના પરિવાર સાથે આવ્યો. મનીષનો પોતાનો બિઝનેસ હતો અને તેના ૧૦ અને ૧૨ વર્ષના બે બાળક હતા.
જ્યારે અનુપા તૈયાર થઈને આવી ત્યારે મનીષ સતત અનુપાને તરસી નજરે જેાઈ રહ્યો હતો. મનીષા અનેક પુરુષોને એમ તો મળી ચૂકી હતી, પરંતુ મનીષની આંખો કોણ જાણે કેમ તેને અસહજ કરી રહી હતી.
થોડી વાર પછી મનીષે શિખાને કહ્યું, ‘‘ભાભી, હું અનુપાને થોડો સમય ક્યાંક બહાર ફેરવીને લાવું છું?’’
શિખાએ પણ ખુશ થતા કહ્યું, ‘‘કેમ નહીં?’’
કારમાં બેસતા જ મનીષે અનુપાને કહ્યું, ‘‘તું આ રીતે કેમ શાંતશાંત અને બધાથી દૂર રહે છે? એક વાર તારા લગ્ન થઈ ગયા છે… અને શું તારા જીવનમાં કોઈ પુરુષ નથી?’’
અનુપાને મનીષની વાત સાંભળીને ઝણઝણાટી થઈ ગઈ. પછી ધીરેથી મનીષે અનુપાની થાઈ પર હાથ મૂક્યો.
અનુપાનું મન ગુસ્સાથી ભરાઈ ગયું. તેણે ઊંચા અવાજમાં કહ્યું, ‘‘મનીષ કાર ઊભી રાખો.’’

મનીષ ગુસ્સામાં બોલ્યો, ‘‘સારી રીતે ઓળખું છું તારા જેવી મહિલાને… ૧૭ જગ્યાએ હરીફરી છે અને હવે મારી સાથે સતી સાવિત્રી બનીને નાટક કરી રહી છે.’’
જેાકે અનુપા કોઈ જવાબ આપ્યા વિના કારમાંથી ઊતરી ગઈ અને સામેના કાફેમાં જઈને બેસી ગઈ. અનુપા વારંવાર એ જ વિચાર કરી રહી હતી કે શું લગ્ન ખરેખર પોતાના માટે જરૂરી છે? શું તે આવા લોકો સાથે જિંદગી પસાર કરી શકે છે?
જ્યારે સાંજે અનુપા ઘરે પહોંચી ત્યારે શિખા દીદી ગુસ્સામાં બોલ્યા, ‘‘કેટલી મુશ્કેલીથી મેં મનીષને મનાવ્યો હતો, પરંતુ તને કદાચ બુલબુલની જેમ એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારવાની આદત પડી ગઈ છે. તેથી તું તારો માળો કેવી રીતે બનાવી શકે છે?’’
બીજી તરફ મમ્મીપપ્પાનો પણ ઈમોશનલ ડ્રામા શરૂ થઈ ગયો હતો, તે કહેવા લાગ્યા, ‘‘અમે ઘરબાર બધું છોડીને બેઠા છીએ.’’
સાંભળીને અનુપાએ બિલકુલ શાંત સ્વરમાં કહ્યું, ‘‘મમ્મીપપ્પા તમે થોડા દિવસ માટે દીદી અથવા ભાઈના ઘરે ચાલ્યા જાઓ. બીજું એ કે મારા વિશે વધારે ચિંતા ન કરો. હું મારી જિંદગી મારા હિસાબે જીવવા માંગું છું.’’

અનુપા ની વાત સાંભળીને મમ્મીએ રોક્કળ શરૂ કરી દીધી જ્યારે બીજી તરફ શિખા દીદીએ એકાએક પેંતરો બદલ્યો, ‘‘અરે, તને મમ્મીપપ્પા એકલી કેવી રીતે છોડી શકે છે. હાલમાં અમે તને પણ લગ્ન માટે ફોર્સ નહીં કરીએ, પરંતુ અનુપા તારા સપનાનો રાજકુમાર તને આ ઉંમરે નહીં મળે.’’
અનુપા હસતાંહસતાં બોલી, ‘‘દીદી, મારા સપનામાં કોઈ રાજકુમાર આવતો નથી. મારા સપનામાં માત્ર હું જ છું, જે દરરોજ કંઈ ને કંઈ નવું શીખીને એક સાહસી મહિલા રૂપે પોતાને ઓળખી રહી છે.’’
‘‘જેા ક્યારેક કોઈ એવું મળી જશે, જે મારી સાથે મારા સપનામાં ભાગીદાર બની શકશે તો હું જરૂર લગ્ન કરીશ.’’
શિખા દીદી અને મમ્મીપપ્પા અનુપાની વાત સાંભળીને તેને વિચિત્ર નજરે જેાઈ રહ્યા હતા, પરંતુ તે લોકો પણ પોતપોતાના સ્વાર્થના લીધે મજબૂર હતા.

વધુ વાંચવા કિલક કરો....