વાર્તા – ગરિમા પંકજ.

તમે આપણા દીકરાનું નામ શું વિચારી રાખ્યું છે? રાત્રે પરિધિએ પતિ રોહનના હાથ પર પોતાનું માથું મૂકતા પૂછ્યું.
‘‘આપણા પ્રેમની નિશાનીનું નામ આપણે અંશ રાખીશું, જે મારો પણ અંશ હશે અને તારો પણ.’’ હસીને રોહને જવાબ આપ્યો.
‘‘અને દીકરી થઈ તો?’’
‘‘જેા દીકરી થશે તો તેને સપના કહીને બોલાવીશું, કારણ કે તે આપણા સપના પૂરા કરશે.’’
‘‘ખરેખર ખૂબ સુંદર નામ છે બંને. તમે ખૂબ સારા પપ્પા બનશો.’’ હસીને પરિધિએ કહ્યું ત્યારે રોહને તેને ચુમી લીધી.
લોકડાઉનનો બીજેા મહિનો શરૂ થયો હતો અને પરિધિની પ્રેગ્નન્સીનો ૮ મો મહિનો પૂરો થઈ ગયો હતો. હવે તેને ગમે ત્યારે ડિલિવરી માટે હોસ્પિટલ જવું પડે તેમ હતું.
પરિધિનો પતિ રોહન એન્જિનિયર હતો. પરિધિ બાબતે તે ખૂબ સપોર્ટિવ અને ખુલ્લા મનની વ્યક્તિ હતી, જ્યારે તેના સાસુ ઉર્મિલાનો સ્વભાવ થોડો અલગ હતો. તેઓ ધાર્મિક ક્રિયાકાંડમાં જરૂર કરતા વધારે વિશ્વાસ ધરાવતા હતા.
જેાકે પ્રેગ્નન્સી પછીથી પરિધિને થોડી તકલીફ રહ્યા કરતી હતી. આ સ્થિતિમાં તેના સાસુ ઉર્મિલાએ ઘણી વાર પરિધિના આવનાર બાળકના નામે ધાર્મિક અનુભાન કરાવ્યા હતા, પરંતુ તે સમયે લોકડાઉનના લીધે બધું બંધ હતું.
એક દિવસે સવારથી પરિધિને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને રાત સુધીમાં દુખાવો ખૂબ વધી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું, ‘‘રોહનજી, પરિધિના ગર્ભાશયમાં બાળકની ખોટી સ્થિતિના લીધે તેને સમયાંતરે દુખાવો થઈ રહ્યો છે અને તેને એડમિટ કરીને થોડા દિવસ દેખરેખમાં રાખવી વધારે યોગ્ય રહેશે.’’
‘‘જી સર, જેવું તમને ઠીક લાગે.’’ કહીને રોહને પરિધિને હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી.
બીજી તરફ ઉર્મિલાએ ડોક્ટરની વાત સાંભળી કે તરત પંડિતને આવી જવા કહેણ મોકલી દીધું, ‘‘પંડિત વહુને પીડા થઈ રહી છે. તેને સ્વસ્થ બાળક જન્મે અને બધું ઠીક રહે તેના માટે કોઈ ઉપાય બતાવો.’’
થોડું વિચાર્યા પછી પંડિતજીએ ગંભીર મુદ્રામાં કહ્યું, ‘‘ઠીક છે, એક અનુભાન કરવું પડશે. બધું સારું થશે, પરંતુ આ અનુભાનમાં લગભગ રૂપિયા ૧૦ હજારનો ખર્ચ થશે.’’
‘‘જી પંડિતજી, તમે રૂપિયાની ચિંતા ન કરો. બસ બધું સારું કરી દો. હવે કહો કે અમારે કઈ કઈ વસ્તુની વ્યવસ્થા કરવી પડશે?’’

પંડિતજી એ એક લાંબું લિસ્ટ તૈયાર કર્યું, જેમાં લાલ અને પીળું કપડું, લાલ દોરો, ચોખા, ઘી, લવિંગ, કપૂર, લાલ ફૂલ, ચંદન, ઘઉંના દાણા, સિંદૂર, કેસર, નાળિયેર, દુર્વા, કુમકુમ, પીપળો અને તુલસીના પાન, પાન, સોપરી, કંકુ વગેરે સામેલ હતા.
ઉર્મિલાએ મહોલ્લાના પરિચિતની કરિયાણાની દુકાન પરથી આ બધી વસ્તુ ખરીદી લીધી. તેમાંની થોડીક વસ્તુ ઘરમાં પડી હતી.
બધા સામાનની સાથે ઉર્મિલા પંડિતજીને લઈને હોસ્પિટલ પહોંચી ત્યારે ત્યાં હાજર નર્સ અને બીજા કર્મચારી આશ્ચર્યમાં પડી ગયા. ઉર્મિલાને રિસેપ્શન પર અટકાવી દેવામાં આવ્યા, પરંતુ ઉર્મિલા ખૂબ ચાલાકીથી પંડિતને વિજિટર બનાવીને અંદર લઈ આવી. ઉર્મિલાએ પહેલાંથી પરિધિને પ્રાઈવેટ રૂમમાં શિફ્ટ કરી દીધી હતી. પછી રૂમ બંધ કરીને અનુભાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
બહાર ફરી રહેલી નર્સ અને કર્મચારીને એ વાતની પૂરી જાણકારી હતી કે અંદર શું ચાલી રહ્યું છે, પરંતુ તેમની પાસે કહેવા માટે શબ્દો નહોતા. તેમની સમજમાં નહોતું આવી રહ્યું કે આ પાખંડબાજીને કેવી રીતે અટકાવે. હકીકતમાં હોસ્પિટલમાં આવી ઘટના ક્યારેય બની નહોતી. તમામ સીનિયર ડોક્ટરોના આવવાની રાહ જેાઈ રહ્યા હતા. જેાકે ત્યાં સુધીમાં લગભગ ૧ કલાકની અંદર બધી વિધિ પૂરી કરીને ઉર્મિલાએ પંડિતજીને વિદાય કરી દીધા હતા.
નર્સ રૂમમાં આવી ત્યારે જેાયું તો પરિધિના હાથમાં લાલ દોરો બાંધેલો હતો. માથા પર દૂર સુધી સિંદૂર લગાવેલું હતું. જમીન પર હળદરથી બનાવેલી એક આકૃતિની ઉપર ચોખા, લવિંગ, કુમકુમ જેવી ઘણી બધી વસ્તુ મૂકેલી હતી. બાજુમાં નાળિયેરની ઉપર ઢાંકેલું એક પીળું કપડું પડ્યું હતું. બીજી ઘણી બધી વસ્તુ પણ રૂમમાં દેખાઈ રહી હતી.
‘‘સ્ટુપિડ પીપલ્સ…’’ કહેતા નર્સે ગુસ્સો વ્યક્ત કર્યો અને બહાર નીકળી ગઈ.
ઉર્મિલા ચિડાઈ ગઈ. નર્સને સંભળાવવા માટે જેારજેારથી બૂમો પાડતા તે કહેવા લાગી, ‘‘પૂજા અમે કરાવી છે તેમાં આ કલમુંહીને તકલીફ કેમ થાય છે?’’
આ વાતને ૪-૫ દિવસ પસાર થયા. આ સમયગાળામાં પરિધિને શરદીખાંસીની સમસ્યા થઈ ગઈ. સાથે સામાન્ય તાવ પણ આવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફે તરત તેનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યો.
તે રાત્રે પરિધિને ખૂબ પીડા થઈ. ખૂબ ઉતાવળમાં બધી વ્યવસ્થા કરી દેવામાં આવી. સવાર પહેલા કિરણ સાથે તેના ખોળામાં એક નાનકડું બાળક ખિલખિલાટ કરી રહ્યું હતું. ઘરના લોકોને સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેઓ તરત હોસ્પિટલ આવી ગયા.
ત્યાં સુધીમાં કોવિડ-૧૯ નો રિપોર્ટ આવી ગયો હતો. પરિધિના પતિ અને સાસુને જ્યારે આ સમાચાર આપવામાં આવ્યા ત્યારે સાસુએ ગુસ્સામાં કહ્યું, ‘‘આવું કેવી રીતે થઈ શકે છે? અમારી વહુ બિલકુલ સ્વસ્થ હાલતમાં હોસ્પિટલ આવી હતી. તમે લોકોએ જરૂર સાવચેતી નહીં રાખી હોય, એટલે જ આવું થયું છે.’’
‘‘આ શું કહી રહ્યા છો માતાજી? અમે એવું તે શું કરી દીધું છે? અમારી હોસ્પિટલમાં બધા દર્દીઓની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે અને અહીં બધા કામ પૂરી સ્વચ્છતાથી કરવામાં આવે છે.’’
નર્સે કહ્યું ત્યારે સાસુ ઉર્મિલા તેના પર ગુસ્સે થઈ ગયા અને બોલવા લાગ્યા, ‘‘હા, ખોટું તો અમે કહી રહ્યા છીએ. સામે જેા દર્દી માસ્ક વિના જઈ રહ્યો છે.’’
‘‘અરે માતાજી, કાલે તેનો રિપોર્ટ આવ્યો છે, તેને કોરોના નથી અને એક વાત જણાવી દઉં, આ હોસ્પિટલમાં બીજી પણ ઘણી બધી ઈમારતો છે. આ ઈમારતમાં માત્ર ડિલિવરીના કેસીસ આવે છે. બાજુની ઈમારત કોવિડના દર્દીઓ માટે ડેડિકેટેડ છે. ત્યાંના કોઈ સ્ટાફને અહીં આવવાની પરમિશન નથી. આમ પણ અમે બધા માસ્ક, ગ્લવ્સ અને સેનિટાઈઝેશનનું પૂરું ધ્યાન રાખીએ છીએ. અમને આવી ઊલટીસીધી વાત ન સંભળાવો.’’
કેમ ન સંભળાવું? મારી વહુને આ જ હોસ્પિટલમાં કોરોના થયો છે, તેથી સ્પષ્ટ છે કે અહીંનું મેનેજમેન્ટ સારું નથી. અહીં આવેલો સ્વસ્થ માણસ પણ કોરોનાનો પેશન્ટ બની જાય છે.’’
‘‘અમારી પર આરોપ ન મૂકો. ખબર નહીં, કેવાકેવા અંધશ્રદ્ધા અને પાખંડના ટુચકા કરતા ફરો છો. પોતાની વહુને જુઓ. આ બધાથી તેની તબિયત ખરાબ થશે.’’
‘‘તેનો ફીવર હવે ઠીક છે. તેને તમારી સાથે લઈ જાઓ. ન્યૂ બોર્ન બેબીને આ હોસ્પિટલમાં રાખવું હિતાવહ નથી. નાના બાળકની કેવી રીતે કેર કરવાની છે તે અમે તમને સમજાવી દઈશું.’’
‘‘ના, અમે તેને ઘરે કેવી રીતે લઈ જઈ શકીએ છીએ? તેને કોવિડ છે. ઘરમાં બીજા કોઈને થઈ જશે, એટલી તમારામાં સમજ હોવી જેાઈએ ને.’’
‘‘મા આપણે પરિધિને ઘરમાં ક્વોરંટાઈન કરી દઈશું. બાળકને કોવિડથી કેવી રીતે બચાવવાનું છે, તે નર્સ જણાવી દેશે.’’
‘‘ના, આપણે વહુ અને બાળકને ઘરે નથી લઈ જવા. ખબરદાર રોહન જેા તું તેમના ચક્કરમાં પડ્યો છે. આ ડોક્ટર અને નર્સ એમ જ બોલ્યા કરે છે, પરંતુ હું કોઈ જેાખમ લેવા નથી ઈચ્છતી.’’
‘‘પરંતુ મા… તું ચાલ હવે અહીંથી…’’ ઉર્મિલા રોહનનો હાથ પકડીને તેને લગભગ ઘસડતા ઘરે લઈ ગઈ. આ બધું જેાઈને પરિધિનો ચહેરો ઊતરી ગયો. ડોક્ટર અને નર્સ એકબીજા સાથે ઉર્મિલાના વ્યવહાર અને હરકતની ટીકા કરવા લાગ્યા. પછી ડોક્ટરનર્સે હોસ્પિટલના મેનેજમેન્ટને પણ ઉર્મિલાના આવા વ્યવહારની જાણ કરી દીધી. ૧-૨ લોકલ છાપામાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

આ વાતને લગભગ ૪-૫ દિવસ પસાર થઈ ગયા હતા. એક દિવસ ઉર્મિલાએ પંડિતજીને ફોન લગાવ્યો. તેઓ પૂછવા ઈચ્છતા હતા કે હવે પછી શું કરવું સારું રહેશે અને ગ્રહ, નક્ષત્રોના ખરાબ પ્રભાવને કેવી રીતે દૂર કરી શકાય?
આ વખતે ફોન પંડિતજીના દીકરાએ ઉઠાવ્યો.
‘‘બેટા, જરા પંડિતજીને ફોન આપ ને…’’ ઉર્મિલાએ કહ્યું.
દીકરાએ કહ્યું, ‘‘પંડિતજીને કોરોના થઈ ગયો હતો અને ૧ અઠવાડિયા પહેલાં તેમનું મોત થઈ ગયું છે.’’
સાંભળીને ઉર્મિલાના હાથમાંથી ફોન પડી ગયો અને સોફા પર બેસી ગઈ. પંડિતજીને કોરોના હતો, તે વાત જાણીને તે ખૂબ ડરી ગઈ હતી, એટલે કે જે દિવસે પંડિતજી ધાર્મિક અનુભાન કરવા આવ્યા હતા, ત્યારે તેમને કોરોના હતો, તેથી પરિધિને આ બીમારી થઈ હતી. પછી વિચાર્યું તે દિવસે પંડિતજી અને પરિધિની સાથે તે પણ હતી એટલે કે હવે તે પણ કોરોનાની ઝપટમાં આવી શકે છે. જ્યારે ધ્યાનપૂર્વક વિચાર્યું તો ૨-૩ દિવસથી તેમને પણ ખાંસી આવી રહી હતી.
ઉર્મિલાએ ફટાફટ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. ત્યાં સુધીમાં તેમને તાવ પણ આવી ગયો હતો. હજારીબાગમાં કોરોનાની એક હોસ્પિટલ હતી, તેથી તેમને તે જ હોસ્પિટલમાં જવું પડ્યું, પરંતુ ત્યાંના મેનેજમેન્ટે ઉર્મિલાને એડમિટ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.
એમ્બ્યુલન્સમાં ઊંઘેલી ઉર્મિલાનું મગજ કામ કરી રહ્યું નહોતું. તે જાણતી હતી કે આ સિવાય અહીં બીજી કોઈ હોસ્પિટલ નથી. હવે તેમને ૪ કલાકની યાત્રા પછી રાંચી લઈ જવામાં આવશે અને ત્યાં જેા બેડ ન મળ્યો તો ૧૨ કલાની બીજી યાત્રા કરીને પટણા જવા માટે તૈયાર રહેવું પડશે. હતાશ થઈને રોહન હોસ્પિટલમાંથી પરત આવી ગયો.
બંને પતિપત્ની જાણતા હતા કે ઉર્મિલાને પોતાના કર્મોનું ફળ મળી રહ્યું છે. તેમની ખોટી માનસિકતા, અંધશ્રદ્ધા અને નકારાત્મક વલણનું જ આ પરિણામ હતું કે આજે વહુ અને પૌત્રની સાથેસાથે તેમની પોતાની જિંદગી પણ જેાખમમાં મુકાઈ ગઈ હતી.

વધુ વાંચવા કિલક કરો....