લગ્નના દિવસ દરેક નવોઢા માટે ખાસ હોય છે. આ ખાસ પ્રસંગે નવોઢા પોતાની સુંદરતા નિખારવાની એક પણ તક હાથમાંથી જવા દેવા માંગતી નથી. નવોઢા લાખ ઈચ્છે ડિઝાઈનર કે પછી તરુણ તહેલાણી દ્વારા બનાવવામાં?આવેલ લગ્નનો ડ્રેસ પહેરવાની, તો કોઈને પણ ઈચ્છા થાય કે તે કરીના કપૂર ખાન જેવા ફિલ્મી વેડિંગ વેર પોતાના લગ્નમાં પહેરે, પરંતુ લાખો રૂપિયાનો આ ડ્રેસ ખરીદવાની તાકાત બધામાં નથી હોતી, માત્ર એક દિવસ માટે પહેરવાના કપડાં પર લાખોનો ખર્ચ કરવો શું યોગ્ય છે? આ સ્થિતિમાં તમે વેડિંગ વેર ખરીદવાના બદલે તેને રેન્ટ પર લાવવાની સ્માર્ટ રીત અપનાવો, જેથી વધારે રૂપિયા ખર્ચ્યા વિના તમે ઈચ્છાનુસાર વેડિંગ વેર પસંદ કરી શકો.
ઓનલાઈન રેન્ટ પર વેડિંગ ડ્રેસ
આમ તો કેટલીક શોપ્સમાં વેડિંગ વેર મળે છે, પરંતુ તેની સંખ્યા ખૂબ ઓછી હોય છે, જ્યારે કેટલીક ખાસ ઓનલાઈન વેબસાઈટ પરથી તમે ભારતના કોઈ પણ ખૂણેથી પોતાના માટે વેડિંગ વેર મંગાવી શકો છો. આ વેબસાઈટ પર વેરાઈટીની સાથે તમને ખાસ ડિઝાઈનર વેર સરળતાથી મળશે. ઓનલાઈન વેડિંગ વેરને રેન્ટ પર લેવા વેબસાઈટને ગૂગલ પર શોધો અને ઓપ્શન જુઓ.
વેડિંગ વેરમાં વેરાઈટી મળશે
રેન્ટ પર વેડિંગ વેર ઉપલબ્ધ કરાવતી વેબસાઈટ પર તમને વેડિંગ વેરમાં અનેક વેરાઈટી મળશે, જેમ કે બ્રાઈડલ લહેંગાચોલી, વેડિંગ સાડી, સરારા, સાડી ગાઉન, બ્રાઈડલ અનારકલી, ઈન્ડો વેસ્ટર્ન બ્રાઈડલ વેર વગેરે. કેટલીક વેબસાઈટ પર સંગીત, મેંદી, પીઠી, રિસેપ્શન જેવા પ્રસંગ અનુસાર આઉટફિટ ઉપલબ્ધ હોય છે તો કેટલીક વેબસાઈટ પર ડિઝાઈનર અને એક્ટ્રેસના લુક સાથેના વેડિંગ વેર મળશે.
આઉટફિટનું રેન્ટ કેટલું હશે
આમ તો અલગઅલગ વેબસાઈટ પર વેડિંગ વેરના અલગઅલગ રેટ હોય છે, પરંતુ સામાન્ય રીતે એમ કહી શકાય કે કેટલીક વેબસાઈટ પર રૂપિયા ૫૦ હજારના આઉટફિટ તમને ૪ થી ૫ હજારના રેન્ટ પર મળી શકે છે. જ્યારે કેટલીક પર તેનાથી ઓછી કે વધારે કિંમત હોઈ શકે છે. રેન્ટની સાથે તમારે ડિપોઝિટ આપવાની હોય છે, જેને આઉટફિટના ઉપયોગ પછી તમને પરત કરી દેવામાં આવે છે.
તમારી સાઈઝના આઉટફિટ મળશે
જે રીતે તમે ઓનલાઈન શોપિંગ કરતી વખતે પોતાની સાઈઝના આઉટફિટની પસંદગી કરો છો, તે જ રીતે વેડિંગ વેર લેતી વખતે તમારે ઓનલાઈન તમારી સાઈઝની જાણકારી આપવી પડશે. તેમ છતાં જે વેડિંગ વેર તમારી બોડી પર ફિટ ન આવે તો તમે તમારું માપ જણાવીને તેને ઓલ્ટર કરાવી શકો છો.
ટ્રાયલની પણ સુવિધા છે
આઉટફિટને રેન્ટ પર લેતા પહેલાં તમે તેને ટ્રાયલ માટે ઘરે મંગાવી શકો છો. કેટલીક વેબસાઈટ હોમ ટ્રાયલ માટે ફ્રીમાં આઉટફિટ ઘરે મોકલે છે, તો કેટલીક શિપિંગ ચાર્જિસ લે છે. તમે તમારી સુવિધા અનુસાર વેબસાઈટની પસંદગી કરી શકો છો.
ક્યાં સુધી રહેશે આઉટફિટ તમારું
રેન્ટેડ વેડિંગ વેર તમારે ક્યાંક બહાર જઈને લેવાની જરૂર નથી. તેને તમે જે દિવસ માટે બુક કરાવશો બરાબર તે દિવસે તેને તમારા ઘરે મોકલી દેવામાં આવે છે, પરંતુ હા, કેટલીક વેબસાઈટ પર ઓછામાં ઓછા ૧ કે ૨ દિવસ પહેલાં આઉટફિટ બુક કરાવવા જરૂરી હોય છે, જ્યારે કેટલીક વેબસાઈટ એવી પણ છે જેા બુકિંગ કરાવ્યા પછી માત્ર ૩-૪ કલાકમાં આઉટફિટને તમારા ઘરે પહોંચાડી દે છે. આ આઉટફિટને તમે ૧ દિવસથી લઈને ૮ દિવસ સુધી રાખી શકો છો. જેાકે બધી વેબસાઈટ તમારા હિસાબે આઉટફિટના દિવસ નક્કી કરતી હોય છે. કેટલીકના ૨ તો કેટલીકના ૭ દિવસ પણ હોઈ શકે છે. તેને રિટર્ન કરવા માટે પણ તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી, તમારા ઘરે આવીને તે કલેક્ટ કરે છે.
પેમેન્ટ કેવી રીતે કરશો
બુકિંગ દરમિયાન તમારે પેમેન્ટ કરવાની અથવા ડિપોઝિટ આપવાની જરૂર નથી પડતી. ઓનલાઈન શોપિંગની જેમ પેમેન્ટના ઘણા બધા ઓપ્શન હોય છે, જેને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કેશ ઓન વગેરે. આ સ્થિતિમાં કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન તમે પસંદ કરી શકો છો. કેટલીક વેબસાઈટ ફ્રી શિપિંગનો ઓપ્શન આપે છે તો કેટલીક શિપિંગ ચાર્જિસ લે છે.
વધુ જાણકારી માટે સંપર્ક કરો
જણાવેલી વેબસાઈટ પર તમે વેડિંગ વેરથી લઈને તેના રેન્ટ, તેને કેવી રીતે મંગાવવા તેમજ ટ્રાય કરવાની અને તેને પરત કરવાની પૂરી જાણકારી જેાઈ શકો છો. વધુ જાણકારી માટે વેબસાઈટ પર આપેલા ફોન નંબર પર કોલ પણ કરી શકો છો. આ જ રીતે કેટલીક સાઈટ પર લાઈવ ચેટના વિકલ્પ છે એટલે કે તમે લાઈવ ચેટ પણ કરી શકો છો.
ઓફર ઉપલબ્ધ છે
રેન્ટ પર વેડિંગ વેર આપતી વેબસાઈટ ઘણી બધી ઓફર પણ આપે છે, જેમ કે રેન્ટેડ વેડિંગ વેર સાથે બ્રાઈડલ જ્વેલરી ફ્રી મળશે એટલે કે તમારે તેનું રેન્ટ ચૂકવવું નહીં પડે. આ જ રીતે કેટલીક વેબસાઈટ પર એવી પણ ઓફર હોય છે કે જેા તમે બીજી વાર રેન્ટ પર આઉટફિટ લઈ રહ્યા હોય તો તમને થોડું વધારે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. અને કેટલીક વેબસાઈટ પર કૂપન કોડથી રેન્ટમાં પણ વધારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હોય છે.
– પૂનમ વર્મા.