સામગ્રી :
૪ બ્રેડ સ્લાઈસ
૧/૨ કપ કેરી સમારેલી
૩ મોટી ચમચી મેંગો કસ્ટર્ડ પાઉડર
ક્રીમ સજાવવા માટે
૨ મોટી ચમચી ખાંડ
૨ કપ દૂધ
૧ મોટી ચમચી ક્રીમ
ફુદીનો સજાવવા માટે
બટર ગ્રીસિંગ માટે.

રીત :
બ્રેડ સ્લાઈસને ગોળ કટ કરો. આ સર્કલ્સને કપનો શેપ આપવા માટે કપ કેક મોલ્ડ્સમાં નાખીને દબાવો. આ કપને પહેલાંથી ગરમ ઓવનમાં સોનેરી થવા સુધી બેક કરો. દૂધમાં ખાંડ નાખીને ગરમ કરો. ૨ ચમચી કસ્ટર્ડ પાઉડરને ૩/૪ કપ દૂધમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે ૪ ચમચી ખાંડને બાકીના દૂધમાં નાખીને ઉકાળો. તૈયાર પેસ્ટને ગરમ દૂધમાં ધીરેધીરે નાખીને મિલાવો. ૨ મિનિટ પકાવો. તૈયાર મિશ્રણને ઠંડું થવા માટે મૂકો. ઠંડા કસ્ટર્ડમાં ક્રીમ નાખો અને કસ્ટર્ડને ક્રીમી થાય ત્યાં સુધી ફીણો. તૈયાર મિશ્રણને પાઈપિંગ બેગમાં ભરો અને બ્રેડ સ્લાઈસથી તૈયાર કપમાં નાખો. ફ્રેશ કેરીના ટુકડાથી સજાવો. ઉપરથી ફુદીનાથી ગાર્નિશ કરો.

વધુ વાંચવા કિલક કરો....