સામગ્રી :
૧ કપ વેસણ
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
૧ લીલું મરચું સમારેલું
૧ નાની ચમચી હળદર
૨ ચપટી ખારો સોડા
મીઠું સ્વાદ મુજબ.

મંચુરિયન સામગ્રી :
૧ કેપ્સિકમ
૧ ગાજર
૧ કપ કોબીજ સમારેલી
૨ લીલી ડુંગળી
૧ ડુંગળી
૧ મોટી ચમચી સોયા સોસ
૧ મોટી ચમચી ગ્રીન ચિલી સોસ
૧ મોટી ચમચી તેલ
૧/૨ પેકેટ ફ્રાઈડ રાઈસ મસાલા.

રીત :
ગટ્ટાની સામગ્રી મિક્સ કરીને થોડું પાણી નાખીને ગૂંદી લો. તેના ગટ્ટા બનાવીને ગરમ પાણીમાં પકાવો. પાણી નિતારીને ગટ્ટાને ટુકડામાં કાપીને ગરમ તેલમાં તળી લો. એક પેનમાં તેલ ગરમ કરો. બધા શાક સમારીને ૧ મિનિટ ગરમ તેલમાં શેકો. સોસ અને મસાલા નાખો. થોડું પાણી અને ગટ્ટા નાખીને પકાવો અને ગરમાગરમ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....