મારા હેરનો ગ્રોથ ઓછો થઈ ગયો છે. ખાસ પાથીમાં તો હેર રહ્યા જ નથી. જ્યારે પણ ક્યાંક જાઉં છું ત્યારે મને કોન્ફિડન્સ નથી આવતો. અમારા ઘરમાં આવતા અઠવાડિયે લગ્ન છે. હું શું કરું કે મારા હેરનો ગ્રોથ વધી જાય?
૧ અઠવાડિયામાં લાંબા હેર મેળવવા માટે ઘરેલુ સારવાર કે પાર્લરમાં કરાતા ઈલાજથી ફાયદો નહીં થાય. તમારે હેર ટોપર ખરીદવાની જરૂર છે. આજકાલ હ્યૂમન હેરના ટોપર મળી જાય છે, તેની અંદર ક્લિપ લાગેલી હોય છે. બસ ૨ ક્લિપને ક્લિપ ઓન કરવી પડે છે અને તમારા હેર ભરાવદાર અને આકર્ષક લાગશે. જેા લાંબા હેર કરવા છે તો તમે લાંબા હેર ટોપર ખરીદીને લગાવી શકો છો, જેથી તમારા હેર લાંબા અને સુંદર દેખાશે. તેને લગાવવું સરળ છે. જેાકે હેર ગ્રો કરવા માટે તમે ધીરેધીરે સારવાર કરી શકો છો. હેર પ્રોટીનના બનેલા છે. તમારા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો. તેના માટે કોઈ અરોમેટિક ઓઈલનો ઉપયોગ કરો, જેથી અરોમાથેરપિ ઓઈલ તમારી સ્કેલ્પની અંદર જઈને હેરને વધારવામાં હેલ્પ કરશે. તમે ઈચ્છો તો ઘરમાં પેક પણ લગાવી શકો છો, જેના માટે રાતે મેથીને દહીંમાં પલાળી રાખો. સવારે તેને ક્રશ કરીને તેની અંદર એલોવેરા જેલ, આદું અને લસણની પેસ્ટ મિલાવીને હેરના મૂળ પર લગાવો. અડધા કલાક પછી હળવા ગરમ પાણીથી ધોઈ લો. સતત આવું કરવાથી તમારા હેર લાંબા થશે.

હું જ્યારે પણ વેક્સ કરાવું છું. મારા હાથ અને પગ પર દાણા થઈ જાય છે. હું શું કરું?
જ્યારે તમે વેક્સ કરાવો છો ત્યારે ધ્યાન રાખો કે તમે કોઈ એવી જગ્યાથી કરાવો જ્યાં હાઈજીન પર વધારે ધ્યાન આપવામાં આવે છે. આજકાલ લગભગ બધા સલૂનમાં વેક્સ કરતા પહેલાં બિફોર વેક્સ જેલ લગાવવામાં આવે છે, જેથી ઈંફેક્શન થવાનું જેાખમ નથી રહેતું. બીજું જ્યારે વેક્સ કરાવો છો ત્યારે ધ્યાન આપો કે યૂઝ કરેલી સ્ટ્રિપ્સ ડિસ્પોઝેબલ હોય. તમને લાગે છે કે વેક્સ કર્યા પછી હંમેશાં તમને દાણા થઈ જાય છે અથવા એલર્જી થાય છે તો તમે વેક્સ કરતા પહેલાં એક એન્ટિએલર્જિક ગોળી ખાઈ શકો છો, નહીં તો સૌથી સારી વાત એ છે કે તમે વેક્સ કરાવવાનું બંધ કરો. પરમેનન્ટ હેર રિમૂવલ ટ્રીટમેન્ટ લો, જેથી તમારા વાળ હંમેશાં માટે ઓલમોસ્ટ રિમૂવ થઈ જાય અને દર્દ પણ નથી થતું. ૪ થી ૬ સિટિંગ્સમાં તમારા વાળ હંમેશાં માટે ઓછા થઈ જશે. ક્યારેક-ક્યારેક આર્મ્સ અને લેગ્સને ઈચ્છો ત્યારે બ્લીચ કરી શકો છો. હંમેશાં માટે વેક્સિંગથી છુટકારો મળી જશે.

મારા હેર ખૂબ ખરે છે. હું ઘણા બધા ઉપાય કરી ચૂકી છું, પણ ફાયદો નથી થતો. મેં પીઆરપી ટ્રીટમેન્ટ વિશે સાંભળ્યું છે. શું તે યોગ્ય છે? તેની કોઈ સાઈડ ઈફેક્ટ તો નથી?
તમારા હેર ખરે છે અને બધા ઉપાય કરવા છતાં ફાયદો નથી થઈ રહ્યો તો પીઆરપી ટ્રીટમેન્ટ માટે તમે જઈ શકો છો. આ ખૂબ જ સારી ટ્રીટમેન્ટ છે. તેમાં તમારા બ્લડમાંથી પ્લેટલેટ રિચ પ્લાઝમા જે હોય છે તેને કાઢી દેવામાં આવે છે અને તેને જ ઈંજેક્શન થ્રૂ તમારી સ્કેલ્પમાં નાખી દેવામાં આવે છે. તમારું જ બ્લડ છે, તેથી કોઈ સાઈડ ઈફેક્ટ થવાનું જેાખમ નથી. આ સારી ટ્રીટમેન્ટ છે. ન્યૂટ્રિશન સીધું તમારી સ્કેલ્પમાં જાય છે, તેથી તમારા હેર જલદી ગ્રો થવા લાગે છે. બસ ધ્યાન આપવાની વાત એ છે કે તમે જ્યાંથી પણ ટ્રીટમેન્ટ કરાવો. કરનાર એક્સપર્ટ હોય અને હાઈજીનનું વધારે ધ્યાન આપે, કારણ કે તેમાં ઈંજેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. પરેશાન થવાની જરૂર નથી, કારણ કે તમારી સ્કેલ્પ પર એક નમિંગ ક્રીમ લગાવી દેવામાં આવે છે અને ત્યાર પછી પેઈન નથી થતું. આ ખૂબ જ સેફ અને અસરકારક છે.

આવતા અઠવાડિયે મારા લગ્ન છે. મારા નેલ્સ ખૂબ સુંદર છે અને લાંબા પણ, પણ મારી એક આંગળીનો નખ તૂટી ગયો છે. હવે સમજાતું નથી કે શું કરું. એક આંગળીનો નખ નાનો થવાથી હાથની સુંદરતા બગડી ગઈ છે. બધા નખ કાપીને નાના કરવાનું મન નથી. શું કરું?
તમારે ચિંતા કરવાની જરૂર છે. તમે તમારા નખ બિલકુલ ના કાપો, કારણ કે લાંબા નેલ્સથી જ હાથ સુંદર લાગે છે. એક નેલ્સ જે તૂટી ગયો છે તેને તમે પ્રોંમિનેંટ નેલ્સ એક્સટેન્શનની મદદથી લાબો કરાવી શકો છો. તેની સાથે લગ્ન પહેલાં તમે પ્રોંમિનેંટ નેલ્સ પોલિશ પણ લગાવો, જેથી લગ્ન પછી ઓછામાં ઓછો એક મહિનો તમારા નેલ્સ સુંદર લાગશે. તમે ઈચ્છો તો લગ્ન પહેલાં નેલ્સ પર સુંદર નેલ આર્ટ કરાવી શકો છો. તે પણ લગભગ એક મહિનો ચાલે છે. લગ્ન પછી હનીમૂન સુધી તમારા હાથ સુંદર લાગશે.

હું એક મેકઅપ આર્ટિસ્ટ છુ. જ્યારે પણ મેકઅપ કરું છું મારો બેઝ ડલ લાગે છે. તેની અંદર ચમક નથી હોતી. મને યોગ્ય રીત જણાવો કે બેઝ કેવી રીતે લગાવું, જેથી મારો મેકઅપ શાઈની રહે?
તમે જ્યારે પણ મેકઅપ કરો છો. મેકઅપ કરતા પહેલા કેટલાક સ્ટેપનું ધ્યાન રાખશો તો તમારો બેેઝ ખૂબ સુંદર અને શાઈની રહેશે. સૌપ્રથમ ફેસને ક્લીન કરીને ગોલ્ડ ઓઈલનું એક પડ લગાવો. ગોલ્ડ ઓઈલ લગાવ્યા પછી તમે ફેસ પ્રાઈમર લગાવો અને ૧ મિનિટ રાહ જુઓ. ત્યાર પછી તમે બેઝ લગાવો. બ્યૂટિ બ્લેન્ડરથી સારી રીતે થપથપાવો. તેનાથી તમારો બેઝ બ્લેન્ડ થશે અને તેમાં ચમક રહેશે. તેની ઉપર હળવો પાઉડર લગાવો.
– ડો. ભારતી તનેજા.

વધુ વાંચવા કિલક કરો....