હું હંમેશાં સિંદૂર લગાવું છું. તેના લીધે મારી પાથી પહોળી થઈ ગઈ છે અને ખરાબ લાગે છે. કોઈ રીત જણાવો કે જેથી પાથીમાં વાળ ઊગી જાય?
પાથીમાં વાળ ઊગવા મુશ્કેલ છે, પણ આજકાલ એવી કેટલીય રીત છે, હેર ટોપર ઉપયોગ કરવાની, તમે તમારા હેડના સેન્ટરમાં ટોપર લગાવી શકો છો. તેનાથી તમારા વાળનો ગ્રોથ વધારે લાગશે. તેમાં હ્યૂમન હેર યૂઝ થાય છે અને આ ખાસ પ્રકારના સિલ્ક બેઝ પર બનાવવામાં આવે છે, જેથી તમને કોઈ સમસ્યા નથી થતી. કોઈ ઈંફેક્શન નથી થતું અને સુંદરતા વધે છે. તેમાં અલગઅલગ લંબાઈ અને પહોળાઈ મુજબ ટોપર મળી જાય છે. ટોપરના વાળની લંબાઈ, કલર પણ તમારા હેર મુજબ પસંદ કરી શકો છો. તમે કોઈ સારા કોસ્મેટિક ક્લિનિક અથવા સલૂનનો કોંટેક્ટ કરો કે પછી ઓનલાઈન પણ ટોપર ખરીદી શકો છો.

હોળી આવવાની છે અને મને રંગથી ખૂબ ડર લાગે છે, જ્યારે મારા ઘરવાળા ઈચ્છે છે કે હું રંગથી રમું. આ વખતે મને પણ ઈચ્છા થઈ છે કે હું હોળી રમું. તમે મને એવી રીત જણાવો, જેથી હોળીના રંગ મારી બોડી પર અસર ન કરે?
હોળી માટે તમે પહેલાંથી તૈયારી કરશો તો રંગથી ડરવાની જરૂર નથી. પહેલી વાત તમે નેચરલ રંગથી હોળી રમો, જે બોડી પર કોઈ સાઈડ ઈફેક્ટ ન લાવે, પરંતુ શક્ય છે તમે સારા રંગ લાવશો, પણ કોઈ બીજું તમને ખરાબ રંગ લગાવે, તેથી તમારી બોડીની સુરક્ષાની પૂરી તૈયારી કરો. તમે પૂરી બોડી પર ઓઈલ લગાવો એટલે કોઈ પણ સારું ઓઈલ લઈને તેનાથી પૂરી બોડી પર માલિશ કરો, જેથી એક લેયર બની જાય અને રંગોની અસર તમારી બોડી પર ન થાય. આ રીતે હોઠ પર મેટ લિપસ્ટિક લગાવો. આંખની રક્ષા માટે તમે આઈશેડો લગાવી શકો છો. વાળમાં તેલ લગાવો અને પછી એક પોની બનાવો. તમારા વાળ ખરાબ નહીં થાય. તમારા વાળ નાના છે તો તમે તેની પર જેલ લગાવો. વાળ ધોતી વખતે જેલની સાથેસાથે કલર પણ નીકળી જશે અને વાળ પર કોઈ અસર નહીં થાય. કોઈ કેપ પણ પહેરી શકો છો.

હું આઈએએસની પરીક્ષાની તૈયારી કરી રહી છું, તેથી હું અડધી રાત સુધી અભ્યાસ કરું છું, પણ મારી આંખ નીચે ડાર્ક સર્કલ્સ થઈ ગયા છે. કોઈ સારવાર જણાવો, જેથી હું અભ્યાસની સાથેસાથે કંઈક કરતી રહું, જેથી મારી આંખના ડાર્ક સર્કલ્સ ઓછા થાય?
જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે આંખ પર સ્ટ્રેસ પડે છે. પહેલી વાત અભ્યાસ કરતી વખતે તમે લાઈટનું ધ્યાન રાખો કે લાઈટ ઓછી ન હોય. સારી લાઈટમાં અભ્યાસ કરશો તો આંખ પર સ્ટ્રેસ ઓછો પડશે. તમે આલ્મંડ ઓઈલની ૧ ચમચી લઈને તેમાં ૫ ટીપાં ઓરેન્જ ઓઈલના નાખો. આ ઓઈલથી તર્જની આંગળીથી આંખની આસપાસ રોજ ૨-૩ મિનિટ મસાજ કરો. જ્યારે પણ તમે અભ્યાસની વચ્ચેવચ્ચે રેસ્ટ કરશો ત્યારે કાકડીને ક્રશ કરીને તેની ૨ પોટલી બનાવો અને આંખ પર મૂકો. આ રીતે તમને રેસ્ટ પણ મળશે, સ્ટ્રેસ પણ ઓછો થશે અને ડાર્ક સર્કલ્સ ઓછા થશે. જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે ખાણીપીણીનું ધ્યાન નથી રાખતા. તેથી ડાર્ક ર્સ્કલ્સ થાય છે. સંતુલિત ભોજન લો અને રોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીઓ. વિટામિન એ અને ઈની કેપ્સ્યૂલ લઈ શકો છો.

હું જ્યારે મેકઅપ કરું છું ત્યારે મારો મેકઅપ ડલ અને મેટ લાગે છે. લોકોનો મેકઅપ જેાઉં છું ત્યારે તેમાં એક શાઈન રહે છે. મારે એવું શું કરવું જેાઈએ, જેથી મારો મેકઅપ પણ શાઈન કરે?
મેકઅપ કરતા પહેલાં ક્લીંઝિંગ કરવું ખૂબ જરૂરી છે. તમે મેકઅપ કરતા પહેલાં સ્કિનને ક્લીન કરો. ત્યાર પછી કોઈ ઓઈલ લગાવો. બેટર છે કે તમે ગોલ્ડ ઓઈલ લગાવો. તે તમારી સ્કિનને નરિશ કરશે અને સાથે એક પડ પણ બનશે, જેથી મેકઅપ તમારી સ્કિનને ડ્રાય નહીં કરે. ત્યાર પછી પ્રાઈમર પણ લગાવો. ડીયૂઆઈ ઈફેક્ટ આપવા માટે ઈલ્યૂમિનેટર લગાવો અને પછી બેઝ અથવા ફાઉન્ડેશન લગાવો. બ્યૂટિ બ્લેન્ડરથી થપથપાવો અને ફાઉન્ડેશનને સેટ કરવા માટે પાઉડર લગાવો. તમારો મેકઅપ શાઈની અને સુંદર લાગશે.

મારા લગ્ન થવાના છે. મારા થનારા પતિની આઈલેશિઝ ખૂબ સુંદર છે. મારી લેશિઝ નાની અને ઓછી છે. મને કોંપ્લેક્સ થઈ રહ્યું છે. શું કરું?
તમે રોજ ઈયર બડની હેલ્પથી નવશેકું ઓલિવ ઓઈલ લઈને લેશિઝના રૂટ પર લગાવો. તમારી લેશિઝ લાંબી થશે. જ્યારે પણ મેકઅપ કરો તમે સારી ક્વોલિટીનો મસકારા લગાવો. લોંગ લેશ અને વોલ્યૂમ બંને હોય એવો મસકારા લગાવો. તેના ૨ પડ લગાવો. પહેલું પડ સુકાયા પછી બીજું પડ લગાવો અને આઈલેશ કર્લરની હેલ્પથી લેશિઝને કર્લ કરો. તેનાથી તમારી લેશિઝ સુંદર લાગશે. જ્યારે પણ મેકઅપ કરો ત્યારે આર્ટિફિશિયલ લેશિઝ પણ લગાવી શકો છો, પણ બેસ્ટ છે કે તમે આઈલેશ એક્સટેંશન કરાવો, જેથી લેશિઝ સુંદર દેખાય અને તમારી અંદર કોઈ કોંપ્લેક્સ ન રહે. દર ૧૫ દિવસ પછી ફિલિંગ કરાવતા રહો. તમે હંમેશાં સુંદર દેખાશો.
– ડો. ભારતી તનેજા.

વધુ વાંચવા કિલક કરો....