એક જમાનો હતો જ્યારે ઓટોમોબાઈલ કંપની પોતાની કારને ‘લેડી ડ્રાઈવન’ જણાવીને વેચતી હતી. ‘લેડી ડ્રાઈવન’ નો અર્થ હતો સુંદર, સુશીલ અને કાર્યમાં ઉત્તમ અથવા તે રસ્તામાં તે તમને દગો નહીં આપે, હાથ ગંદા નહીં કરે અને તમને મુકામ સુધી પહોંચાડી દેશે. તે જમાનામાં કાર ડ્રાઈવિંગને એક મુશ્કેલ કાર્ય માનવામાં આવતું હતું. પુરુષો પણ કાર ચલાવવામાં ખચકાટ અનુભવતા હતા અને ડ્રાઈવર રાખવો વિવશતા હતું. તેમાં પણ મહિલાઓ ગાડી ચલાવવા વિશે વિચારી શકતી હતી. જ્યારે આજે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ઝડપી ગતિથી પરિવર્તન થઈ રહ્યા છે.
આજે જે આધુનિક કાર બજારમાં ઉપલબ્ધ છે, તેની સામે ૨૦ વર્ષ જૂની કાર બળદગાડા સમાન છે. જેાકે આજે પણ દેશમાં માત્ર ૧૨ ટકા મહિલાઓની ફોર વ્હીલર ચલાવવાનું લાઈસન્સ છે, માત્ર ૫ ટકા મહિલાઓ નિયમિત રીતે કાર ચલાવે છે અને કોઈ વીરાંગના મહિલા બાજુમાં પતિ બેઠો હોય અને પોતે કાર ચલાવવાની હિંમત કરે છે. હવે મહિલાઓ માટે ખુશખબર એ છે કે કાર નિર્માતાનું હવે પછીનું લક્ષ્ય વાસ્તવમાં મહિલાઓને અનુકૂળ ગાડીનું નિર્માણ કરવાનું છે. મહિલાઓ માટે અત્યાર સુધીમાં કારમાં જે મુખ્ય પરિવર્તન થયા છે તેમાં સૌથી મુખ્ય છે ઓટો ટ્રાન્સમિશન. ઓટો ટ્રાન્સમિશન ટેક્નિકે કારને પણ સ્કૂટર ચલાવવા જેટલી સરળ બનાવી દીધી છે. ગિયર બદલવાની ઝંઝટ દૂર થઈ જતા મહિલાઓએ ખૂલીને કાર ચલાવવાનું શરૂ કરી દીધું છે.
હવે તમે પણ જલદી ગાડી ખરીદવાનો પ્લાન બનાવો. તમારે કિટી પાર્ટીમાં જવા માટે પતિ સામે જેાવાની જરૂર નથી રહી.

વિસ્તારથી જાણો કારના આ નવા ફીચર્સ વિશે :
૫ પ્રકારના હોય છે ઓટોમેટિક ટ્રાન્સમિશન
સૌપ્રથમ એ વાત જાણવી જરૂરી છે કે ઓટોમેટિક ટ્રાન્સમિશન ૫ પ્રકારના હોય છે જેને આઈએમટી, એએમટી, સીવીટી, ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક અને ડ્યૂઅલ ક્લચ ટ્રાન્સમિશન (ડીસીટી અથવા ડીએસજી) નામથી ઓળખવામાં આવે છે. આ બધા પ્રકારના ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓછી કિંમતની કારમાં પણ બજેટ અનુસાર કંપની દ્વારા આપવામાં આવવા લાગ્યા છે.

ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારના લાભ
મેન્યુઅલ ટ્રાન્સમિશનની સરખામણીમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારમાં ગિયર બદલવાની જરૂર નથી પડતી. જેા તમે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા હોય તો ઓટોમેટિક ટ્રાન્સમિશન તમારા ડ્રાઈવિંગ એક્સ્પીરિયન્સને શ્રેષ્ઠ બનાવે છે, કારણ કે તેમાં તમને વારંવાર ગિયર ચેન્જ કરવાની જરૂર નથી પડતી, પરંતુ ઓટોમેટિક ટ્રાન્સમિશન એન્જિનની જરૂરિયાત અને કારની સ્પીડના હિસાબે જાતે ગિયર ચેન્જ કરી લે છે. ખરાબ રસ્તા અથવા શહેરની સાંકડી ગલીઓમાં સામાન્ય કારની સરખામણીમાં ઓટોમેટિક કાર ચલાવવી અને તેને હેન્ડલ કરવી મહિલાઓ માટે સરળ હોય છે. સામાન્ય રીતે તમે આ કારને સ્કૂટી જેવી સમજી શકો છો, કારણ કે બાઈકની સરખામણીમાં સ્કૂટીમાં ગિયર પર ધ્યાન આપવાની કોઈ જરૂર રહેતી નથી. બરાબર તે જ રીતે આ કારમાં પણ ગિયર પર ધ્યાન આપવા અને ગિયર ક્લચનો તાલમેલ બેસાડવાના બદલે માત્ર એક્સિલેરેશન અને બ્રેકિંગ પર ધ્યાન આપવાની જરૂર પડે છે. વારંવાર ક્લચ અને ગિયર બદલવાથી મુક્તિ મળી જાય છે, તેથી મહિલાઓને કાર ચલાવવામાં ખૂબ સરળતા રહે છે.

ઓટોમેટિક ટ્રાન્સમિશનની ખામી
મેન્યુઅલની સરખામણીમાં ઓટોમેટિકની કેટલીક ખામી પણ છે, જેને આપણે પતિથી છુપાવવી પણ પડશે, જેમ કે મેન્યુઅલ ગિયર બોક્સની સરખામણીમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનું મેન્ટેનન્સ થોડું વધારે મોંઘું હોય છે. ઓટોમેટિક ગિયરને તમે તમારી મરજીથી ઓછા અથવા વધારે નથી કરી શકતા. તમે ઓવરટેક કરતા હોય તો તમને મુશ્કેલી જરૂર પડશે, જ્યારે મેન્યુઅલ ગિયર બોક્સમાં તમે તમારી ઈચ્છાનુસાર ગિયર બદલી શકો છો. હકીકતમાં અપગ્રેડ થયા પછી પણ એએમટી ગિયર બોક્સ થોડા ધીરા હોય છે. એએમટી કારમાં તમે ગિયર બદલી શકો છો, પરંતુ મેન્યુઅલ કારની સ્પીડની બરાબરી નથી કરી શકતા. તેથી આવી કારનો તમે સીમિત રીતે ઉપયોગ કરી શકો છો. જેાકે જરૂરી ન હોય ત્યાં સુધી તમારે ઓવરટેક કરવાથી દૂર રહેવું જેાઈએ.
ઓટોમેટિક ટ્રાન્સમિશન અને એએમટીની સરખામણીમાં ગિયર ચેન્જમાં સામાન્ય સમય લાગે છે અને ગિયર શિફ્ટિંગની સ્પષ્ટપણે જાણ થાય છે. કેટલીક વાર થોડા ઝાટકા પણ અનુભવાય છે. એએમટી અને મેન્યુઅલ ગિયર બોક્સનું માઈલેજ લગભગ એકસમાન છે, પરંતુ જે ગાડી ફુલ્લી ઓટોમેટિક હોય છે તેમાં ઈંધણ વધારે વપરાતું હોય છે અને માઈલેજ પર તેની અસર થાય છે.

પાર્કિંગ સેન્સર અને ૩૬૦ ડિગ્રી કેમેરા
મહિલા ડ્રાઈવર માટે આ બીજું સૌથી જરૂરી ગેઝેટ છે. ભારતમાં જેટલી પણ મહિલાઓ ગાડી ચલાવે છે તેમાંની ૧૦ ટકા પણ ગાડીને ગેરેજમાં મૂકવાની અથવા બહાર કાઢવાની હિંમત નથી કરી શકતી. તેમાં પણ ગાડીને બ્રેક કરવા વિશે ભૂલી જાઓ. પાર્કિંગ સેન્સર અને ૩૬૦ ડિગ્રી કેમેરા આવી ગયા પછી મહિલાઓની આ સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. મહિલાઓ આગળની તરફ ગાડી ચલાવતા ભલે ને કોઈની સાથે અથડાઈ જાય, પરંતુ બ્રેક કરતી વખતે અથડામણ અશક્ય છે. નવી ટેક્નોલોજીના પાર્કિંગ સેન્સર માત્ર એલાર્મ નથી વગાડતા, પરંતુ ઈમર્જન્સી બ્રેક પણ લગાવે છે.

ક્રૂઝ કંટ્રોલ
ક્રૂઝ કંટ્રોલ મોંઘી લક્ઝરી કારના ટોપ વર્ઝનમાં જેાવા મળે છે. જ્યારે આ ફીચરને ઓન કરવામાં આવે છે ત્યારે એક્સિલેટર પેડલ પર પગ મૂકવાની જરૂર નથી પડતી. આ ફીચરને ઓન કરતી વખતે ગાડીની સ્પીડને સેટ કરવી પડે છે. ત્યાર પછી તમે તમારા પગ એક્સિલેટર પેડલથી દૂર કરી શકો છો, ગીત ગાઈ શકો છો કે પગ હલાવી શકો છો. ક્રૂઝ કંટ્રોલ ફીચરની મદદથી ગાડી સેટ કરવામાં આવેલી સ્પીડ પર સ્વયં ચાલવા લાગે છે. આમ પણ મહિલાઓના પગ નાજુક હોય છે અને કાર ચલાવતી વખતે સૌથી મોટી સમસ્યા એ હોય છે કે લાંબા સમય સુધી એક પગને એક્સિલેટર પર અડધો લટકાવીને રાખવામાં તકલીફ પડે જ છે. જરા વિચારો, જેા આ ફીચર ન હોત તો મહિલાઓને એડજસ્ટેબલ એક્સિલેટર પેડલની જરૂર રહેતી જેને તેઓ પોતાની હીલની સાઈઝ સાથે એડજસ્ટ કરી શકી હોત. ક્રૂઝ કંટ્રોલનો યોગ્ય ઉપયોગ ૫૦ કેએમપીએચની સ્પીડ પર થાય છે તેની મજા ત્યારે વધી જાય છે જ્યારે ગાડીને ખુલ્લો રસ્તો મળી જાય અને દૂરદૂર સુધી કોઈ ટ્રાફિક પણ ન હોય. યાદ રાખો, સિટી ડ્રાઈવમાં ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ ન કરવો જેાઈએ. ક્રૂઝ કંટ્રોલના ઉપયોગથી ડ્રાઈવરને થાક ઓછો લાગે છે, કારણ કે વારંવાર તે રેસ આપવાથી બચી જાય છે.

ક્રૂઝ કંટ્રોલના લાભ
તે હાઈવે અને ઓછી ગીચતાવાળા રસ્તા પર લાંબી ડ્રાઈવમાં મહિલાઓના થાકને ઓછો કરવામાં અને વારંવાર સ્પીડ બદલવાથી કમર પર પડતા ઝાટકાને દૂર કરે છે.
સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવાથી બચવા માટે કેટલાક ડ્રાઈવર તેનો ઉપયોગ કરે છે. એક ચાલક જે હાઈવેની મુસાફરી દરમિયાન અજાણતા કારની સ્પીડ વધારી દેતા હોય છે તેઓ વધારે સ્પીડથી બચી શકે છે.
એકસમાન સ્પીડથી ડ્રાઈવ કરવાથી ગાડીની એવરેજ વધી જાય છે.
અડેમ્ટિવ ક્રૂઝ કંટ્રોલના આ એડવાન્સ વર્ઝને ગાડીના એક્સિડન્ટની શક્યતાને લગભગ નાબૂદ કરી દીધી છે. તમે ગાડીની સ્પીડને ૭૦ કિમી પ્રતિ કલાક સેટ કરી રાખી હોય તો તમારી સામે કોઈ ગાડી આવતી હોય અને સાપેક્ષ સ્પીડ ઓછી હોય તો તરત જ તે ગાડીની સ્પીડને ઓછી કરી દેશે, પરંતુ એક્સિડન્ટ થતા પહેલાં તેને રોકી પણ દેશે.
ગાડીની આ નવી ટેક્નોલોજીને જાણી લીધા પછી તમે તમારી નવી ગાડી ખરીદવાનો પ્લાન કરી શકો છો. તમે કારને પણ સ્કૂટરની જેમ પગથી રોકવાનો, સાડીના કલર સાથે મેચિંગમાં ગાડીનો રંગ બદલવાનો અથવા પુરુષોના તાકી રહેવા પર તેમને કરંટ લગાવવાની ટેક્નિકની રાહ જેાઈ રહ્યા હોય તો અફસોસ, તેના માટે તમારે હજી વધારે રાહ જેાવી પડશે.
– પૂર્ણિમા અતુલ ગોયલ.

વધુ વાંચવા કિલક કરો....