અંધશ્રદ્ધાની હદ કોને કહે છે, તેનું ઉદાહરણ છે એ જાહેરાત જેનાથી છેતરાઈને સારું એવું ભણેલાગણેલા લોકો પણ આવી જાય છે. સાસરીમાં કોઈ તકલીફ અથવા દુખોથી મુક્તિ મેળવવા માટે અજમાવો આ ઉપાય - ‘‘કોઈ સૌભાગ્યવતી બહેનને સાસરીમાં કોઈ તકલીફ હોય તો શુક્લ પક્ષની તૃતીયાના રોજ ઉપવાસ રાખો. ઉપવાસ એટલે એક વાર મીઠા વિનાનું ભોજન કરીને ઉપવાસ રાખો. ભોજનમાં દાળભાત, શાક અને રોટલી ન ખાઓ, પરંતુ માત્ર દૂધરોટલી ખાઓ. શુક્લ પક્ષની તૃતીયાએ, અમાસથી પૂનમ સુધી શુક્લપક્ષમાં જે તૃતીયા આવે છે ત્યારે આ રીતે ઉપવાસ રાખો. જે કોઈ બહેનથી આ વ્રત પૂરું વર્ષ થઈ શકતું ન હોય તો માત્ર માઘ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા, વૈશાખ શુક્લ તૃતીયા અને ભાદરવા માસની શુક્લ તૃતીયાએ કરો. લાભ જરૂર મળશે.
‘‘જેા કોઈ સુહાગન બહેનને કોઈ તકલીફ હોય તો આ વ્રત જરૂર કરો. તે દિવસે ગાયને ચંદનથી તિલક કરો. કુમકુમનું તિલક પોતાને પણ કરો. તે દિવસે ગાયને રોટલી અને ગોળ ખવડાવો.’’
વિચારવાલાયક વાત એ છે કે કોઈ પણ મહિલાને તેની સાસરીમાં પ્રેમ અને સન્માન તેના પોતાના કર્મોથી મળશે કે પછી ટોણાંટુચકા કે વ્રતઉપવાસથી. જેા તે પૂરા પરિવારનું ધ્યાન રાખે, પોતાના પતિની ભાવનાને માન આપતી હોય, સાસુથી લઈને બીજા પરિવારજનો સાથે પ્રેમાળ સંબંધ રાખતી હોય તો સ્પષ્ટ છે કે સાસરીના લોકો પણ તેને પ્રેમ અને માનસન્માન આપશે. આ સંબંધ પરસ્પરના હોય છે. તમે જેટલો પ્રેમ બીજા પર લૂંટાવશો, તેટલો જ પ્રેમ બીજા પણ તમારી પર લૂંટાવશે અને તમારી કાળજી લેશે. હવે બીજી એક જાહેરાતમાં તથાકથિત મહાન ધર્મગુરુ અને જ્યોતિષી પાસેથી જાણીએ કે એક છોકરીને પોતાની સાસરીમાં તકલીફ થાય છે કેમ?
જ્યોતિષ અનુસાર કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પક્ષમાં ન હોવા પર છોકરીએ સાસરીમાં વારંવાર અપમાનિત થવું પડે છે. અહીં જાણીએ કે ગ્રહો વિશે જે પરેશાનીનું કારણ બને છે, સાથે તેમના પ્રભાવથી બચવાની રીત વિશે પણ જાણીએ :
મંગળ : મંગળને ક્રોધી ગ્રહ માનવામાં આવે છે. વાદવિવાદ, ઝઘડા અને ગુસ્સાનો કારક મંગળને માનવામાં આવે છે. મંગળની અશુભ સ્થિતિ જીવનમાં અમંગળનું કારણ બનતી હોય છે. જેા કોઈ છોકરીની કુંડળીમાં મંગળની અશુભ સ્થિતિ હોય તો તેને જીવનમાં ઘણા બધા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે.
ઉપાય : મંગળની અશુભ સ્થિતિને શુભ બનાવવા માટે મંગળવારે હનુમાનની પૂજા કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. જેા સંભવ હોય તો દર મંગળવારે સુંદર કાંડનો પાઠ કરો. લાલ મસૂરની દાળ, ગોળ વગેરેનું દાન કરો.
શનિ : જેા શનિ શુભ સ્થિતિમાં હોય તો જિંદગી સજાવી દે છે, પરંતુ શનિની અશુભ જિંદગીને બરબાદ કરી નાખે છે. જેા કોઈ છોકરીની કુંડળીમાં શનિની સ્થિતિ ઠીક ન હોય તો સાસરીમાં તેની સાથે સારો વ્યવહાર નથી થતો અને તેને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ઉપાય : દર શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો. શનિવારના દિવસે કાળા તલ, સરસવનું તેલ, કાળી દાળ, કાળા વસ્ત્ર વગેરેનું દાન કરો. સાથે શનિ ચાલીસાનું પઠન કરો.
રાહુ અને કેતુ : રાહુ અને કેતુ બંને ગ્રહોને પાપના ગ્રહોની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જ્યારે તે અશુભ હોય છે ત્યારે તે માનસિક તાણનું કારણ બને છે, સાથે ઘણી વાર વ્યક્તિને કારણ વિના કલંકિત થવું પડે છે. રાહુને સાસરીનો કારક માનવામાં આવે છે. આ સ્થિતિમાં કોઈ છોકરીની કુંડળીમાં રાહુ અને કેતુની અશુભ સ્થિતિ લગ્ન પછી તેના જીવનને પૂરી રીતે પ્રભાવિત કરે છે.
ઉપાય : રાહુને શાંત રાખવા માટે માથા પર ચંદનનું તિલક લગાવો. મહાદેવનું પૂજન કરો અને ઘરમાં ચાંદીનો નક્કર હાથી રાખો જ્યારે કેતુને શાંત રાખવા માટે ભગવાન ગણેશની પૂજા કરો. કાબરચિતરા કૂતરા અથવા ગાયને રોટલી ખવડાવો.
જરા વિચારો, જે ગ્રહનક્ષત્ર તમારી જિંદગીને ચલાવી રહ્યા હોય તો પછી ગ્રહોને શાંત કરવા સિવાય જિંદગીમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. તમે હાથ પર હાથ મૂકીને બેસી રહો અને ગ્રહનક્ષત્રોની સ્થિતિને ઠીક કરવાના ઉપાય શોધતા રહો. જરા વિચારો, શું આ રીતે જિંદગી ચાલી શકે છે? શું તમારી ફરજેાને નિભાવવાની જરૂર પૂરી થઈ જાય છે?
બાબાઓ પાસે માત્ર સાસરીની સમસ્યાઓ જ નહીં, પરંતુ જિંદગી સાથે જેાડાયેલા તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવાના ઉપાય છે. આવો જાણીએ તેમના દ્વારા સૂચવવામાં આવતા આવા જ કેટલાક ઉપાય વિશે :

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....