અંધશ્રદ્ધાની હદ કોને કહે છે, તેનું ઉદાહરણ છે એ જાહેરાત જેનાથી છેતરાઈને સારું એવું ભણેલાગણેલા લોકો પણ આવી જાય છે. સાસરીમાં કોઈ તકલીફ અથવા દુખોથી મુક્તિ મેળવવા માટે અજમાવો આ ઉપાય – ‘‘કોઈ સૌભાગ્યવતી બહેનને સાસરીમાં કોઈ તકલીફ હોય તો શુક્લ પક્ષની તૃતીયાના રોજ ઉપવાસ રાખો. ઉપવાસ એટલે એક વાર મીઠા વિનાનું ભોજન કરીને ઉપવાસ રાખો. ભોજનમાં દાળભાત, શાક અને રોટલી ન ખાઓ, પરંતુ માત્ર દૂધરોટલી ખાઓ. શુક્લ પક્ષની તૃતીયાએ, અમાસથી પૂનમ સુધી શુક્લપક્ષમાં જે તૃતીયા આવે છે ત્યારે આ રીતે ઉપવાસ રાખો. જે કોઈ બહેનથી આ વ્રત પૂરું વર્ષ થઈ શકતું ન હોય તો માત્ર માઘ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા, વૈશાખ શુક્લ તૃતીયા અને ભાદરવા માસની શુક્લ તૃતીયાએ કરો. લાભ જરૂર મળશે.
‘‘જેા કોઈ સુહાગન બહેનને કોઈ તકલીફ હોય તો આ વ્રત જરૂર કરો. તે દિવસે ગાયને ચંદનથી તિલક કરો. કુમકુમનું તિલક પોતાને પણ કરો. તે દિવસે ગાયને રોટલી અને ગોળ ખવડાવો.’’
વિચારવાલાયક વાત એ છે કે કોઈ પણ મહિલાને તેની સાસરીમાં પ્રેમ અને સન્માન તેના પોતાના કર્મોથી મળશે કે પછી ટોણાંટુચકા કે વ્રતઉપવાસથી. જેા તે પૂરા પરિવારનું ધ્યાન રાખે, પોતાના પતિની ભાવનાને માન આપતી હોય, સાસુથી લઈને બીજા પરિવારજનો સાથે પ્રેમાળ સંબંધ રાખતી હોય તો સ્પષ્ટ છે કે સાસરીના લોકો પણ તેને પ્રેમ અને માનસન્માન આપશે. આ સંબંધ પરસ્પરના હોય છે. તમે જેટલો પ્રેમ બીજા પર લૂંટાવશો, તેટલો જ પ્રેમ બીજા પણ તમારી પર લૂંટાવશે અને તમારી કાળજી લેશે. હવે બીજી એક જાહેરાતમાં તથાકથિત મહાન ધર્મગુરુ અને જ્યોતિષી પાસેથી જાણીએ કે એક છોકરીને પોતાની સાસરીમાં તકલીફ થાય છે કેમ?
જ્યોતિષ અનુસાર કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પક્ષમાં ન હોવા પર છોકરીએ સાસરીમાં વારંવાર અપમાનિત થવું પડે છે. અહીં જાણીએ કે ગ્રહો વિશે જે પરેશાનીનું કારણ બને છે, સાથે તેમના પ્રભાવથી બચવાની રીત વિશે પણ જાણીએ :
મંગળ : મંગળને ક્રોધી ગ્રહ માનવામાં આવે છે. વાદવિવાદ, ઝઘડા અને ગુસ્સાનો કારક મંગળને માનવામાં આવે છે. મંગળની અશુભ સ્થિતિ જીવનમાં અમંગળનું કારણ બનતી હોય છે. જેા કોઈ છોકરીની કુંડળીમાં મંગળની અશુભ સ્થિતિ હોય તો તેને જીવનમાં ઘણા બધા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે.
ઉપાય : મંગળની અશુભ સ્થિતિને શુભ બનાવવા માટે મંગળવારે હનુમાનની પૂજા કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. જેા સંભવ હોય તો દર મંગળવારે સુંદર કાંડનો પાઠ કરો. લાલ મસૂરની દાળ, ગોળ વગેરેનું દાન કરો.
શનિ : જેા શનિ શુભ સ્થિતિમાં હોય તો જિંદગી સજાવી દે છે, પરંતુ શનિની અશુભ જિંદગીને બરબાદ કરી નાખે છે. જેા કોઈ છોકરીની કુંડળીમાં શનિની સ્થિતિ ઠીક ન હોય તો સાસરીમાં તેની સાથે સારો વ્યવહાર નથી થતો અને તેને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ઉપાય : દર શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો. શનિવારના દિવસે કાળા તલ, સરસવનું તેલ, કાળી દાળ, કાળા વસ્ત્ર વગેરેનું દાન કરો. સાથે શનિ ચાલીસાનું પઠન કરો.
રાહુ અને કેતુ : રાહુ અને કેતુ બંને ગ્રહોને પાપના ગ્રહોની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જ્યારે તે અશુભ હોય છે ત્યારે તે માનસિક તાણનું કારણ બને છે, સાથે ઘણી વાર વ્યક્તિને કારણ વિના કલંકિત થવું પડે છે. રાહુને સાસરીનો કારક માનવામાં આવે છે. આ સ્થિતિમાં કોઈ છોકરીની કુંડળીમાં રાહુ અને કેતુની અશુભ સ્થિતિ લગ્ન પછી તેના જીવનને પૂરી રીતે પ્રભાવિત કરે છે.
ઉપાય : રાહુને શાંત રાખવા માટે માથા પર ચંદનનું તિલક લગાવો. મહાદેવનું પૂજન કરો અને ઘરમાં ચાંદીનો નક્કર હાથી રાખો જ્યારે કેતુને શાંત રાખવા માટે ભગવાન ગણેશની પૂજા કરો. કાબરચિતરા કૂતરા અથવા ગાયને રોટલી ખવડાવો.
જરા વિચારો, જે ગ્રહનક્ષત્ર તમારી જિંદગીને ચલાવી રહ્યા હોય તો પછી ગ્રહોને શાંત કરવા સિવાય જિંદગીમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. તમે હાથ પર હાથ મૂકીને બેસી રહો અને ગ્રહનક્ષત્રોની સ્થિતિને ઠીક કરવાના ઉપાય શોધતા રહો. જરા વિચારો, શું આ રીતે જિંદગી ચાલી શકે છે? શું તમારી ફરજેાને નિભાવવાની જરૂર પૂરી થઈ જાય છે?
બાબાઓ પાસે માત્ર સાસરીની સમસ્યાઓ જ નહીં, પરંતુ જિંદગી સાથે જેાડાયેલા તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવાના ઉપાય છે. આવો જાણીએ તેમના દ્વારા સૂચવવામાં આવતા આવા જ કેટલાક ઉપાય વિશે :

તાણ મુક્તિ માટે
તાણથી મુક્તિ મેળવવા માટે દૂધ અને પાણી મિક્સ કરીને એક વાસણમાં ભરો અને ઊંઘતી વખતે તેને તમારી પથારીના માથાના ભાગ બાજુ મૂકો અને બીજા દિવસે સવારે ઊઠીને તેને બાવળના ઝાડના મૂળમાં ચઢાવો. આમ કરવાથી તમે માનસિક રીતે સ્વસ્થતા અનુભવશો તેમજ તાણમુક્ત પણ રહેશો.

શનિ દોષોને દૂર કરવા માટે
શનિવારના રોજ એક કાંસાના વાટકામાં સરસવનું તેલ અને એક સિક્કો નાખીને તેમાં તમારો પડછાયો જુઓ અને તેલ માંગનારને આપી દો અથવા કોઈ શનિ મંદિરમાં શનિવારના દિવસે વાટકા સહિત તેલ મૂકીને આવો. આ ઉપાય તમે ઓછામાં ઓછા ૫ શનિવાર કરશો તો તમારી શનિની પીડા શાંત થશે અને શનિની કૃપા વરસવાની શરૂ થશે.

અચાનક આવી પડેલા કષ્ટ દૂર કરવા માટે
એક પાણીવાળું નાળિયેર લઈને જે વ્યક્તિ પર સંકટ હોય તેના પરથી ૨૧ વાર ગોળ ફેરવો. ત્યાર પછી આ નાળિયેરને કોઈ દેવસ્થાન પર જઈને અગ્નિમાં મૂકી દો. આમ કરવાથી તે વ્યક્તિ પરથી સંકટ દૂર થશે. આ ઉપાય મંગળવાર અથવા શનિવારના રોજ કરવા જેાઈએ. સતત ૫ શનિવાર આવું કરવાથી જીવનમાં અચાનક આવી પડેલા સંકટથી મુક્તિ મળી જાય છે.
આજે દેશને આઝાદ થયે ૭૫ વર્ષ વીતી ગયા છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે. આજે આપણી લાઈફસ્ટાઈલ પણ ખૂબ બદલાઈ ગઈ છે, પરંતુ આ બધું છતાં વિડંબણા એ છે કે સમાજમાં આજે પણ અંધશ્રદ્ધા ફેલાયેલી છે. દેશના મોટાભાગમાં આજે પણ ઝાડફૂંક, તંત્રમંત્ર, ભૂતપ્રેત, ઓઝા તાંત્રિક, જ્યોતિષ વગેરે પર લોકો વિશ્વાસ કરે છે અને આ બધાનો લાભ ઉઠાવીને ઓઝા, તાંત્રિક, જ્યોતિષી વગેરેનો છેતરપિંડીનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. આજે પણ બાબામાતાજી, ઝાડફૂંક તથા તંત્રમંત્રની મદદથી કોઈ પણ બીમારી અથવા માનવીય સમસ્યાનું સમાધાન કરવાના દાવા કરવામાં આવે છે.
૨૧ મા દાયકાના વર્તમાન સમયગાળામાં પણ ઝારખંડ સહિત દેશના ઘણા બધા રાજ્યમાં જેાવા મળતી ડાકણ પ્રથા તથા ડાકણ જાહેર કરીને મહિલાની હત્યાની ઘટના ચિંતા પેદા કરનારી છે. તેના મૂળ એક તરફ ઓઝા, તાંત્રિક, જ્યોતિષ, ભૂવા વગેરે સુધી જાય છે, જ્યારે બીજી બાજુ સમાજમાં પ્રવર્તતી પુરુષપ્રધાન માનસિકતા પણ તેની સાથે જેાડાયેલી છે. આ વાત પર સ્થિતિ એ છે કે સમાજમાં અંધશ્રદ્ધા, કુરીતિ, લૂંટ તથા પાખંડ ફેલાવતા અને તેને પ્રોત્સાહન આપતા લોકો મોટાભાગે કાયદાની પકડમાં આવતા બચી જાય છે અથવા પકડમાં આવી ગયા પછી પણ સરળતાથી છૂટી જાય છે.

અંધશ્રદ્ધાનો સંસાર કેવો છે
જીવનને નકારાત્મક દિશામાં વાળે છે : મોટાભાગે ધર્મગુરુ પોતાની તથાકથિત વિદ્યાના માધ્યમથી લોકોને ભયભીત કરતા હોય છે. લોકોનું જીવન આળસુ અને દુષ્કર બની જાય છે. આ નુકસાનના ઘણા પાસા છે જેમાંથી એક પાસું છે તે પોતાનાથી વધારે જ્યોતિષી, તાંત્રિક અને બાબા પર વિશ્વાસ કરવા લાગે છે. ગ્રહનક્ષત્રોથી ડરીને તેમની પણ પૂજા અથવા પ્રાર્થના કરવા લાગે છે. તે પોતાના દરેક કાર્યો લગ્ન, મુહૂર્ત અથવા તિથિ જેાઈને કરે છે અને તે કાર્ય સફળ થવા અથવા ન થવા વિશે શંકાથી ભરેલા રહે છે. જીવનભર અંધશ્રદ્ધાભર્યા કાર્યોમાં અટવાયેલા રહે છે. આ સ્થિતિમાં તેમનો વર્તમાન, વાસ્તવિક જીવન અને તકો હાથથી છૂટી જાય છે. આવી વ્યક્તિ જીવનભર અનિર્ણિત સ્થિતિમાં રહે છે, કારણ કે નિર્ણય લેવાની તાકાત એ લોકોમાં હોય છે જે પોતાની માનસિકતા, જાણકારીનો ઉપયોગ સાચા ખોટાને સમજવામાં કરી શકે છે.

મનુષ્યને ડરપોક બનાવે છે : બાબા, તાંત્રિક અને જ્યોતિષી લોકોને સમજાવતા હોય છે કે જીવનમાં જે પણ થાય છે તે બધું ગ્રહનક્ષત્રો અથવા અદશ્ય શક્તિની અસર છે. લોકોને ઉદાહરણ પણ આપવામાં આવે છે કે સ્વયં રામ પણ આ ગ્રહનક્ષત્રોના ચક્કરથી બચી શક્યા નહોતા. રામને વનવાસ થયો તે ગ્રહોના લીધે જ. હકીકતમાં જ્યોતિષ તે ગ્રહનક્ષત્રો દ્વારા લોકોને ડરાવનાર જ્ઞાન છે, જેનું આજના આધુનિક અને તર્કશીલ સમાજમાં કોઈ સ્થાન ન હોવું જેાઈએ. આ જ રીતે અંધશ્રદ્ધાથી ભરેલા અનુભાનો અને વિધિ પણ તમને ડરાવવાનું અને ભ્રમિત કરવાનું એક માધ્યમ છે. દાયકા પહેલાં અંધકાર યુગમાં વ્યક્તિ ઋતુઓ અને કુદરતથી ડરતો હતો. બસ આ જ ડરે એક તરફ જ્યોતિષને જન્મ આપ્યો તો બીજી તરફ ધર્મને. જે લોકોએ વીજળીના કડાકા અથવા પડવાને વીજળી દેવ માની લીધા તેઓ ધર્મની રચના કરી રહ્યા હતા અને જેમણે વીજળીને વીજળી માની તેઓ જ્યોતિષના એક ભાગ ખગોળ વિજ્ઞાનને બનાવી રહ્યા હતા.
આજે આવી અંધશ્રદ્ધાને વેપારનું રૂપ આપીને પૈસા કમાવાનું માધ્યમ બનાવી લેવામાં આવી છે. ધર્મ અને જ્યોતિષ પરના વિશ્વાસના નામે કરવામાં આવતા આ વેપારથી બધા પરિચિત છે. ટીવી ચેનલોમાં ઘણા બધા જ્યોતિષી જાતજાતની ઉટપટાંગ વાત કરીને સમાજમાં ડર અને પ્રેમ પેદા કરે છે. સ્થાનિક જનતા પોતાના વિસ્તારના આવા બાબા, તાંત્રિક કે ઓઝા વગેરેના પ્રભાવમાં રહે છે. જાહેર દીવાલ સુધ્ધા પર આવા બાબા, જ્યોતિષોની જાહેરાતો લખેલી જેાવા મળે છે. આવા પંડિતમૌલવી પોતાના નિયમો અને સંસ્કારોમાં મહદ્અંશે મધ્યમવર્ગીય પરિવારને જકડી રાખે છે.
જેાકે વડીલોવૃદ્ધો પણ પરિવારના લોકોને આવી અંધશ્રદ્ધાને માનવા દબાણ કરે છે. દરેક સમાજ પોતાની સારી વાતો સાથે બદી, સંસ્કારો સાથે કુરિવાજેા અને તર્કની સાથે અંધશ્રદ્ધાને પોતાની આગળની પેઢીમાં હસ્તાંતરિત કરતો હોય છે. અંધશ્રદ્ધાની કોઈ તર્કસંગત વ્યાખ્યા નથી હોતી અને તે પરિવાર તથા સમાજમાં કોઈ મજબૂત પ્રમાણ કે પુરાવા વિના પણ સર્વમાન્ય બની જાય છે. આજે ટેક્નોલોજીના યુગમાં પણ આવી અંધશ્રદ્ધા લોકોના મગજમાં ઘર કરી ગઈ છે. શિક્ષિત અને અશિક્ષિત એમ બંને પ્રકારના પરિવારમાં અંધશ્રદ્ધા પ્રત્યેની માન્યતા જેાવા મળે છે.

ઢોંગી બાબાની દુકાનો
આ બધી માન્યતાનું બાળકો પણ પ્રશ્ન વિના પૂછે પાલન કરે તેવી આશા રાખવામાં આવે છે અને જેા તેઓ કોઈ પ્રશ્ન કરે તો પરિવાર અને સમાજ તેમની પર બળજબરીપૂર્વક આ માન્યતા અને અંધશ્રદ્ધાને અનુસરવાની ફરજ પાડતા હોય છે. આ અંધશ્રદ્ધા અને ધર્મના ડરના સહારે ઢોંગી બાબાની દુકાનો ચાલતી હોય છે આજે પણ આપણા સમાજમાં આ જ અંધશ્રદ્ધાને અનેક લોકો માને છે. બિલાડી આડી ઊતરતા ઊભા રહેવું, છીંક પર કામ નિષ્ફળ જવું, ઘુવડ અથવા કાગડાનું છત પર બેસવાને અશુભ માનવું, ડાબી આંખ ફરકવાને અશુભ સમજવું, નદીમાં સિક્કો ફેંકવો જેવી ઘણી બધી માન્યતા આજે પણ સમાજમાં પ્રચલિત છે અને તેનો શિકાર અભણ લોકો સાથે ભણેલગણેલા બનતા હોય છે.
૩૨ વર્ષની શિપ્રા જણાવે છે કે તેની એક સાહેલી નિભા દિલ્લીમાં રહેતી હતી. તેણે ઘણા વર્ષો સુધી આઈએએસની તૈયારી કરી. પછી ઘણી વાર પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળી ત્યારે તેની માએ કોઈ વસ્તુના જાણકાર પાસેથી સલાહ લીધી. આ જાણકારે તેમને જણાવ્યું કે તમારી દીકરીના સ્ટડી રૂમની બારી યોગ્ય દિશામાં નથી ખૂલતી. તેથી અથવા બારીની જગ્યા બદલી નાખો કે પછી તેને હંમેશાં માટે બંધ રાખો, ખોલવાનું બંધ કરો.
નિભાએ બીજેા ઉપાય અજમાવ્યો અને બારીને ખોલવાનું બંધ કરી દીધું. તેમ છતાં સફળતા ન મળી ત્યારે કોઈ બાબાએ સલાહ આપી કે ઘરની સામે લીંબુનું ઝાડ ન હોવું જેાઈએ, તે કાંટાવાળું ઝાડ છે, તેથી તેને કાઢી નાખવું જેાઈએ. તરત નિભાની માએ તે ઝાડને કપાવી નાખ્યું.
આ બધું કરવા છતાં નિભાને સફળતા ન મળી ત્યારે તેની મા તેને બાબા પાસે લઈ ગઈ અને બાબાએ તેને ઘણા બધા પ્રકારના વ્રત અને વિધિ કરાવ્યા, જેનું પરિણામ એ આવ્યું કે થોડા સમયમાં તે બીમાર પડી ગઈ. આવા હજારો ઉદાહરણ આપણે રોજબરોજની જિંદગીમાં જેાઈએ છીએ, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પ્રકારની અંધશ્રદ્ધાને ન માત્ર અભણ તથા ગ્રામીણ લોકો માને છે, પરંતુ ભણેલાગણેલા શિક્ષિત યુવા તથા શિક્ષિત લોકો પણ ખૂબ શ્રદ્ધાથી માનતા હોય છે.

શાંતિ અને પૈસાની બરબાદી
થોડાં વર્ષ પહેલાં દિલ્લીમાં એક પરિવારના ૧૧ લોકોએ અંધશ્રદ્ધામાં ફસાઈને બાબાઓના ચક્કરમાં આવીને મોક્ષ મેળવવા સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. જેાકે આ એકમાત્ર કિસ્સો નથી, આવા ઘણા બધા ઉદાહરણ અવારનવાર જેાવા મળે છે જેમાં લોકો અંધશ્રદ્ધામાં ફસાઈને પોતાના પરિવારને બરબાદ કરે છે સાથે પોતાના પ્રિયજનોને પણ ગુમાવી દે છે.
અંધશ્રદ્ધાના ચક્કરમાં પડીને બાળકોના બલિ સુધ્ધા ચઢાવી દેવામાં આવે છે. આજે પણ લોકો મુશ્કેલી આવી પડતા વિજ્ઞાન કે ટેક્નોલોજી કરતા વધારે વિશ્વાસ અંધશ્રદ્ધા અને બાબાઓ પર કરતા હોય છે અને તેમની જાળમાં ફસાઈને પોતાની પાસેના થોડા ઘણા પૈસા અને શાંતિ ગુમાવી દે છે.
દેશમાં કેટલાય ઠગબાબા અવારનવાર પાખંડ કરતા પકડાય છે. ઘણા બધાની હકીકત સામે આવે છે. તેમ છતાં આવા બાબાઓના ભક્તોની સંખ્યામાં ઘટાડો ન થવો એ વાત જાહેર કરે છે કે લોકોની માનસિકતાના સ્તરમાં કોઈ ફરક નથી પડતો. હકીકતમાં આવા ઢોંગીઓને મીડિયાનો સહયોગ પ્રાપ્ત હોય છે. છાપા અને ચેનલોમાં તાંત્રિકો, બાબાની અનેક જાહેરાત આવતી હોય છે. ઝઘડાકંકાસને દૂર કરવાના તાવીજ તથા લોકેટથી લઈને ઘરેલુ કંકાસને દૂર કરવા, સાસરીમાં માનસન્માન પ્રાપ્ત કરવા, મનગમતો પ્રેમ મેળવવા અને સારી નોકરી અપાવવાના ખોટા દાવા કરીને આ ઠગો લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને તેમની પાસેથી પૈસા પડાવતા હોય છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમસ્યા હોય તેનું સમાધાન આવા ઢોંગી બાબા પાસે હોય છે.
લોકોનો વિશ્વાસ જીતવા માટે આવા ઢોંગી લોકો પાસેથી પહેલી મુલાકાતમાં વધારે રૂપિયાની માગણી નથી કરતા. પહેલા મીઠીમીઠી વાતથી તેમને મુશ્કેલીથી મુક્તિ પ્રાપ્ત કરવાના સપના બતાવે છે અને જ્યારે લોકો અંધશ્રદ્ધામાં ધીરેધીરે ફસાવા લાગે છે ત્યારે જુદાજુદા બહાના હેઠળ મોટી રકમ પડાવવાનું શરૂ કરે છે. તેથી અંધશ્રદ્ધાનો આ કારોબાર કોઈ ખર્ચ વિના ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. છેતરપિંડી અને જૂઠના પાયા પર રચાયેલી અંધશ્રદ્ધાની આ દુકાનોમાં સામાન્ય ભોળી જનતાના મનમાં છુપાયેલા ડર અને લાલચનો લાભ ઉઠાવીને ખૂબ નફો કમાઈ લેવામાં આવે છે.

કાયદો શું કહે છે
ચમત્કારથી સારવાર કે ઈલાજ કરવો કાયદાનુસાર અપરાધ છે. ભારતીય કાયદામાં તાવીજ, ગ્રહનક્ષત્ર, તંત્રમંત્ર, ઝાડફૂંક, ચમત્કાર, દૈવી ઔષધી વગેરે દ્વારા કોઈ પણ સમસ્યા અથવા બીમારીથી મુક્તિ અપાવવાનો ખોટો દાવો કરવો અપરાધ છે. તંત્રમંત્ર, ચમત્કારના નામે સામાન્ય જનતાને લૂંટતા જ્યોતિષી, ઓઝા, તાંત્રિક જેવા પાખંડીઓને કાયદાની મદદ લઈને જેલ હવાલે કરી શકય છે. વિડંબણા એ છે કે આજે પણ ઘણા બધા લોકોને કાયદાની યોગ્ય જાણકારી નથી હોતી. અહીં આ વિષયે કેટલીક કાયદાકીય જાણકારી રજૂ કરીએ છીએ :
ઔષધ અને પ્રસાધન અધિનિયમ, ૧૯૪૦ : ઔષધ અને પ્રસાધન અધિનિયમ, ૧૯૪૦ ઔષધી તથા પ્રસાધનોના ઉત્પાદન અને વેચાણને નિયંત્રિત કરે છે. આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ અથવા ફર્મ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા લાઈસંસ વિના ઔષધીનો સ્ટોક, વેચાણ કે વિતરણ નથી કરી શકતા. ગ્રાહકને વેચવામાં આવેલા પ્રત્યેક દવાનો કેશ મેમો આપવો કાયદા અનુસાર અનિવાર્ય છે. આ કાયદા મુજબ લાઈસંસ વિના દવાઓના ઉત્પાદન અને વેચાણને અપરાધ માનવામાં આવશે.
ઔષધી અને ચમત્કારી (આક્ષેપણીય જાહેરાત) અધિનિયમ, ૧૯૫૪ : ઔષધી અને ચમત્કારિક ઉપચાર (આક્ષેપણીય જાહેરાત) અધિનિયિમ, ૧૯૫૪ અંતર્ગત તંત્રમંત્ર, મંત્રેલા દોરા, તાવીજ વગેરેનો ઉપયોગ, ચમત્કારિક રૂપે રોગોની સારવાર અથવા નિદાન વગેરેના દાવા કરતી જાહેરાત પ્રતિબંધિત છે. આ કાયદા અનુસાર એવી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ભ્રમિત કરતી જાહેરાતો દંડનીય અપરાધ છે, જેના પ્રકાશન માટે જાહેરાત પ્રકાશિત તથા પ્રસારિત કરનાર વ્યક્તિ ઉપરાંત છાપા કે મેગેઝિન વગેરેના પ્રકાશક તથા મુદ્રકને પણ દોષી માનવામાં આવે છે. આ કાયદા અનુસાર પહેલી વારના અપરાધ પર ૬ માસની જેલ અથવા દંડ કે પછી બંને સરકારને દંડિત કરવાની જેાગવાઈ છે, જ્યારે ફરીથી કરવા પર ૧ વર્ષની જેલ અથવા દંડ કે પછી બંનેથી દંડિત કરવાની જેાગવાઈ છે.
ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬ : ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬ અંતર્ગત કોઈ વ્યક્તિ જે પોતાના ઉપયોગ માટે કોઈ પણ સામાન અથવા સેવા ખરીદે તે ઉપભોક્તા એટલે કે ગ્રાહક છે, જ્યારે તમે કોઈ જ્યોતિષી, તાંત્રિક અથવા બાબા પાસેથી કોઈ તાવીજ અથવા મંત્રેલો દોરો કે ગ્રહનક્ષત્રના નંગ કે વીંટી ખરીદો ત્યારે તેનાથી તમને કોઈ લાભ ન મળે તો તમે એક ગ્રાહક તરીકે વિક્રેતા કે વેચનાર જ્યોતિષી, તાંત્રિક અથવા બાબા વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ દાખલ કરાવી શકો છો. તદુપરાંત જે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરીને જીવન તથા સુરક્ષા પર જેાખમ પેદા કરે તેવો સામાન જનતાને વેચતું હોય તો તેની પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો.
ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૨૦ : ભારતીય ફોજધારી ધારાની કલમ ૪૨૦ માં કોઈ પણ વ્યક્તિને કપટપૂર્વક અથવા છેતરીને આર્થિક, શારીરિક, માનસિક, સંપત્તિ અથવા ખ્યાતિ સંબંધિત નુકસાન પહોંચાડવું સામેલ છે. આ એક સજાપાત્ર ગુનો છે. આ કાયદા અંતર્ગત ૭ વર્ષ સુધીની જેલની સજાની જેાગવાઈ છે. ધર્મ, આસ્થા અથવા ઈશ્વરના નામે કેટલાક પાખંડી અંધશ્રદ્ધાના કીચડમાં ડૂબેલા લોકોને છેતરીને લૂંટતા હોય છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....