વાર્તા – મોહિની ગુલિયાની

લગ્ન પહેલાં લગભગ દરેક છોકરી ભાવિ જીવન વિશે કેટલાક સપનાં જેાતી હોય છે. આ સપનામાં દુખ નામમાત્રનું નથી હોતું. હું પણ આવી છોકરીઓમાંની એક હતી.
લગ્ન પહેલાં જ્યારે મેં આ સપનાં જેાયા ત્યારે તેમાંનું એક સપનું મને વારંવાર આવતું અને તે હતું મારા ભાવિ પતિ પાસે એક એસયૂવીનું હોવું, જેમાં ૭ વ્યક્તિ બેસી શકે. આ સપનું જેાતી વખતે આંખ સામે એ ફિલ્મી દશ્ય આવી જતા હતા, જેમાં હીરો, હીરોઈન તથા ૨ છોકરા અને ૩ છોકરી એક કારમાં મસ્તી કરતા અથવા ગાતા જઈ રહ્યા હોય છે અથવા હીરોઈન સ્વયં કાર ચલાવી રહી હોય છે. મારા મનમાં એક ખૂણામાં સ્વયં કાર ચલાવવાની ઈચ્છા પણ દબાયેલી હતી.
સંજેાગથી જે વ્યક્તિ સાથે મારો સંબંધ નક્કી થયો હતો તેની આવક સારી હતી. મારી મોટી બહેને ખુશી સાથે કહ્યું હતું, ‘‘હવે મારી બહેન ઘરેણાંથી લદાઈ જશે.’’
સાંભળીને મેં મનમાં કહ્યું કે કેવી વાતો કરે છે. ઘરેણાં લાદી દેવાથી શો લાભ. એમ કેમ નથી કહેતી કે તું એસયૂવીમાં ફરીશ.
લગ્ન પછી પહેલી રાત્રે પતિએ ખૂબ ઉત્સાહથી જણાવ્યું કે તેમણે બુક કરાવેલી મારૂતિની આ-૧૦ કાર ટૂંક સમયમાં ઘરે આવી જશે. આ સાંભળીને મારો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો અને સપના તૂટવા લાગ્યા.
હું દરેક સમયે એમ જ વિચારતી રહેતી હતી કે કઈ કાર લેવી સારી રહેશે, કયો રંગ સારો લાગશે વગેરેવગેરે. જ્યારે પણ કોઈ મહિલાને હું એસયૂવી ચલાવતા જેાઉં છું ત્યારે હું તેને ખૂબ સ્માર્ટ માનવા લાગું છું. ક્યારેક કોઈ એવી મહિલાનો પરિચય કરાવવામાં આવતો, જે જૂની ફેશનની અને સીધીસીદી લાગતી ત્યારે હું નાક ચઢાવી લેતી, પરંતુ મને જેવી જાણ થતી કે તે એસયૂવી પણ ચલાવે છે ત્યારે તેના પ્રત્યેના મારા વિચાર તરત બદલાઈ જતા. મને તે ખૂબ બોલ્ડ, આધુનિક તથા સ્માર્ટ દેખાતી હતી. પછી હું વિચારવા લાગતી કે એ દિવસ ક્યારે આવશે જ્યારે હું પણ આવી મહિલાઓની શ્રેણીમાં આવી જઈશ.
એક વાર કોઈ ખાસ જગ્યાએ મારે ટેક્સી કરીને જવું પડ્યું. રસ્તામાં એક છોકરી કાર ચલાવતા જઈ રહી હતી. મને એવું લાગ્યું કે જાણે તે આધુનિક અને સ્વતંત્ર ન હોય અને મને તે બિલકુલ ફૂવડ અને પરવશ સમજી રહી ન હોય. તેને શું ખબર, થોડા સમય પછી હું પણ તેની જેમ કાર ચલાવવાની છું.
આખરે થોડા વર્ષની પ્રતિક્ષા પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે અમે એસયૂવી ખરીદી, પરંતુ ખુશી સાથે મનમાં એક દુખ પણ હતું કે અમારી પૂરી બચત તેમાં ખર્ચાઈ ગઈ હતી, વળી અમારી આઈ-૧૦ ને તો વેચવી પડી. સાથે થોડા રૂપિયા ઉધાર પણ લેવા પડ્યા હતા. જેાકે અમારા વર્ગના બીજા લોકો ખૂબ ખુશ દેખાતા હતા. શું તેમના દિલમાં પણ આવું જ કોઈ દુખ દબાયેલું હતું?
પછી મેં પણ એસયૂવી ચલાવવી શરૂ કરી દીધી. હવે જ્યારે પણ હું ૪ મહિલાઓની વચ્ચે હોઉં છું ત્યારે ગોળ ફેરવીને વાત એ બિંદુ પર લઈ આવું છું કે હું પણ એસયૂવી ચલાવું છું અને બધાને પાછળ રાખી શકું છું. જેાકે હજી સ્ટિયરિંગ વ્હીલ આગળ બેસતા દિલ એટલા જેારથી ધબકતું હતું કે એન્જિનનો અવાજ તેના આગળ ધીમો લાગતો હતો.
એક દિવસ હું મુખ્ય રસ્તા પર એસયૂવી ચલાવી રહી હતી. એક બસ મારી આગળ હતી અને એક પાછળ. મારા હોર્ન વગાડવા પર આગળની બસે ખૂબ શાલીનતાથી મને આગળ જવાનો માર્ગ આપી દીધો અને પાછળની આદરપૂર્વક ધીમી થઈ ગઈ. મેં બાજુમાં બેઠેલા પતિને કહ્યું, ‘‘લોકો બિનજરૂરી દિલ્લીના બસચાલકોને બદનામ કરે છે કે તેઓ બેફામ ગાડી ચલાવે છે. તમે જુઓ ને કેટલા શિષ્ટાચારવાળા ડ્રાઈવર છે.’’

પતિ થી રહેવાયું નહીં અને બોલ્યા, ‘‘દેવી, તમારી કારની બહાર મેં ૨ મોટા ડેન્ટોના નિશાન પડેલા જેાયા છે. આખરે તેમને પણ પોતાનો જીવ અને નોકરી વહાલા છે ને. આ નિશાન તમે ગત અઠવાડિયે પાડ્યા છે. ડેન્ટર પેઈન્ટરે રૂપિયા ૩ હજારનું એસ્ટિમેટ આપ્યું છે. તે લોકો ઠોકાયેલી ગાડીને ઠીક કરીને પહેલા પડેલા ડેન્ટનો ઈંશ્યોરન્સ આપવા ઈચ્છતા નથી. એક વાર હું એકલી ક્યાંક કાર ચલાવીને જઈ રહી હતી. ચોક પર લાલ લાઈટ હતી અને હું સૌથી આગળ હતી. ખબર નહીં કયા વિચારોમાં હતી કે અચાનક પાછળની કારની લાઈનની પૌં પૌં સાંભળીને ચોંકી ગઈ. વાસ્તવમાં લીલી લાઈટ થઈ ગઈ હતી અને મેં ધ્યાન આપ્યું નહોતું. થોડો આગળ ગઈ ત્યાં એક ટેક્સીવાળો ઝડપભેર પાસેથી પસાર થતા ગુસ્સાથી બબડતો નીકળી ગયો કે મેડમ, તુસ્સી સ્કૂટી લે લો.
સવારે બાળકોને સ્કૂલે મૂકવા જતી અને બપોરે તેમને પરત લાવતી ત્યારે વધારે ધ્યાન એ તરફ રહેતું કે કાશ કોઈ ઓળખીતું મળી જાય અને જેાઈ લે કે હું પણ ભારે ભરખમ કાર કેવી ચલાવી લઉં છું. સવારે જતી વખતે કોઈ પાડોશી જેાઈ રહ્યું ન હોય તો લાગે છે કે શું અહીંના લોકો સુસ્ત છે, હજી સુધી પથારીમાં પડ્યા છે.

પેટ્રોલ વધારે મોંઘું થઈ ગયું છે. ક્યાંય પણ જવું હોય તો પહેલા વિચાર એ જ આવે છે કે અંતર કેટલું છે અને કેટલાનું પેટ્રોલ ફૂંકાશે…

એક વાર હરીશ બાબુ સાંજે મળવા આવ્યા ત્યારે બોલ્યા, ‘‘ભાઈસાહેબ, બેવડા અભિનંદન, એક એસયૂવી ખરીદવાની અને બીજી ભાભી કાર ચલાવતા શીખી હતી તેના. આટલી પાવરફુલ ગાડી સંભાળવી સરળ નથી હોતું.’’
‘‘અરે ભાઈ, જલદી ત્રીજા અભિનંદન આપવા પણ આવશો… મારી સાઈકલ ખરીદવાની સ્થિતિ જલદી આવનાર છે, કારણ કે તમારી ભાભી કારને છોડતી નથી.’’
મારો નાનો ભાઈ વિદેશથી આવ્યો ત્યારે બીજા જ દિવસે ખૂબ ઉત્સાહ અને ગર્વભેર પોતાનો મોબાઈલ કેમેરા બતાવતા બોલ્યો, ‘‘દીદી, ચાલો હવે તમારો વીડિયો બનાવી લઉં, પરંતુ તેના માટે તમારે થોડું એક્શનમાં આવવું પડશે.’’
‘‘અરે, અહીં એક્શનની ક્યાં અછત છે.’’ મેં ખૂબ ગર્વથી કહ્યું, ‘‘ચાલો, હું એસયૂવી ચલાવું છું અને તમે વીડિયો બનાવી લેજેા.’’
ભાઈએ આશ્ચર્ય સાથે જેાયું. તે સમયે પોતાની ધુનમાં મસ્ત મેં વિચાર્યું કે મેં કેટલી જલદી એસયૂવી ચલાવતા શીખી લીધું છે, કદાચ તેથી તેમને આશ્ચર્ય થઈ રહ્યું હશે. થોડી વાર પછી મેં એક ભડકીલું ટોપ અને જિન્સ પહેરીને તૈયાર થઈને આંગળી પર ચાવીનો ઝૂમખો ફેરવતી આવી ગઈ ત્યારે બિચારા દિયર માટે માત્ર વીડિયો બનાવવા સિવાય બીજેા કોઈ વિકલ્પ બાકી રહ્યો નહોતો.
ઓહ, આ કારને પણ આજે જ નખરા બતાવવાના હતા. નવી કાર અને ઝટકા ખાઈને ચાલે અને તે પણ વીડિયો બનાવતી વખતે. જવા દો, જેમતેમ કરીને એક સુંદર વળાંક લઈને ધીરેધીરે એસયૂવી, હસતીહસતી, કેમેરાની આગળથી નીકળી ત્યારે એવું લાગ્યું હતું કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું ન હોય અને મારું જૂનું સપનું પણ સાકાર થઈ ગયું ન હોય.
મને પણ એસયૂવી કંટ્રોલ કરતા આવડે છે, તે વાતના પ્રચાર માટે હું સગાંસંબંધીને પણ મળવા માટે જતી હતી. મહિલા ક્લબ જવાનું હોય તો રસ્તામાંથી પોતાની ૬-૭ સાહેલીને લઈ જતી. કોઈ ઘરે મળવા આવતું ત્યારે તેમને મેટ્રો સ્ટેશન સુધી એસયૂવીમાં છોડવા જરૂર જતી.
એક દિવસ પતિદેવે હિસાબ લગાવીને જણાવ્યું કે કારના ડીઝલના ખર્ચના લીધે ઘરનું બજેટ ડગમગવા લાગ્યું છે અને સાંભળ્યું છે કે ડીઝલ હજી વધારે મોંઘું થનાર છે. વાત બિલકુલ ઠીક હતી, પરંતુ મારી સાહેલીઓને ક્યાં ખબર હતી. તેમને ગમે ત્યાં જવું હોય ત્યારે બધી ઔપચારિકતાને બાજુમાં મૂકીને કહી દેતી, ‘‘અરે મનીષા, જતી વખતે અમને પણ લેતી જજે.’’

હવે તો ઈજ્જતનો સવાલ હતો, લઈ જવી પડે. આમ પણ મારી પાસે સૌથી વધારે ગોસિપ રહેતી હતી, કારણ કે જ્યારે મારી પાસે કારની ચાવી હોય તો ૬-૭ નવી જૂની ફ્રેન્ડ્સ પોતાની કાર છોડીને મારી સાથે આવવા તૈયાર થઈ જતી હતી.
૨૦ કિ.મી. દૂર રહેતા એક દૂરના સંબંધીના ત્યાં લગ્ન પર ગઈ ત્યારે તેમણે ફરિયાદ કરી, ‘‘તારી પાસે એસયૂવી છે તેમ છતાં તું કાલે બપોરે મહિલા સંગીત પર ન આવી, કેટલા દુખની વાત છે. અમે વિચારી રહ્યા હતા કે તું પીહૂ (થનાર બ્રાઈડ) ને લહેંગા સહિત એસયૂવીમાં લાવીશ અને તે ખીલી ઊઠશે.’’
જેાકે હવે કારને વધારે સમય ચલાવવાથી પીઠમાં વધારે દુખવા લાગ્યું છે. મુશ્કેલ લાગે છે સવારે બધા કામ છોડીને પૂરી સોસાયટીના બાળકોને સ્કૂલે મૂકવા જાઓ અને આરામના સમયે તેમને પાછા લેવા જાઓ. ડીઝલની મોંઘવારી જેાતા હવે સ્કૂલ બસ ઠીક રહેશે અને મારા માથાનો દુખાવો પણ દૂર થશે, પરંતુ બાળકોને પણ એસયૂવીમાં મજા આવતી હતી, કારણ કે તેમની કેબમાં એરકંડિશનર નહોતું.
મારા માસી મારી પાસે આવ્યા ત્યારે બીમાર પડી ઘણું ખરું ડોક્ટર પાસે જવા માટે મારે એસયૂવીની સાથે હાજર થવું પડતું હતું, કારણ કે તેમની સાથે તેમની આયા અને મારો માસિયાઈ ભાઈ પણ રહેતા હતા અને ભલા હું પણ આ એસયૂવી કેમ શીખી હતી. જેા હું આવા સમયે કોઈની સેવા કરી ન શકી તો પછી મારી પાસે એસયૂવી હોવાનો લાભ શું?

એક દિવસ સવારે પતિદેવે કહ્યું, ‘‘આજે સાંજે કોઈને જલદી મળવા માટે જવાનું છે. ઓફિસની બસમાં આવતા મોડું થશે. તું એસયૂવી લઈને સાંજે મારી ઓફિસે આવી જજે.’’
તેમની ઓફિસ આગળ મારી ગાડી માટે પાર્કિંગની જગ્યા ન મળી અને પૂરી ૨૦ મિનિટ હું આમતેમ ભીડમાં ગાડી ચલાવતી રહી. જેાકે નાની ગાડી સરળતાથી નીકળી રહી હતી અને પાર્ક પણ થઈ રહી હતી. પેટ્રોલ વધારે મોંઘું થઈ ગયું છે. ક્યાંય પણ જવું હોય તો પ્રથમ વિચાર એ જ આવે છે કે અંતર કેટલું છે અને કેટલાનું પેટ્રોલ વપરાશે. શું આટલું જાણવું જરૂરી છે.
થોડી વાર પછી સંબંધી મળવા આવ્યા, પરંતુ ૧-૨ નહીં પૂરા ૪-૫ આવ્યા હતા. જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે મારે કહેવું પડ્યું, ‘‘ચાલો, મેટ્રો સ્ટેશન સુધી હું પણ તમારી સાથે આવું છું. મને પણ થોડું ફરવા મળશે. (પછી ભલે ને બહાર સખત તાપ કેમ ન હોય.)
પરંતુ હવે સ્થિતિ એ છે કે આપણે ખાલી પેટ ચાલી શકીએ છીએ, પરંતુ આ એસયૂવીને તો ખાલી પેટ લાખ ધક્કા મારો, તો પણ ત્યાંની ત્યાં જ રહેશે અને ઘુર્રાતી રહેશે.
ફરી એક દિવસ બપોરના ભોજન પર ૫-૬ મહેમાન આવ્યા. તેમના જવા સુધીમાં હું ખૂબ થાકી ગઈ હતી, પરંતુ બાળકોનો છૂટવાનો સમય થઈ ગયો હતો અને તેમને સ્કૂલેથી લાવવાના હતા. ભરબપોરે હું કાર ચલાવી રહી હતી. ૨-૪ ડેન્ટ પડી જવાથી તેમાં કોઈને કોઈ ખરાબી આવતી રહેતી હતી. પછી મેં વિચાર્યું કે કેટલી સુખી હતી હું, જ્યારે મને એસયૂવી ચલાવતા આવડતું નહોતું. મારી જૂની આઈ -૧૦ સારી હતી. એટલામાં ઝડપથી એક ઉબર બાજુમાંથી પસાર થઈ, જેમાં એક મહિલા બેઠી હતી, તેને જેાઈને લાગ્યું, કેવા મહારાણી જેવા ઠાઠથી પાછળ બેઠી છે. ન કારની ખરાબી, ન ડેન્ટ પડવાનો ડર કે ન પેટ્રોલના કાંટાનું ધ્યાન રાખવાનું. હવે તેને આ મહિલા વધારે આધુનિક, શાંત અને સ્માર્ટ લાગતી હતી.

વધુ વાંચવા કિલક કરો....