વાર્તા – મનમોહન ભાટિયા

મુદિતકોલેજ કેન્ટીનમાં તેના મિત્રો સાથે મસ્તી કરતો બેઠો હતો.
‘‘ચાલો મિત્રો, આજે ફિલ્મ જેાવાનું ખૂબ મન છે. મોલમાં પણ ફરતા આવીશું અને ફિલ્મ પણ જેાઈ લઈશું.’’ રોહને પોતાના મનની વાત કહી.
‘‘આમ પણ ક્લાસ એટેન્ડ કરવાનું મને મન નથી.’’ અનિરુદ્ધે રોહનની વાતને ટેકો આપ્યો.
મુદિતે કંઈક વિચાર્યું અને હા પાડી દીધી, ‘‘ચાલો મિત્રો, પરંતુ એ તો કહે કે ક્યાં જવાનો વિચાર છે?’’
ત્રણે મિત્રો કોલેજમાંથી બહાર આવ્યા અને ઓટોમાં બેસીને ૩-૪ મિનિટમાં સિટી વોક મોલ પહોંચી ગયા.
આમ પણ ત્રણે મિત્રોને સમય પસાર કરવો હતો. એક વાર તો પૂરા મોલમાં ફરી લીધું અને ત્યાર પછી ફૂડ કોર્ટમાં બેસીને લંચ કર્યું.
મોલમાં પીવીઆર હતું, તેથી ત્યાં જ મૂવી જેાવા ગયા. મૂવીના ઈન્ટરવલ દરમિયાન રોહન પોપકોર્ન ખરીદવા ગયો અને મુદિત વોશરૂમ ગયો.
અચાનક તેની નજર પડી તો બાજુમાં તેના પિતા સૂસૂ કરી રહ્યા હતા. બ્રિજેશનું મોં દીવાલ તરફ હતું. જેાકે તેમણે મુદિતને જેાયો નહોતો, પરંતુ મુદિત અહીં તેના પિતાને જેાઈને ગભરાઈ ગયો અને ચુપચાપ પેશાબ કર્યા વિના પોતાની સીટ પર જઈને બેસી ગયો.
મુદિતનું ધ્યાન હવે સિનેમાના સ્ક્રીનની જગ્યાએ તેના પિતા પર હતું. તેઓ ફિલ્મ જેાઈ રહ્યા હતા. મુદિતે વિચાર્યું, પિતાની ઓફિસ તો નેહરુ પ્લેસમાં છે તો પછી અહીં સાકેતમાં શું કરી રહ્યા છે? કદાચ કોઈ ક્લાયંટને મળવા માટે આવ્યા હશે, પરંતુ ફિલ્મ જેાવામાં ૩ કલાક કેમ બગાડે? પોતે કોલેજ સ્ટુડન્ટ છે, કોલેજમાં આવી મોજમસ્તી ચાલ્યા કરે, પરંતુ પિતા પણ ઓફિસ છોડીને મોજમસ્તી કરે છે આ વાતનો વિચાર મુદિતને પહેલા ક્યારેય આવ્યો નહોતો. તેની નજર અંદર આવવા માટેના એન્ટ્રિ ગેટ પર હતી.

આ શું? તેમની સાથે એક મહિલા પણ છે. મહિલાની કમરમાં હાથ નાખીને બ્રિજેશ તેની બાજુની સીટ પર બેસી ગયા.
હવે મુદિતનું પૂરું ધ્યાન ફિલ્મમાં ન રહ્યું. હોલમાં અંધારું હતું અને ફિલ્મ ઈન્ટરવલ પછી શરૂ થઈ ગઈ હતી. તે વિચારવા લાગ્યો કે પિતા આ મહિલા સાથે અહીં શું કરી રહ્યા છે? આ પ્રશ્નએ તેના મગજને ચકરાવે ચડાવ્યું.
ફિલ્મ પૂરી થતા બ્રિજેશ પોતાની મહિલા મિત્ર સાથે આગળ ચાલી રહ્યા હતા. બ્રિજેશનો હાથ મહિલાની કમર પર હતો.
મુદિત વિચારી રહ્યો હતો કે તે ૨૦ નો છે જ્યારે પિતા ૫૦ વટાવી ચૂક્યા છે. શું તેમની આ ઉંમર કોઈને પ્રેમ કરવાની છે. હજી મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, જ્યારે અહીં તો પિતા પ્રેમ કરી રહ્યા છે કોઈને. પછી તે ખૂબ ગુસ્સે થઈ ગયો. મિત્રો રોહન અને અનિરુદ્ધ સાથેનો આગળનો કાર્યક્રમ રદ કરી દીધો અને માલવિયનગર મેટ્રો સ્ટેશનથી ગુરુગ્રામની મેટ્રો પકડી લીધી.
જેાકે મુદિતે પોતાના પિતાથી થોડું અંતર જાળવી રાખ્યું હતું, કારણ કે ક્યાંક તેના પિતા તેને અહીં જેાઈને નારાજ ન થઈ જાય કે ક્લાસ છોડીને ફિલ્મ જેાવા આવ્યો છે. બ્રિજેશ પોતાની મહિલા મિત્ર સાથે એટલા ખોવાયેલા હતા કે તેમને અહેસાસ નહોતો કે તેમની આ હરકતને તેમના દીકરાએ જેાઈ લીધી છે.

ગુરુગ્રામ પોતાના ઘરે પહોંચીને મુદિત પોતાના રૂમમાં પુરાઈ ગયો. પથારીમાં પડતા જ છતનાં પંખાને જેાતા આંખો સામે તેના પિતા અને તેમની સાથેની મહિલાનો ચહેરો ફરી રહ્યો હતો. તેની મા એક સામાન્ય ગૃહિણી હતી. તેમની સરખામણીમાં તે મહિલા યુવાન અને સુંદર હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે તેની મા અને તેને નજરઅંદાજ કરવા લાગે.
મુદિતના પિતાનો એક્સપોર્ટનો સારો એવો બિઝનેસ હતો અને તેમની ઓફિસ નેહરુ પ્લેસમાં હતી. મુદિત વિચારવા લાગ્યો, શું તે મહિલા તેમની ઓફિસમાં કાર્યરત હશે કે પછી બીજું કોઈ ચક્કર હશે?
રાત્રે મોટાભાગે બ્રિજેશ ૧૦ વાગ્યાની આસપાસ આવતા હતા. મુદિતની મા બ્રિજેશના આવવાની રાહ જેાતી બેસી રહેતી.
આજે મુદિત પણ પિતાની રાહ જેાતો બેસી રહ્યો. તેના પિતા રાત્રે ૧૧ વાગે આવ્યા. જેાકે ફોન કરીને તેમણે પહેલાંથી મોડા આવવાનું જણાવી દીધું હતું કે આજે કામ વધારે છે. ક્લાયંટ સાથે મીટિંગ છે અને ડિનર ઓફિસમાં જ કરી લેશે. મુદિતની મા ઊંઘી ગઈ હતી. તેને બ્રિજેશના કાળા કારનામાની જરા પણ જાણ નહોતી.
આજે મુદિતનું ક્લાસ છોડીને જવું જાદૂઈ રહ્યું હતું. તેની મોજમસ્તીએ આજે તેના પિતાનું બીજું જ રૂપ બતાવી દીધું હતું. તે જાગતો રહ્યો.
મુદિતની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. ડ્રોઈંગ રૂમમાં બેસીને તે પિતાના આવવાની રાહ જેાઈ રહ્યો હતો. ડીમલાઈટ ચાલુ હતી. મુદિત ટીવી પર મૂવી જેાઈ રહ્યો હતો, પરંતુ ટીવીનો અવાજ બંધ હતો.
બ્રિજેશે ફ્લેટનો મેન ગેટ પોતાની ચાવીથી ખોલ્યો. મુદિતને સામે બેઠેલો જેાઈને ચોંકીને પૂછ્યું, ‘‘શું હજી ઊંઘ્યો નથી?’’
‘‘બસ ઊંઘ નહોતી આવતી.’’
‘‘અને કોલેજ કેવી ચાલે છે?’’
‘‘ઠીક ચાલે છે.’’
‘‘કોલેજ પછી શું વિચાર્યું છે?’’
‘‘તમે જ જણાવો પપ્પા. એમબીએ કરું કે પછી તમારી ઓફિસ જેાઈન કરું?’’
‘‘એમબીએ જરૂર કર. પછી મારી ઓફિસ તારી જ છે. ચાલ હવે મોડી રાત થઈ ગઈ છે. હું પણ ખૂબ થાકી ગયો છું. વળી સવારે ઓફિસ પણ જલદી જવાનું છે. એક કંસાઈનમેન્ટ કાલે જ મોકલવાનું છે. ગુડ નાઈટ મુદિત.’’
પરંતુ મુદિત ડ્રોઈંગ રૂમમાં બેસી રહ્યો. બ્રિજેશ ચાલ્યા ગયા. મુદિત વિચારી રહ્યો હતો કે શું તેના પિતા ખરેખર ઓફિસમાં વ્યસ્ત હતા કે પછી તે મહિલા સાથે?
મુદિતના મનમાં હવે અનેક વિચારો આવી રહ્યા હતા. બીજા દિવસે કોલેજમાં ક્લાસ એટેન્ડ કરીને તે નેહરુ પ્લેસ પહોંચી ગયો. બપોરના ૧ વાગ્યા હતા. બિલ્ડિંગના પાર્કિંગમાં તેના પિતાની ન હોન્ડા સિટી કાર દેખાઈ કે ન ઔડી. ત્રીજી કાર મારૂતિ ડિઝાયર મમ્મી માટે ઘરે રહેતી હતી. મુદિત કોલેજ મેટ્રોમાં જતોઆવતો હતો. અહીં દશ્ય જેાઈને તેનું મગજ ફરી ગયું. શું આજે ફરીથી તેના પિતા તે મહિલા મિત્ર સાથે કે પછી ઓફિસના કામથી ક્યાંક ગયા હશે? પછી આ પ્રશ્નના જવાબ માટે તે ઓફિસમાં પહોંચી ગયો.

નાના શેઠને જેાઈને સ્ટાફે મુદિતને ઉષ્માભર્યો આવકાર આપ્યો, પરંતુ અંદર તે મહિલા ક્યાંય ન દેખાઈ, જે કાલે પિતા સાથે હતી.
મુદિત થોડો સમય ઓફિસમાં બેઠો. પછી તેણે સ્ટાફને કન્સાઈનમેન્ટ વિશે પૂછ્યું, જે આજે ડિસ્પેચ થવાનું હતું, પરંતુ તેને જાણીને આશ્ચર્ય થયું કે તે કંસાઈનમેન્ટ તો ૨ દિવસ પહેલાં ડિસ્પેચ થઈ ગયું હતું અને બીજુ કંસાઈનમેન્ટ ૧૦ દિવસ પછી આવશે, તેથી ઓફિસમાં બધા રિલેક્સ હતા.
ઉદાસ ચહેરે મુદિત ઘરે પહોંચીને પથારીમાં ઊંધો ઊંઘી ગયો. વિચાર્યું, પપ્પા જરૂર તે મહિલા સાથે હશે. જેા એવું હશે તો પછી પપ્પા મમ્મી અને મારી સાથે ખોટું કરી રહ્યા છે. જેાકે આ વાત સાબિત થવી પણ જરૂરી છે, નહીં તો તેને જૂઠો સાબિત કરી દેવામાં આવશે.
મુદિત ફરી પાછો વિચારોમાં ખોવાઈ ગયો કે જેા તે મહિલા પપ્પાની બિઝનેસ ક્લાયન્ટ હોત તો પપ્પા તેની સાથે કમરમાં હાથ નાખીને જેાવા મળ્યા ન હોત. જ્યારે અહીં બિઝનેસ ક્લાયન્ટ સાથે ફાઈવસ્ટાર હોટલમાં લંચ અને ડિનર થાય છે. જેાકે પપ્પા તેને અને મમ્મીને પણ ૨-૩ વાર આવા ડિનર પર લઈ ગયા હતા.
મુદિત પપ્પાની રાહ જેાવા લાગ્યો. આજે પણ પપ્પા રાતના ૧૨ વાગે આવ્યા. મમ્મી ઊંઘી ગઈ હતી. કાલની જેમ આજે પણ મુદિત ઝાંખા પ્રકાશમાં ટીવી જેાઈ રહ્યો હતો. જેાકે ટીવીનો અવાજ બંધ હતો અને તેનું મગજ બીજે ક્યાંક ચાલી રહ્યું હતું.
બ્રિજેશ રાત્રિના ૧૨ વાગે આવ્યા. પોતાની ચાવીથી ફ્લેટનો મેન ગેટ ખોલ્યો અને સામે મુદિતને બેઠેલો જેાઈને આશ્ચર્યથી પૂછ્યું, ‘‘શું વાત છે. અવાજ બંધ કરીને ટીવી જેાઈ રહ્યો છે?’’
‘‘બસ, એમ જ પપ્પા. ઊંઘ નથી આવતી. સાંજે ઊંઘી ગયો હતો ને.’’
‘‘ગુડ નાઈટ.’’ કહીને બ્રિજેશ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેમને જાણ નહોતી કે મુદિત તેમની ઓફિસે ગયો હતો.
હવે મુદિતની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. મુદિત કોલેજ મેટ્રોથી જતો હતો. પોતાની બાઈક મેટ્રોના પાર્કિંગમાં મૂકતો હતો, પરંતુ બીજા દિવસે તેણે બાઈક સ્ટાર્ટ કરી, પરંતુ કોલેજ ન ગયો.
મુદિત નેહરુ પ્લેસ પહોંચી ગયો. તેણે બાઈકને પાર્કિંગમાં ઊભી કરી દીધી અને પિતાની રાહ જેાવા લાગ્યો. બ્રિજેશ ૧૨ વાગે ઓફિસ પહોંચ્યા અને ૨ કલાક ઓફિસમાં રહ્યા.

છોકરાએ ગર્લફ્રેન્ડ સાથે ફરવું જેાઈએ, ત્યાં પિતા ફરી રહ્યા હતા. પછી મુદિતે પણ નક્કી કરી લીધું કે આ સમસ્યાના મૂળ સુધી પહોંચીને તે રાહતનો શ્વાસ લેશે…

મુદિત ની નજર પાર્કિંગમાં ઊભેલી હોન્ડા સિટી પર હતી. થોડી વાર પછી એક મહિલા કાર પાસે આવી અને ફોન કર્યો. મુદિત તે મહિલાની આગળથી પસાર થતા તેનો ચહેરો જેાઈ લીધો. પછી મનોમન બબડ્યો કે અરે આ તો તે જ છે, જે પપ્પા સાથે ફિલ્મ જેાઈ રહી હતી. પછી મુદિત થોડે દૂર જઈને ઊભો રહી ગયો. બ્રિજેશ આવ્યા, તે મહિલાને ભેટ્યા અને પછી તે બંને કારમાં બેસી ગયા.
જેાતજેાતામાં કાર મુદિતની નજર સામેથી પસાર થઈ ગઈ. થોડો સમય તે વિચારતો રહ્યો અને ત્યાર પછી ઓફિસમાં ગયો.
‘‘પપ્પા છે?’’ મુદિતે પૂછ્યું.
‘‘પપ્પા તો બહાર મીટિંગમાં ગયા છે.’’ સેક્રેટરીએ જણાવ્યું.
‘‘ઓહ નો, મારે મારા મિત્રો સાથે લંચ કરવું છે અને ફિલ્મ જેાવા જવું છે. મારા પોકેટમની પૂરા થઈ ગયા છે. પપ્પા પાસેથી ૨,૦૦૦ રૂપિયા લેવા માટે ઓફિસ આવ્યો છું.’’
સેક્રેટરીએ ફોન પર બ્રિજેશની મંજૂરી લઈને કેશિયર પાસેથી ૨,૦૦૦ રૂપિયા મુદિતને અપાવી દીધા. જેાકે મુદિતની પાસે પૈસા હતા, તેમ છતાં તે પપ્પાની જાસૂસી કરવા તેમની ઓફિસ આવ્યો હતો. પછી ૨,૦૦૦ રૂપિયા ખિસ્સામાં મૂકીને થોડો સમય નેહરુ પ્લેસની કમ્પ્યૂટર માર્કેટમાં ફરતો રહ્યો, પછી ઘરે ચાલ્યો ગયો.
તે દિવસે રાત્રે મુદિતે પોતાના પિતાની રાહ ન જેાઈ. રાત્રિનું ડિનર ૮ વાગે કરી લીધું અને પોતાના રૂમમાં ટીવી પર ફિલ્મ જેાવા લાગ્યો.
બ્રિજેશ પણ ૧૦ વાગે આવી ગયા અને પત્ની સાથે ડિનર કર્યું. પછી મુદિતના રૂમમાં જઈને પૂછ્યું, ‘‘શું તું મારી ઓફિસે ગયો હતો?’’
‘‘એવું હતું કે મારી પાસે પૈસા નહોતા કે ફ્રેન્ડ્સની સાથે ફિલ્મ જેાવી હતી અને લંચ પણ કરાવવાનું હતું.’’ મુદિતે જવાબ આપ્યો.
‘‘પ્રોગ્રામ હતો તો પછી મમ્મી પાસેથી સવારે રૂપિયા લઈ લેવા હતા ને?’’ બ્રિજેશે કહ્યું.
‘‘અરે, અચાનક પ્રોગ્રામ બની ગયો હતો.’’
‘‘ગુડનાઈટ.’’ બ્રિજેશને હજી પણ કોઈ ખબર નહોતી. તે અજાણ હતા.
મુદિતે તે મહિલાનો ફોટો પાર્કિંગમાં દૂરથી પાડ્યો હતો. તે ધ્યાનથી ફોટો જેાવા લાગ્યો, પરંતુ દૂરથી ફોટો પાડવાથી તે બિલકુલ ઝાંખો દેખાઈ રહ્યો હતો.
જ્યાં છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવું જેાઈએ, ત્યાં તેના પિતા પોતાની ફ્રેન્ડ સાથે ફરી રહ્યા હતા. હવે મુદિતે નક્કી કરી લીધું કે આ કોયડાના મૂળ સુધી પહોંચીને જ રહેશે.
મુદિતે કોલેજ જવાનું છોડી દીધું. તેણે મિત્રોને કહી દીધું કે તે પરિવાર સાથે તે બહાર જઈ રહ્યો છે.

મુદિત પોતાની બાઈક લઈને પપ્પાની ઓફિસના પાર્કિંગમાં જઈને છુપાઈને ઊભો રહી જતો. તે મહિલા બપોરે આવતી હતી અને બ્રિજેશ સાથે કારમાં ક્યાંક જતી રહેતી. મુદિતે તેના મોબાઈલથી ફોટા પાડી લીધા અને તેમનો પીછો કરીને તેમની દિનચર્યા ૧ અઠવાડિયા સુધી જેાઈ. એક દિવસે તે મહિલા ન આવી, પરંતુ મુદિતે જેાયું તો તેના પપ્પા કાર લઈને કાલકાજીમાં આવેલા એક ફ્લેટમાં ગયા અને સાંજે બહાર આવ્યા.
બ્રિજેશના ગયા પછી મુદિતે તે ફ્લેટનો ડોરબેલ વગાડ્યો. ૨-૩ વાર ડોરબેલ વગાડ્યા પછી ફ્લેટનો દરવાજેા ખૂલ્યો. તે મહિલાએ દરવાજેા ખોલ્યો હતો. તેના કપડાં અસ્તવ્યસ્ત હતા.
‘‘તું કોણ છે?’’ મહિલાએ પૂછ્યું.
‘‘આ જ પ્રશ્ન હું તમને પૂછું છું?’’ મુદિત બોલ્યો.
મહિલાએ દરવાજેા બંધ કરવાની કોશિશ કરી ત્યારે મુદિત સ્ફૂર્તિથી ફ્લેટની અંદર આવી ગયો.
‘‘તારી હિંમત કેવી રીતે ચાલી અંદર આવવાની?’’ મહિલા ગુસ્સે થઈ ગઈ.
મુદિતે ફ્લેટનો દરવાજેા બંધ કરી દીધો અને બોલ્યો, ‘‘મારી વાત ધ્યાનથી સાંભળો… હવેથી બ્રિજેશને મળવાનું બંધ કરી દો.’’
‘‘તરત જ નીકળી જ અહીંથી, તું કોણ છે?’’ મહિલા મુદિતનો હાથ પકડીને દરવાજેા ખોલવા લાગી.
મુદિતે ગુસ્સામાં કહ્યું, ‘‘બ્રિજેશ મારા પિતા છે, તેથી તમને કહી રહ્યો છું. તમારી ઈચ્છા હું પૂરી થવા નહીં દઉં. તેમની સાથેના બધા સંબંધ તોડી નાખો. જેાકે આમ પણ તૂટી જવાના છે સમજેા. આજે નહીં તો કાલે પૂરા સમજેા. મારા પિતા જે કામ ચોરીછૂપી કરી રહ્યા છે, તે હું જાણી ગયો છું. હું શરત લગાવીને કહું છું કે તે પણ કાલથી તમને મળવાનું બંધ કરી દેશે.
પછી મુદિતે જાતે જ ફ્લેટનો દરવાજેા ખોલ્યો અને ઝડપથી સીડી ઊતરી ગયો.

બ્રિજેશ સાંજે ૭ વાગે ઘરે પહોંચી ગયા. આ સમયે પિતાને ઘરે જેાઈને મુદિતને આશ્ચર્ય થયું. તે સમજી ગયો કે જરૂર તે મહિલાએ પિતાને જણાવી દીધું હશે.
બ્રિજેશે મુદિતને ક્રોસ ચેક કરવા કહ્યું, ‘‘આજકાલ તું કોલેજ નથી જઈ રહ્યો, શું વાત છે?’’
‘‘કોલેજ તો રોજ જાઉં છું.’’
‘‘લાગતું નથી કે તું કોલેજ જઈ રહ્યો છે. આજકાલ મોટી ફિલ્મ જેાવામાં આવી રહી છે ને. તું મારી ઓફિસે પણ ગયો હતો.’’ બ્રિજેશ બોલ્યા.
‘‘તમે શું કહેવા માંગો છો? અત્યારે ૨ પ્રોફેસર રજા પર છે, તેથી ફિલ્મ જેાવા જઈએ છીએ અને તેથી પોકેટમની પણ જલદી વપરાઈ જાય છે, તેથી તમારી પાસે પૈસા લેવા આવ્યો હતો. ફ્રેન્ડ્સને પાર્ટી આપવાની હતી.’’ મુદિતે જવાબ આપ્યો.
‘‘હવે ફિલ્મ અને પાર્ટીમાં થોડું ધ્યાન ઓછું કર અને અભ્યાસમાં વધારે ધ્યાન આપ.’’
મુદિતે તે મહિલા સાથેનો તેમનો ફોટો વોટ્સએપ કરી દીધો અને કહ્યું, ‘‘પપ્પા, તમે આ મહિલાને છોડી દો, હું પણ તમારો પીછો કરવાનું બંધ કરી દઈશ.’’
મુદિતની મા પિતાપુત્રના આ વાર્તાલાપને સમજવામાં અસમર્થ હતી.
સાંભળીને બ્રિજેશ સ્તબ્ધ થઈ ગયા. પછી પોતાના હાવભાવને કાબૂમાં કરતા બોલ્યા, ‘‘હું વિચારું છું કે તારી ટ્રેનિંગ અત્યારથી સ્ટાર્ટ કરી દઉં. આખરે મારો બિઝનેસ પણ તારે જ સંભાળવાનો છે ને. હવેથી ઓફિસ પૈસા માંગવા માટે નહીં, પરંતુ કામ શીખવા માટે આવતો રહે.’’
મુદિતે કહ્યું, ‘‘કોલેજના ક્લાસ એટેન્ડ કર્યા પછી ઓફિસે આવી જઈશ.’’
‘‘કાલથી જ શરૂ કરી દે.’’ બ્રિજેશે ખુશ થતા કહ્યું.
‘‘હા પપ્પા.’’ મુદિતે પણ ખુશીથી જવાબ આપ્યો.
ત્યાર પછી પોતાના રૂમમાં જતા મુદિતે બીજેા એક મેસેજ મોકલ્યો, ‘‘હું આશા રાખું છું કે હવેથી તમે પણ મમ્મીની સાથે રહેશો. તે મહિલાને છોડી દેશો અને તેની સાથે હવે પછી આવા કોઈ સંબંધ નહીં રાખો. તમારે મને વચન આપવું પડશે પપ્પા.’’
‘‘મારું વચન છે બેટા.’’ બ્રિજેશે જવાબ આપ્યો.

વધુ વાંચવા કિલક કરો....