તમે જાણો છો કે જે રીતે ડેલી હાઈજીનનું ધ્યાન રાખવું જરૂરી છે, તે જ રીતે સ્કિનને નરિશ કરવી પણ જરૂરી છે, જેથી સ્કિનનું મોઈશ્ચર સ્કિનમાં લોક થઈને તમને હેલ્ધિ સ્કિન આપી શકે. આમ પણ સ્કિન શરીરનો એવો પાર્ટ છે, જેને યંગ, હેલ્ધિ તથા ડાઘધબ્બા રહિત રાખવા માટે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેમાં મોઈશ્ચરાઈઝિંગ લોશનની મહત્ત્વની ભૂમિકા હોય છે. તો આવો તેના વિશે જાણીએ :

સ્કિન લોશન કેમ જરૂરી
બદલાતી સીઝન અને સ્કિનની પ્રોપર કેર ન કરવાથી આપણી સ્કિન ડ્રાય થવા લાગે છે, તેને ઠીક કરવા માટે બોડી લોશનથી ઉત્તમ બીજું કંઈ જ નથી, કારણ કે તે સ્કિનને ઈરિટેટ કર્યા વિના સ્કિનના મોઈશ્ચરને સ્કિનમાં લોક કરવાનું કામ કરે છે. તે માટે જરૂરી છે જ્યારે પણ તમે શાવર લો ત્યારે શાવર પછી સ્કિનને લોશનથી નરિશ કરવાનું ન ભૂલો.

રફ સ્પોટ્સ દૂર કરો : ભલે ને તમારી સ્કિન નોર્મલ હોય, તેમ છતાં તમે જેાયું હશે કે તમારી કોણી અથવા ઘૂંટણની આસપાસ ડ્રાય સ્પોટ્સ દેખાવા લાગે છે, પરંતુ જે તમે આ જગ્યા પર કોકો બટરયુક્ત લોશનને એપ્લાય કરશો તો તેનાથી તમારી સ્કિન પરથી રફ સ્પોટ્સ દૂર થવાની સાથેસાથે સ્કિન સ્મૂધ તથા સોફ્ટ પણ દેખાશે.

પીડામાં રાહત અપાવે : ઘણી વાર સ્કિન પર ડ્રાયનેસ એટલી બધી વધી જાય છે કે સ્કિન પર હાર્ડ પોપડીના ફોર્મમાં તે દેખાવા લાગે છે. જેથી તેને સ્પર્શવાથી અથવા તેના નીકળી જવાથી ખૂબ પીડા અનુભવાય છે. આ સ્થિતિમાં બોડી લોશન સ્કિનને સ્મૂધ બનાવવાનું કામ કરે છે અને ડેડ સ્કિન સરળતાથી દૂર થઈ જાય છે તેમજ ધીરેધીરે સ્કિન હીલ થવા લાગે છે.

ફીલ રિલેક્સ : તમે વિચારી રહ્યા હશો કે લોશન તમને કેવી તે રિલેક્સ ફીલ કરાવવાનું કામ કરે છે. તો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમારું મન રિલેક્સ થવાનું વિચારે ત્યારે લોશનના થોડાક ટીપાં લઈને તેનાથી હાથપગ પર મસાજ કરો. વિશ્વાસ રાખો મસાજ દરમિયાન તેનાથી પેદા થનારી ગરમી તમારી બોડીને અંદર સુધી ગુડ ફીલ કરાવવાનું કામ કરશે. સાથે તેની ભીનીભીની સુગંધ તમારા પૂરા દિવસને રિફ્રેશ કરશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....