આજે દરેક મહિલા પોતાની સ્કિનને ગ્લોઈંગ બનાવવા ઈચ્છે છે, જેથી તેની સ્કિન દરેક ઉંમરે આકર્ષક જળવાઈ રહે. તેના માટે ક્યારેક તે પોતાના ફેસ પર વિવિધ પ્રકારની બ્યૂટિ પ્રોડક્ટ એપ્લાય કરતી હોય છે, તો ક્યારેક બ્લીચ કે પછી વિવિધ પ્રકારના ફેસિયલનો સહારો લેતી હોય છે. તેમ છતાં આટલા પૈસા ખર્ચ્યા પછી પણ જેાઈએ તેવું પરિણામ નથી મળતું. આ સ્થિતિમાં હવે જ્યારે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે અમે તમને હાઈડ્રો ફેસિયલ વિશે જણાવી રહ્યા છીએ, જેા તમારી સ્કિનને ડીપ એક્સફોલિએટ કરવાની સાથે તમારી સ્કિનના ટેક્સ્ચર અને ટોનને પણ ઈમ્પ્રૂવ કરવાનું કામ કરે છે.

હાઈડ્રો ફેસિયલ
આ એક પ્રકારની કોસ્મેટિક પ્રક્રિયા હોય છે, જે સ્કિનને ડીપ ક્લીન કરવાની સાથે હાઈડ્રેટ કરવાનું કામ કરે છે. આ ફેસિયલમાં એક ખાસ પ્રકારના ડિવાઈસની મદદથી પોર્સમાંથી ડેડ સ્કિનને કાઢી નાખવામાં આવે છે અને સ્કિન હાઈડ્રેટ થવાની સાથ એજિંગની સમસ્યા પણ દૂર થાય છે. આ પ્રક્રિયા જેાકે ૩૦ મિનિટમાં પૂરી થઈ જાય છે, પરંતુ તે પછી સ્કિન પરથી સ્ટ્રેસ દૂર થવાની સાથે સ્કિન પર સંપૂર્ણપણે નિખાર આવી જાય છે. બીજા ઘણા બધા લાભ છે.

ખીલ પર અસરકારક : જ્યારે સ્કિન ડીપ એક્સફોલિએટ નથી થતી, પોર્સ બરાબર ક્લીન નથી થતા, ત્યારે તેના લીધે સ્કિન પર ખીલની સમસ્યા થવાની સાથે સ્કિન ડલ તથા નિસ્તેજ થવા લાગે છે, પરંતુ જ્યારે સ્કિન પર માઈક્રોડર્માબ્રેશન ટેક્નિકની મદદથી તેને ડીપ ક્લીન કરવાની કોશિશ કરવામાં આવે છે, ત્યારે તે બંધ પોર્સને ઓપન કરીને સ્કિન સેલ્સને પુનર્જીવિત કરવાનું કામ કરે છે, જેનાથી ખીલ અને તેના ડાઘધબ્બા એક પ્રક્રિયા પછી મહદ્અંશે ઓછા થઈ જાય છે.

બ્લેકહેડ્સમાં પણ અસરકારક : જ્યારે સ્કિન પર ડેડ સેલ્સ વધારે જમા થઈ જાય છે, ત્યારે તે બ્લેકહેડ્સનું કારણ બને છે. તે ચહેરા પર દેખાવે સારા નથી લાગતા અને સાથે સ્કિન પર ઈંફેક્શન થવાના ચાન્સિસ પણ ખૂબ વધી જાય છે. જ્યારે હાઈડ્રો ફેસિયલમાં એક્સફોલિએટિંગ તથા એક્સટ્રેક્ટિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને ખીલને કંટ્રોલ કરવાની સાથેસાથે બ્લેકહેડ્સને ઘણા અંશે ઓછા કરી શકાય છે. તેનાથી સ્કિન પણ ક્લીયર થઈ જાય છે, સાથે તેની પર એક અલગ શાઈન દેખાવા લાગે છે.

સ્કિન એજિંગ ઘટાડે : કોઈ પણ મહિલા નથી ઈચ્છતી કે તેની સ્કિન પર કરચલી પડી જાય, પરંતુ એક રિસર્ચમાં સાબિત થયું છે કે જે મહિલાઓએ સ્કિન પર સમયાંતરે હાઈડ્રો ફેસિયલ કરાવ્યું હતું તેમની સ્કિન વધારે શાઈન કરવાની સાથેસાથે તેમની સ્કિનમાં એજિંગનું જેાખમ ખૂબ ઓછું જેાવા મળ્યું હતું. તેની સાથે ડીપ ક્લીનિંગથી સ્કિનનાં પોર્સને નાના કરવાની સાથે હાઈપર પિગમેન્ટેશન તથા ફાઈન લાઈન્સ ઘટાડવામાં પણ મદદ કરે છે.

કેવી રીતે કરવામાં આવે છે

સ્ટેપ -૧ : કલીનિંગ : સૌપ્રથમ સ્કિનને સ્મૂધ બનાવવા માટે તેની પર સ્કિન ટાઈપ મુજબ ક્લીનિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી સ્કિન પરથી ગંદકી રિમૂવ થતા જ તેની પર ફેસિયલનું સારું રિઝલ્ટ જેાવા મળે. આ સ્ટેપની સાથે સ્કિનને એક્સફોલિએટ કરવામાં આવે છે, જેથી સ્કિન પરથી એક્સેસ ઓઈલ રિમૂવ થતા જ પોર્સ પરથી ડેડ સ્કિન સેલ્સ પણ રિમૂવ થઈ શકે.

સ્ટેપ-૨ : કેમિકલ પીલિંગ : આ પ્રોસેસમાં સેલિસિલિક એસિડ, ગ્લાઈકોલિક એસિડ તેમજ સીરમનો ઉપયોગ કરીને સ્કિન પર ક્લીનિંગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્કિનના ડીપ લેયર્સ સુધી તેને પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. જેથી સ્કિન અંદર સુધી હાઈડ્રેટ થઈ શકે.

સ્ટેપ-૩ : એક્સટ્રેક્શન : આ સ્ટેપમાં વેક્યૂમ એક્સટ્રેક્શન ટૂલનો ઉપયોગ કરીને પોર્સની અંદરથી ગંદકીને દૂર કરીને લેયર્સને ક્લીન કરવાનો પ્રયાસ કરવામાં?આવે છે.

સ્ટેપ-૪ : હાઈડ્રેટેડ સીરમ : અંતે સ્કિનમાં હાઈડ્રેટેડ સીરમને નાખવામાં આવે છે, જેથી સ્કિન હાઈડ્રેટ થવાની સાથે તેનું ટેક્સ્ચર પણ ઈવન થઈ શકે. આ પૂરી પ્રક્રિયા પછી તમને તમારી સ્કિનમાં બદલાવ દેખાવા લાગે છે.

દરેક સ્કિન ટાઈપ પર સૂટ કરે : ખાસ વાત એ છે કે હાઈડ્રો ફેસિયલ દરેક સ્કિન ટાઈપ પર સૂટ કરે છે. તે પિંપલ્સ, ખીલના ડાઘધબ્બાને ઓછા કરવાની સાથે હાઈપરપિગમેંટેશનમાં પણ ખૂબ અસરકારક છે. તેથી તેને ટીનેજર્સ, યૂથ કે પછી મહિલાઓ એમ બધા કરાવીને પોતાની સ્કિનને ફેસ્ટિવલ માટે તૈયાર કરી શકે છે તેમજ પોતાની સ્કિન પર એક અલગ પ્રકારનો ગ્લોને તમે મેળવી શકશો.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....