તહેવાર એક તરફ પરિવાર માટે ખુશી લઈને આવે છે, બીજી તરફ મહિલાઓ માટે તો ઘરના અનેક કામની સાથેસાથે થાક પણ લઈને આવે છે. ઘરની મહિલાઓ શોપિંગ, કુકિંગ અને ક્લીનિંગમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તહેવારમાં પોતાની પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે, જેનું પરિણામ થાક રૂપે તેમના ફેસ પર સ્પષ્ટપણે દેખાવા લાગે છે, પરંતુ આ વર્ષે તહેવાર પર તમે કેટલાક ખાસ પ્રકારના ડી સ્ટ્રેસ સ્કિન કેર પ્રોડક્ટથી તમારા ફેસના સ્ટ્રેસને દૂર કરવાની સાથેસાથે નેચરલ ગ્લો પણ મેળવી શકો છો.

આવો, જાણીએ આ બાબતમાં કોસ્મેટોલોજિસ્ટ ભારતી તનેજા પાસેથી કેટલીક ખાસ સ્કિન કેર ટિપ્સ :

કોફી કેર
આ કેરમાં કોફી સ્ક્રબની સાથે મસાજ ક્રીમ તથા પેક હોય છે, જેનાથી તમે હાથપગની કેર કરો કે પછી સ્કિનની, તે તમારા પૂરા શરીરને ડી સ્ટ્રેસ કરીને તમને ફ્રેશ ફીલ કરાવવાનું કામ કરે છે. કોફીમાં એન્ટિઓક્સિડેન્ટ્સ પ્રોપર્ટી હોવાથી તે સ્કિનને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવાની સાથેસાથે બ્લડફ્લોને ઈમ્પ્રૂવ કરવાનું કામ કરે છે, જેનાથી સ્કિનની ઓવરઓલ હેલ્થ ઈમ્પ્રૂવ થાય છે. તેની સાથે તે સ્કિન પર જામી ગયેલી ધૂળમાટી તથા ગંદકીને રિમૂવ કરીને સ્કિન પર ગ્લો તથા વાઈટનિંગ ઈફેક્ટ પણ લાવે છે. જેનાથી સ્કિન ચમકી ઊઠે છે. જ્યારે કોફી ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનાથી સ્કિન રિલેક્સ અને રિજનરેટ થવાની સાથેસાથે સ્ટ્રેસ પણ દૂર થાય છે.

એસેંશિયલ ઓઈલ
સ્કિનને ડી સ્ટ્રેસ કરવાની વાત હોય અને એસેંશિયલ ઓઈલનો ઉલ્લેખ કરવામાં ન આવે એવું તો ન થઈ શકે, કારણ કે આ ઓઈલથી સ્કિન પર મસાજ કરવા માત્રથી સ્કિન પર ગ્લો તો આવે જ છે, સાથે સ્કિન પરથી સ્ટ્રેસ પણ ઓછો થઈ જાય છે અને સ્કિન અંદરથી ખીલી ઊઠે છે. ફેસિસ કેનેડા અર્બન બેલેન્સ ૬ ઈન ૧ નામથી સ્કિન મિરેકલ ફેસિયલ ઓઈલ મળે છે, જેનાથી સ્કિન પર મસાજ કરવાથી સ્કિન સ્ટ્રેસ ફ્રી થઈને તેની પર તરત ગ્લો દેખાવા લાગે છે. તેથી તેનું નામ મિરેકલ ફેસિયલ ઓઈલ રાખવામાં આવ્યું છે. જ્યારે વાળ ખિલેલાખિલેલા તેમજ ક્લીન દેખાવા લાગે ત્યારે ફેસ પણ આપમેળે ખિલેલો અને સ્ટ્રેસ ફ્રી દેખાય છે. વાળની કેર માટે બીટી હેર ઓઈલ તથા હેર ટોનિકને મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી વાળમાં ખૂબ ઉત્તમ રિઝલ્ટ મળે છે. એક તરફ લવન્ડર ઓઈલના ગુણ તમને ડી સ્ટ્રેસ થવામાં મદદરૂપ બને છે, બીજી તરફ રોઝ મેરી ઓઈલ તમારા વાળના ગ્રોથને સુધારવાની સાથેસાથે તમને સુગંધિત પણ કરે છે. આ ઓઈલ બ્રેઈનના નિંબિક પાર્ટને, જે આપણા ઈમોશનને કંટ્રોલ કરે છે, તેને ફીલ ગુડ કરવાનું કામ કરે છે, જેનાથી આપણે ડી સ્ટ્રેસ થઈએ છીએ અને આપણી ઓવરઓલ સ્કિન પર તેની અસર સ્પષ્ટપણે દેખાવા લાગે છે.

અરોમા થેરપિ
અરોમા થેરપિ આપણી સ્કિનને ડી સ્ટ્રેસ કરવાનું કામ કરે છે. તેને સૂંઘવા માત્રથી આપણી સ્કિન ડી સ્ટ્રેસ થઈ જાય છે, કારણ કે તેની ભીનીભીની સુગંધ આપણા માઈન્ડને ફ્રેશ કરીને સ્કિન પરથી સ્ટ્રેસને ઘટાડે છે. તેને સ્લીપ અથવા ડી સ્ટ્રેસ ઓઈલ પણ કહેવામાં આવે છે.

રોઝ મિસ્ટ
જેવું નામ તેવું કામ. તે સ્કિનને રિલેક્સ, કૂલિંગ ઈફેક્ટ આપવાની સાથેસાથે પોર્સને પણ રશ્રંક કરવાનું કામ કરે છે. પછી ભલે ને ગમે તેટલો સ્ટ્રેસ કેમ ન હોય, તમારો ફેસ દોડધામના લીધે ગમે તેટલો મૂરઝાયેલો કેમ ન હોય, પરંતુ તમે ફેસ પર જેવું રોઝ મિસ્ટ સ્પ્રે અથવા રોઝ મિસ્ટ એપ્લાય કરો છો ત્યારે ફેસ પરનો બધો થાક ગાયબ થઈ જાય છે અને ફેસ પર પિંક ગ્લો દેખાવા લાગે છે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....