આપણને વર્ષોથી શીખવામાં આવ્યું છે કે ચીજવસ્તુઓને બીજાઓને આપવી સારું છે, પરંતુ વ્યક્તિગત સ્વચ્છતાની વાત આતા વસ્તુને બીજા સાથે વહેંચવી ભયજનક બની શકે છે. જ્યારે તમે તમારી અંગત ચીજવસ્તુને બીજા સાથે શેર કરવા લાગો છો ત્યારે ઘણી વાર ચર્મરોગ, ફંગસ ઈંફેક્શન જેવી બીમારીનું જેાખમ પણ ઊભું થઈ જાય છે. તેથી કેટલીક એવી ચીજવસ્તુઓ છે જેને તમારે માત્ર પોતાના ઉપયોગ માટે રિઝર્વ રાખવી જેાઈએ, જેથી ભવિષ્યમાં તમારે કોઈ પરેશાનીનો સામનો કરવો ન પડે.
સાબુ : હોસ્ટેલ અથવા ઘરમાં જેા તમે કોઈ પણનો સાબુ શેર કરો છો તો તે ખોટું છે. ફ્લોરિડા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, એકથી વધારે લોકો દ્વારા એક જ સાબુનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયા ફેલાવાનું જેાખમ રહે છે. તેથી ઘરમાં અથવા બહાર દરેક માટે પોતાનો અળગ સાબુ હોવો જેાઈએ અથવા તો ઈંફેક્શનને અટકાવવા માટે લિક્વિડ શોપનો ઉપયોગ કરો.
ટુવાલ : તમારા રૂમમેટના ટુવાલનો ઉપયોગ કરવો પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. રોગ નિયંત્રણ અને ઉપચાર કેન્દ્રના જણાવ્યા મુજબ, ટુવાલ એકબીજાના વાપરવાથી લાલ આંખથી લઈને મૂત્રરોગ સુધી ઈંફેક્શન ફેલાઈ શકે છે. જેથી હવે પછી મિત્રોના ઘરે જતા પહેલાં તમારા ટુવાલને સાથે લઈ જવું સારું રહેશે.
ટૂથબ્રશ : ટૂથબ્રશને શેર કરવાથી લોહી સંબંધિત ઈંફેક્શન ફેલાવાનું જેાખમ વધારે રહે છે, ત્યાં ુધી કે તમારા પાર્ટનરનું ટૂથબ્રશ પણ વાપરવું ન જેાઈએ. ટૂથબ્રશ અસ્થાયીરૂપે લોહીમાં બેક્ટેરિયાના સ્તરને વધારે છે અને એકબીજાના ટૂથબ્રશ વાપરવાથી બેક્ટેરિયા પણ વધી જતા હોય છે.
રેઝર : તમારે એવી કોઈ પણ વસ્તુ બીજાને આપવી ન જેાઈએ, જેનાથી રક્તનું આદાનપ્રદાન થાય, રેઝર પણ તેમાંની એખ વસ્તુ છે. એક અભ્યાસ અનુસાર રેઝર એકબીજાની વાપરવાથી હેપેટાઈટિસ બી, સી અને એચઆઈવી ઈંફેક્શન થઈ શકે છે. લોહીથી ફેલાતા ઈંફેક્શન ઉપરાંત રેઝરને શેર કરવાથી તમને ફંગલ ઈંફેક્શન થઈ શકે છે. આમ કરવાથી ખાસ દાદર તથા બેક્ટેરિયલ ઈંફેક્શનનું જેાખમ રહે છે.