થિયેટર સાથે જેાડાઈને એક્ટિંગમાં કરિયર બનાવનાર રેખા રાણાના બોલીવુડ ફિલ્મ ‘તારા : ધ જર્ની ઓફ લવ એન્ડ પેશન’ માં અભિનય બદલ ભરપૂર વખાણ થઈ રહ્યા છે. એટલું જ નહીં, આ ફિલ્મ માટે તેને અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ગયા છે અને દર્શકોની વચ્ચે તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ખૂબ શાંત, નિયમપાલક અને શાંતિપૂર્ણ જીવન જીવનાર રેખા રાણા ફિલ્મ તથા થિયેટર કરવા ઉપરાંત સામાજિક કામમાં પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતી રહી છે. પ્રસ્તુત છે, તેની સાથેની મુલાકાતના કેટલાક અંશ :
તમને ૩૫ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. હવે કેવું અનુભવો છો?
જ્યારે કામના વખાણ થાય છે, ત્યારે સારું લાગે છે. મંચ પર બેસવું અને સ્ટેજ પર બધા લોકો વચ્ચે એવોર્ડ લેવામાં અલગ ખુશી અનુભવાતી હોય છે, પરંતુ આ કામ સરળ નથી. મેં શરૂઆતના દિવસોમાં ખૂબ મહેનત કરી છે. હું દરેક મીટિંગ, દરેક ઓડિશન અને દરેક ટેસ્ટ માટે જતી હતી. હવે જ્યારે હું પુરસ્કાર અને આંતરરાષ્ટ્રીય મંચ પર મારી ઓળખને જેાઉં છું ત્યારે મને ખૂબ ખુશી થાય છે. મારું માનવું છે કે મારા તમામ કામ અને પ્રયત્નની ચુકવણી થઈ ગઈ છે. આ એક શાનદાર અહેસાસ છે.
નવા મ્યૂઝિક વીડિયો આલ્બમ ‘જેાગિયા’ વિશે કંઈક જણાવો?
‘જેાગિયા’ એક છોકરીની ઉદાસ ભાવના અને તેના મંગેતર પ્રત્યેની તેની પ્રેમકહાણી છે. જ્યારે છોકરો મરી જાય છે ત્યારે એ પળને યાદ કરે છે જેા તેમણે સાથે વિતાવી હતી. આ મ્યૂઝિક વીડિયો આલ્બમ લોસ એન્જેલસમાં શૂટ કરવામાં આવ્યો હતો.
બોલીવુડમાં કામ કરવાનો તારો અનુભવ કેવો રહ્યો?
બોલીવુડમાં કામ કરવું એક સપનાને સાકાર કરવા સમાન હોય છે. મારા માટે તો બોલીવુડ સુખદ રહ્યું છે. બોલીવુડ તો ઘણા લોકો માટે એક સપનાનો ઉદ્યોગ છે. જેા તમે પ્રતિભાશાળી છો અને સખત મહેનત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છો તો બોલીવુડ તમારું સ્વાગત કરશે, પછી ભલે ને ગમે તે હોય.