૮૦ અને ૯૦ ના દાયકામાં જાણીતી માધુરી દીક્ષિત આજે કોઈ પરિચયની મોહતાજ નથી. તે એક સફળ હીરોઈનની સાથે એક ડાન્સિંગ સ્ટાર રૂપે પણ જાણીતી છે. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિટ ફિલ્મો માટે તેને ૪ વાર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અને ‘પદ્મશ્રી’ ની ઉપાધિથી પણ સન્માનિત કરવામાં આવી છે. શાંત અને હસમુખ સ્વભાવની માધુરી દીક્ષિત બાળપણમાં ડોક્ટર બનવા માગતી હતી, પણ બની ગઈ હીરોઈન. કામ દરમિયાન તેણે ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા અને ૨ બાળકની મા બની. લગ્ન પછી થોડા દિવસનો બ્રેક લઈને માધુરી દીક્ષિત તેના પતિ શ્રીરામ નેને સાથે અમેરિકામાં રહી અને પછી વર્ષ ૨૦૦૬માં તે મુંબઈ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ફરી જેાડાઈ. કેટલાંય વર્ષ પછી તે અનિલ કપૂર સાથે ફિલ્મ ‘ટોટલ ધમાલ’ માં જેાવા મળી. પ્રસ્તુત છે, તેની સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશ :

તમે પહેલાં હિંદી ફિલ્મમાં ઘણું કામ કર્યું હતું. હવે ફરીથી ઈન્ડસ્ટ્રી સાથે જેાડાયા છો. તમે પહેલાં અને આજે ઈન્ડસ્ટ્રીમાં શું ફરક જેાયો?
પહેલાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અનુશાસિત ઓછી હતી, માત્ર મોટામોટા પ્રોડક્શન હાઉસ જ સારું કામ કરતા હતા, પણ અન્ય પ્રોડક્શન હાઉસમાં અનુશાસનની કમી હતી, પરંતુ હવે કોઈપણ કલાકાર માટે કામ કરવું સરળ થઈ ગયું છે. ક્યારેક-ક્યારેક ફિલ્મ શરૂ થઈને બંધ થઈ જતી હતી. કેટલીય વાર અમે સેટ પર રહેતા હતા, પણ અમારા ડાયલોગ ન લખાયા હોય. બધા રાહ જેાતા રહેતા હતા, પણ આજે બધું સમયસર થાય છે. હવે પહેલાં બજેટ બને છે, પછી ધીરેધીરે બધું કામ થાય છે. તેની સમયમર્યાદા પણ નક્કી હોય છે, પણ કેટલીય વાર લોકેશનના લીધે મોડા સુધી કામ કરવું પડે છે. પહેલાં તમે હંમેશાં દરેક ફિલ્મમાં લીડ રોલ ભજવતા હતા અને આજે પણ દરેક ફિલ્મની કહાણી તમારી આસપાસ જ ફરે છે. શું તમે એવી ફિલ્મ પસંદ કરો છો?

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....