સાડી ભારતની સૌથી જૂનો અને પરંપરાગત પોશાક છે. કેટલીક છોકરીઓ વિચારે છે કે સાડીમાં સેક્સી, આકર્ષક લાગવું શક્ય નથી, પણ એવું નથી. સાડીમાં પણ તમે સેક્સી, ગ્લેમરસ લાગી શકો છો. ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મમાં દીપિકાનો સાડી લુક અને ‘દેશી ગર્લ’ માં પ્રિયંકા ચોપરાનો બોલ્ડ લુક યાદ કરો. સાડીનો ટ્રેન્ડ પાછો આવ્યો છે. આવો જાણીએ કે સાડી પહેરતી વખતે કઈકઈ વાત ધ્યાનમાં રાખીને આકર્ષક દેખાશો.
સાડીનું ફેબ્રિક : જેા તમે ફેબ દેખાવા ઈચ્છો છો તો ટિપિકલ સિલ્ક સાડી કે કોઈ અન્ય ફેબ્રિક પસંદ ન કરશો. શિફોન સાડી કે શીયર સાડી બેસ્ટ વિકલ્પ છે. લાઈટ ફેબ્રિક સરળતાથી કેરી શકાય. શીયર ફેબ્રિક ખૂબ ટ્રેન્ડમાં છે અને શિફોન સાડી તો બોલીવુડ ટ્રેડિશનલ ફેશન છે. સાડીના પ્રિન્ટ્સ અને પેટર્ન્સ પર પણ ધ્યાન આપો. પ્રિન્ટેડ સાડીની અપેક્ષા પ્લેન સાડીમાં વધારે ગ્લેમરસ લાગે છે. આજકાલ હાફ સાડી પેટર્ન પણ ખૂબ લોકપ્રિય છે. આ પેટર્નમાં હાફ સાડી પ્રિન્ટેડ, હાફ પ્લેન પોર્શન હોય છે.
સાડી પહેરવી : સાડી યોગ્ય રીતે પહેરવી ખૂબ જરૂરી છે. વેલીથી સાડી પહેરવી શરૂ કરો. તેથી તમારું ફિગર આકર્ષક લાગે છે. જેા તમે કમર ખુલ્લી રાખવા ઈચ્છો છો તો પ્લેટ્સ સાથે સ્લીક ડ્રેપ કરો. જેા તમારે કમર ખુલ્લી નથી રાખવી તો ફુલ ડ્રેપ યોગ્ય છે.
બ્લાઉઝ : સાડીના આકર્ષક લુકનો શ્રેય મોડર્ન બ્લાઉઝને જાય છે. આજકાલ મિક્સ એન્ડ મેચ ફેશન ફુલ ડિમાન્ડમાં છે. બ્લાઉઝ સાડીમાં તમારી સ્ટાઈલને નિખારે છે. નીચેની બ્લાઉઝ પેટર્નને આકર્ષક લુક માટે અજમાવી જુઓ.
- હોલ્ટર નેક બ્લાઉઝ.
- સ્પેગેટી સ્ટ્રેપ બ્લાઉઝ.
- ફુલસ્લીવ્સ કે સ્લીવવાળો બેકલેસ બ્લાઉઝ.
- વાઈડ નેક બ્લાઉઝ.
- સ્ટાઈલિશ રેપઅપ સાડી બ્લાઉઝ.
- એંબોસ્ડ એમ્બ્રોઈડરી બ્લાઉઝ.
- મોડર્ન ચોલી બ્લાઉઝ ડિઝાઈન.
- શીયર બેક સાડી બ્લાઉઝ.
સાડી સાથે એક્સેસરિઝ : કમ સે કમ એક્સેસરિઝના પ્રયોગથી તમે વધારે હોટ અને ગ્લેમરસ લાગશો. સેક્સી સાડી સાથે સ્ટેટમેન્ટ એરિંગ્સ ટ્રન્ડમાં છે. સ્ટેટમેન્ટ ક્લચને પણ ન ભૂલો. પેન્સિલ હીલ્સ સાથે વધારે ગ્લેમરસ લાગી શકો છો.