સમરની સીઝન શરૂ થતા દરેકને કંઈ ને કંઈ નવું પહેરવાની ઈચ્છા હોય છે અને તેમાં પણ વાત જ્યારે ફેશનની હોય તો પછી કહેવું જ શું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશનના વિવિધ રૂપ તમને અચૂક જેાવા મળશે. આવો, જાણીએ કે આ સમર સીઝનમાં કયાકયા ડ્રેસિસ અને ફૂટવેર તમને આપશે ગોર્ઝિયસ લુક :

સીકવંસ વર્કથી સજાવેલા કપડાં :
સમરમાં (સીકવન્સ) ચમકદાર વસ્ત્રોને વધારે પસંદ કરવામાં આવે છે. એક ઉત્તમ દિવસની શરૂઆત માટે સીકવન્સ વર્કવાળા ટોપ અને લેંગિંગ પહેરો અથવા તો લાઈન સ્કર્ટ પહેરો. આ બંને ડ્રેસિસ તમને સ્ટાઈલિશ લુક આપશે. ગોલ્ડન, સિલ્વર જેવા ચમકદાર રંગની સાથેસાથ વાદળી, કાળો, લાલ, નારંગી, મજેન્ટા વગેરે રંગનો પ્રયોગ કરો, તેની સાથે હળવા રંગનો સ્કાર્ફ અથવા જેકેટ પહેરો.

વિન્ટેજ ફ્લોરલ :
આ પ્રકારના કપડાનું ચલણ ૪૦ અને ૫૦ ના દાયકામાં હતું. હવે ફરીથી તેની માંગ વધી રહી છે. ફ્લોરલ ડિઝાઈન ધરાવતી મેક્સી અથવા મિડી ડ્રેસ પહેરો અથવા તો ફ્લોરલ ટોપ સાથે ડેનિમ જેકેટ પહેરો. તદુપરાંત ફ્લોરલ પ્રિન્ટવાળો સ્કાર્ફ, મોબાઈલ કવર, બેગ અથવા મોજં પણ અપનાવી શકો છો.

ફ્રિંજી (ઝાલરયુક્ત) ડ્રેસ :
સાંજને શાનદાર બનાવવા અથવા તો ડિનર પર જવા માટે ફ્રિંજી સ્કર્ટ પહેરો. તેની સાથે ઊંચી એડી અથવા પહોળી એડીના સેન્ડલ પહેરી શકો છો. કોકટેલ રિંગ અથવા ખૂબસૂરત રાઉન્ડ એરિંગ્સ પહેરીને પણ સ્ટાઈલમાં વધારો કરી શકો છો. પેસ્ટલ કલરના કપડાં : આ સીઝનમાં પેસ્ટલ એટલે કે હળવા રંગના કપડાં તમારા વોર્ડરોબમાં સૌથી ઉત્તમ વિકલ્પ રહેશે. પીળા, રીંગણી, લીલા, ગુલાબી, નારંગી વગેરે રંગના કપડાં પસંદ કરો. આ રંગ હળવા જરૂર હોય છે, પરંતુ આકર્ષક તો લાગે છે. લાઈલેક કલર (લાઈટ પર્પલ) : લાઈલેક કલર સમરમાં ખૂબ શોભી ઊઠે છે. લવન્ડર શેડ ઘણી રીતે પહેરી શકાય છે. ઓફિસમાં શર્ટની જેમ, પાર્ટીમાં ટોપની જેમ અને ઈવનિંગ પાર્ટીમાં ગાઉનની જેમ.

કુલોટ્સ :
તે પ્લાઝો સ્ટાઈલના નવા ટ્રેન્ડ રૂપમાં ફેશનમાં જેાડાયેલ છે અને યુવાનોને ખૂબ આકર્ષિત કરે છે. સમરમાં તમે તેને ફોર્મલ કુલોટ પેન્ટ્સની જેમ પણ પહેરી શકો છો અને કુલોટ શોર્ટ્સ રૂપે પણ.

ઓફશોલ્ડર્ડ ડ્રેસિસ :
ઓફશોલ્ડર એક એવો ટ્રેન્ડ છે જે હંમેશાં ચલણમાં રહ્યો છે. આ વર્ષે પણ આ પ્રકારના ડ્રેસિસને પસંદ કરવામાં આવી રહ્યા છે. ઓફશોલ્ડર ડ્રેસ કોઈ પ્રકારની લાંબી નિકર કે ટૂંકા ડ્રેસ અથવા ટોપ સાથે પહેરી શકો છો. બેલબોટમ : બેલબોટમ ૮૦ ના દાયકાનો ટ્રેન્ડ હતો, પરંતુ સમયની સાથે તે ફરીથી આવી ગયો છે. તે એક સ્ટાઈલિશ રેટ્રો સમર ઓપ્શન છે.

હેરીટેજ ચેક્સ :
સમરમાં ફોર્મલ કપડાં માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. હેરીટેજ ચેક્સ પેટર્નનું ફ્લોટી ફેમિનિન બિઝનેસ સૂટ અજમાવો. તે કોઈ પણ ઓફિશિયલ મીટિંગ માટે પરફેક્ટ છે. તમે પેન્સિલ સ્કર્ટ અથવા ટ્રાઉજર સાથે લિનન શર્ટ પણ પહેરી શકો છો. ચેક્સ શર્ટને તમે રોજબરોજના કપડાના વિકલ્પ રૂપે પણ પહેરી શકો છો. તેને વધારે આકર્ષક બનાવવા માટે તેની સાથે સ્કાર્ફ પહેરી શકો છો.

ફેશનમાં ખાસ રહેશે આ વર્ષ :
રંગરીતિના એમડી સિદ્ધાર્થ બિન્દ્રાનું કહેવું છે કે ઈન્ડિયન ફેશનમાં આ વર્ષે પણ નવીજૂની ફેશનનો તાલમેલ જેાવા મળશે. આ વર્ષે જૂની સ્ટાઈલના આ ડ્રેસિસ નવા રંગેરૂપે જેાવા મળશે.

શરારા :
ગત વર્ષના પ્લાઝોના દિવસો હવે ગયા એટલે કે પ્લાઝોને ભૂલીને આ સ્પ્રિંગમાં લઈ આવો શરારા અને સ્ટાઈલિશ પગરખાનું કોમ્બિનેશન તમને ભીડમાં પણ બિલકુલ અલગ દર્શાવશે.

ડ્રેસ કુરતા :
વનપીસ ડ્રેસ ભારતીય પરિધાનને વેસ્ટર્ન લુક આપે છે. ડ્રેસ કુરતા કોલેજ જતી છોકરીઓ, ઓફિસ જતી મહિલાઓ તેમજ ગૃહિણીઓ માટે પણ પરફેક્ટ છે. ઈન્ડી ટોપ : ઈન્ડી ટોપ એક આરામદાયક પહેરવેશ છે, જેને તમે લેંગિંગ, સ્લિમ પેન્ટ અને જીન્સ સાથે પહેરી શકો છો. ઈન્ડી ટોપ પહેરીને તને સ્વયંને ખૂબ ટ્રેન્ડી અને આરામદાયક અનુભવી શકશો.

રફલ્ડ સ્કર્ટ્સ :
સ્લીવ્સમાં રફલ્ડ ૨૦૧૮ થી ઈન છે અને ૨૦૧૯ માં રફલ્ડ સ્કર્ટ ફેશનમાં આવી ગયા છે. તેને કોઈ બેઝિક ટીશર્ટ સાથે મેચ કરો અને આ સ્પ્રિંગ સીઝનમાં દેખાવ આકર્ષક.

પોંચો :
આ સીઝન માટે પોંચો ખૂબ આરામદાયક અને સ્ટાઈલિશ છે.

બ્રાઈટ કલર :
યલો કુરતીને વાઈટ સાથે અને રેડને બ્લૂ સાથે મેચ કરીને આ સ્પ્રિંગ સીઝનમાં બની જાઓ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર.

ફૂટવેરનું ચલણ રહેશે વધારે :
આ સમર સીઝનમાં લગ્નપ્રસંગ હોય કે પછી કોઈ ખાસ પાર્ટી, જ્યાં એકથી એક સ્ટાઈલિશ ડ્રેસિસ ટ્રેન્ડમાં હશે, જ્યારે બીજી તરફ ફૂટવેરની પણ ખૂબ બોલબોલા રહેશે. પ્રસિદ્ધ ફૂટવેર બ્રાન્ડ લિબર્ટીના અનુપમ બંસલ જણાવે છે કે આ સીઝનમાં કેવા પ્રકારના ફૂટવેર ચલણમાં રહેશે.

સ્ટ્રેપી સેન્ડલ :
પ્રિટી ફેમિનિન સેન્ડલ ફરીથી ટ્રેન્ડમાં આવી ગયા છે. આ સીઝનમાં મેટલિક અને પેસ્ટલ કલર ખાસ ટ્રેન્ડમાં રહેશે.

વાઈટ ઈઝ ઈન :
સફેદ તો સમરનો રંગ છે. આ સીઝનમાં સ્નીકર્સથી લઈને હાઈ હીલ્સ સુધ્ધાંમાં દરેક પ્રકારના ફૂટવેરમાં સફેદ રંગનો દબદબો રહેશે.

કિટન હીલ્સ :
આ સમર સીઝનમાં કિટન હીલ્સ ટ્રેન્ડમાં છે. તે તેમને ક્લાસી લુક આપવાની સાથેસાથે કંફર્ટેબલ પણ ફીલ કરાવશે.

સિલ્વર શૂઝ :
સમર વેડિંગ હોય કે પાર્ટી, સિલ્વર શૂઝ ટ્રેન્ડમાં છે. સિલ્વર મેજિક ધરાવતા શાઈનિંગ ફૂટવેર આ સીઝનમાં તમને ભીડથી અલગ દર્શાવશે.

ફ્લોરલ પ્રિન્ટ :
સમર સીઝનમાં ફ્લોરલ ટ્રેન્ડ એવરગ્રીન રહ્યો છે. તમે ફ્લોરલ સ્ટ્રેપી સેન્ડલ અથવા પ્રિટી ફ્લોરલ બેલરિન પહેરીને ટ્રેન્ડી તથા સ્ટાઈલિશ દેખાઈ શકો છો.

બ્રોગ્સ :
તે કંફર્ટેબલ અને ટ્રેન્ડી છે. તેને તમે ક્રોપ પેન્ટ અથવા તો જીન્સ સાથે પહેરી શકો છો. વાઈટ અને સિલ્વર બ્રોગ્સ ખાસ પસંદ કરવામાં આવે છે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....