સામગ્રી :
૧૦૦ ગ્રામ નૂડલ્સ
૨૫ ગ્રામ કોબીજ
૨૫ ગ્રામ ફ્લાવર
૧ ટામેટું
૪-૫ ફ્રેન્ચ બીંસ
૨ બેબી કોર્ન
૨૫ ગ્રામ બ્રોકલી
૨૫ ગ્રામ વટાણા
૧ ડુંગળી સમારેલી
કાળાં મરી સ્વાદ મુજબ
૪ ચમચી ક્રીમ
૧ નાની ચમચી લસણની પેસ્ટ
૧ મોટી ચમચી માખણ
૧ નાની ચમચી લીંબુનો રસ
૩ લીલાં મરચાં
૨૫ ગ્રામ ગાજર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
તમામ શાકભાજીને બારીક સમારો. ૪ ગણું પાણી નાખીને બાફો. થોડું મીઠું નાખો. જ્યારે શાકભાજી બફાઈ જાય ત્યારે તેને ઠંડા થવા દો. મિક્સરમાં ક્રશ કરીને ગાળી લો. તેના પાણીનો જ ઉપયોગ કરો. નૂડલ્સ બાફવા માટે ૮ કપ પાણી ગરમ કરો. પછી તેમાં નૂડલ્સ નાખીને ૮ મિનિટ પકાવો અને પછી પાણી ગાળીને ઠંડી થવા દો. તેમાં ૧ ચમચી તેલ કે ઘી લગાવો, જેથી ચોંટે નહીં. હવે એક ફ્રાઈંગપેનમાં ઘી કે માખણ ગરમ કરીને લસણની પેસ્ટનો વઘાર કરો. પછી ડુંગળી નાખો. હવે શાકભાજીની પેસ્ટ નાખીને પકાવો. પછી નૂડલ્સ નાખો. ઉપરથી ક્રીમ, કાળાં મરી અને લીંબુનો રસ નાખીને ગરમાગરમ સર્વ કરો. - કમલેશ સંધૂ

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....