સામગ્રી :
૧ કપ રાજગરાનો લોટ
૨૧/૨ કપ દૂધ
૮ મોટી ચમચી ઘી
૧/૨ કપ ખાંડ
થોડોક ઈલાયચી પાઉડર
થોડાક કાજુ અને બદામ સમારેલા.
રીત :
એક પેનમાં ધીમી આંચ પર દૂધ ગરમ કરો. ગરમ થતા તેમાં ખાંડ નાખીને બરાબર ફેરવો. હવે એક અન્ય પેનમાં ઘી ગરમ કરીને તેમાં રાજગરાનો લોટ નાખીને ત્યાં સુધી ફેરવો જ્યાં સુધી તે સોનેરી ન થઈ જાય. પછી તેમાં ધીમેધીમે દૂધ રેડતા ધીમી આંચ પર થોડીવાર ફેરવો. જ્યારે દૂધ ન રહે અને શીરો ઘી છોડવા લાગે ત્યારે આંચ બંધ કરીને તેમાં ઈલાયચી અને ડ્રાયફ્રૂટ્સ નાખીને ગરમગરમ સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ