કોવિડ-૧૯ પછી દરેક વ્યક્તિના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં કોવિડના નવા વેરિઅન્ટે દેખા દીધી છે, ને ફરીથી દરેક વ્યક્તિ હેલ્થને લઈને સભાન થઈ ગઈ છે. આજે કોઈ પણ વ્યક્તિ ૧૦ વર્ષ પહેલાંથી કોઈ પ્રકારનું પ્લાનિંગ નથી કરી રહી, કારણ કે જીવન અનપ્રેડિક્ટેબલ છે, જ્યાં પૈસા અને શક્તિ હોવા છતાં લોકો પોતાના પ્રિયજનોને ગુમાવી રહ્યા છે. એવામાં દરેક ઉંમરના લોકો આજે સ્વાસ્થ્ય અને તેની કાળજીને લઈને જાગૃત થઈ રહ્યા છે. આ વિશે મુંબઈના કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના કંસલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રવીણ કહાલે જણાવે છે કે કોવિડના લીધે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે અને આ સારી વાત છે, પરંતુ કેટલીક વાત દરેક વ્યક્તિને ન્યૂ યર પર સમજવાની જરૂર છે, જે નીચે મુજબ છે :
તમારું વજન કંટ્રોલમાં રાખો. ધ્યાન રાખો કે તમારું વજન યોગ્ય છે કે નહીં. તેના માટે તમારે વધારે કેલરીથી બચવું પડશે અને નિયમિત એક્સર્સાઈઝ કરવી જેાઈએ. લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવા જેવો સરળ ઉપાય તમે રોજ કરી શકો છો. બેસી રહેવું તમારા માટે એટલું જ નુકસાનકારક છે જેટલું પેસિવ સ્મોકિંગ છે. સતત લાંબા સમય સુધી બેસી રહેવાથી હૃદયની બીમારીનું જેાખમ રહે છે. જ્યારે તમે બેસી રહો છો ત્યારે તમારા શરીરને એટલું જ નુકસાન પહોંચે છે જેટલું લાકડાના ધુમાડામાં રહેવાથી થાય છે. તેથી એક્સર્સાઈઝ ન કરવી અથવા બેસી રહેવાને પેસિવ સ્મોકિંગ માનવામાં આવે છે.
પેક્ડ ફૂડ્સ ઓછું ખાઓ કે બંધ કરો અને સ્વસ્થ આહાર પસંદ કરો. રોજિંદા આહારમાં શાક સામેલ કરો. મીઠું અને ખાંડનું પ્રમાણ ઓછું કરો.
આહાર પર નિયંત્રણ રાખવાની સાથે એક્સર્સાઈઝ પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે. એક્સર્સાઈઝ વધારે કરવાથી કેટલીય વાર સમસ્યા ઊભી થાય છે. કેટલીય વાર લોકો બોડી બનાવવા માટે સ્ટેરોઈડ્સ અને આ પ્રકારની અન્ય દવાઓ લે છે, જેથી હૃદયની બીમારીનું જેાખમ રહે છે.
બાળકોને ડિજિટલ દુનિયાથી દૂર રાખો. તેમને રમવા, એક્સર્સાઈઝ કરવા માટે પ્રોત્સાહિત કરો. બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને ફૂટબોલ જેવી આઉટડોર રમત માટે પ્રોત્સાહિત કરો. તેનાથી બાળકોમાં સહનશીલતા વધે છે અને હૃદયની બીમારીનું જેાખમ ઓછું રહે છે.
જીવનશૈલીમાં આ મહત્ત્વના પરિવર્તન લાવવાની સાથે ગાઢ નિદ્રા લેવી ખૂબ જરૂરી છે. તેની સાથે ઊંઘની ગુણવત્તા પણ મહત્ત્વની છે. ઊંઘતા પહેલાં મોબાઈલ અને ટેલિવિઝનથી દૂર રહો, કારણ કે આ તમારા સર્કેડિયન રિધમને જેડે છે અથવા પરેશાન કરે છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે ઊંઘ મહત્ત્વની છે. બપોરના સમયે થોડો આરામ કરી શકો છો, પરંતુ દિવસે લાંબા સમય સુધી ઊંઘવાથી નિશ્ચિત રીતે તમારું હૃદય સંબંધિત જેાખમ વધશે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે તમારું હૃદય સ્વસ્થ રાખી શકો છો.
જુદી-જુદી ઉંમરના લોકો માટે એક્સર્સાઈઝ પણ અલગઅલગ પ્રકારની હોય છે. જે લોકોને સાંધાનો દુખાવો અથવા અન્ય સમસ્યા હોય છે, તેઓ જેાગિંગ અને ટ્રેડમિલના બદલે સ્વિમિંગ અને સાઈકલ ચલાવવા જેવી સ્થિર એક્સર્સાઈઝ કરી શકે છે. આ પ્રકારના સાધનો જિમ ઘરમાં પણ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
બિલકુલ જરૂરી નથી કે હાઈ સ્પીડવાળી એક્સર્સાઈઝ કરો. મધ્યમ તીવ્રતાવાળી એક્સર્સાઈઝ નિયમિત અને સતત કરીને તાણને દૂર કરી શકો છો. ધ્યાન રાખો કે ક્યારેક-ક્યારેક એક્સર્સાઈઝ કરવાથી નુકસાન થઈ શકે છે.
વિટામિન ડી, વિટામિન બી-૧૨ જેવા પોષક તત્ત્વોની ઊણપની તપાસ કરાવતા રહો અને શરીરમાં આયર્નની કમી ન થવા દો. યુવા મહિલાઓ સાથે વયસ્ક મહિલાઓમાં પણ વિટામિન, આયર્નની કમી સામાન્ય સમસ્યા છે. હૃદયની હેલ્થને સારી રાખવા માટે પોષણના દષ્ટિકોણથી આ મહત્ત્વનું પાસું છે.
કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અથવા કોલેસ્ટ્રોલ ન હોય તો પણ સ્થૂળતા અને વધારે વજન હોવાથી હૃદયની બીમારીનું જેાખમ ૨૫ ટકા વધે છે. ડાયાબિટીસ અને સ્થૂળતા એક જીવલેણ કોમ્બિનેશન છે, કારણ કે સ્થૂળતાના લીધે ડાયાબિટીસની શક્યતા વધે છે અને એક વાર જેા દર્દીને હાઈ શુગર થઈ જાય છે, તો હાર્ટએટેકની શક્યતા વધી જાય છે.
ધૂમ્રપાન હાર્ટએટેક થવાનું મુખ્ય કારણ છે. સિગારેટના ધુમાડામાં જે કેમિકલ્સ હોય છે તેમાંથી શરીરમાં બ્લડ ઘટ્ટ થાય છે, વાહિકાઓ અને શિરાઓ, ધમનીમાં ક્લોટ થવા લાગે છે.
સારી હેલ્થ માટે મહત્ત્વપૂર્ણ છે પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાઓ અને મીઠું, ખાંડનું પ્રમાણ ઓછું રાખો. ઉંમર વધતા કાર્ડિયોવેસ્ક્યુલર રિસ્કને ઓછું કરવા માટે બાળપણથી કેટલીક વાતનું ધ્યાન રાખવું જેાઈએ. મીઠું અને ખાંડ આ બે વસ્તુ તમારા શરીરને નહીં, પરંતુ જીભને ખુશ રાખવાનું કામ કરે છે. તમારે વિચારવું જેાઈએ કે ન્યૂ યરમાં તમે માત્ર જીભને ખુશ રાખવા માંગો છો કે પૂરા શરીરને?
- સોમા ઘોષ.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....