શું તમે ક્યારેય ડિજિટલ ઉપકરણોમાંથી નીકળતા વાદળી રંગની વિનાશકારી અસર વિશે વિચાર્યું છે? તે આપણી આંખો, સ્કિન અને મગજને પ્રભાવિત કરે છે. જેકે લોકો સ્વયંને આ યૂવી કિરણોથી સલામત રાખવાના ઉપાયોગથી સારી રીતે વાકેફ છે, પરંતુ મોટાભાગના લોકો પોતાની સ્કિન પર પડતા આ વાદળી પ્રકાશની નુકસાનકારક અસરો અને ઉપલબ્ધ સુરક્ષા ઉપાયો વિશે તો અજાણ હોય છે. રિપોર્ટ અનુસાર, વાદળી પ્રકાશ કરચલીઓ, સ્કિનની શિથિલતા અને હાઈપરપિગમેંટેશન સહિત આપણને સમય પહેલાં વૃદ્ધ બનાવે છે. ૬૦ ટકા લોકો દિવસમાં ૬ કલાકથી વધારે સમય ડિજિટલ સ્ક્રીનની સામે પસાર કરતા હોય છે, તેથી આપણને સૂર્યમાંથી મળતા પ્રકાશની સરખામણીમાં વધારે વાદળી પ્રકાશ મળી રહ્યો છે.

બ્લૂ લાઈટ, જેને હાઈ એનર્જી વિજિબલ લાઈટ પણ કહેવામાં આવે છે, તેમાં યૂવી કિરણોની સરખામણીમાં સ્કિનમાં ઊંડાણ સુધી જવાની ક્ષમતા વધારે હોય છે. આ સ્થિતિમાં આપણે આપણી સ્કિનની સુરક્ષા માટે ઈન્ડોર અને આઉટડોર એમ બંને જગ્યાએ સાવચેતી રાખવાની જરૂર છે. સ્કિનને પાડે નબળી તાજેતરની એક શોધમાં જેાવા મળ્યું છે કે સૂર્યના યૂવી કિરણોની સરખામણીમાં બ્લૂ લાઈટ રેડિયેશનના સતત સંપર્કમાં આવવાથી વધારે પિગમેંટેશન, લાલાશ અને સોજેા આવે છે.

લાંબા સમય સુધી બ્લૂ લાઈટના સંપર્કમાં રહેવું રંગ પરિવર્તન, સોજા અને સ્કિનની સપાટીના નબળા થવાનું કારણ બની શકે છે. શોધ જણાવે છે કે વાદળી પ્રકાશના લીધે કોશિકા ઓક્સિકરણ એટલે કે ફ્રી રેડિકલ્સ જે સ્કિનને નુકસાન પહોંચાડે છે, તેની પ્રક્રિયા ઝડપી બની જાય છે અને તે માનવ સ્કિનમાં પ્રોટીનને નુકસાન પહોંચાડે છે. આ સ્થિતિમાં જેા તમે સમય પહેલાં વૃદ્ધાવસ્થાને આવતી અટકાવવા વિશે ગંભીર છો તો તમારી સનસ્ક્રીન આદતોને બદલવાનો અને એવા સનસ્ક્રીનને સામેલ કરવાનો સમય છે જે આપણને ન માત્ર બાહ્ય હાનિકારક કિરણોથી બચાવે, પણ હાનિકારક ઈન્ડોર બ્લૂ લાઈટથી પણ રક્ષણ આપે. કેટલાક રોમાંચક તથ્ય :

  • તાજેતરના રિપોર્ટના તારણો અનુસાર આજે લોકો દિવસમાં સરેરાશ ૧૫૦ વાર પોતાના ફોન જેાતા હોય છે અને પ્રતિદિન ૧૦ કલાકથી વધારે સમય સ્ક્રીન પર પસાર કરે છે. તેથી તેમને સૂર્યમાંથી મળનારા બ્લૂ લાઈટ એક્સપોઝરની તુલનામાં ઘણું વધારે બ્લૂ એક્સપોઝર મળી રહ્યું હોય છે.
  • એક કમ્પ્યૂટરની સામે ૪ થી ૮ કલાકનો કાર્ય સમય પસાર કરવાથી તમને એટલી ઊર્જા પ્રાપ્ત થાય છે જેટલી બપોરના સમયે સૂર્યના પ્રકાશમાં ૨૦ મિનિટ રહેવાથી મળે છે. તેને આ રીતે પણ સમજી શકો છો કે બપોરના ૧ વાગ્યાને ૭ મિનિટ સુધીના પ્રકાશમાં રહેવું તત્કાલ રીતે સ્કિનનો રંગ બદલવા માટે પૂરતું હોય છે. કેવી રીતે બચાવશો સ્કિનને.
  • તમારા ફોન અને કમ્પ્યૂટરને એક બ્લૂ લાઈટ શીલ્ડથી ઢાંકી દો.
  • એલોવેરાના લાભ સાથે બ્લૂ લાઈટ ટેક્નોલોજી ધરાવતા જૈવિક સનસ્ક્રીનનો પ્રયોગ શરૂ કરો.
  • સનસ્ક્રીનનો પ્રયોગ બંને સમયે કરવો જેાઈએ. જ્યારે તમે બહાર જાઓ છો અને જ્યારે તમે કોઈ ડિજિટલ ઉપકરણનો પ્રયોગ કરી રહ્યા છો.
  • કેટલાક સ્માર્ટ ફોનમાં એક સેટિંગ હોય છે, જેા પીળા પ્રકાશ (જેને નાઈટ મોડ અથવા નાઈટ શીટ કહેવામાં આવે છે ) માટે વાદળી પ્રકાશને નિષ્ક્રિય કરી દે છે, જેનાથી તમારી આંખ અને સ્કિન પર દુષ્પ્રભાવ પડતો નથી.
  • દાડમ, તરબૂચ અને દ્રાક્ષ જેવા ફળ ખાઓ. આ ફળ સૂર્યના પ્રકાશથી થતા નુકસાનને ઘટાડવામાં મદ કરે છે. તે એન્ટિઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી હોય છે તેમજ સૂર્યના કિરણોથી થત નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.
  • તમારી વર્કબેગમાં સારી ક્વોલિટીનું સનસ્ક્રીન અચૂક રાખો. સનસ્ક્રીન માટેના નવા નિયમો તમારી સ્કિનને વાદળી પ્રકાશના દુષ્પ્રભાવથી બચાવશો. *
વધુ વાંચવા કિલક કરો....