‘યહ શહેર હૈ અમન કા
યહાં કી ફિઝાં હૈ નિરાલી
યહાં તો બડી શાંતિશાંતિ હૈ...’
આ ભલે ને કોઈ ફિલ્મનું ગીત હોય, પરંતુ વાસ્તવમાં શહેરની ભીડભાડ, કોલાહલ અને દોડધામના લીધે આપણને શાંતિ નથી મળી શકતી, તેથી સંગીતાને શહેરમાં ન શાંતિ મળી ન ખુશીઆનંદ.
સંગીતાના લગ્નને હજી ૩ મહિના જ થયા હતા, પરંતુ તેને જેાઈને તો જાણે એવું લાગતું હતું કે તે લાંબા સમયથી બીમાર ન હોય. એક દિવસ જ્યારે સંગીતાએ તેના ખબરઅંતર પૂછ્યા, તો તે ડૂસકાં ભરીભરીને રડવા લાગી. તેણે ખૂબ દુખી મને જણાવ્યું કે નાના કસબામાં બધા હળીમળીને રહેતા હતા, ખૂબ ખુશીઆનંદ મળતા હતા, પરંતુ જ્યારથી મોટા શહેરમાં આવી છું ત્યારથી અહીં ખૂબ કંટાળો અનુભવી રહી છું. હકીકતમાં, જ્યારે પત્ની નાના શહેરમાંથી પોતાના પતિ સાથે લાંબું અંતર કાપીને કોઈ મોટા શહેરમાં આવે છે, ત્યારે થોડા દિવસ સુધી શહેરની ઝાકઝમાળ જેાઈને તે ખૂબ ખુશ રહે છે, પરંતુ જેમજેમ સમય વીતતો ગયો, તેમતેમ તેનો કંટાળો વધતો ગયો, કારણ કે તેના નવાનવા લગ્ન થયા હતા.

આ કિસ્સામાં પ્રશ્ન એ થાય છે કે આખરે નવવધૂમાં આ પ્રકારનો કંટાળો કેમ વધી રહ્યો છે? નવીનવી વધૂ બનેલી યુવતીઓમાં કંટાળો ત્યારે વધી જાય છે, જ્યારે શહેરમાં તેમને એક જ રૂમના જેલ જેવા ફ્લેટમાં રહેવું પડે છે. અહીં મોટા શહેરમાં દૂરદૂર સુધી ન કોઈ સગાંસંબંધી કે પરિચિત હોય છે કે ન કોઈ નજીકના મિત્ર. ઓફિસ જતી વખતે પતિ એમ કહેતા હોય છે કે મોબાઈલ પર વાત કરો, ટીવી જુઓ, સરસ ખાઓપીઓ અને વ્યસ્ત રહો, પરંતુ સ્વસ્થ મન માટે સારું વાતાવરણ અને મનોરંજનનું હોવું પણ જરૂરી હોય છે.

આ હકીકત છે
હકીકત એ છે કે નવવધૂ બન્યા પછી કોઈ પણ છોકરીનો સંબંધ માત્ર પોતાના પતિ સાથે નહીં, પરંતુ ઘરના અન્ય સભ્યો સાથે પણ બંધાય છે. મહાનગરોની જિંદગીમાં આવું થવું મુશ્કેલ હોય છે. હકીકતમાં અહીં કોઈ પાસે એટલો સમય નથી હોતો કે એકબીજાને મળીને હસીબોલીને ખુશીઆનંદમાં થોડો સમય પસાર કરેે. સુખીસંપન્ન સંયુક્ત પરિવારમાં રહીને આવેલી કોઈ પણ નવવધૂને જ્યારે ઘરમાં દિવસભર એકલા રહેવું પડે, ત્યારે સ્વાભાવિક છે કે આ સ્થિતિમાં તેનું ચીડિયાપણું અને કંટાળો વધવાના જ છે. હવે કવિતાને લઈ લો, તેના લગ્ન ૫ મહિના પહેલાં થાય છે અને માત્ર ૧ મહિનામાં તે પતિ સાથે રહેવા માટે દિલ્લી આવી ગઈ હતી. કવિતાનો પતિ એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. તે સવારે ઘરેથી નીકળે છે અને રાત્રે લગભગ ૧૦ વાગે પરત ઘરે આવે છે. કવિતા દિવસભર એકલી ઘરે બેસીને પતિની રાહ જેાતી રહે છે. આમ પણ કવિતાના લગ્ન હજી થોડા સમય પહેલાં થયા હતા, તેથી સ્પષ્ટ છે કે આ સ્થિતિમાં કોઈ પણ પત્ની એવું ઈચ્છશે કે તેને પોતાના પતિ સાથે વધારેમાં વધારે સમય મળે, પરંતુ બીજી તરફ પતિની પણ પોતાની મજબૂરી છે. જે તે કામ પર નહીં જાય તો ઘર ખર્ચ કેવી રીતે નીકળશે. આ વાતને પત્ની સમજે તો છે, તેમ છતાં એકલતામાં કોઈ પણ વ્યક્તિ બોર થાય છે. શહેરોમાં ખૂબ ભીડભાડ હોય છે અને ભીડમાં દરેક વ્યક્તિ એમ પણ એકલતાનો અનુભવ કરતી હોય છે. માત્ર પૈસા તથા ભોજનથી માણસ જીવિત નથી રહી શકતો. તેને પારિવારિક વાતાવરણ જેાઈતું હોય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....