હોય હેલ્થ લવ, તો કોફીને કરો લવ

એક સમય હતો જ્યારે ભારતમાં લોકો માત્ર ચાને મહત્ત્વ આપતા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજકાલ લોકો કોફીના દીવાના થઈ ગયા છેે અને હોય પણ કેમ નહીં, કોફી પીવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જાણીએ, કેવી રીતે :

યાદશક્તિ વધારે છે : તમે વિચારી રહ્યા હશો કે કોફી પીવાથી કંઈ યાદશક્તિ વધતી હશે, તો અમે તમને જણાવી દઈએ કે આ સત્ય છે કે કોફી પીવાથી સૌથી વધારે લાભ મગજને થાય છે, કારણ કે કોફી મગજને તંદુરસ્ત રાખે છે અને યાદશક્તિ વધારે છે, સાથે તેનાથી માથાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે. એક સર્વે મુજબ કેફીન લોહીના પરિભ્રમણને સુચારુ કરે છે, જેથી મગજ વધારે સક્રિય થાય છે અને તાણ નથી રહેતી.

સ્કિન માટે લાભપ્રદ : કોફી સ્કિન માટે પણ ખૂબ લાભપ્રદ હોય છે. તેમાંથી મળતા એન્ટિઓક્સિડેન્ટ કરચલીથી બચાવે છે. તે સ્કિન માટે એક પ્રાકૃતિક કવચ છે. કોફીના બીજના રસમાં રેડિકલ ફ્રી ગુણ રહેલા છે, જેા સ્કિનની કોશિકાઓની ઊર્જા જાળવી રાખે છે. તેમાંથી મળતા કેફીનથી આંખની નીચેના રક્તના સંચયને ઘટાડે છે અને ડાર્ક સર્કલ્સથી પણ બચાવે છે.

થાક દૂર કરે : ઓફિસમાં કામ કરતા ક્યારેક-ક્યારેક વધારે થાક અનુભવો છો. એવામાં ૧ કપ કોફી તમારા થાકને દૂર કરી શકે છે અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એક સર્વે મુજબ ૪૦૦ મિલીગ્રામ કેફીન તમારી સહનશક્તિને મજબૂત બનાવે છે.

લિવરની બીમારીથી છુટકારો : આજકાલ લોકોને લિવર સંબંધિત કોઈ ને કોઈ સમસ્યા રહે છે અને આ સમસ્યા વધારે ઓઈલી અને મસાલેદાર ભોજન ખાવાથી, વધારે દારૂ પીવાથી અને બહારનું ખાવાથી થાય છે. જેા તમને પણ પહેલાંથી લિવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો કોફી ઘણા અંશે તમને તેમાં રાહત અપાવી શકે છે, કારણ કે કોફીમાં મળતા વિભિન્ન તત્ત્વો લિવર પર સારી અસર કરે છે.

સ્થૂળતા ઘટાડે : સ્થૂળતાથી પરેશાન લોકો તેનાથી છુટકારો મેળવવા માટે શું શું નથી કરતા, પરંતુ શું તમે તમારી સ્થૂળતા ઘટાડવા માટે કોફીનો સહારો લીધો છે? ના, તો હવે પીવાનું શરૂ કરી દો, કારણ કે કોફી પીવાથી તમારી સ્થૂળતા ઘટી શકે છે. તેમાં રહેલું કેફીન શરીરમાં રહેલી ચરબી ઘટાડે છે અને ચરબીને વધવા નથી દેતું. તેથી જે લોકોને સ્થૂળતાની સમસ્યા હોય તેમણે ડોક્ટરની સલાહથી બ્લેક કોફી પીવી જેાઈએ. યૂવી કિરણોથી બચાવ : સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો સ્કિનને નુકસાન પહોંચાડે છે, પરંતુ કોફીમાં તે ગુણ રહેલા છે, જે આ કિરણોથી સ્કિનને બચાવે છે. ચહેરો ચમકાવો : ચમકતો ચહેરો કોને ન ગમે. તમે પણ તમારી સ્કિનમાં તે નવાપણું ઈચ્છો છો, તો કોફીનો ઉપયોગ કરો, કારણ કે કોફીથી ન માત્ર સ્કિન ઓઈલી થાય છે, પણ ચહેરાની સ્કિન પર પણ નિખાર આવે છે. કોફીમાં ટિશ્યૂને રિપેર કરવાના ગુણ હોય છે, જેથી કોશિકાઓનો ઝડપથી વિકાસ થાય છે. સ્કિન હાઈડ્રેટેડ રહે છે અને સ્કિનમાં લચીલાપણું આવે છે.

ઊર્જાવાન બનાવો : કોફીમાં રહેલું કેફીન સાઈકોએક્ટિવ હોય છે, જેા બોડીમાં પ્રતિક્રિયા કરીને તમારો મૂડ ફ્રેશ કરે છે અને તમને ઊર્જાવાન બનાવે છે.

પેટ કરે સાફ : કોફી એક ડાઈયુરેટિક પીણું છે, તે પીવાથી તમને વધારે પેશાબ આવે છે, જેથી શરીરમાંથી તમામ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે અને તમારું પેટ સાફ રહે છે.

બ્લૂ લાઈટથી બચવું જરૂરી

શું તમે ક્યારેય ડિજિટલ ઉપકરણોમાંથી નીકળતા વાદળી રંગની વિનાશકારી અસર વિશે વિચાર્યું છે? તે આપણી આંખો, સ્કિન અને મગજને પ્રભાવિત કરે છે. જેકે લોકો સ્વયંને આ યૂવી કિરણોથી સલામત રાખવાના ઉપાયોગથી સારી રીતે વાકેફ છે, પરંતુ મોટાભાગના લોકો પોતાની સ્કિન પર પડતા આ વાદળી પ્રકાશની નુકસાનકારક અસરો અને ઉપલબ્ધ સુરક્ષા ઉપાયો વિશે તો અજાણ હોય છે. રિપોર્ટ અનુસાર, વાદળી પ્રકાશ કરચલીઓ, સ્કિનની શિથિલતા અને હાઈપરપિગમેંટેશન સહિત આપણને સમય પહેલાં વૃદ્ધ બનાવે છે. ૬૦ ટકા લોકો દિવસમાં ૬ કલાકથી વધારે સમય ડિજિટલ સ્ક્રીનની સામે પસાર કરતા હોય છે, તેથી આપણને સૂર્યમાંથી મળતા પ્રકાશની સરખામણીમાં વધારે વાદળી પ્રકાશ મળી રહ્યો છે.

બ્લૂ લાઈટ, જેને હાઈ એનર્જી વિજિબલ લાઈટ પણ કહેવામાં આવે છે, તેમાં યૂવી કિરણોની સરખામણીમાં સ્કિનમાં ઊંડાણ સુધી જવાની ક્ષમતા વધારે હોય છે. આ સ્થિતિમાં આપણે આપણી સ્કિનની સુરક્ષા માટે ઈન્ડોર અને આઉટડોર એમ બંને જગ્યાએ સાવચેતી રાખવાની જરૂર છે. સ્કિનને પાડે નબળી તાજેતરની એક શોધમાં જેાવા મળ્યું છે કે સૂર્યના યૂવી કિરણોની સરખામણીમાં બ્લૂ લાઈટ રેડિયેશનના સતત સંપર્કમાં આવવાથી વધારે પિગમેંટેશન, લાલાશ અને સોજેા આવે છે.

લાંબા સમય સુધી બ્લૂ લાઈટના સંપર્કમાં રહેવું રંગ પરિવર્તન, સોજા અને સ્કિનની સપાટીના નબળા થવાનું કારણ બની શકે છે. શોધ જણાવે છે કે વાદળી પ્રકાશના લીધે કોશિકા ઓક્સિકરણ એટલે કે ફ્રી રેડિકલ્સ જે સ્કિનને નુકસાન પહોંચાડે છે, તેની પ્રક્રિયા ઝડપી બની જાય છે અને તે માનવ સ્કિનમાં પ્રોટીનને નુકસાન પહોંચાડે છે. આ સ્થિતિમાં જેા તમે સમય પહેલાં વૃદ્ધાવસ્થાને આવતી અટકાવવા વિશે ગંભીર છો તો તમારી સનસ્ક્રીન આદતોને બદલવાનો અને એવા સનસ્ક્રીનને સામેલ કરવાનો સમય છે જે આપણને ન માત્ર બાહ્ય હાનિકારક કિરણોથી બચાવે, પણ હાનિકારક ઈન્ડોર બ્લૂ લાઈટથી પણ રક્ષણ આપે. કેટલાક રોમાંચક તથ્ય :

  • તાજેતરના રિપોર્ટના તારણો અનુસાર આજે લોકો દિવસમાં સરેરાશ ૧૫૦ વાર પોતાના ફોન જેાતા હોય છે અને પ્રતિદિન ૧૦ કલાકથી વધારે સમય સ્ક્રીન પર પસાર કરે છે. તેથી તેમને સૂર્યમાંથી મળનારા બ્લૂ લાઈટ એક્સપોઝરની તુલનામાં ઘણું વધારે બ્લૂ એક્સપોઝર મળી રહ્યું હોય છે.
  • એક કમ્પ્યૂટરની સામે ૪ થી ૮ કલાકનો કાર્ય સમય પસાર કરવાથી તમને એટલી ઊર્જા પ્રાપ્ત થાય છે જેટલી બપોરના સમયે સૂર્યના પ્રકાશમાં ૨૦ મિનિટ રહેવાથી મળે છે. તેને આ રીતે પણ સમજી શકો છો કે બપોરના ૧ વાગ્યાને ૭ મિનિટ સુધીના પ્રકાશમાં રહેવું તત્કાલ રીતે સ્કિનનો રંગ બદલવા માટે પૂરતું હોય છે. કેવી રીતે બચાવશો સ્કિનને.
  • તમારા ફોન અને કમ્પ્યૂટરને એક બ્લૂ લાઈટ શીલ્ડથી ઢાંકી દો.
  • એલોવેરાના લાભ સાથે બ્લૂ લાઈટ ટેક્નોલોજી ધરાવતા જૈવિક સનસ્ક્રીનનો પ્રયોગ શરૂ કરો.
  • સનસ્ક્રીનનો પ્રયોગ બંને સમયે કરવો જેાઈએ. જ્યારે તમે બહાર જાઓ છો અને જ્યારે તમે કોઈ ડિજિટલ ઉપકરણનો પ્રયોગ કરી રહ્યા છો.
  • કેટલાક સ્માર્ટ ફોનમાં એક સેટિંગ હોય છે, જેા પીળા પ્રકાશ (જેને નાઈટ મોડ અથવા નાઈટ શીટ કહેવામાં આવે છે ) માટે વાદળી પ્રકાશને નિષ્ક્રિય કરી દે છે, જેનાથી તમારી આંખ અને સ્કિન પર દુષ્પ્રભાવ પડતો નથી.
  • દાડમ, તરબૂચ અને દ્રાક્ષ જેવા ફળ ખાઓ. આ ફળ સૂર્યના પ્રકાશથી થતા નુકસાનને ઘટાડવામાં મદ કરે છે. તે એન્ટિઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી હોય છે તેમજ સૂર્યના કિરણોથી થત નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.
  • તમારી વર્કબેગમાં સારી ક્વોલિટીનું સનસ્ક્રીન અચૂક રાખો. સનસ્ક્રીન માટેના નવા નિયમો તમારી સ્કિનને વાદળી પ્રકાશના દુષ્પ્રભાવથી બચાવશો. *
વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો