લવ યૂ પપ્પા

વાર્તા – ઈંજી. આશા શર્મા

પોતાની મા ના બીજા પતિ અભિષેકને તનુ પોતાના પિતા નહોતી માની શકતી.
અભિષેકને પોતાની મા થી દૂર કરવા માટે એક રાત્રે તેણે એવો પ્રયત્ન કર્યો કે…
‘‘અરે તનુ, તું કોલેજ છોડીને અહીં કોફી પી રહી છે? આજે ફરી બંક માર્યો કે શું? ઈટ્સ નોટ ફેર બેબી.’’ મોલ કે રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે બેઠી તનુને જેાતા જ સૃષ્ટિ ચોંકીને બોલી.
પછી તનુ પાસેથી કોઈ જવાબ ન મળતા ઝંખવાયેલી સૃષ્ટિ તેના મિત્રો તરફ વળી.
પગમાં હાઈ હીલ, સ્ટાઈલમાં બાંધેલા વાળ અને લેટેસ્ટ વેસ્ટર્ન ડ્રેસમાં સજ્જ સૃષ્ટિને તનુના મિત્રો અપલક નજરે જેાઈ રહ્યા હતા.
ચાલો, હવે આવી જ ગઈ છે તો એન્જેાય કર.
કહેતા સૃષ્ટિએ કેટલીક નોટ તનુના પર્સમાં ઠાંસીને બધાને બાય કર્યું અને પછી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગઈ.
તનુ, કેટલી હોટ છે તારી મોમ…
તું તો તેમની સામે કંઈ જ નથી…
તે સાંભળતાં જ રેસ્ટોરન્ટના દરવાજા સુધી પહોંચેલી સૃષ્ટિ હસી પડી.
જેાકે તેના માટે આ કોઈ નવી વાત નહોતી, કારણ કે તેને ઘણીવાર એવી કોમ્પ્લિમેન્ટ સાંભળવા મળતી હતી.
પણ તનુના ચહેરા પર પોતાની મા માટે ગુસ્સાના ભાવ સ્પષ્ટ જેાઈ શકાય છે.

સૃષ્ટિ ખૂબ સુંદર છે. એટલી આકર્ષક કે કોઈને પણ ફરીને જેાવા મજબૂર કરે છે.
તેને જેાઈને કોઈપણ કહી શકે છે કે હા, કેટલાક લોકો ખરેખર બીબામાં ઢાળીને બનાવવામાં આવે છે.
જેા સુંદરતાને લોકો વરદાન સમજે છે તે જ સુંદરતા સૃષ્ટિ માટે અભિશાપ બની હતી.
૫ વર્ષ પહેલાં જ્યારે તનુના પિતાનું એક દુર્ઘટનામાં મૃત્યુ થયું ત્યારે આ સુંદરતાએ ૧-૧ કરીને બધાં સગાંસંબંધી, મિત્રો અને ઓળખીતાના ચહેરા પરથી નકાબ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.
નકાબની પાછળ છુપાયેલા કેટલાય ચહેરા તો એટલા ઘૃણાસ્પદ હતા કે તેમનાથી ગભરાઈને સૃષ્ટિએ આ દુનિયા જ છોડવાનો નિર્ણય કરી લીધો.
પણ ત્યારે તનુનો વિચાર આવી ગયો.
તેને લાગ્યું કે જ્યારે તે આ દુનિયાનો સામનો નથી કરી શકતી તો પછી આ નિર્દોષ તનુ કેવી રીતે કરી શકશે.

પછી તે જ દિવસોમાં તેના જીવનમાં આવ્યો હતો અભિષેક…
અભિષેક સૃષ્ટિના પતિનો સહકર્મી હતો અને તેમના મૃત્યુ પછી હવે સૃષ્ટિના, કારણ કે સૃષ્ટિને તેની ઓફિસમાં પોતાના પતિની જગ્યાએ દયાની દષ્ટિએ નોકરી મળી ગઈ હતી.
અભિષેક હજી કુંવારો કેમ હતો, તે બધા માટે કુતૂહલનો વિષય હતો.
આ રહસ્ય પહેલી વાર અભિષેકે જાતે જ સૃષ્ટિ સામે ખોલ્યું હતું કે પિતા વિનાના ઘરમાં સૌથી મોટા હોવાના લીધે નાના ભાઈબહેનની જવાબદારી નિભાવતા ક્યારે તેના લગ્નની ઉંમર નીકળી ગઈ, તેને ખબર જ ન પડી અને આ બધાની વચ્ચે જ ક્યારેક તેનું દિલ પણ તો કોઈના માટે આ રીતે ધબક્યું નહોતું જેાવું હવે સૃષ્ટિને જેાઈને ધબકે છે.

આ સાંભળીને એકવાર તો સૃષ્ટિ દંગ રહી ગઈ, પણ પછી વિચાર્યું કે કેમ કપાયેલ પતંગની જેમ સ્વયંને લૂંટાવા માટે છોડી દેવાય…
કેમ ન પોતાની ધુરા કોઈ વિશ્વાસપાત્રના હાથમાં સોંપીને નિશ્ચિત થઈ જાય.
પરંતુ તેના આ નિર્ણય પહેલાં તેના માટે તનુનો મત જણવો ખૂબ જરૂરી હતો અને તનુનો મત જાણવા માટે જરૂરી હતું તેનું અભિષેકને મળવું અને પછી તેનું તેના પિતા રૂપે સ્વીકાર કરવા સહમત થવું, કારણ કે તનુ હજી સુધી પોતાના પિતાને ભૂલી નહોતી શકી.
ભૂલી તો તે પણ ક્યાં હતી, પણ હકીકત એ છે કે જીવનની હકીકતને કડવી ગોળીની જેમ ગળવી જ પડે છે અને આ વાત તેની જેમ તનુ પણ જેટલી જલદી સમજી લે એટલું જ સારું છે.

અભિષેકનો સૌમ્ય અને સ્નેહાળ વ્યવહાર…
નાનીનું તનુને દુનિયાદારી સમજાવવું અને થોડીઘણી સામાજિક સલામતીની જરૂર પણ, જેાકે કદાચ સ્વયં તનુએ કમને જ પણ સૃષ્ટિ સાથે અભિષેકના સંબંધને સહમતી આપી દીધી.
અભિષેકને તેમની સાથે રહેતા લગભગ વર્ષ થવા આવ્યું હતું, પણ તનુ હજી તેને પોતાના દિલમાં વસાવેલી પિતાની તસવીરને ફ્રેમમાં ફિટ નહોતી કરી શકી.
તે તેને મમ્મીના પતિ રૂપે જ સ્વીકાર કરી શકી હતી, પોતાના પિતા રૂપે નહીં.
તનુએ એકવાર પણ અભિષેકને પપ્પા કહીને નહોતો બોલાવ્યો.
પિતાનું કસમયે જતા રહેવું અને મા ની નવા પુરુષ સાથેની નજદીકી તનુને ભાવનાત્મક રીતે ખૂબ કમજેાર બનાવી રહી હતી.
વાતવાતમાં ચીસાચીસ કરવી, દરેક જિદ્દ મનાવડાવવી, દરેક સમયે પોતાના મોબાઈલમાં ડૂબેલા રહેવું, અભિષેકનું ઓફિસથી ઘરે આવતા જ પોતાના રૂમમાં ઘૂસી જવું તનુની ટેવ બનતી જઈ રહી હતી.
તેની માનસિક સ્થિતિ જેાઈને ઘણીવાર સૃષ્ટિને પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગતો.
પણ ત્યારે જ અભિષેક તનુના આ વ્યવહારને કિશોરાવસ્થાના સામાન્ય લક્ષણ કહીને સૃષ્ટિને આ ગિલ્ટમાંથી બહાર કાઢી દેતો હતો. અભિષેક નો સાથ મેળવીને મુરઝાયેલી સૃષ્ટિ ફરીથી ખીલવા લાગી હતી.

અભિષેક પણ તેને હંમેશાં સાજશણગાર કરેલી જેાવા ઈચ્છતો હતો.
તેથી તેના કપડાં, ઘરેણાં અને અન્ય એક્સેસરિઝ પર દિલ ખોલીને ખર્ચ કરતો હતો.
કદાચ લેટ લગ્ન થવાના લીધે પત્નીને લઈને પોતાની બધી દબાયેલી ઈચ્છાઓ પૂરી કરવા ઈચ્છતો હતો, પરંતુ તેનાથી વિપરીત તનુ પોતાની જાતને ખૂબ એકલ અને અસલામત અનુભવવા લાગી હતી.
પોતાની જાત સાથે ખૂબ બેદરદાર થઈ ગઈ હતી.
ધીમેધીમે તનુના કોમળ મનમાં એ લાગણી ઘર કરવા લાગી હતી કે મા ની સુંદરતા જ તેના જીવનનો સૌથી મોટો અભિશાપ છે.
જ્યારે પણ કોઈ તેની સરખામણી સૃષ્ટિ સાથે કરતું તો તનુના મનને બિલકુલ ગમતું નહોતું.
તેને સૃષ્ટિ માટે ઘૃણા થવા લાગી હતી.

હવે તો તેણે સૃષ્ટિની સાથે બહાર આવ-જા કરવાનું પણ લગભગ બંધ કરી દીધું હતું.
તેના મગજમાં એ જ ઊથલપાથલ રહેતી કે જે મા આટલી સુંદર ન હોત તો અભિષેકનું દિલ પણ તેની પર ન આવતું અને ત્યારે તે માત્ર તનુની મા હોત, અભિષેક કે કોઈ બીજાની પત્ની નહીં. મા ને પણ જુઓ.
કેટલી ઘમંડી લાગે છે આજકાલ તેના પગ જમીન પર ટકતા જ નથી…
દરેક સમયે અભિષેક આગળપાછળ ફરતો રહે છે.
તો શું આ બધું અભિષેકના પ્રેમના લીધે છે? જેા અભિષેક મા ના બદલે મને પ્રેમ કરવા લાગે તો? પછી મા શું કરશે? કેવી એકદમ જમીન પર આવી જશે…
કલ્પના માત્રથી જ તનુ ખીલી ઊઠી.

તનુના મનમાં ઈર્ષાની આગ ભભૂકવા લાગી હતી.
તેના મગજે ઝડપથી વિચારવાનું શરૂ કરી દીધું હતું.
કેટલાય પ્રકારની યોજનાઓ મનમાં બનાવવા લાગી.
અચાનક તનુના હોઠ પર એક કુટિલ હાસ્ય દેખાયું.
આખરે તેને રસ્તો સૂઝવા લાગ્યો હતો.
હા, હું હવે અભિષેકને મારો બનાવીશ…
તેને મા થી દૂર કરીને તેનું ઘમંડ તોડીશ…
તનુએ આ નિર્ણય લેવામાં બિલકુલ મોડું ન કર્યું.
પરંતુ આ એટલું સરળ નહોતું, આ વાત પણ તે સારી રીતે સમજતી હતી.

પોતાની યોજનાને તેના અસલી અંજામ સુધી પહોંચાડવા માટે તેણે અભિષેક પર નજર રાખવાનું શરૂ કરી દીધું.
તેની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવા લાગી.
તેની પસંદ-નાપસંદને સમજવાનો પ્રયાસ કરવા લાગી.
તેના ઓફિસથી આવતા જ તે તેના માટે પાણીનો ગ્લાસ લાવીને મૂકતી.
હા, અભિષેકને જેાઈને પ્રેમથી હસવામાં તેને જરૂર થોડો સમય લાગતો હતો.
‘‘મા, માથામાં ખૂબ દુખાવો થાય છે… થોડો બામ લગાવી દો ને…

તનુએ જેારથી ચીસ પાડી તો તેના રૂમમાં દોડીને ગયો, જેાયું તો તનુ પથારી પર ઊંધા મોંએ પડી હતી.
શોર્ટ પહેરીને ઊંઘેલી તનુએ પોતાના શરીર પર ચાદર કંઈક એ રીતે નાખેલી હતી કે તેની ખુલ્લી જાંઘે અભિષેકનું ધ્યાન એક ક્ષણ માટે જ, પોતાની તરફ ખેંચી લીધું.
તેને વિચિત્ર લાગ્યું તો ચાદર બરાબર ઓઢાડીને તેના માથા પર હાથ મૂક્યો.
તાવ નહોતો.
સૃષ્ટિ શાકભાજી લેવા ગઈ હતી, હજી પાછી નહોતી આવી.
તેથી તે તનુના માથાની બાજુમાં બેસીને તેનું માથુ પંપાળવા લાગ્યો.
તનુએ ખસીને અભિષેકના ખોળામાં માથું મૂકી દીધું તો અભિષેકને સારું લાગ્યું.
તેને વિશ્વાસ બેસવા લાગ્યો કે કદાચ હવે તેમના સંબંધમાં જામેલો બરફ ઓગળી જશે.
ધીમેધીમે તનુ અભિષેક સાથે ખૂલવા લાગી.
ક્યારેક ક્યારેક સૃષ્ટિની ગેરહાજરીમાં તે અભિષેકને જિદ્દ કરીને બહાર લઈ જતી.
ચાલતાં ચાલતાં ક્યારેક તેનો હાથ પકડી લેતી તો ક્યારેક તેના ખભા પર હાથ ટેકવી લેતી.

અભિષેક પણ પૂરો પ્રયાસ કરતો હતો તેને ખુશ રાખવાનો.
તે તેના જીવનમાં પિતાની દરેક કમીને પૂરી કરવા ઈચ્છતો હતો, પરંતુ ક્યારેક ક્યારેક તે વિચારોમાં પડી જતો હતો કે આખરે તનુ તેની પાસેથી શું ઈચ્છે છે, કારણ કે તનુએ અત્યાર સુધી તેને પપ્પા કહીને સંબોધિત નહોતો કર્યો.
તે હંમેશાં તેની સાથે કોઈપણ સંબોધન વિના જ વાત કરતી હતી.
બહાર જતા કપડાંની બાબતમાં તનુ અભિષેકની પસંદના રંગના કપડાં જ પહેરતી હતી.

એક દિવસે પાર્કમાં બેંચ પર અભિષેકના ખભાને અડીને બેઠેલી તનુએ અચાનક અભિષેકને પૂછી લીધું, હું કેવી લાગું છું.
જેવી દરેક પિતાને પોતાની દીકરી લાગે છે…
એકદમ પરી જેવી… અભિષેકે ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો.
પણ તેને સાંભળીને તનુના ચહેરાની સ્માઈલ ગાયબ થઈ ગઈ.
પછી મનોમન બબડી કે કઈ માટીનો બનેલો છે આ માણસ…
હું તો તેને મારી મોહજાળમાં ફસાવવા ઈચ્છુ છું અને આ છે કે મારામાં પોતાની દીકરી શોધી રહ્યો છે…
અથવા તો આ માણસ ખૂબ નાદાન છે કે પછી ખૂબ જ ચાલાક…
ક્યાંક એવું તો નથી કે આ મારી પહેલની રાહ જેાઈ રહ્યો છે? લાગે છે કે હવે મારે મારો માસ્ટર સ્ટ્રોક અજમાવવો પડશે અને પછી મનોમન કંઈક નક્કી કરી લીધું.
‘‘અભિષેક, મા ની તબિયત ખૂબ ખરાબ છે. તેમને મારી જરૂર છે.
મારે ૨-૪ દિવસ માટે ત્યાં જવું પડશે. તું તનુનું ધ્યાન રાખજે પ્લીઝ…
સૃષ્ટિએ અભિષેકના ઓફિસથી આવતા જ કહ્યું તો તનુની તો જાણે મનની ઈચ્છા પૂરી થઈ ગઈ.
તે આવી જ કોઈ તકની લાગમાં હતી.
તે કાન લગાવીને બંનેની વાતો સાંભળવા લાગી.
થોડી જ વારમાં સૃષ્ટિએ કેબ બોલાવી અને ૪ દિવસ માટે પોતાની મા ના ઘરે જતી રહી.
જતાં-જતાં તેણે તનુને ગળે લગાવીને સમજાવી કે તે પોતાનું અને અભિષેકનું ધ્યાન રાખે.

અભિષેકને રાત્રે ઊંઘતા પહેલાં શાવરબાથ લેવાની ટેવ હતી.
જ્યારે તે નહાઈને બાથરૂમમાંથી બહાર આવ્યો તો તનુને પોતાના બેડ પર ઊંઘેલી જેાઈને ચોંકી ગયો.
રૂમની ડિમ લાઈટમાં પારદર્શક નાઈટીમાંથી તનુના કિશોર અંગ ડોકિયું કરી રહ્યા હતા.
તનુ બેસુધ પડી અભિષેકની પ્રતિક્રિયાની રાહ જેાઈ રહી હતી.
અભિષેક થોડી વાર તો ત્યાં ઊભો રહ્યો, પછી ધીમેથી તનુને ચાદર ઓઢાડી અને લાઈટ બંધ કરીને લોબીમાં આવીને બેસી ગયો.

સવારે દૂધવાળાએ જ્યારે ઘંટડી વગાડી તો તેને ભાન આવ્યું કે તે આખી રાત અહીં સોફા પર જ ઊંઘી રહ્યો હતો.
તનુ હતાશ થઈ ગઈ.
અભિષેકને પોતાની તરફ ખેંચવા માટે કઈ દોરીથી બાંધે તેને…
તેના બધાં હથિયાર એક-એક કરીને નિષ્ફળ થઈ રહ્યા હતા.
કાલે તો મા પણ પાછી આવી જશે…
પછી તેને આ સોનેરી તક નહીં મળે…
તેણે જે કંઈ કરવાનું છે આજે જ કરવું પડશે.
તનુએ આજે આરપારની ગેમ રમી લેવાનું વિચારી લીધું.

રાત લગભગ અડધી થઈ હતી.
અભિષેક ઊંઘમાં બેસુધ હતો.
ત્યારે અચાનક કોઈના સ્પર્શથી તેમની આંખ ખૂલી ગઈ.
જેાયું તો તનુ હતી.
તેને વળગેલી.
અભિષેક થોડીવાર તો એમ જ પડી રહ્યો, પછી ધીમેથી પડખું ફેરવ્યું.
અભિષેક તનુના મોં પર ઝૂકવા લાગ્યો.
તનુ પોતાની યોજનાની સફળતા પર ખુશ થઈ રહી હતી.
અભિષેકે ધીમેથી તેના માથાને ચૂમ્યું અને પછી પોતાની પર આવેલા તેના હાથને છોડાવી તનુને ત્યાં ઊંઘતી મૂકીને લોબીમાં આવીને ઊંઘી ગયો.
તે દિવસે સન્ડે હતો.

સૃષ્ટિ થોડી વાર પહેલાં મા ના ઘરેથી આવી હતી.
નહાઈને અને નાસ્તો કર્યા પછી સૃષ્ટિ અભિષેકને મા ની તબિયત વિશે જણાવવા લાગી.
તનુના કાન તે બંનેની વાત તરફ લાગેલા હતા.
તે ડરી રહી હતી કે ક્યાંક અભિષેક તેની હરકતોની ફરિયાદ સૃષ્ટિને ન કરી દે.
અચાનક સૃષ્ટિએ જરા શરમાઈને કહ્યું, ‘‘અભિ, મા ઈચ્છે છે કે હવે આપણા બંનેનું પણ એક બેબી હોવું જેાઈએ.’’ આ સાંભળતાં જ તનુને ઝાટકો લાગ્યો.
‘લો, હવે આ દિવસ જેાવાનો જ બાકી રહ્યો હતો. હવે આ ઉંમરે મા ફરીથી મા બનશે… હં.’ તનુએ વિચારીને મોં બગાડ્યું.

‘‘સૃષ્ટિ, મને તનુના પ્રેમમાં કોઈ ભાગીદારી ન જેાઈએ…
તારાથી આ વાત છુપાવવા માટે હું માફી માગુ છું, પણ તારી સાથે લગ્ન કરતા પહેલાં જ મેં નિર્ણય લીધો હતો કે મને તનુ મારા એકમાત્ર સંતાન રૂપે સ્વીકાર્ય છે, તેથી મેં કોઈને જણાવ્યા વિના આપણા લગ્ન પહેલાં જ મારી નસબંધીનું ઓપરેશન કરાવી લીધું હતું.’’ અભિષેકે કહ્યું.
આ સાંભળીને સૃષ્ટિ અને તનુ બંને ચોંકી ગયા.
‘‘આપણે તનુનું ખાસ ધ્યાન રાખવું પડશે સૃષ્ટિ…
૧૬ વર્ષની તનુ મનથી હજી પણ ૬ વર્ષની અબોધ બાળકી છે…
તે પોતાની જાતને ખૂબ એકલી અનુભવી રહી છે…
કોઈપણ બહારની વ્યક્તિ તેના ભોળપણનો ખોટો લાભ ઉઠાવી શકે છે.
બાપ વિનાની આ માસૂમ બાળકી કેટલી ડરેલી છે.
તેનો મને છેલ્લા ૩ દિવસમાં અહેસાસ થઈ ગયો.
તને ખબર છે, આને રાત્રે કેટલો ડર લાગે છે? તેને જ્યારે ડર લાગતો હતો ત્યારે તે કેટલી નિર્દોષતાથી મને વળગી જતી હતી…
ના સૃષ્ટિ, હું તનુનો પ્રેમ કોઈ બીજા સાથે ન વહેંચી શકું…
હું ખૂબ ખુશનસીબ છું કે કુદરતે મને આટલી વહાલી દીકરી આપી છે.’’

સૃષ્ટિ અનિમેષ નજરે તેને જેાઈ રહી હતી.
અને તનુ? તે તો શરમથી પાણીપાણી થયેલી જાણે જમીનમાં ખૂંપી જવા ઈચ્છતી હતી.
પછી અભિષેકે આવીને ગળે લગાવી લીધી તો તે ડરી ગઈ.
આંખમાંથી વહેતા આંસુની સાથે મનનો બધો મેલ ધોવાઈ ગયો.
સૃષ્ટિએ પાછળથી આવીને બંનેને પોતાની આગોશમાં સમેટી લીધા.
અભિષેકે તનુના ગાલ થપથપાવતા કહ્યું, ‘‘હવે બન્યું છે આ સાચા અર્થમાં સ્વીટ હોમ…’’ તનુએ હસીને ધીમેથી કહ્યું, ‘‘લવ યૂ પાપા.’’ અને ફરી તેમને વહાલથી ભેટી પડી.

તૂટેલા ચંપલ

વાર્તા – ડો. મમતા મેહતા ‘પિંકી’

ખૂબસૂરત જેાર્જેટની હળવા વર્કની યલો સાડી પર મેં મેચિંગ એક્સેસરિઝ પહેરીને અરીસામાં જેાઈ ગર્વભેર સ્મિત કર્યું.
પછી વાળમાંથી નીકળેલી લટને ખસેડતા મનોમન બધાના ચહેરા શિખા, નેહા, રૂપા, આશા, અંજલિ, પ્રિયા, લીના યાદ કર્યા કે આજે તો બધાને ઈર્ષા થશે.
મનોમન શાંતિ, ગર્વ અને સંતુષ્ટિનો શ્વાસ લેતા હું લુક નિહાળી રહી હતી કે એટલામાં અવાજ આવ્યો, ‘‘ઓ ઐશ્વર્યા રાય, હવે મહેરબાની કર અરીસા પર અને ચાલ. આપણે રિસેપ્શનમાં જ જઈ રહ્યા છીએ કોઈ ફેશન પરેડમાં નહીં.’’
‘‘ઉફ્…’’ ગુસ્સામાં મારી મુઠ્ઠી વળી ગઈ કે તેમને સહેજ પણ સાજ-શણગાર ગમતો નથી. મારા ચુપ રહેવાનો તો સવાલ જ નહોતો.
તેથી બોલી, ‘‘રિસેપ્શનમાં પણ જઈશું તો વ્યવસ્થિત જ જઈશું ને…
તમારી જેમ કઢંગી રીતે તો નહીં…
સમાજ અને સાહેલીઓમાં મારી પ્રતિભા છે… સમજ્યા?’’ તે પણ શું ચુપ રહેવાના હતા.
તેથી બોલ્યા, ‘‘પ્રતિભા મારા લીધે છે તારા મેકઅપના લીધે નહીં. કમાઉં છું…
૪ પૈસા લાવું છું…
સમાજમાં ૨ પૈસા આપું છે, તો તારી પ્રતિભા વધે છે…
આવી મોટી પ્રતિભાવાળી.’’
મેં પલટવાર કર્યો, ‘‘હા તો એમ સમજેા. તમારી, તમારા ઘરની પ્રતિભા જાળવી રાખવા, સ્ટેટસ બચાવી રાખવા માટે જ તો તૈયાર થઈને જાઉં છું.’’
‘‘આ રીતે સજવાના ચક્કરમાં રિસેપ્શનની પાર્ટી પૂરી ન થઈ જાય.’’ હું પણ બોલી,
‘‘જ્યારે જુઓ જલદીજલદી… તમારે શું કરવું પડે છે… બસ શર્ટ પહેર્યો, પેન્ટ ચઢાવ્યું અને થઈ ગયા તૈયાર… માથા પર એટલા વાળ પણ નથી, જે સેટ કરવામાં ટાઈમ લાગે.’’
તેઓ ચિડાઈને બોલ્યા, ‘‘તારી સાથે તો વાત કરવી જ નકામી છે. આવવું હોય તો ચાલ, નહીં તો રહેવા દે… આવા મૂડમાં જવા કરતાં સારું છે કે ન જવું.’’

હું ડરી ગઈ કે જેા ન ગયા તો સાહેલીઓના ઊતરેલા મોઢા કેવી રીતે જેાઈશ, ‘‘ના… ના… જવું તો છે જ.’’ હું ફટાફટ ચંપલ પહેરતા બોલી.
રિસેપ્શન લોનની બહાર જ રૂપા મળી ગઈ.
બોલી, ‘‘હાય રિયા, આવી ગઈ? મને તો લાગ્યું કે ક્યાંક હું જ મોડી પડી, પણ સારું થયું તું મળી ગઈ… અને બધા આવી ગયા?’’
હું હસી, ‘‘અરે, મને શું ખબર આવ્યા કે નહીં.
હું તો હમણાં જ તારી સામે જ આવી છું.’’ તે હસી પણ કંઈ ન બોલી.

આમતેમ નજર ફેરવતા તેણે મારી પર નજર નાખી.
હું મનોમન હસી, ‘‘જેાઈ લે બેટા, બરાબર જેા અને બળ… બળી રહી છે એટલે જ તો કંઈ બોલતી નથી અને બોલે પણ શું. હવે અહીં જ ઊભી રહીશ કે અંદર પણ આવીશ. ચાલ જરા જેાઈએ અંદર કોણકોણ આવ્યું છે.’’
‘‘હા… હા… ચાલ.’’ અમે ગેટ પર સ્વાગત માટે ઊભા મહેમાનોનું અભિવાદન સ્વીકારીને અંદર ગયા.
સ્ટેજ પર સજીધજીને ઊભેલા દૂલ્હાદુલ્હનને કવર આપ્યું.
પછી ખાણીપીણીના સ્ટોલ તરફ ગયા. ત્યાં બધા દેખાયા.
અમને જેાતા જ તે અમારી તરફ આવી.
આ તેમના મિત્રોમાં બિઝી થઈ ગયા અને હું મારી સાહેલીઓમાં.

શિખા જેાતા જ બોલી, ‘‘હાય, નીલમ સેટ તો ખૂબ સરસ લાગે છે. અસલી છે?’’
હું બોલી, ‘‘અરે, હા. તને તો ખબર જ છે કે નકલી વસ્તુ મને ગમતી જ નથી.’’
આશાએ કટાક્ષ કર્યો, ‘‘તો આ સાડી પરનું વર્ક પણ અસલી છે કે શું?’’ મેં પણ જવાબ આપ્યો, ‘‘ના, પણ જેાર્જેટ અસલી છે.’’
નેહાએ બંગડીઓ પર હાથ ફેરવ્યો, ‘‘આ સરસ લાગે છે. આ પણ અસલી છે?’’ મેં કહ્યું, ‘‘પૂરા અઢી લાખની છે. હવે તું જ વિચાર અસલી છે કે નકલી.’’
નિશી બોલી, ‘‘અરે, હમણાં મારા માસીએ લીધી છે. પૂરા ૪ લાખની હીરાની બંગડીઓ… એટલી સરસ ડિઝાઈન છે કે બસ જેાતા જ રહી જાઓ.’’
મેં ગુસ્સા પર કાબૂ રાખ્યો, ‘‘પણ હીરાની બંગડીઓમાં તે વાત નથી, જે આ બારીક નકશીકામમાં હોય છે અને આજકાલ હીરા પહેરો તો ખબર જ નથી પડતી કે અસલી છે કે નકલી.
બજારમાં ડાયમંડના એવાએવા આર્ટિફિશિયલ સેટ્સ મળે છે કે અસલીનકલી એક જેવું દેખાય છે.
તેથી હું તો ડાયમંડની જ્વેલરી લેતી જ નથી.’’ લીના બોલી,
‘‘ગમે તે હોય ડાયમંડ તો ડાયમંડ જ છે. ભલે કોઈને ખબર પડે કે ન પડે, પણ મનને તો સેટિસ્ફેક્શન રહે છે કે પોતાની પાસે હીરા છે.’’ મેં મોં બગાડ્યું,
‘‘હાય એવા હીરાનો શું ફાયદો, જેની પોતાને જ ખબર હોય. અરે, વસ્તુની અસલી કિંમત તો ત્યારે વસૂલ થાય જ્યારે ૪ લોકો વખાણ કરે, નહીં તો શું… જાતે જ લાવો, જાતે જ પહેરો. જાતે જ જુઓ અને લોકરમાં મૂકી દો.’’
અંજલિ એ નેહાને જેાઈ, ‘‘હા, સાચું જ તો છે.
વસ્તુ ખરીદવાની મજા તો ત્યારે છે જ્યારે ૪ લોકો તેને જુએ, નહીં તો શું અર્થ વસ્તુ લેવાનો…
હવે જેા આજે રિયા આ બધું ન પહેરતી તો આપણને કેવી રીતે ખબર પડતી કે તેની પાસે છે કે નહીં.’’ નેહા બોલી,
‘‘છોડ ને, ચાલ જેાઈએ ખાણીપીણીમાં શું છે. સોનાહીરાની વાતોથી તો પેટ ભરાશે નહીં ને.’’
‘‘હા… હા… ચાલો. જેાઈએ શું-શું છે.’’ કહેતા બધા સ્ટોલ તરફ ગયા.

એટલામાં કોઈનો પગ મારા ચંપલ પર પડ્યો.
ચંપલ ખેંચાયા તો પટ્ટો તૂટી ગયો. હવે ચાલુ કેવી રીતે?
હું રડમશ થઈ ગઈ કે હવે તો આ બધાને મજા આવશે.
અરે, શું કરું કેવી રીતે તેમની નજરથી બચાવું.
પછી વિચાર્યું અહીં જ ઊભી રહું, પણ શિખાએ મને ખેંચી, ‘‘ચાલ ને ઊભી કેમ છે?’’
હું લંગડાતી ચાલવા લાગી, ‘‘કંઈ નહીં, કંઈ નહીં.’’ કહીને થોડી આગળ વધી પણ ફરી લંગડાવા લાગી.
હવે બધા મને ઘેરીને ઊભા થઈ ગયા, ‘‘અરે, શું થયું? કેવી રીતે થયું? શું તૂટ્યું? પગમાં વાગ્યું કે શું? ચક્કર આવ્યા કે શું?’’ હવે તેમને શું કહેતી કે મારા ચંપલ તૂટી ગયા.

ખૂબ જ વિચિત્ર સ્થિતિ ઊભી થઈ.
શિખા બોલી, ‘‘ચંપલ અસલી નહોતા કે શું? આમ કેવી રીતે તૂટી ગયા?’’
હું ગુસ્સામાં બોલી, ‘‘તે સોનાના નહોતા… ચામડાનું જ સોલ હતું નીકળી ગયું.’’
શિખાએ મંચુરિયન ખાધું, ‘‘અરે, ગુસ્સે ન થા. મેં તો એટલે પૂછ્યું કે તું ક્યારેય કોઈ વસ્તુ નકલી પહેરતી જ નથી.’’
અંજલિએ હસીને તેના હાથ પર તાળી મારી, ‘‘હવે તું એક કામ કર, ચંપલ કોઈ ખૂણામાં કાઢી દે અને એમ જ ફર. કોણ જેાવાનું છે કે તેં પગમાં ચંપલ પહેર્યા છે કે નહીં.’’ બધા હસવા લાગ્યા.
ઈચ્છા તો થઈ કે તેમના મોઢા પર ૧-૧ થપ્પડ જડી દઉં, પણ મન મારીને ચુપ જ રહી.
હવે ન ખાવામાં મન નહોતું ન રિસેપ્શનમાં રોકાવાનું.
મોબાઈલ કરીને તેમને બોલાવ્યા, તે આવ્યા.
તેમને એક ખૂણામાં લઈ જઈને એ રીતે ફાટી જાણે વાદળ, ‘‘જેાયું… જેાયું તમારા… તમારા જલદીજલદીના ચક્કરમાં મારું કેટલું અપમાન થયું… જરા ૨ મિનિટ મને વ્યવસ્થિત જેાઈ લેવા દીધું હોત તો સારી ચંપલ કાઢીને પહેરી લેતી, પણ ના, મારું અપમાન થાય તો તમને મજા જ આવશે ને… હવે ખુશ છો ને… કરો એન્જેાય મારા અપમાનને.’’ તેમણે જેાયું.

ચંપલને મારા પગ સહિત રૂમાલથી બાંધ્યા તો હું થોડી ચાલવા લાયક થઈ, પણ હવે રોકાવાનો તો સવાલ જ નહોતો.
મેં તેમના હાથ પકડ્યા અને ઘરે જવા નીકળી, પણ સાહેલીઓનું કટાક્ષ કરતું હાસ્ય મારો પીછો કરી રહ્યું હતું.
હું તેની પર વરસી રહી હતી, ‘‘ઘરેથી નીકળતી વખતે ટોકવા કે ઝઘડો કરવાની તમને હંમેશાં ટેવ છે. તેથી આજે મારું આટલું અપમાન થયું. જરા શાંતિથી કામ લેતા તો હું પણ વ્યવસ્થિત ચંપલ પહેરી લેતી.’’
મારી આંખ વરસી રહી હતી, ‘‘હવે બીજી વાર આ સાહેલીઓને શું મોં બતાવીશ અને બતાવીશ તો જડબાતોડ જવાબ આપવો પણ જરૂરી છે, પરંતુ આ ત્યારે શક્ય છે જ્યારે અઢીત્રણ હજારના ચંપલ મારા પગમાં હશે. સમજ્યા?’’
તેમનો જવાબ સાંભળ્યા વિના મેં જેારથી દરવાજેા બંધ કર્યો અને વિચારવા લાગી, ‘કાલે જ સૌથી મોંઘા શોરૂમમાં જઈને ચંપલ ખરીદીશ, પણ આ લોકોને કેવી રીતે બતાવીશ, એ વિચારવું પડશે…’

સર્વસ્વ

વાર્તા – અનિતા લલિત

બેઠકમાં બેસેલી શિખા રાહુલના વિચારોમાં ખોવાયેલી હતી. તે નહાઈને તૈયાર થઈને સીધી અહીં આવીને બેઠી હતી.
તેની સુંદરતા ઊગતા સૂરજ સમાન હતું.
સોનેરી ગોટાની કિનારીવાળી લાલ સાડી, હાથમાં લાલ બંગડી, માથા પર ચાંલ્લો, સેંથામાં ચમકતું સિંદૂર જાણે સૂરજને પડકાર આપી રહ્યા હતા.
ઘરના બધા લોકો ઊંઘી રહ્યા હતા, પરંતુ શિખાને આખી રાત ઊંઘ ન આવી.
લગ્ન પછી તે પહેલી વાર પિયર આવી હતી.
પગ ફેરની વિધિ અને આજે રાહુલ એટલે કે તેનો પતિ તેને પાછો લેવા આવવાનો હતો.
તે ખૂબ ખુશ હતી.
તેણે એક નજર બેઠક પર ફેરવી.
તેને યાદ આવ્યો તે દિવસ જ્યારે તે ખૂબ નાની હતી અને તેની મમ્મીનો પાલવ પકડીને ડરેલી દીવાલના ખૂણામાં ઘૂસી રહી હતી.

નાના અહીં જ દીવાન પર બેસી તેમના દીકરા અને વહુને જેાતા નિર્ણય સંભળાવી રહ્યા હતા, ‘‘માલા, હવે તેની છોકરી સાથે અહીં જ રહેશે, આપણી સાથે. આ ઘર તેનું પણ તેટલું જ છે જેટલું તમારું.
એ સાચું છે કે મેં માલાનાં લગ્ન તેની વિરુદ્ધ કરાવ્યા હતા, કારણ કે છોકરાને તે પ્રેમ કરતી હતી, તે આપણી જેમ ઉચ્ચ કુળનો નહોતો, પરંતુ જયરાજ (શિખાના પપ્પા) ના કસમયે ગુજરી જવાથી તેના સાસરીવાળાએ તેની સાથે મોટો અન્યાય કર્યો.
તેમણે જયરાજના ઈન્શ્યોરન્સનો બધો પૈસો હડપી લીધો અને મારી દીકરીને નોકરાણી બનાવીને દિવસરાત કામ કરાવીને આ બિચારીનું જીવવું હરામ કરી દીધું.
હું જાણતો નહોતો કે દુનિયામાં આટલા સ્વાર્થી લોકો પણ હોય છે કે તેમના દીકરાની છેલ્લી નિશાનીથી પણ મોં ફેરવી લે.
બસ હવે હું જેાઈ શકતો નથી.

આ વિશે મેં ગુરુ સાથે વાત કરી લીધી છે અને તેમનું પણ માનવું છે કે માલા દીકરીને તે લાલચુ લોકોની ચુંગાલમાંથી બહાર કાઢી અહીં લઈ આવો.’’
થોડી વાર પછી ફરી બોલ્યા, ‘‘હજી હું જીવિત છું અને મારામાં એટલી તાકાત છે કે હું મારી દીકરી અને તેની આ ફૂલ જેવી છોકરીનું ધ્યાન રાખી શકું…
હું પરિવારના દરેક સભ્ય પાસેથી એ જ આશા રાખું છું કે તમે પણ ભાઈની ફરજ નિભાવો.’’
પછી નાનાએ ખૂબ વહાલથી તેને ખોળામાં બેસાડી હતી.
તે સમયે રાજકુમારી જેવી લાગતી હતી.
ઘરના બધા સભ્યે આ નિર્ણય સ્વીકારી લીધો હતો અને તેની મમ્મી પણ ઘરમાં પહેલાંની જેમ હળીમળી ગઈ હતી.
મમ્મી એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરતી હતી.
આ રીતે તેમણે કોઈને લાગવા ન દીધું કે તે કોઈની પર બોજ છે.
નાના અને નાનીને કુટુંબના કુળગુરુમાં આસ્થા હતી.
બધાના ગળામાં એક લોકેટમાં તેમની જ તસવીર રહેતી હતી.
કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં ગુરુની આજ્ઞા લેવી જરૂરી હતી.
શિખાએ બાળપણથી જ આ માહોલ જેાયો હતો.
તેથી તે પણ ગુરુમાં શ્રદ્ધા રાખવા લાગી હતી.

બિઝી હોવા છતાં સમય કાઢીને તેની મમ્મી ગુરુના ફોટા સામે બેસીને પૂજા કરતી હતી.
ક્યારેક-ક્યારેક તે પણ મમ્મી સાથે બેસતી અને ગુરુને એક જ પ્રાર્થના કરતી કે ગુરુ, મને એટલી મોટી ઓફિસર બનાવજેા કે હું મારી મમ્મીને તે તમામ સુખ અને આરામ આપી શકું, જેનાથી તે વંચિત રહી છે.
એટલામાં કોઈ અવાજથી શિખાના વિચારોમાં ભંગ પડી ગયો.
તેણે વળીને જેાયું.
હવાના લીધે બારી ખૂલી ગઈ હતી.
ઊઠીને શિખાએ બારી બંધ કરી.
આંગણામાં જેાયું તો શાંતિ છવાયેલી હતી.

ઘડિયાળમાં જેાયું તો સવારના ૬ વાગ્યા હતા.
હજી બધા ઊંઘી રહ્યા છે, વિચારીને તે પણ સોફા પર આડી પડી.
તે ફરી અતીતના વિચારોમાં ખોવાઈ ગઈ…
જ્યાં સુધી નાના જીવિત રહ્યા, ઘરમાં તે રાજકુમારી અને મમ્મી રાણીની જેમ રહ્યા, પણ આ સુખ તે બંનેના નસીબમાં વધારે દિવસનું નહોતું.

૧ વર્ષ પછી અચાનક એક દિવસ હૃદયના ધબકારા બંધ થઈ જવાથી નાના ગુજરી ગયા.
બધું એટલું અચાનક થયું કે નાનીને આઘાત લાગ્યો.
તેમની દીકરી અને પૌત્રી વિશે વિચારવું તો દૂર, તેમને પોતાનું ભાન પણ ન રહ્યું.
તે તેમના દીકરા પર નિર્ભર છે અને પરિસ્થિતિના આ નવા સમીકરણે શિખા અને તેની મમ્મી માલાના જીવનને ફરીથી ક્યારેય દૂર ન થનાર દુખના દરવાજા પર લાવીને ઊભા કરી દીધા.

કસમયે નાના ગુજરી જવાથી અને નાનીના ડગમગતા માનસિક સંતુલને જમીન-મિલકત, રૂપિયાપૈસા, ત્યાં સુધી કે ઘરના વડીલના પદ પર મામાએ કબજે કરી લીધો.
હવે ઘરમાં જે પણ નિર્ણય લેવાતો તે મામામામીની મરજીથી થતો.
થોડા સમય માટે તો તે નિર્ણય પર નાનીની હા ની મહોર લગાવતા, ત્યાર પછી આ વિધિ પણ બંધ થઈ ગઈ.
નાના મામામામી નોકરીનું બહાનું બનાવીને તેમનો ભાગ લઈને વિદેશમાં જઈ વસી ગયા.
હવે બસ મોટા મામામામી જ ઘરના વડીલ હતા.
મમ્મીનો નોકરી સિવાયનો સમય કિચનમાં પસાર થતો હતો.

મમ્મી સવારે ઊઠીને ચા-નાસ્તો બનાવતી.
તેનું અને પોતાનું ટિફિન બનાવતી વખતે કોઈ ને કોઈ નાસ્તાની ડિમાન્ડ આવતી, મમ્મી ના પાડી શકતી નહોતી.
તમામ કામ પૂરા કરી, દોડતાંદોડતાં સ્કૂલ પહોંચતી.
કેટલીક વાર તો શિખાને સ્કૂલ મોડા જવાથી ઠપકો પણ આપતા.
આ જ રીતે સાંજે ઘરે જતા જ્યારે મમ્મી પોતાની ચા બનાવે, ત્યારે એક પછી એક ઘરના સભ્ય ચા માટે આવતા અને પછી તે કિચનમાંથી બહાર નીકળી જ ન શકે.
શિખા રાત્રે અભ્યાસ કરતાંકરતાં મમ્મીની રાહ જેાતી કે ક્યારે તે આવે તો કોઈ સવાલ અથવા સમસ્યાનો ઉકેલ પૂછે, પરંતુ મમ્મીને કામમાંથી જ નવરાશ નથી અને તે પુસ્તક લઈને જ ઊંઘી જતી.
જ્યારે મમ્મી આવે ત્યારે ખૂબ જ પ્રેમથી તેને ઉઠાડીને ખવડાવતી અને ઊંઘાડી દેતી.

પછી બીજા દિવસે સવારે વહેલા ઊઠીને તેને ભણાવતી.
જેા તે ક્યારેક મામા કે મામી પાસે કોઈ પ્રશ્નનો હલ પૂછવા જતી તો તેઓ હસીને તેની મજાક ઉડાવીને કહેતા, ‘‘અરે બેટા, આટલું ભણીને શું કરવું છે? તારે ઓફિસર તો બનવું નથી. ચાલ, મમ્મીની થોડી મદદ કર. આ જ કામ લાગશે.’’ તે ચિડાઈને પાછી જતી રહેતી, પરંતુ તેમની આવી વાતથી તે હિંમત ન હારી, તેના મનમાં નિરાશાને ઘર બનાવવા ના દીધું, પણ તે મક્કમ મને અભ્યાસ કરતી.

મામામામી તેમનાં બાળકો સાથે ઘણી વાર બહાર ફરવા જતા અને બહારથી જ ખાઈને આવતા, પરંતુ ભૂલથી પણ ક્યારેય તેને કે તેેની મમ્મીને પૂછતી નહીં કે તેમણે પણ બહાર આવવું છે કે નહીં? જ્યારે પણ ઘરમાં કોઈ સ્વાદિષ્ટ વસ્તુ બનતી ત્યારે મામી તેમના બાળકને પહેલાં સર્વ કરતા અને તેમને વધારે આપતા.
તે એક બાજુ ચુપચાપ તેની પ્લેટ લઈને, તેનો નંબર આવવાની રાહ જેાતી.
સૌથી છેલ્લે મામી તેને બનાવટી મીઠાશભર્યા અવાજે કહેતી, ‘‘અરે દીકરી, તું પણ આવી ગઈ. આવઆવ.’’ કહીને વધેલુંઘટેલું કંજૂસાઈથી તેની પ્લેટમાં આપતી.

દુખી મને કહેતી કે કાશ, આજે મારા પપ્પા હોત, તો મને કેટલો પ્રેમ કરતા, પ્રેમથી ખવડાવતા.
કોઈની હિંમત ના થતી, જે તેમની આ રીતે મજાક ઉડાવતા કે ખાવાપીવા માટે તરસતી.
તે ઓશીકામાં મોં છુપાવીને ખૂબ રડતી, પણ પછી મમ્મી આવતા પહેલાં જ મોં ધોઈને હસવાનું નાટક કરવા લાગતી કે ક્યાંક મમ્મીએ તેના આંસુ જેાઈ લીધા તો તેમને ખૂબ દુખ થશે અને તે પણ તેની સાથે રડવા લાગશે, જે તે ઈચ્છતી નહોતી.

એકાદ વાર તેણે ગુરુને પરિવાર તરફથી મળતી આ મુશ્કેલીની વાત કરવા ઈચ્છી, પરંતુ ગુરુએ દરેક વાર કોઈ ને કોઈ બહાનાથી તેને ચુપ કરાવી દીધી.
તે સમજી ગઈ કે દુનિયાની જેમ ગુરુ પણ બળવાનના સાથી છે.
જ્યારે તે નાની હતી, ત્યારે આ વાતથી અજાણ હતી, પણ જેમજેમ મોટી થઈ, તેને વાત સમજમાં આવવા લાગી અને તેની અસર એવી થઈ કે તે તેની ઉંમર પ્રમાણે જલદી અને વધારે સમજદાર થઈ ગઈ.
તેની મહેનત અને લગન કામ આવી અને એક દિવસ તે મોટી ઓફિસર બની ગઈ.
ગાડીબંગલો, નોકરચાકર, એશોઆરામ હવે તેની પાસે બધું જ હતું. તે દિવસે માદીકરી એકબીજાના ગળે મળીને એટલા રડ્યા કે પથ્થરદિલ થઈ ગયેલા મામામામીની આંખમાં આંસુ આવી ગયા.

નાની પણ ખૂબ ખુશ હતા અને પૂરા પરિવારને ફોન કરીને તેમણે ગર્વથી આ સમાચાર આપ્યા.
તે બધા લોકો, જે વર્ષોથી તેને અને તેની મમ્મીને આ પરિવાર પર એક બોજ સમજતા હતા, ‘સાસરીમાંથી કાઢેલી’, ‘પિયરમાં આવીને રહેનાર’ સમજીને શંકાની નજરથી જેાતા હતા અને તેમને જેાઈને મોં ફેરવી લેતા હતા, આજે તે જ લોકો તે બંનેની પ્રશંસા કરતા થાકતા નહોતા.
મામામામીએ તો ઓફિસર બનવાની ક્રેડિટ પોતે લીધી અને ગર્વથી ચાલતા હતા.
સમયનું ચક્ર જાણે ફરી ફરવા લાગ્યું હતું.
હવે મમ્મી અને શિખા પ્રત્યે મામામામીની વર્તણૂક બદલાવા લાગી હતી.
દરેક વાતમાં મામી કહેતા, ‘‘અરે દીદી, બેસો ને. તમે બસ હુકમ કરો. તમે બહુ કામ કરી લીધું.’’ મામીનું આ રૂપ જેાઈ શિખા ખુશ થતી.

આ દિવસ માટે તો તે કેટલી તરસી હતી.
જ્યારે સરકારી બંગલામાં જવાની વાત આવી, ત્યારે સૌપ્રથમ મામામામીએ તેમનો સામાન પેક કર્યો, પણ નાનીએ જવાની ના પાડી, એમ કહીને કે આ ઘરમાં નાનાની યાદો વસેલી છે.
તે આ ઘર છોડીને ક્યાંય નહીં જાય.
જેને જવું હોય, તે જઈ શકે છે. મમ્મી નાનીના દિલની સ્થિતિ સમજતી હતી.
તેથી તેમણે પણ જવાની ના પાડી.
તે સમયે શિખાએ પણ શિફ્ટ થવાનો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો.
આ દરમિયાન એક ખૂબ જ સંસ્કારી અને હેન્ડસમ ઓફિસર, જેનું નામ રાહુલ હતું, તેના તરફથી શિખાને લગ્નનો પ્રસ્તાવ આવ્યો.

રાહુલે આગળ આવીને શિખાને જણાવ્યું કે તે તેને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે.
શિખાને પણ રાહુલ ગમતો હતો.
રાહુલ શિખાને તેના ઘર, તેની મમ્મી સાથે પણ મળાવવા લઈ ગયો હતો.
રાહુલે તેને જણાવ્યું કે કેવી રીતે પપ્પાના ગુજરી ગયા પછી મમ્મીએ તેનું આખું જીવન માત્ર ને માત્ર તેના ઉછેરમાં આપી દીધું.
ઘરેઘરે કામ કરી, દિવસરાત સીવણ-ગૂંથણ કરીને તેને આ લાયક બનાવ્યો કે આજે તે આટલો મોટો ઓફિસર બની ગયો છે.
તેની મમ્મી માટે તે અને તેના માટે તેની મમ્મી બંનેની એ જ દુનિયા હતી.
રાહુલ કહેતો હતો કે હવે તેની ૨ છેડાની દુનિયાનો ત્રીજેા છેડો શિખા છે, જે બાકીના ૨ છેડાનો સહારો બનશે અને મજબૂતાઈથી બાંધી રાખશે.
આ સાંભળીને શિખાએ અનુભવ્યું હતું કે આ દુનિયા કેટલી નાની છે.
તે સમજતી હતી કે માત્ર તે દુખી છે, પણ અહીં તો રાહુલ પણ કાંટા પર ચાલતાંચાલતાં અહીં સુધી પહોંચ્યો છે.
હવે તે બંને હમસફર બની ગયા છે, તો તેમનો માર્ગ પણ એક જ છે અને મંજિલ પણ.

રાહુલની મમ્મી શિખાને મળીને ખૂબ ખુશ થયા.
તેમની થનારી વહુ આટલી સુંદર, શિક્ષિત તથા સંસ્કારી છે, આ જેાઈને તે ખૂબ ખુશ હતા.
તેમણે તરત જ ગળામાંથી સોનાની ચેન કાઢીને શિખાના ગળામાં પહેરાવી દીધી અને પછી શિખાને કહ્યું, ‘‘બસ દીકરી, હવે તું જલદીથી અહીં મારી પાસે આવી જ અને મારા આ ઘરને ઘર બનાવી દે.’’
પણ એક વાર ફરી શિખાના પરિવારજનો તેની ખુશીની આડે આવી ગયા.
રાહુલ બીજી જ્ઞાતિનો હતો અને તેને ત્યાં માંસ શોખથી ખવાય છે જ્યારે શિખાનો પરિવાર પંડિત સમાજનો હતો, જે માંસ તો દૂર ડુંગળીલસણથી પણ દૂર રહેતા હતા.

ઘરમાં બધા રાહુલ સાથે તેના લગ્ન વિરુદ્ધ હતા.
જ્યારે શિખાની મમ્મી માલાએ શિખાને આ લગ્ન માટે ના પાડી તો શિખા નારાજ થઈને બોલી, ‘‘મમ્મી, તું પણ ઈચ્છે છે કે ઈતિહાસ ફરીથી રિપીટ થાય? ફરી એક જિંદગી આ ધાર્મિક પરંપરા અને દુનિયાદારી આગળ અગ્નિમાં પોતાનું જીવન સ્વાહા કરે? તું પણ મમ્મી…’’ કહેતાંકહેતાં શિખા રડી પડી.
શિખાના સવાલ સમક્ષ માલા નિરુત્તર થઈ ગઈ.
તે ધીરેથી શિખા નજીક આવી અને તેનું માથું પંપાળતા ધીરેથી બોલ્યા, ‘‘મને માફ કરી દે મારી દીકરી. વધતી ઉંમરે નજર જ નહીં, મારી વિચારવાની શક્તિ પણ ધૂંધળી કરી દીધી હતી.
મારા માટે તારી ખુશી પહેલાં, બીજું પછી…
આપણે આજે જ આ ઘર છોડી દઈશું.’’

જ્યારે મામામામીને ખબર પડી કે શિખાનો નિર્ણય દઢ છે અને માલા પણ તેની સાથે છે, તો બધાનો ગુસ્સો શાંત થઈ ગયો.
અચાનક તેમને ગુરુનું ધ્યાન આવ્યું કે કદાચ તેમના કહેવાથી શિખા તેનો નિર્ણય બદલી દે.
વાત ગુરુ સુધી પહોંચી તો તેઓ ગુસ્સે થયા.
તે શિખાને સમજાવવા લાગ્યા, શિખાએ તેમના મોં પર આંગળી મૂકીને તેમને ચુપ રહેવાનો ઈશારો કર્યો અને પછી તેના ગળામાં પહેરેલું તે ફોટાવાળું લોકેટ ઉતારીને તેમની સામે ફેંકી દીધું.
બધા ગુસ્સે થઈને કહેવા લાગ્યા, ‘‘શિખા, આ શું ગાંડપણ છે?’’ ગુરુ પણ આશ્ચર્યચકિત થઈને તેને જેાવા લાગ્યા.
તેની પર શિખા મક્કમ અવાજે બોલી, ‘‘તમારી પૂજા બહુ કરી અને જેાઈ લીધી તમારી શક્તિ, જે માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે. મારું સર્વસ્વ હવે મારો થનારો પતિ રાહુલ છે, તેનું ઘર જ મારું મંદિર છે, તેની સેવા તમારા પાખંડી ધર્મ અને ભગવાનથી પહેલાં છે.’’ કહેતા શિખા ત્યાંથી તરત જ ઊભી થઈને નીકળી ગઈ.

શિખાના આત્મવિશ્વાસ સમક્ષ બધાએ સમર્પણ કરી દીધું અને પછી ધામધૂમથી તેના રાહુલ સાથે લગ્ન કરાવ્યા.
અચાનક વાદળના ગડગડાટથી શિખાની આંખ ખૂલી ગઈ.
આંગણામાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી.
તે ઊઠી અને વિચારવા લાગી, અહીં બેઠાબેઠા તેની આંખ શું લાગી ગઈ તે તો તેનું અતીત એક વાર ફરી જીવીને આવી. ‘ રાહુલ હવે કોઈ પણ સમયે તેને લેવા આવતો હશે.’ એ વિચારીને સ્મિત કરવા લાગી.

સંકર્ષણ

વાર્તા – મીરા સિંહા

પોતાના બાળપણના મિત્ર ગગનના ઘરેથી પાછા ફરતા મારા પતિ વારંવાર એક જ પ્રશ્ન પૂછી રહ્યા હતા, ‘‘અરે, જે ને સંકર્ષણનો દેખાવ, વ્યવહાર બધું જ ગગન સાથે કેટલું મળતું આવે છે. લાગે છે જાણે કે તેનો ડુપ્લિકેટ ન હોય. બસ નાક જ તારા જેવું છે. મારું તો કંઈ જ મળતું આવતું નથી.’’ ‘‘કેમ, તમારા જેવું કંઈ જ નથી? બુદ્ધિ તો તમારા જેવી જ છે ને. તમારા જેવો જ હોશિયાર છે.’’ ‘‘હા, એ તો છે, તેમ છતાં દેખાવ અને ટેવ તો થોડી મળતી આવવી જેાઈએ ને.’’ દેખાવ અને ટેવ તો મનુષ્યના પોતાના આભામંડળ અનુસાર જ બને છે અને બની શકે તેના ગર્ભમાં આવ્યા પછીથી જ મેં તેને ગગનભાઈ સાહેબને આપી દેવાનું મન બનાવી લીધું હતું. આ કારણસર પણ તેનો ચહેરોે તેમના જેવો થઈ ગયો હોય. ‘‘હા, તું બરાબર કહે છે, પણ યાર તું તો ખૂબ જ મહાન છે. ખુશીખુશી પોતાનું બાળક ગગનની ઝોળીમાં નાખી દીધું. ‘‘શું કરું? હું તેમની મુશ્કેલીને જેાઈ શકતી નહોતી. ગગનભાઈ સાહેબ અને શ્રુતિ ભાભીને આપણે ક્યારેય પારકા નથી સમજ્યા. તમારા લંડન રહેવા દરમિયાન આપણા પિતા અને આપણા બાળકોનું પણ તેમણે કેટલું ધ્યાન રાખ્યું હતું.’’ ‘‘હા, તે વાત તો સાચી છે.

ગગન અને ભાભી સાથે ક્યારેય પારકાપણું લાગ્યું નથી. તેમ છતાં પણ એક મા માટે પોતાનું સંતાન કોઈને આપવું, ખૂબ જ બહાદુરીભર્યું કામ છે. મારું તો આજે પણ મન થતું હતું કે તેને આપણી સાથે લઈ લઉં.’’ ‘‘કેવી વાત કરો છો તમે? તમે જેાયું નહીં કે ગગનભાઈ સાહેબ અને શ્રુતિ ભાભીની તો પૂરી દુનિયા જ તેની આજુબાજુ સમેટાઈને રહી ગઈ છે.’’ ‘‘તું સાચું કહે છે અને સંકર્ષણ પણ તેમને જ પોતાના માતાપિતા સમજી રહ્યો છે. તે પોતાના અસલી માતાપિતા વિશે તો કંઈ જાણતો પણ નથી.’’ આભાર કે મારા પતિને કોઈ પણ પ્રકારની શંકા ન થઈ, નહીં તો હું તો ડરી ગઈ હતી કે આ રહસ્ય તેમની સામે ન ખૂલી જાય કે સંકર્ષણના પિતા હકીકતમાં ગગન જ છે. આજે ૧૭ વર્ષના લગ્ન જીવનમાં આ જ એક એવું રહસ્ય છે જેને મેં મારા પતિથી છુપાવી રાખ્યું હતું અને તે કદાચ અંતિમ પણ હશે. ?આ રહસ્યને આપણે પરિસ્થિતિવશ થયેલી ભૂલની સંજ્ઞા તો આપી શકીએ છીએ, પણ એક અપરાધ ક્યારેય ન કહી શકીએ. તેમ છતાં હું જાણું છું કે આ રહસ્ય પરથી પડદો ઊઠતા ૨ પરિવાર બરબાદ થઈ જશે, તેથી આ રહસ્યને દિલમાં દબાવીને રાખ્યું છે.

ગગન મારા પતિના બાળપણના મિત્ર છે. ગગન દૂબળાપાતળા, શાંત અને થોડાઘણા ભણવામાં કમજેાર હતા, જ્યારે મારા પતિ ગુસ્સાવાળા, ઊંચા કદકાઠીના અને હિંમતવાળા હતા. ઘરનું વાતાવરણ પણ બંનેનું અલગ હતું. ગગન ગરીબ પરિવારના હતા જ્યારે મારા પતિ ઉચ્ચ મધ્યમવર્ગ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. આટલી ભિન્નતા હોવા છતાં બંનેની મિત્રતા ઉદાહરણ આપવા યોગ્ય હતી. ગગનને જે ભૂલથી પણ કોઈ કંઈ કહી દેતું તો તેનું આવી જ બનતું. આ જ રીતે મારા પતિ આશિષે કહેલી દરેક વાત ગગન માટે બ્રહ્મવાક્ય જ રહેતી હતી. ધીરેધીરે સમય પસાર થતો ગયો અને મારા પતિની આઈએએસમાં પસંદગી થઈ ગઈ અને ગગને પોતાનો નાનોમોટો બિઝનેસ શરૂ કરી દીધો, જેમાં મારા સસરાએ પણ આર્થિક મદદ કરી હતી. મારા પતિના અભ્યાસ દરમિયાન મારા સાસુનું મૃત્યુ થયું હતું. તે સમયે ગગનની માએ જ મારા પતિને માનો પ્રેમ આપ્યો હતો અને મારા સસરાએ પણ ગગનને પોતાના પરિવારના સભ્યની જેમ જ સમજ્યો હતો અને તેઓ કહેતા હતા કે કુદરતે તેમને ૨ દીકરા આપ્યા છે.

એક આશિષ અને બીજેા ગગન. સંજેાગ જુઓ કે બંનેના લગ્ન પછી જ્યારે હું અને શ્રુતિ આવ્યા ત્યારે પણ આ બંનેના પરિવારમાં કોઈ પણ પ્રકારનો અલગાવ ન આવ્યો. મારે અને શ્રુતિને પણ સારું બનતું હતું. જેાકે જ્યારે પણ લોકો અમારા ચારેયની મિત્રતાને જેાતા ત્યારે કહેતા કે આ મૈત્રી પણ કદાચ કુદરતનો ચમત્કાર જ છે, જ્યાં ૨ અલગ પરિવેશ અને ભિન્ન માનસિકતા ધરાવતી વ્યક્તિ અભિન્ન બની ગઈ છે. મારે પતિની બદલીના કારણે અલગઅલગ શહેરમાં રહેવું પડતું હતું. આ સ્થિતિમાં સસરા એકલા પડી ગયા હતા. તેમને પોતાનું શહેર છોડીને આમ એક શહેરથી બીજા શહેર ભટકવું મંજૂર નહોતું. તેથી ગગન અને તેમની પત્ની જ તેમની પૂરી કાળજી લેતા હતા. તેમને દીકરાવહુની ક્યારેય ખોટ પડવા દીધી નહોતી. સમય પસાર થતો ગયો. એક તરફ હું ૨ બાળકોની મા બની ગઈ હતી, જ્યારે બીજી તરફ ગગનની પત્નીને ઘણી વાર ગર્ભ રહેતો, પરંતુ ગર્ભપાત થઈ જતો હતો. ડોક્ટરનું કહેવું હતું કે તેમની પત્નીના ગર્ભાશયમાં કોઈ એવી ખામી છે જે ગર્ભને ઉછેરવા નથી દેતી. દરેક સમયે ગર્ભપાત પછી બંને પતિપત્ની ખૂબ જ દુખી થઈ જતા હતા. તેમાં પણ ગગનની પત્ની શ્રુતિની તો હાલત ખરાબ થઈ જતી હતી. એક તો ગર્ભપાતના કારણે કમજેારી અને બીજું માનસિક આઘાત. દિવસેદિવસે તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. ડોક્ટરે સલાહ આપી કે હવે પોતાની જ કૂખે જન્મનાર બાળક વિશે ભૂલી જાઓ અથવા તો કોઈ બાળકને દત્તક લઈ લો કે પછી ભાડાની કૂખનો સહારો લઈ લો નહીં તો પત્નીની જિંદગી જેાખમમાં મુકાઈ શકે છે. પરંતુ ગગન અને શ્રુતિને ડોક્ટરની વાત પર વિશ્વાસ ન થયો. ગગને મને કહ્યું, ‘‘ભાભી હવે તો મેડિકલ સાયન્સે ખૂબ પ્રગતિ કરી છે. જેા કોઈ ખામી હશે તો તે દવાથી દૂર થઈ શકે છે. આ શહેરના તો બધા ડોક્ટર પાગલ છે.

હું દેશના સૌથી મોટા ગાયનેકોલોજિસ્ટને બતાવીશ, પછી જેાજેા, અમારા ઘરે પણ અમારા બાળકની કિલકારીઓ ગુંજવા લાગશે.’’ અને ત્યાર પછી તો ખરેખર તેમણે દેશના સૌથી પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટને બતાવ્યું. તેમને હવે આશા બંધાઈ કે સમય જરૂર લાગશે, પણ બધું સારું થશે. બીજી તરફ મારા પતિને ડેપ્યુટેશન પર ૩ વર્ષ માટે લંડન જવું પડ્યું. હું સાથે જઈ શકી નહોતી. બાળકો ભણવા લાયક થઈ ગયા હતા અને સસરા પણ અસ્વસ્થ રહેતા હતા. હવે તેમને પણ માત્ર ગગનના ભરોસે છોડી શકાય તેમ નહોતા. આખરે અમારી પતિપત્નીની પણ કોઈ જવાબદારી બનતી હતી ને. આશિષના લંડન પ્રવાસ દરમિયાન સસરાનું મૃત્યુ થઈ ગયું. ગમે તે રીતે થોડા દિવસની રજા લઈને આશિષ આવ્યો અને પાછો ચાલ્યો ગયો. બીજી તરફ ગગનની પત્નીને ફરી એક વાર ગર્ભ રહ્યો. જેાકે આ વખતે દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી હતી. ગગન તો પોતાની પત્નીને જમીન પર પગ જ મૂકવા દેતો નહોતો. આમ પણ ડોક્ટરે કંપ્લીટ બેડ રેસ્ટ કરવાનું કહ્યું હતું. ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ વગેરે કરાવવાની પણ મનાઈ ફરમાવી હતી, જેથી તેના રેઝથી ગર્ભને નુકસાન ન થાય. ધીરેધીરે ગર્ભ પૂરા સમયનો થઈ ગયો.

ગગન, તેની પત્ની અને તેની માનો ચહેરો બાળકના આગમનની ખુશીમાં ખૂબ જ ઉત્સાહિત રહેવા લાગ્યો હતો. જેાકે પ્રસન્નતા મને પણ ઓછી નહોતી. નિશ્ચિત સમય પર શ્રુતિને પ્રસવ પીડા શરૂ થઈ. લાગતું હતું કે બધું સામાન્ય થઈ જશે. હું પણ પોતાના બાળકોને મા પાસે મૂકીને ગગનના પરિવાર સાથે હતી. આખરે આ મુશ્કેલ સમયમાં હું તેમનો સાથ ન આપતી તો બીજું કોણ આપતું, પરંતુ ૧ અઠવાડિયા સુધી પ્રસવ પીડા વેઠ્યા પછી પણ કોઈ પરિણામ ન આવ્યું. ડોક્ટર પણ સામાન્ય ડિલિવરીની રાહ જેાતાંજેાતાં થાકી ગયા હતા. અંતે તેમણે ઓપરેશનનો નિર્ણય કરી લીધો, પરંતુ ઓપરેશનથી જે બાળકનો જન્મ થયો, તે તો ભયાનક ચહેરાવાળું, ૨ માથા અને ૩ હાથ ધરાવતું બાળક હતું. જન્મતાની સાથે જ તેણે એટલા જેારથી રડવાનું શરૂ કર્યું કે બધી નર્સ તેને ત્યાં જ મૂકીને ડરીને ભાગી ગઈ. ડોક્ટરે આ સમાચાર ગગનને આપ્યા. ગગન પણ બાળકને જેાઈને આશ્ચર્યમાં પડી ગયો. એ તો સારું થયું કે આ બાળક માત્ર અડધા કલાકમાં જ આ દુનિયામાંથી વિદાય થઈ ગયું. જેાકે ગગનની પત્ની તો હજી બેભાન હતી. ગગન જ્યારે બાળકને દફનાવીને પાછો ફર્યો ત્યારે એટલો થાકેલો, હારેલો, લાચાર દેખાતો હતો કે વાત જ ન પૂછો. ગગનની માએ મને કહ્યું, ‘‘સીમા, તું ગગનને લઈને ઘરે જ. તે ખૂબ જ પરેશાન છે. થોડો આરામ કરશે તો આ પરેશાનીમાંથી બહાર આવી શકશે. હું અહીં હોસ્પિટલમાં રોકાઉં છું.’’ મેં વિરોધ કર્યો, ‘‘આંટી, તમે અને ગગનભાઈ ચાલ્યા જાઓ. હું અહીં રોકાઉં છું.’’ પરંતુ ગગન તરત ઊભો થઈ ગયો અને કહ્યું, ‘‘ચાલો ભાભી, આપણે જઈએ.’’ હું અને ગગન રૂમમાં આવી ગયા. રૂમમાં આવીને મેં ગગન ઉપર સાંત્વનાભર્યો હાથ હજી તો મૂક્યો જ હતો કે તેનો આટલા સમયથી રોકી રાખેલો ધીરજનો બંધ તૂટી ગયો. તે મારા ખોળામાં માથું મૂકીને ડૂસકાં ભરીભરીને રડવા લાગ્યો, ‘‘હું શું કરું ભાભી? મારી સમજમાં કંઈ જ નથી આવી રહ્યું. શ્રુતિ જ્યારે ભાનમાં આવશે ત્યારે તેને હું શું જવાબ આપીશ? આના કરતા તો ગર્ભ રહ્યો જ ન હોત તો સારું થાત… શ્રુતિ શું આઘાત સહન કરી શકશે? મને તેની ખૂબ જ ચિંતા થઈ રહી છે. તેનો સામનો કરવાની મારી હિંમત નથી. હું ક્યાંક ચાલ્યો જઈશ. ભાભી તમે જ તેને સંભાળી લેજે.’’ મારી સમજમાં નહોતું આવી રહ્યું કે કયા શબ્દોમાં તેને સાંત્વના આપું. માત્ર તેના વાળમાં હાથ ફેરવતી રહી. ત્યાર પછી તો અમને બંનેને આ જ મુદ્રામાં ઝોકું આવી ગયું અને આ સમયગાળા દરમિયાન ક્યારે પ્રકૃતિ અને પુરુષનું મિલન થઈ ગયું તેની અમને બંનેને ખબર જ ન રહી. જેાકે ગગન અપરાધબોજથી ભરાઈ ગયો હતો. અપરાધબોજ મને પણ ઓછો નહોતો, કારણ કે જે કંઈ પણ અમારી બંને વચ્ચે થયું હતું તેને ન તો બળાત્કારની સંજ્ઞા આપી શકાય તેમ છે કે ન તો બેવફાઈની. અમે બંને સમાન રૂપે અપરાધી હતા…

પરિસ્થિતિના ષડ્યંત્રના શિકાર. પછી તો ગગન તેની પત્નીને લઈને દૂર કોઈ પવર્તીય સ્થળ પર ચાલ્યો ગયો હતો. આશિષ થોડા દિવસ પછી પાછો આવવાનો હતો અને અમને લઈને પાછો જવાનો હતો, કારણ કે આશિષને પણ ત્યાં સારી જેાબ મળી ગઈ હતી. તેણે પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. જેાકે મને દેશ અને આટલી સારી નોકરી છોડીને વિદેશ જવું સ્વીકાર્ય નહોતું, પરંતુ આશિષ પર તો પૈસા અને વિદેશનું ભૂત જ સવાર થઈ ગયું હતું. આશિષ જ્યારે આવ્યો ત્યારે મને જાણ થઈ કે હું તો ફરીથી મા બનવાની છું. મને સારી રીતે ખબર હતી કે આ બાળક તો ગગનનું જ છે. આશિષ ને જ્યારે જાણ થઈ ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયો અને કહ્યું, ‘‘આટલી સાવચેતી રાખ્યા પછી પણ આવું કેવી રીતે થયું?’’ મેં કહ્યું, ‘‘હવે થઈ ગયું છે તો શું કરીશું?’’ પછી આશિષે કહ્યું, ‘‘એબોર્શન કરાવી લે. હાલમાં નવા દેશમાં આપણને અને બાળકોને એડજસ્ટ કરવામાં સમય લાગશે. આ બધો ઝમેલો કેવી રીતે સંભાળીશું?’’ મેં કહ્યું, ‘‘મારા મનમાં એક વાત ચાલી રહી છે. શ્રુતિ ભાભી ખૂબ જ દુખી છે, ડિપ્રેશનમાં આવી ગયા છે, કદાચ હવે તેમને બીજું બાળક પણ ન થાય? તો પછી આપણે આ આવનાર બાળક તેમને આપી દઈએ તો કેવું રહે.’’ ‘‘તારું મગજ તો ઠેકાણે છે ને? પોતાનું બાળક કોઈ બીજાને કેવી રીતે આપી શકે છે?’’ આશિષે કહ્યું. ‘‘કેમ? તે કોઈ પારકા તો નથી ને… પછી તમે તે એબોર્શન કરાવવાની વાત કરતા હતા… કમ સે કમ બાળક જીવિત તો રહેશે ને અને તે લોકોના જીવનમાં પણ ખુશી આવી જશે.’’ ‘‘તે વાત તો બરાબર છે.’’ આશિષે હથિયાર હેઠા મૂકતા કહ્યું, ‘‘પરંતુ શું ગગન અને ભાભી આ વાત સ્વીકારશે ખરા?’’ ‘‘ચાલો, તેમને વાત કરી જેાઈએ.’’ જ્યારે અમે ગગનભાઈ અને શ્રુતિભાભીને આ વાત કરી ત્યારે તેમને તો વિશ્વાસ જ ન થયો. ગગન બોલ્યો, ‘‘એ કેવી રીતે બને ભાભી? તમે તમારું બાળક આપી દો.’’ મેેં કહ્યું, ‘‘અમારા અને તમારા બાળકો અલગ થોડા છે.’’ મારી આ વાત પર ગગને ચોંકીને મારી આંખમાં જેાયું. મેં પણ તેમની આંખમાં પોતાની વાત ચાલુ રાખી, ‘‘કૃષ્ણના ભાઈ બલરામની કહાણી તો જાણો છો ને? તેમને સંકર્ષણ વિધિ દ્વારા દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં પ્રતિસ્થાપિત કરવામાં આવ્યા હતા. તો પછી એમ જ સમજી લો કે આ બાળક તમારા બંનેનું જ છે, માત્ર ગર્ભમાં મારું છે.

જેા દીકરો થશે તો તેનું નામ સંકર્ષણ રાખજે.’’ પરંતુ ન તો શ્રુતિને કે ન આશિષને આટલી પૌરાણિક કથાનું જ્ઞાન હતું, માત્ર હું અને ગગન જ આ અંતનિહિત ભાવને સમજી શક્યા હતા. પછી મેં કહ્યું, ‘‘મને પૂરો વિશ્વાસ છે કે તમે તેને ખૂબ જ પ્રેમ કરશો.’’ બાળકની કલ્પના માત્રથી ગગનની પત્નીની આંખમાં ચમક આવી ગઈ. તેણે કહ્યું, ‘‘ખરેખર ભાભી, શું તમે આવું કરી શકશો?’’ ‘‘કેમ નહીં? તમે કોઈ પારકા થોડા છો.’’ પરસ્પરની સહમતી બની ગઈ કે હું હમણાં આશિષ સાથે લંડન નહીં જાઉં. બાળકને જન્મ આપ્યા પછી તેને શ્રુતિને સોંપીને જ લંડન જઈશ અને મેં એવું કર્યું પણ ખરું. બાળકને હોસ્પિટલમાંથી લઈને નીકળતા જ શ્રુતિના ખોળામાં મૂકી દીધું અને ત્યાર પછી આશિષની પાસે બાળકોને લઈને લંડન ચાલી ગઈ. તે સમય પછી તો ઘણી વાર ભારત આવવું થયું, પરંતુ પિયરથી જ પાછી જતી હતી. હું ડરતી હતી કે ક્યાંક મારું માતૃત્વ જાગૃત ન થઈ જાય. ક્યારેક-ક્યારેક આ વાત પર સંકોચ પણ થાય છે કે મેં બેકારમાં પોતાના બાળકને પારકા ખોળામાં મૂકી દીધું. પછી એમ પણ લાગતું કે કદાચ મેં યોગ્ય જ કર્યું છે, નહીં તો તેને જેાઈને મનમાં એક અપરાધભાવ ચોક્કસ રહેતો. જેાકે આશિષ પૂરી હકીકતથી અજાણ હતા. તેથી જ તો તેમનું પિતૃત્વ પોતાના બાળકને મળવા બેચેન થઈ જતું હતું. તેમની જ જિદ્દ હતી કે હવે જઈએ ત્યારે ગગનના ઘરે જવાનો કાર્યક્રમ બનાવજે. સંકર્ષણને મળ્યા પછી આશિષની આવનાર પ્રતિક્રિયાથી મને તો ડર જ લાગી રહ્યો હતો કે ક્યાંક આ રહસ્ય પરથી પડદો ન ઊઠી જાય અને ૨ પરિવારની સુખશાંતિ ખંડિત થઈ ન જાય. પરંતુ આશિષના મારા અને ગગન પરના અતૂટ વિશ્વાસે તેમની માનસિકતાની દિશા આ રહસ્ય તરફ ન વાળી, નહીં તો હું ફસાઈ જ ગઈ હોત, કારણ કે આજદિન સુધી હું ક્યારેય તેમની સમક્ષ ન તો જૂઠું બોલી છું કે ન તો કોઈ વાત તેમનાથી છુપાવી છે, વિશ્વાસઘાત તો દૂરની વાત છે અને એટલું તો હું આજે પણ પૂરા મનથી કહી શકું છું કે મેં અને ગગને ન તો કોઈ વિશ્વાસઘાત કર્યો છે કે ન કોઈ બેવફાઈ કરી છે, પરંતુ હા, ભૂલ ચોક્કસ કરી હતી. જેાકે આ વાતને છુપાવવા માટે વિવશ જરૂર છું, કારણ કે આ ભૂલની જાણ થતા ૨ પરિવાર નાહકના તૂટવાની અણી પર પહોંચી જશે. તેથી હું આ વિષય પર બિલકુલ મૌન જ રહી.

એક નવી શરૂઆત

વાર્તા – સુમન વાજપેયી

રોજરોજ ટ્રાફિક જામ, નેતાઓની રેલીઓ, વીઆઈપી મૂવમેન્ટ અને હંમેશાં થતા ફેરફારના લીધે દિલ્લીમાં ટ્રાવેલિંગ દિવસેદિવસે સમસ્યા બની રહ્યું છે. જેા તમે કોઈ મોટી પોસ્ટ પર છો તો કારમાં ટ્રાવેલ કરવું તમારી જરૂરિયાત બની જાય છે. મોટા શહેરમાં પ્રતિભાનો મુદ્દો પણ એક સમસ્યા બની ગયો છે. ડ્રાઈવર રાખવાનો અર્થ છે કે તેની પર ખર્ચ અને પછી તેના નખરાં. ટ્રાફિક જામ રસ્તા પર અડધાથી વધારે લોકોને કાર ચલાવતા ન આવડતી હોય, કાર ચલાવવી એક પડકાર છે અને આ સ્થિતિમાં ડ્રાઈવિંગ એન્જેાય કરવું તો બિલકુલ શક્ય નથી. સમરને ડ્રાઈવિંગ કરવું ખૂબ ગમે છે, પણ રોજરોજની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેણે વિચાર્યું કે હવે તે હોદ્દો ભૂલીને મેટ્રો ટ્રેનમાં જશે. લોકો અથવા જુનિયરને જે કહેવું હોય તે કહે, કંપની જે પેટ્રોલનો ખર્ચ આપે છે, તે બચાવવાના ચક્કરમાં મેટ્રોમાં આવે છે, આ વાત તેને સાંભળવા મળી, પણ તેને મોં પર બોલવાની કોઈની હિંમત નહોતી. શરૂઆત ના કેટલાક દિવસમાં તેને પણ મુશ્કેલી થઈ. મેટ્રોમાં કાર જેવો આરામ તો નહોતો મળતો, પણ કમ સે કમ તે ઓફિસ સમયસર પહોંચી જતો હતો અને તે પણ ટ્રાફિક જામ વિના. જેાકે મેટ્રોમાં એટલી ભીડ હોય છે કે ક્યારેક-ક્યારેક તેને અકળામણ થવા લાગતી હતી. ધીરેધીરે તેને મેટ્રોમાં સફર કરવાની મજા આવવા લાગી.

દિલ્લીની લાઈફલાઈન બનેલી મેટ્રોમાં ભાતભાતના લોકો. લેડીઝનો અલગ ડબ્બો હોવા છતાં તેમનો કબજે તો દરેક ડબ્બામાં હોય અને આ વાતે પુરુષને ચિડાતા જેાવા અને તેમની વાતની મજા લેવી પણ જાણે તેનું રૂટિન થઈ ગયું. પુરુષના ડબ્બામાં પણ મહિલાઓ માટે અનામત સીટ હોય છે, પરંતુ આ સીટ પર તે ક્યારેક જ બેસતો હતો. તે દિવસે મેટ્રો અપેક્ષા કરતા ખાલી હતી. સરકારી રજા હતી. તે ખૂણાની સીટ પર બેઠો. તે છાપું વાંચવામાં લીન હતો એટલામાં એક મધુર અવાજ તેના કાનમાં સંભળાયો, ‘‘એક્સક્યૂઝ મી.’’ તેણે જેાયું. લગભગ ૩૦-૩૨ વર્ષની કમનીય દેહવાળી એક મહિલા તેની સામે ઊભી હતી. એકદમ પરફેક્ટ ફિગર… ચરબી ક્યાંય વધારે નહીં, ક્યાંય ઓછી નહીં. તેણે પર્પલ કલરની સિફોનની પ્રિન્ટેડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. ગળામાં મોતીની માળા પહેરી હતી અને ખભા પર ડિઝાઈનર બેગ. હોઠ પર પર્પલ લિપસ્ટિક ડિફરન્ટ લુક આપી રહી હતી. કોમળતા અને સુંદરતા બંને એકસાથે. તે એકીટશે જેાઈ જ રહ્યો. ‘‘એક્સક્યૂઝ મી, આ લેડીઝ સીટ છે. ઈફ યૂ ડોંટ માઈન્ડ.’’ તેેણે ખૂબ જ નમ્રતાથી કહ્યું. ‘‘યા શ્યોર.’’ સમર ઝડપથી ઊભો થઈ ગયો. આગામી સ્ટેશન આવવાની જાહેરાત થઈ હતી એટલે કે તે ખાન માર્કેટથી ચઢી હતી. સમર તેને જેાતો જ રહ્યો. વારંવાર તેનું ધ્યાન તેની પર જતું હતું. તે ન ઈચ્છવા છતાં પણ તેને જેાતો રહ્યો, દિલ હતું કે જાણે તેની તરફ આકર્ષાઈ રહ્યું હતું, પરંતુ આ રીતે એકીટશે જેાવાનો અર્થ હતો કે જાણે પુરુષની ખરાબ શ્રેણીમાં ગણતરી થવી અને આ સમયે તો તે એવું નહોતો ઈચ્છતો. તેના ૩૫ વર્ષના જીવનમાં કોઈ મહિલા પ્રત્યે આ રીતે આકર્ષણ અથવા કોઈને સતત જેાતા રહેવાની ઈચ્છા આ પહેલાં ક્યારેય તેની અંદર આટલી અધીરાઈથી ડોકિયા નહોતી કરતી. આમ પણ સફર લાંબી હતી અને તે તેમાં કોઈ પ્રકારનો વિચ્છેદ નહોતો ઈચ્છતો.

વેલ સેટલ્ડ અને શિક્ષિત તેમજ કલ્ચર્ડ ફેમિલીનો હોવા છતાં ખબર નહીં કેમ તેને હજી સુધી સારી લાઈફ પાર્ટનર નહોતી મળી. ક્યારેક તેને છોકરી નથી ગમતી તો ક્યારેક તેના માતાપિતાને. ક્યારેક છોકરીના બેકગ્રાઉન્ડ પર દાદીમાની મનાઈ થતી. એવું નહોતું કે લગ્ન માટે તેણે સેટ રૂલ્સ બનાવ્યા હતા, પણ ખબર નહીં કેમ ૨૫ વર્ષની ઉંમરથી લગ્ન માટે છોકરી પસંદ કરવાનો પ્રયાસ ૩૫ વર્ષ સુધી પણ કોઈ પ્રકારના નિર્ણય પર નહોતો આવ્યો. ધીરેધીરે ચોઈસ પણ ઓછી થવા લાગી હતી અને સંબંધ આવવાના પણ ઘટી ગયા હતા. તેણે પણ એકાકી જીવન એન્જેાય કરવાનું શરૂ કરી દીધું હતું. હવે તો મમ્મીપપ્પા અને ભાઈબહેન પણ તેને પૂછતાંપૂછતાં થાકી ગયા હતા કે તેને કેવી છોકરી જેાઈએ. તે હંમેશાં કહેતો છોકરી કોઈ ફોટો ફ્રેમ તો છે નહીં, જે પરફેક્ટ આકાર અને ડિઝાઈનની મળી જાય. મારા મનમાં તેની કોઈ ઈમેજ જ નથી, મને જેાવી જેાઈએ સામે આવશે તો હું જાતે તમને જણાવી દઈશ. ત્યાર પછી પરિવારજનો પણ શાંત થઈને બેસી ગયા હતા અને તે પણ મસ્ત રહેવા લાગ્યો હતો. તે સીટ પરથી ઊઠી તો એક વાર તેણે ફરીથી તેને જેાઈ. એક સ્વાભવિક સ્મિત જાણે તેના ચહેરાનો ભાગ જ બની ગયું હતું. ગાલ પર ડિમ્પલ પડતા હતા. સમર ધ્રૂજી રહ્યો હતો. શું છે આ… તેની અંદર કેમ ધ્રુજારી થઈ રહી છે. તે કોઈ ૨૦-૨૧ વર્ષનો નવયુવાન તો નથી, એક મેચ્યોર વ્યક્તિ છે… તેમ છતાં તેના રુંવાડાં કેમ ઊભા થઈ ગયા હતા. અનોખી ફીલિંગ થઈ… અજાણી… આ પહેલાં ક્યારેય કોઈ છોકરીને જેાઈને આવું ફીલ થયું નહોતું. જાણે મિલ્સ એન્ડ બૂન્સનું કોઈ પાત્ર પાનામાંથી નીકળીને તેની અંદર આવ્યું હોય અને તેને આંદોલિત કરી રહ્યું હોય. આ ખાસ ફીલિંગ તેને લલચાવી રહી હતી. નેહરુ પેલેસ ઊતરીને જ્યાં સુધી મેટ્રો ચાલુ ન થઈ તે તેને જેાતો જ રહ્યો. મન તો થતું હતું કે તે પણ ઊતરી જય અને જાણી શકે કે તે ક્યાં કામ કરે છે, પણ તેને એ યોગ્ય ના લાગ્યું. તેણે ઓખલા જવાનું હતું, પરંતુ મેટ્રોમાંથી ઊતરીને તેને લાગ્યું કે જાણે તેનું મન તો તે ખૂણાની સીટ પર જ જઈને અટકી ગયું છે.

ઓફિસમાં પણ તે બેચેન જ રહ્યો. કામ કરી રહ્યો હતો, પણ કોંસન્ટ્રેશન જાણે ગાયબ થઈ ગયું હતું. તેના મનમાં સવાલો થતા હતા કે તે મહિલા વિશે તે આટલું કેમ વિચારી રહ્યો છે. તેની અંદર મનનો દરિયો તોફાને ચડ્યો છે, તે કેમ ઈચ્છે છે તેની સાથે ફરીથી મુલાકાત થાય… ઘણી વાર તેણે પોતાના વિચાર પર ફાઈલનો બોજ નાખવા ઈચ્છ્યો, ઘણી વાર કમ્પ્યૂટર સ્ક્રીન પર વ્યસ્ત રહેવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ રહ્યો. સ્વયં પર ગુસ્સો પણ આવ્યો કે કોઈના વિશે મનમાં આવા વિચાર આવવા સારી વાત નથી. તેમ છતાં ઘરે ગયા પછી અને પૂરી રાત તેનામાં અંદરબહાર ફેલાયેલી ધ્રુજારી અનુભવવા લાગ્યો. સવારે વારંવાર વિચારી રહ્યો હતો કે આજે પણ મેટ્રોમાં તેની સાથે મુલાકાત થઈ જય. પછી એકલોએકલો હસવો લાગ્યો. માની લો તેણે તે મેટ્રો પકડી તો પણ શું ગેરન્ટી છે કે તે આજે પણ એ જ ડબ્બામાં ચઢશે, જેમાં તે હોય. તેને લાગતું હતું કે તેની હાલત આવી જ રહી તો ક્યાંક તે સ્ટોકર ન બની જાય. સમર પોતાની જાતને સંભાળ… તેણે જાતને જ સલાહ આપી. મેચ્યોર વ્યક્તિ આ રીતે હરકત કરતા સારા નથી લાગતા… ઠીક છે પણ ખાન માર્કેટ આવતા જ નજર તેને શોધવા લાગી, પણ તે દેખાઈ નહીં. હવે તો જાણે સવારસાંજ તેને શોધવી એ જ તેનું રૂટિન થઈ ગયું હતું. તેને લાગ્યું કે શક્ય છે તે રોજ ટ્રાવેલ ન કરતી હોય. સમર ઉદાસ રહેવા લાગ્યો હતો… કોઈ આ રીતે દિમાગ પર છવાઈ જાય છે. તેણે ક્યારેય વિચાર્યું નહોતું. શું આ જ લવ એટ ફર્સ્ટ સાઈટ કહેવાય છે. પુસ્તક અને ફિલ્મની વાતો જેની તે ક્યારેક મજાક ઉડાવતો હતો આજે તેને સાચી લાગી રહી હતી. એક વાર તો તે ક્યાંક દેખાય. ખાન માર્કેટમાં સમરને શોપિંગ કરવી હતી. વેલેન્ટાઈન ડે હોવાથી ભીડ ખૂબ હતી. બજાર લાઈટોથી ઝગમગી રહ્યું હતું, ખરીદી કરીને તે કોફી કેફે ડેમાં ગયો. કોફી પીને થાક ઊતરી ગયો. એક સિપ લીધો જ હતો કે સામેથી તે અંદર આવતી દેખાઈ. હાથમાં કેટલાક પેકેટ હતા. આજે મરૂન કલરની કુરતી અને ક્રીમ કલરની લેંગિંગ પહેરી હતી. કાનમાં ડેંગલર્સ લટકી રહ્યા હતા, જે વચ્ચેવચ્ચે તેની લટને સ્પર્શી રહ્યા હતા. ચાન્સની વાત છે તમામ ટેબલ બિઝી હતા. તે ખચકાટ વિના તેની સામેની ખુરશી પર આવીને બેસી ગઈ.

કોફીનો ઓર્ડર આપીને તે તેના મોબાઈલ પર આંગળી ફેરવવા લાગી. પછી અચાનક બોલી, ‘‘આઈ હોપ મારા અહીં બેસવાથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં હોય… અને કોઈ ટેબલ ખાલી નથી…’’ તેની વાત પૂરી થતા પહેલાં જ તરત સમર બોલ્યો, ‘‘ઈટ્સ માય પ્લઝર.’’ ‘‘ઓહ રિયલી.’’ તેણે કંઈક આ અંદાજમાં કહ્યું કે સમરને લાગ્યું જાણે તેણે કટાક્ષ કર્યો. ક્યાંક તેના ચહેરા પર આવેલા ભાવનો તે કોઈ ખોટો અર્થ તો નથી કાઢી રહી… ક્યાંક એ વિચારે કે તે તેની પર લાઈન મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. ‘‘આમ તો તમને ખૂણાવાળી સીટ જ ગમે છે… ડિસ્ટબેંસ ઓછો થાય છે અને તમને આમ પણ ગમતું નથી કે કોઈ તમારી લાઈફમાં તમને ડિસ્ટર્બ કરે… તમને તમારા મુજબ નિર્ણય લેવા ગમે છે.’’ આશ્ચર્ય, ખબર નહીં કેવાકેવા ભાવ તેના ચહેરા પર છવાઈ ગયા. ‘‘તમે પરેશાન ન થશો, સમર… મેં તે દિવસે મેટ્રોમાં જ તમને ઓળખી લીધા હતા. સંયોગ જુઓ ફરી તમારી સાથે મુલાકાત થઈ તો વિચારી રહું છું આજે વર્ષોથી દબાવેલો ગુસ્સો કાઢી જ દઉં. તમારું આશ્ચર્ય વાજબી છે. બની શકે છે કે તમે મને ઓળખી નથી, પણ હું તમને ભૂલી નથી શકી. અત્યાર સુધી તો તમને તમારી પરફેક્ટ લાઈફ પાર્ટનર મળી જ ગઈ હશે. સારું છે, નહીં તો કારણ વિના છોકરીઓને રિજેક્ટ કરવાનો સિલસિલો ચાલુ રહેતો.’’ ‘‘આપણે પહેલાં મળી ચૂક્યા છીએ કે શું?’’ સમરે સંકોચાતા પૂછ્યું. સમર ક્યાં તો તેની સાથે મુલાકાત થવાની ઈચ્છા હતી અને ક્યાં હવે તે જ કહી રહી હતી કે તેને જાણે છે અને એટલું જ નહીં, તેને કઠેડામાં ઊભો કરી દીધો હતો. ‘‘આપણે મળ્યા તો નથી, પણ આપણો પરિવાર એકબીજાને જરૂર મળ્યો છે.

થોડું દિમાગ પર જેાર આપો તો યાદ આવશે કદાચ કે એક વાર તમારા પરિવારજનો મારા ઘરે આવ્યા હતા. અહીં શાહજહાં રોડ પર રહેતા હતા ત્યારે અમે. પપ્પા આઈએએસ ઓફિસર હતા. આપણા લગ્નની વાત ચાલી હતી. તમારા પરિવારને હું ગમતી હતી. તેમણે મને તમારો ફોટો બતાવ્યો હતો. તે તો ફટાફટ લગ્ન નક્કી કરવા તૈયાર થઈ ગયા હતા. પછી નક્કી થયું કે તમારી અને મારી મુલાકાત પછી જ આગળની વાત નક્કી થશે. હું ખુશ હતી અને મારા મમ્મીપપ્પા પણ કે આટલા સંસ્કારી અને એજ્યુકેટેડ લોકોને ત્યાં મારો સંબંધ નક્કી થઈ રહ્યો છે. આપણી મુલાકાત થાય તે પહેલાં જ પપ્પા પર કોઈએ ફ્રોડ કેસ કરી દીધો. તમારા દાદીમાએ ઘરે આવીને ખૂબ સંભળાવ્યું કે આવા ઘરમાં જ્યાં બાપ અપ્રામાણિકતાથી પૈસો લાવે છે અમારે સંબંધ નથી કરવો. પપ્પાએ ખૂબ સમજાવ્યા કે તેમને કોઈએ ફસાવ્યા છે, પણ તેમણે એક ન સાંભળી. ‘‘મને દુખ થયું, પણ એટલે નહીં કે તમારા સાથે સંબંધ ન થયો, પણ એટલે કે સત્ય જાણ્યા વિના આરોપ મૂકીને તમારા દાદીમાએ મારા પપ્પાનું અપમાન કર્યું હતું. ત્યાર પછી મેં નક્કી કરી લીધું હતું કે લગ્ન કરવા જ નથી. પપ્પા તો નિર્દોષ સાબિત થયા, પણ મારો સંબંધ તૂટવાનું દુખ સહન ન કરી શક્યા અને આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.’’ ‘‘આપણા સમાજમાં કોઈ છોકરીને રિજેક્ટ કરવી સામાન્ય વાત છે, પણ કોઈ એક વાર પણ એ નથી વિચારતું કે તેનાથી તેના મન પર શું વીતે છે, તેના પરિવારની આશા કેવી રીતે વિખેરાઈ જાય છે… તમને કોઈ રિજેક્ટ કરે તો કેવું લાગે સમર?’’ ‘‘મારો વિશ્વાસ કર…’’ ‘‘મારું નામ નિધિ છે.’’ નામ સાંભળીને સમરને લાગ્યું કે જાણે ઘરમાં તેણે કેટલીય વાર આ નામ સાંભળ્યું હતું. મમ્મીપપ્પા, ભાઈબહેન અને દાદીમાના મોંથી. તે પણ કેટલીય વાર કે છોકરી તો તે જ સારી હતી, પણ તેનો બાપ… દાદીમા તેની સાથે લગ્ન થઈ જાય તો ભાઈ આજ સુધી કુંવારો ન હોત, તેણે બહેનને પણ કેટલી વાર આ કહેતા સાંભળી હતી, પણ તમારી જિદ્દે ગરબડ કરી દીધી…

પપ્પા પણ દાદીમાને કેટલીય વાર મહેણું મારતા હતા. આજ સુધી જેટલી પણ છોકરીઓ જેાઈ હતી, સમર માટે તે જ મને વધારે ગમી હતી. મમ્મીના મોઢેથી પણ તે આ વાત સાંભળી ચૂક્યો હતો. તેણે જેને જેાઈ ન હોય તે વિશે શું કહેતો. તેથી ચુપ જ રહેતો હતો. ‘‘નિધિ, ખરેખર મને કંઈ ખબર નથી. જેાકે ઘરમાં ઘણી વાર તારી વાત થતી હતી, પણ તું મારા માટે અજાણ હતી. આઈ એમ સોરી… મારા પરિવારના લીધે તારા પપ્પા ગુજરી ગયા અને આટલું અપમાન સહન કરવું પડ્યું. પણ…’’ કહેતાંકહેતાં સમર અટકી ગયો. છેવટે કેવી રીતે કહેતો કે જ્યારે તેને જેાઈ છે તેના દિલદિમાગ પર છવાઈ ગઈ છે. તેના દિલની વાત કહીને તે તેનું દિલ ન દુભાવે અને પછી તેણે જ તેને રિજેક્ટ કરી દીધો તો શું થશે… ‘‘સમર, તમે મને સોરી ન કહો. આ તો સામાન્ય છોકરીની વિડંબણા છે, જે દરેક રીતે લાયક હોવા છતાં તેણે સહન કરવું પડે છે. એની વે જાઉં છું. આઈ હોપ ફરી આપણી મુલાકાત…’’ ‘‘થાય…’’ સમર બોલ્યો, ‘‘ભૂલ સુધારવાની એક તક તો બધાને મળે છે. આ મારું કાર્ડ છે. ફેસબુક પર તમને શોધીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીશ, પ્લીઝ નિધિ એક્સેપ્ટ કરી લેજે… વિશ્વાસ છે કે તમે રિજેક્ટ નહીં કરો… હવેથી ખૂણાની સીટ પર બેસીશ નહીં.’’ સમરે વિઝિટિંગ કાર્ડ તેને આપીને કહ્યું, ‘‘જૂની વાત ભુલાવીને નવી શરૂઆત કરી શકાય છે.’’ કાર્ડ લેતા નિધિએ તેની શોપિંગ બેગ ઉઠાવી. બહાર જવા લાગી એટલામાં તેના ડેંગલરે તેના વાળની લટને સ્પર્શ કરી જાણે લટ કહેતી હોય કે આ વખતે એક્સેપ્ટ તમારે કરવાનું છે.

શંકા

વાર્તા – નીતા શ્રીવાસ્તવ

પાડોશના ઘરની ઘંટડીનો અવાજ સાંભળતા જ શિખા લગભગ દોડતી દરવાજા પાસે ગઈ અને પછી પડદાની આડશમાં છુપાઈને બહાર જેાવા લાગી. હિસાબકિતાબમાં વ્યસ્ત સુધીરને શિખાની આ ટેવ ખૂબ જ શરમજનક લાગી. તે પહેલાં પણ ઘણી વાર સુધીર શિખાને તેની આ ટેવ માટે ઠપકો આપી ચૂક્યો હતો, પણ તે પોતાની ટેવ છોડતી નહોતી. જેવી આસપાસના કોઈ ઘરની ઘંટડી વાગતી શિખાના કાન સરવા થઈ જતા હતા. કોણ કોને મળી રહ્યું છે, કયા પતિપત્ની વચ્ચે કેવું ચાલી રહ્યું છે, તેની પૂરી જાણકારી રાખવાનો જાણે કે શિખાએ ઠેકો લીધો હોય. સુધીરે ક્યારેય આવી મનોવૃત્તિ ધરાવતી પત્નીની ઈચ્છા નહોતી રાખી. તે તેની આ પીડા કોને કહે… ક્યારેક પ્રેમથી તો ક્યારેક કડવાશથી ઝાટકે છે જરૂર, ‘‘શું શિખા, તું પણ હંમેશાં પાડોશીઓના ઘરની છૂપી વાતો જાણવામાં વ્યસ્ત રહે છે… તારા ઘરમાં રસ લે થોડો, જેથી ઘર ઘર જેવું લાગે…’’ સુધીરે લાવેલા બધા મેગેઝિન ટેબલ પર પડ્યાંપડ્યાં શિખાનું મોં તાકી રહેતા… શિખાની નજર બીજા ઘરમાં ડોકિયા કરવામાં જ ડૂબેલી રહેતી હતી.

જેાકે આજે સુધીર શિખાના આ કરતૂત પર ખૂબ ગુસ્સે થયો અને ત્યાર પછી પડદો એટલો જેારથી ખેંચ્યો કે તે હેન્ડલ સહિત નીચે પડી ગયો. ‘‘લે, હવે તને વધારે સ્પષ્ટ દેખાશે.’’ સુધીરે ગુસ્સામાં કહ્યું. શિખા પણ ગુસ્સામાં દરવાજા પરથી દૂર ખસી ગઈ. જેાયું તો દૂર તે હવે અનુમાન પણ ન લગાવી શકી કે જતીનના ઘરે કોણ આવ્યું છે અને શું કરીને ગયું. સુધીરના ગુસ્સાથી થોડી ડરી, પણ ગુસ્સો શાંત કરવા હસી. સુધીરનો મૂડ બગડી ગયો હતો. તેણે પોતાના કાગળ ભેગા કરીને તિજેારીમાં મૂક્યા અને તૈયાર થવા લાગ્યો. શિખા તેને તૈયાર થતો જેાઈ ચુપ ન રહી શકી. પૂછ્યું, ‘‘હવે આ સમયે ક્યાં જાય છો? સાંજે મૂવી જેાવા જવું છે કે નહીં?’’ ‘‘તું તૈયાર રહેજે… હું સમયસર આવી જઈશ.’’ કહીને સુધીર ક્યાં જઈ રહ્યો છે, તે જણાવ્યા વિના ગાડી સ્ટાર્ટ કરીને જતો રહ્યો. ગુસ્સામાં જ સુધીર એમ જ થોડીવાર રસ્તા પર ગાડી દોડાવતો રહ્યો. તે પણ સ્વીકારતો હતો કે થોડી ઘણી ડોકિયા કરવાની ટેવ તો દરેક વ્યક્તિમાં હોય છે, પણ સીમાએ તો હદ કરી નાખી. તેણે ૧-૨ વાર મહેણાં પણ માર્યા હતા કે આટલી ચપળતાથી તેં કોઈ છાપામાં સમાચાર આપ્યા હોત તો તું આજે રિપોર્ટર બની ગઈ હોત, પણ શિખા પર તો તેની શિખામણની કોઈ જ અસર નહોતી.

ગત અઠવાડિયાની જ વાત છે. એક દિવસ સાંજે તે ઓફિસથી ખૂબ મોડો આવ્યો હતો. તે જેવો ઘરમાં દાખલ થયો કે થોડી જ વારમાં શિખાની રેકર્ડ શરૂ થઈ ગઈ. તે બાળકોને પુલાવ ખવડાવીને સુવડાવી ચૂકી હતી. તેની સામે પણ દહીં, અથાણું, પુલાવ મૂકીને શરૂ કરી દીધો એ જ રાગ આલાપવાનો, ‘‘આજકાલ અમન ઓફિસથી ૧-૨ કલાક પહેલાં જ ઘરે આવી જાય છે. મારું ધ્યાન તો ખૂબ પહેલાંથી એ તરફ ગયું હતું… જેવી તેમની મમ્મી પ્રવચન સાંભળવા જાય કે બીજી તરફથી તરત તેમની ગાડી ગેટમાં પ્રવેશતી. તેમની બંને છોકરીઓ તો સ્કૂલેથી સીધી કોચિંગ ક્લાસમાં જાય છે અને ૭ વાગ્યા સુધીમાં જ પાછી આવે છે… અમન જેવો ઘરમાં આવે છે કે તરત ઘરના બારીદરવાજા બંધ…’’ ‘‘અરે બાબા, મને કોઈ રસ નથી બીજાના ઘરમાં… તું પાપડ તળીને આપી શકે તેમ હોય તો આપ.’’ સુધીરની નારાજગી જેાઈને શિખાને ચુપ થઈ જવું પડ્યું નહીં તો તે હજી વધારે બોલતી. જમીને સુધીર ટીવી જેાવા લાગ્યો. શિખા પણ રસોઈનું કામ પતાવીને તેની પાસે આવીને બેસી ગઈ ત્યારે સુધીરને ખૂબ કંટાળો આવ્યો. નાનકડી ગૃહસ્થી સજાવી લીધી હતી તેણે… શિખા પણ ભણેલીગણેલી હતી. જે તે પણ પોતાના સમયનો સદુપયોગ શરૂ કરી દે તો ઘરમાં વધારાની આવક તો શરૂ થાય જ સાથેસાથે નવરાશના સમયની તેની આમતેમ ડોકિયા કરવાની અને વાતો જાણવાની ટેવ પણ છૂટી જાય. ‘‘ધીરેધીરે તે જાતે જ સમજી જશે.’’ વિચારીને સુધીર લાગણશીલ બનીને શિખાને આલિંગનમાં લેવા માટે હજી તો ઊભો થયો કે શિખા બોલી ઊઠી, ‘‘અરે યાર, પેલો અમનનો કિસ્સો તો અધૂરો જ રહી ગયો… જેાકે હું સમજી તો ગઈ હતી, પણ આજે પૂરું રહસ્ય ખૂલી ગયું… સ્વયં તેમની પત્ની આશાએ જ નેહાને જણાવ્યું કે છોકરીઓ મોટી થઈ ગઈ છે… તેથી એકાંત મેળવવાનો આ ઉપાય શોધી કાઢ્યો છે અમને… કહીને શિખાએ એવું વિજયી હાસ્યનું તીર ફેંક્યું કે જાણે જંગ જીતી ન હોય.’’ પરંતુ આ રહસ્ય સાંભળીને સુધીરે પોતાનું માથું જ પકડી લીધું. તેને ક્યારેય આવી પત્નીની કલ્પના નહોતી. તે તો આજે પણ એમ જ ઈચ્છતો હતો કે તેની શિખા પરિવાર પ્રત્યે સમર્પણ ભાવ રાખીને આજુબાજુના પાડોશીઓનું પણ ધ્યાન રાખે, તેમના સુખદુખમાં સામેલ થાય, પરંતુ એ શક્ય નહોતું. અશક્ય શબ્દ સુધીરને હથોડા જેવો લાગ્યો. ‘ભરપૂર પ્રયાસ કરવા પર તો દરેક સમસ્યાનો ઉકેલ મળી જાય છે.’ એમ વિચારીને સુધીરને થોડી રાહત મળી. પછી તેણે ઘડિયાળ સામે જેાયું. શોનો સમય થઈ ગયો હતો, પરંતુ આજે તે શિખાના નામથી જ ચિડાયેલો હતો… સુધીર ઘરે ન જતા એક મોંઘી રેસ્ટોરન્ટમાં એકલો જઈને બેસી ગયો. રવિવાર હોવાથી મોટાભાગના લોકો પત્નીબાળકો સાથે બેઠા હતા…

આ દશ્ય જેાઈને તેને પોતાની એકલતા કાંટાની જેમ ખૂંચવા લાગી. ‘અહીં બેસવું કે પછી અહીંથી નીકળી જવું’ તે વિચારી રહ્યો હતો એટલામાં તેની નજર ખૂણાના એક ટેબલ પર પડતાં જ તે અચરજમાં મુકાઈ ગયો. તેના પાડોશી દસ્તૂર પોતાની પત્ની અને દીકરી સાથે ખાણીપીણીમાં મશગૂલ હતા. સુધીર પણ ચકિત નજરથી પળભર આ પરિવારને જેાતો રહ્યો. સુધીર અને દસ્તૂર એક જ સંસ્થામાં નોકરી કરતા હતા, સાથે પાડોશી હોવાથી વાતચીત અને એકબીજાના ઘરે આવ-જાના સંબંધ પણ હતા, પરંતુ શિખાને દસ્તૂર પરિવાર આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. દસ્તૂરની પત્ની અર્ચના સામે તો તેને ફરિયાદ હતી કે ખબર નહીં પૂરો દિવસ ઘરમાં જ ઘૂસેલી રહીને તે શું કર્યા કરે છે… તે બીજી મહિલાઓને મળે છે તે પણ માત્ર મળવા ખાતર જ… કોઈની તાકાત નથી કે તેની પાસેથી તેની અંગત ક્ષણનો એક પણ કિસ્સો કોઈ કઢાવી શકે… આ વાત પર તો તે બિલકુલ ચુપ જ રહે છે. વિપરીત, સુધીર પણ અર્ચનાને ખૂબ જ માન આપતો હતો. લગ્ન પહેલાં તે શિક્ષિકા હતી અને આજે એક સફળ ગૃહિણી, પરંતુ શિખાએ તેને પણ નહોતી બક્ષી. શિખાના આ ખાલી અને શેતાની મગજથી સુધીર અંદર ને અંદર ગૂંગળામણ અનુભવતો હતો. તેથી દસ્તૂર દંપતીથી નજર બચાવીને તે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયો.

રાત્રિના ૯ વાગ્યા હતા, પરંતુ તેનું ઘરે જવાનું મન નહોતું. લગભગ ૧૧ વાગે તેણે હજી ઘરે પહોંચીને ઘંટડી વગાડી કે શિખાએ દરવાજેા ખોલતા જ પ્રશ્નોનો વરસાદ વરસાવી દીધો. જેાકે સુધીર પણ આજે તો કંઈક નક્કી કરીને જ ઘરે આવ્યો હતો. તેથી ચુપચાપ કપડાં બદલવા લાગ્યો. શિખા પરેશાન હતી અને તેની આગળપાછળ ફરી રહી હતી, ‘‘જેા કોઈ બીજેા પ્રોગ્રામ હતો તો પછી મને કેમ સમજાવી હતી કે સાંજે પિક્ચર જેાવા જઈશું… કોની સાથે હતા પૂરી સાંજ?’’ ‘‘બસ એમ સમજી લે કે અર્ચના સાથે હતો પૂરી સાંજ.’’ શિખા તેને આશ્ચર્યથી જેાઈ રહી. સુધીર પણ તેને જ જેાઈ રહ્યો હતો. તે કિંમતી સાડીમાં તૈયાર થયેલી હતી. તેને આ રીતે તૈયાર થયેલી જેાઈને સુધીરને પણ ગમ્યું, પણ સ્વયં પર નિયંત્રણ રાખીને તે સોફા પર બેસી ગયો. ‘‘શિખા, તેં જ અર્ચના વિશે મને એટલી બધી વાતો જણાવી હતી કે તેને નજીકથી જેાવાનું… એટલે કે તારા કહેવા પ્રમાણે તેના લટકાઝટકા જેાવાનું કેટલાય દિવસથી મન થયું હતું… અને આજે તક મળી ગઈ તો પછી કેમ ગુમાવું. તે બધા પણ ત્યાં રેસ્ટોરન્ટમાં હતા.. ખરેખર હું તો તેની રૂક્ષ અને નમ્રતાભરી આંખોમાં ખોવાઈ ગયો હતો… આટલા સમય સુધી હું તેની સામેના ટેબલ પર જ બેસી રહ્યો હતો, પરંતુ તેને તેના પતિ અને દીકરીમાંથી નવરાશ જ ન મળી, આજુબાજુ નજર નાખવાની… માત્ર મારી સાથે જ નહીં, તેણે તો કોઈની પણ સામે નજર ઉઠાવીને જેાયું સુધ્ધાં નહોતું… માત્ર પોતાનામાં મસ્તવ્યસ્ત… મને તો ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને મને એકલો બેઠેલો જેાઈને કમ સે કમ પૂછવું જેાઈતું હતું કે હું એકલો કેમ બેઠો છું, પણ તેણે તો મારી તરફ ધ્યાન જ ન આપ્યું… જેાકે મેં ખૂબ જ ધ્યાનથી જેાઈ હતી તેને…

અર્ચના સાડી ખૂબ સુંદર રીતે પહેરે છે… અને સાડીમાં તે ખૂબ સુંદર દેખાતી હતી.’’ સુધીરની વાતો સાંભળીને શિખાને રડવાનું મન થઈ આવ્યું. તે બીજા રૂમમાં જવા લાગી ત્યારે સુધીર પણ તેની પાછળ ચાલવા લાગ્યો. ‘‘હવે તો એકાદ દિવસ આશા… નેહા… શૈલી આ બધાને પણ નજીકથી જેાવી છે.’’ જ્યારે શિખાની સહનશક્તિની બહાર વાત ગઈ ત્યારે તેણે રડવું શરૂ કરી દીધું. તેણે તો ક્યારેય વિચાર્યું જ નહોતું કે એકાંત ક્ષણમાં તેની સાથે હોવા છતાં સુધીર બીજી મહિલાના રૂપશૃંગાર વિશે વાત કરી શકે છે. બીજાના ઘરની ખબર રાખવામાં તે એટલી મશગૂલ હતી કે તેને એ વાતનું ધ્યાન જ ન રહ્યું કે તેની આ ટેવ પર ક્યારેક તેના પોતાના ઘરમાં જ આટલો મોટો વિસ્ફોટ થઈ શકે છે. અણસાર પરથી અનુમાન લગાવવામાં હોશિયાર શિખા હવે ડૂસકેડૂસકે રડતી હતી. ‘‘હવે એમ રડીરડીને શું પાડોશીઓને ભેગા કરવા છે… અર્ચના પાસેથી થોડો બોધપાઠ લે… તેને તો તે રાત્રે દસ્તૂરે ઘણા બધા લાફા માર્યા હતા તેમ છતાં પણ તેણે એક શબ્દ સુધ્ધાં નહોતો ઉચ્ચાર્યો.’’ સુધીરે શિખાને મનાવવાના બદલે તેણે જ કહી સંભળાવેલો કિસ્સો તેને યાદ અપાવી દીધો. એક દિવસ સુધીર હજી પથારીમાં જ હતો કે શિખાએ તેને ગુડ મોર્નિંગ ન્યૂઝની જેમ સમાચાર સંભળાવ્યા. સુધીર જાણતો હતો કે આજે પણ દસ્તૂરને ડીઝલ શેડ નાઈટ ઈન્સ્પેક્શન માટે જવાનું છે, પરંતુ શિખા જાણે એવી રીતે જાણાવી રહી હતી કે જાણે કે તે બધું જાણે છે.’’ તમે તો ઊંઘતા જ રહો… ખબર પણ છે તમને કે કાલે રાત્રે શું થયું હતું? દસ્તૂર સાહેબ ઈન્સ્પેક્શન કરીને લગભગ રાત્રે ૨ વાગે પાછા ફર્યા હતા. ગાડી થોભવાના અવાજ સાથે જ મારી ઊંઘ ખૂલી ગઈ હતી… બિચારા ખૂબ જ હોર્ન વગાડતા રહ્યા, પણ તેમના ઘરમાં તો શાંતિ હતી. પછી લાંબા સમય સુધી ઘંટડી વગાડતા રહ્યા… મને તો લાગે છે કે માત્ર મારી જ નહીં પૂરા મહોલ્લાની ઊંઘ ઊડી ગઈ હશે, પણ તમારી અર્ચના તો ખબર નહીં કેટલી ગાઢ નિદ્રામાં હતી… તે શું કરી રહી હશે? લાંબા સમય પછી દરવાજેા ખોલ્યો… મેં તિરાડમાંથી ડોકિયું કરીને જેાયું હતું.

દસ્તૂર સાહેબ દરવાજા પર જ ખૂબ નારાજ દેખાઈ રહ્યા હતા. થોડી વાર પછી મેં આપણા બેડરૂમની બારીમાંથી તેમના બેડરૂમની હલચલ જાણવા પ્રયત્ન કર્યો ત્યારે દસ્તૂર સાહેબનો જેારજેારથી બબડવાનો અવાજ આવી રહ્યો હતો અને પછી લાફા મારવાનો અવાજ પણ આવ્યો…’’ ‘‘શું બકવાસ કરી રહી છે વહેલી સવારમાં…’’ સુધીરની વાત કાપતા શિખાએ ચિડાઈને કહ્યું, ‘‘મેં જાતે મારા કાનથી લાફા મારવાનો સ્પજ અવાજ સાંભળ્યો છે… ખૂલી ગઈ ને પોલ તમારી અર્ચનાની… આવ્યા મોટા ઓવારી ગયા હતા તેના પહેરવેશ, સુઘડતા અને શાલીનતા પર…’’ જેાકે સુધીર પણ તે દિવસે સ્તબ્ધ રહી ગયો હતો. આમ તો તે શિખાની વાતને ક્યારેય ગંભીરતાથી લેતો નહોતો, પરંતુ તે દિવસે મામલો દસ્તૂર દંપતીનો હતો. દસ્તૂર દંપતી જેમને તે ખૂબ જ માનસન્માન આપતો હતો, તેમની વચ્ચે મારામારી થઈ જાય તે વાત ચોંકાવનારી હતી. કોઈ પણ ભણેલોગણેલો, સંસ્કારી પુરુષ પોતાની પત્ની પર કેમ હાથ ઉઠાવે… આવું ક્યારેય શું બની શકે છે અને દસ્તૂર સાહેબ તો પત્ની અને દીકરીને ખૂબ જ પ્રેમ કરે છે. તે દિવસે આ ઘટનાના વિચારોમાં જ ઓફિસ પહોંચીને તક મળતા સુધીર દસ્તૂર પાસે જઈને બેઠો. જેાકે બિલકુલ વ્યક્તિગત પ્રશ્ન તો પૂછી શકાય તેમ નહોતો, તેથી ઓફિસ… હવામાન વગેરે વિશે વાતો કરતાંકરતાં ગરમીના ત્રાસનો ઉલ્લેખ કરીને ઘટનાનું રહસ્ય જાણવાનો પ્રથમ પ્રયાસ કર્યો, ‘‘એક વાત છે દસ્તૂર સાહેબ… ગરમીમાં નાઈટ ડ્યૂટિ સારી રહે છે… સુંદર ઠંડક.. કૂલકૂલ.’’ ‘‘નાઈટ ડ્યૂટિ… અરે ના ભાઈ, આપણી ઊંઘ ખરાબ… ફેમિલીની ઊંઘ હરામ… કાલે રાત્રે ઘરે પહોંચ્યો… ત્યારે પરેશાન થઈ ગયો.’’ દસ્તૂરની વાત સાંભળતા જ સુધીર ઊછળી પડ્યો, ‘‘કેમ, ભાભીએ ઘરમાં નહોતા ઘૂસવા દીધા કે શું?’’ ‘‘જેા એવું હોત તો મને મંજૂર હતું, પણ તે સજ્જન મહિલા તો રાત્રે એકદોઢ વાગ્યા સુધી વાંચતાંવાંચતાં મારી રાહ જેાઈ રહી હતી. થાકીને તેને ઝોકું હજી આવ્યું જ હશે કે હું ઘરે આવી પહોંચ્યો. દરવાજેા ખોલવામાં વાર થઈ ત્યારે હું તો ડરી જ ગયો હતો, કારણ કે બીપીના કારણે આજકાલ તે થોડી વધારે પરેશાન છે. તેને સ્વસ્થ જેાઈને મારા જીવમાં જીવ આવ્યો હતો.’’ ‘‘ખુશીખુશી બેડરૂમમાં પહોંચ્યો, ત્યારે ત્યાંનું દશ્ય જેાઈને ખૂબ જ ગુસ્સો આવી ગયો મા-દીકરી પર… મચ્છરદાની વિના જ બંને સૂતાજાગતા મારી રાહ જેાઈ રહ્યા હતા. ૧૦ મિનિટ સુધી તો મારે મચ્છર મારવા પડ્યા, સટાસટ… ભાઈ મારી પત્ની-દીકરીને મચ્છર કરડે તે કેમ ચલાવી લેવાય… આ ઠંડકમાં કામ કરવા કરતા તો ગરમીબાફ જ સારા.’’ દસ્તૂર સાહેબની વાત સાંભળીને સુધીર બિલકુલ ઠંડો પડી ગયો.

શિખાની માનસિકતા અને અનુમાનના આધારે બનાવવામાં આવેલી કહાણી પર તેને શરમ તો આવતી જ હતી. શિખાથી તે હવે એટલો કંટાળી ગયો હતો કે ઓફિસથી આવીને તેણે તેને આ વાતની હકીકત સુધ્ધાં ન જણાવી… પણ આજે તો તેણે શિખાને જણાવવું જ પડ્યું તે સટાસટનું રહસ્ય. સાંભળીને શિખા પણ બેબાકળી બનીને સુધીર સામે જેાતી રહી ગઈ. હવે તે શું જવાબ આપે સુધીરને અને કયા શબ્દોમાં? સુધીર એક જ પ્રશ્ન વારંવાર પૂછી રહ્યો હતો, ‘‘અરે જે માણસ પોતાની પત્ની અને છોકરીને મચ્છર કરડે તે પણ સહન ન કરી શકતો હોય તે પોતાના જ હાથથી તેને લાફા મારે? બોલ શિખા મારી શકે?’’ શિખા સ્તબ્ધ હતી. પૂરા વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઈ હતી. દૂરદૂર સુધી તેને કોઈ અણસાર નહોતો સંભળાઈ રહ્યો. પતિએ બનાવડાવેલા અરીસામાં તે પોેતાનો ચહેરો જેાઈને ખરેખર શરમ અનુભવી રહી હતી. પછી તેણે મનોમન નક્કી કરી લીધું કે હવેથી તે આડોશપાડોશનું ધ્યાન રાખવાનું છોડીને પોતાના ઘરની જ સારસંભાળમાં ધ્યાન આપશે. જેાકે થોડા દિવસ સુધી તો શિખા પોતાના મનને કાબૂમાં રાખવામાં સફળ રહી, પરંતુ થોડા જ સમય પછી ફરી એ જ જૂના માર્ગે ચાલી નીકળી. જેવા પતિ અને બાળકો ઘરમાંથી બહાર નીકળતા કે તરત તે ગેટ સુધી મૂકવા જવાના બહાને ફટાફટ એક નજર કોલોનીના છેડા સુધી નાખતી. તેની આ ડોકિયું કરવાની ટેવને જેાકે આ દિવાળી પર વધુ એક સુવિધા પણ મળી ગઈ. દિવાળી પર આ વખતે બમણું બોનસ મળવાથી તેનો ખરીદીનો ઉત્સાહ પણ વધારે હતો. સુધીર અને શિખાએ ભરપૂર ખરીદી કરી. ડ્રોઈંગરૂમની સજાવટ પર તેમણે ખાસ ધ્યાન આપ્યું હતું. સોફા કવર, કુશન, બેડશીટ તો નવા ખરીદ્યા જ, સાથે શિખાએ સ્ટોરમાં જેાવા નેટના પડદા જેાયા કે તરત તે આકર્ષતા પડદા પર મોહિત થઈ ગઈ અને પછી તો પડદાનો પૂરો સેટ જ ખરીદીને લાવી. દિવાળીમાં જે કોઈએ તેના ઘરની સજાવટ જેાઈ, તેણે તેના વખાણ જ કર્યા. શિખા તો વખાણ સાંભળીને સાતમા આસમાને પહોંચી ગઈ હતી. એક વિશેષતા એ પણ હતી કે હવે શિખાને રસ્તા પરની ચહલપહલ અથવા પાડોશીઓના ગેટ પર શું ચાલી રહ્યું છે તે જાણવા માટે બારી-દરવાજાની આડમાં છુપાઈને રહેવાની મહેનત નહોતી કરવી પડતી, કારણ કે હવે ઘરના બારીદરવાજા પર જાળીવાળા પડદા આવી ગયા હતા ને. આ નેટવાળા પડદાની પાછળ ઊભા રહીને તે શાંતિથી બહાર જેાઈ શકતી હતી, પરંતુ બહારની વ્યક્તિને તો તેનો અણસાર સુધ્ધાં નહોતો આવતો કે પડદાની પાછળ ઊભા રહીને કોઈ તેમને જેાઈ રહ્યું છે. પરંતુ હા, શિખાને રાત્રિના સમયે આ પડદાથી થોડી અસુવિધા ચોક્કસ થતી હતી, કારણ કે સાંજે લાઈટ ચાલુ કરતા બહારથી તેના ઘરની અંદરનું પૂરું દશ્ય સ્પજ દેખાતું હતું. તેથી સાંજ પડતાં જ તે લાઈનિંગવાળા પડદાને પણ સરકાવી લેતી હતી.

જેાકે સાંજે તેને આમતેમ જેાવાની નવરાશ ઓછી મળતી હતી. રસોઈ કરવી, બાળકો અને સુધીર પણ તેને વ્યસ્ત જ રાખતા હતા, પરંતુ સવાર થતા જ વળી પાછી એ જ જૂની દિનચર્યા શરૂ. ઘરના કામમાંથી બ્રેક લઈને કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે, બધી જાણકારીથી તે અપડેટ રહેતી હતી. કાલે જ શિખા મેથી સાફ કરવાના બહાને બારીની સામે મૂકેલી ખુરશી પર બેસીને બહાર નજર રાખી રહી હતી. એટલામાં એક કર્કશ હોર્નના કારણે તેનું ધ્યાનભંગ થયું. સાવચેત તો તે ત્યારે થઈ ગઈ જ્યારે અનંત સાહેબના ઘરના દરવાજાના ખૂલવાનો અવાજ આવ્યો. શિખા તરત ઊભી થઈને જેાવા લાગી કે ભરબપોરે આ કર્કશ મોટરસાઈકલ લઈને કોણ અહીં આવ્યું છે? શિખાએ જેાયું તો ૩ યુવાન ગેટ ખુલ્લો જ રહેવા દઈને કોલબેલ વગાડ્યા સિવાય અનંતસાહેબના રૂમની ખુલ્લી બારી તરફ આવ્યા અને જેાતજેાતામાં બારી પર ચઢીને અંદર રૂમમાં કૂદી ગયા. દશ્ય જેાઈને શિખાના હાથપગ ધ્રુજવા લાગ્યા અને ક્ષણવારમાં છાપાં, ટીવીમાં જેાયેલી વાંચેલી લૂંટની સેંકડો ઘટનાઓ તેના મગજમાં આવી ગઈ. શિખા સારી રીતે જાણતી હતી કે આ સમયે રુચિ ઘરમાં બિલકુલ એકલી જ હોય છે. અનંત સાહેબ તો બેંક પરથી હંમેશાં મોડા આવે છે. તેમના બંને દીકરા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. આ બધું વિચારવામાં જેાકે શિખાને એક જ પળ થઈ. પછી તો બીજી જ ક્ષણે આજુબાજુના ૨-૪ ઘરમાં પોતાના મોબાઈલથી ઘટનાની જાણકારી આપતા દરવાજા પર તાળું મારીને અનંત સાહેબના ઘર તરફ દોડી ગઈ. જેાકે શિખાનું અનુમાન પણ સાચું જ નીકળ્યું.

રુચિનો બૂમો પાડવાનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો. પછી તો શિખાએ અનંત સાહેબના ઘર પર લગાવવામાં આવેલી ડોરબેલ સતત વગાડવાનું શરૂ કરી દીધું. ત્યાં સુધીમાં તો આજુબાજુમાં રહેતા લોકો પણ અહીં ભેગા થઈ ગયા. કોઈએ પોલીસને પણ જાણ કરી દીધી હતી, પણ પોલીસના આવતા પહેલાં જ લોકોએ બારી કૂદીને ભાગતા ચોરને પકડી લીધા. ટોળાએ તેમની મોટરસાઈકલ પણ પાડી દીધી અને કબજે કરી લીધી. રુચિ એ દરવાજેા ખોલ્યો ત્યારે તે ત્રણેય યુવાન તેની પાસેથી ચાવીઓ માંગતા તેને જાનથી મારી નાખવાથી ધમકી આપતા હતા. ત્રણેય પાસે ચપ્પુ હતા અને તેમની પાસે ઘર વિશેની પૂરી જાણકારી પણ હતી. ‘‘શિખા, આજે તો તેં મારું ઘર લૂંટાતા બચાવી લીધું. આ લૂંટારાએ તો મને મારી નાખી હોત.’’ કહેતા રુચિ ધ્રુસકેધ્રુસકે રડવા લાગી. પૂરી કોલોનીના લોકો હવે શિખાના વખાણ કરી રહ્યા હતા. આ શંકાથી અનુમાન લગાવવાની તેની જે ટેવ પર ઘણી વાર સુધીરના ગુસ્સાનો તે ભોગ બની હતી, આજે તેની એ જ ટેવે અનંત સાહેબના પરિવારને બચાવી લીધો હતો. મહિલા ઈન્સ્પેક્ટરે પણ શિખાને શાબાશી આપતા બધી મહિલાઓને અપીલ કરી, ‘‘આ ખૂબ જ સારી વાત છે કે મહિલાઓ જાગૃત રહીને ન માત્ર પોતાના ઘરનું, પણ આડોશપાડોશનું પણ ધ્યાન રાખે છે. જ્યારે પણ તમે કોઈ શંકાસ્પદ વ્યક્તિને જુઓ, ત્યારે તેની પર સાવચેત નજર રાખીને યોગ્ય પગલાં ભરવાથી ડરશો નહીં તેમજ ઘટના વિશેની જાણકારી પણ એકબીજાને અચૂક આપો.’’ સાંજે ઘરે આવતા પહેલાં જ સુધીરને બહારથી શિખાની બહાદુરી અને સમજદારીની કહાણી સાંભળવા મળી ગઈ. સુધીર પણ ઘરમાં હસતાંહસતાં પ્રવેશ્યો અને પ્રવેશતા જ શિખાને ભેટી પડ્યો, ‘‘શિખા શંકા પરથી અનુમાન લગાવવાની તારી આ વિશેષતાનો તો આજે હું ખૂબ મોટો પ્રશંસક બની ગયો છું.’’ સુધીરના આ શબ્દો સાંભળીને શિખા પણ શરમાઈ ગઈ અને રડમશ અવાજમાં કહ્યું, ‘‘આજે પણ તું મારી મજાક કરી રહ્યા છો ને?’’ ‘‘ના, આજે મને ખરેખર તારી આ ટેવ જેાઈને ખુશી મળી છે, પરંતુ ભવિષ્ય વિશે વિચાર કરતા હું ચિંતિત થઈ ગયો છું કે હવે તો તું મને રોજ કોઈ ને કોઈ નવો કિસ્સો સંભળાવીશ ત્યારે હું તને કંઈ જ નહીં બોલી શકું. હવે તારી આ વિશેષતાની ધાક જામી ગઈ છે.’’ કહેતા સુધીરે ફરીથી શિખાને આલિંગનમાં લીધી. જેાકે સુધીરના આ વ્યવહારથી શિખાના હોઠ પર પણ હાસ્ય ખીલી ઊઠ્યું હતું.

ગુડબાય

વાર્તા – શકુંતલા સિંહા

દિપક ઉત્તર બિહારના નાના શહેર વૈશાલીમાં રહેતો હતો. વૈશાલી પટણાથી લગભગ ૩૦ કિલોમીટર દૂર છે. ૧૯૮૨ માં ગંગા નદી પર ગાંધી સેતુ બન્યા પછી વૈશાલીથી પટણા આવવું જવું સરળ થઈ ગયું હતું. વૈશાલીની પોતાની એક અલગ ઐતિહાસિક ઓળખ પણ છે. દીપક આ જ વૈશાલીના એન.એન.એસ. કોલેજમાંથી બી.એસ.સી. કરી રહ્યો હતો. તેની માતા તેના બાળપણમાં જ ગુજરી ગઈ હતી. તેના પિતા રામલાલની કપડાની દુકાન હતી. દુકાન ન તો નાની હતી કે ન મોટી, કમાણી ફક્ત એટલી હતી કે બાપદીકરાનું ગુજરાન ચાલી જતું હતું. બચત તો ના બરાબર હતી. વૈશાલીમાં જ એક નાનું પૂર્વજેાનું ઘર હતું અને બીજી કોઈ સંપત્તિ નહોતી. દીપક તો પટણા જઈને ભણવા માંગતો હતો, પણ પપ્પાની ઓછી કમાણીના કારણે તે શક્ય ન બન્યું. દીપક હજી છેલ્લા વર્ષમાં હતો કે અચાનક હાર્ટએટેકમાં તેના પિતા ગુજરી ગયા. તેણે ગમે તેમ કરીને ભણવાનું પૂરું કર્યું. તે દુકાનમાં નહોતો બેસવા માંગતો. બસ તેને નોકરીની શોધ હતી. તેણે તો ઈન્ડિયન સિવિલ સર્વિસના સપનાં જેાયા હતા કે પછી બિહાર લોક સેવા આયોગના દ્વારે રાજ્ય સરકારના અધિકારીના, પણ હવે તો તેને તરત નોકરી જેાઈતી હતી.

દીપકે, ભારતીય વાયુસેનામાં એરમેનની નિયુક્તિની જાહેરાત વાંચી, તો એપ્લિકેશન કરી દીધી, તેને લેખિત, ઈન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટ બધામાં સફળતા મળી. તેણે વાયુસેનાના ટેક્નિકલ ટ્રેડમાં એરમેનનું પદ જેાઈન કરી લીધું. ટ્રેનિંગ પછી તેનું પોસ્ટિંગ પઠાણકોટ એરબસમાં થયું. ટ્રેનિંગ દરમિયાન જ તે સિનિયર અધિકારીઓની પ્રશંસાને પાત્ર બની ગયો. પોસ્ટિંગ પછી એરબસ પર તેની કાર્યકુશળતાથી સીનિયર અધિકારી ઘણા ખુશ હતા. વાયુસેનાના રશિયન પ્લેનને વચ્ચેવચ્ચે મેઈન્ટેનન્સ માટે રશિયા જવું પડતું હતું. દીપકના ઓફિસરે તેને જણાવ્યું કે તેને પણ જલદી રશિયા જવું પડશે તે આ સાંભળીને ઘણો ખુશ થયો. તેણે જલદીજલદી કેટલાક એવા રેગ્યુલર બેસ ઉપર ઉપયોગ થતા રશિયન શબ્દો અને વાક્યો શીખી લીધા. તેનો એક મિત્ર, જે ૨ વાર રશિયા જઈ ચૂક્યો હતો તેની પાસેથી હેવી રશિયન ઓવરકોટ પણ ઉધાર લઈ લીધો. રશિયાની કડકડતી ઠંડી માટે તે ઘણો જરૂરી હતો. ૧ મહિનાની અંદર જ દીપકને એક રશિયન પ્લેનની સાથે બેલારશિયાની રાજધાની મિસ્ક જવું પડ્યું. તે જહાજનું કારખાનું ત્યાં જ હતું. ત્યાં સુધી સોવિયેત સંઘના ભાગલા થઈ ગયા હતા અને બેલારશિયા એક અલગ રાષ્ટ્ર્ર બની ગયું હતું. પોતાના મિત્રોની સલાહ પ્રમાણે તેણે ભારતથી કેટલીક વસ્તુઓ જે રશિયાને ઘણી પસંદ હતી તે રાખી લીધી. તે સ્થાનિક લોકોના મિત્ર બનવામાં કામ આવતી હતી, જેાકે જહાજ પોતાનું જ હતું તેથી વજનની કોઈ હદ નહોતી. તેણે ટૂથપેસ્ટ, પર્ફ્યૂમ, સુગંધિત દાર્જિલિંગ ચા-પત્તી, બ્રાન્ડેડ કોસ્મેટિક વગેરે સાથે રાખી લીધા. ‘‘લેડીઝ કોસ્મેટિક ત્યાંની છોકરીઓને ઈમ્પ્રેસ કરવામાં ઘણા કામ આવશે.’’ એવું તેના મિત્રોએ જતા સમયે કહ્યું હતું. મિસ્કમાં લેન્ડ કર્યા પછી દીપકનો ભેટો કડકડતી ઠંડીથી થયો. માર્ચના મધ્યમાં પણ ન્યૂનતમ ઉષ્ણતામાન શૂન્યથી થોડું નીચે હતું. મિસ્કમાં તેની ઓછામાં ઓછી ૨ અઠવાડિયા રોકાવાની સંભાવના હતી. ચાલો, તેના મિત્રનો ઓવરકોટ પ્લેનથી નીકળતા જ કામ આવી ગયો. દીપકની સાથે પાઈલટ, કો-પાઈલટ, એન્જિનિયર અને ક્રૂ મેમ્બર્સ પણ હતા. દીપકને એક હોટલમાં એક સહકર્મી સાથે રૂમ શેર કરવાનો હતો. તે મિસ્ક પહેલાં પણ આવી ગયો હતો. તેણે દીપકને રશિયનો સાથે મિત્રતા કરવાની ટિપ્સ પણ આપી.

બીજા દિવસથી દીપકને કારખાને જવાનું હતું. તેમની ટીમનો એક ઈન્સ્ટ્રક્ટર જહાજના મશીન તેમજ સારસંભાળ વિશે રશિયન ભાષામાં સમજાવતો હતો. તેની સાથે એક છોકરી વ્યાખ્યાકાર તેમને અંગ્રેજીમાં ભાષાંતર કરીને સમજાવતી હતી. નતાશા નામ હતું તે છોકરીનું. ખૂબ સુંદર હતી તે. ઉંમર ૨૦ વર્ષની આસપાસ હશે. ગોરો રંગ તો ત્યાં બધાનો હોય છે, પણ નતાશામાં કંઈક વિશેષ આકર્ષણ તો છે, જે કોઈને પણ તેના વખાણ કરવા માટે વિવશ કરી દેતું. સુંદર મુખડું, મોટીમોટી સ્કાય બ્લૂ આંખો, સોનેરી વાળ અને તેના નાજુક દેહને દીપકે પહેલી વાર આટલા નજીકથી જેાયા હતા. દીપકની નજર વારંવાર નતાશા પર જઈને અટકી જતી હતી, જ્યારે નતાશા તેની તરફ જેતી તો તે નજર ફેરવી લેતો. જ્યારે તે સવારસવારમાં મળતી તો દીપક હાથ મિલાવીને રશિયન ભાષામાં ગુડમોર્ર્નિંગ એટલે કે દોબરોય ઉત્રા બોલતો અને થોડો સમય સુધી તેના હાથને પકડી રાખતો. નતાશા હસીને ગુડમોર્નિંગ કહીને આગળ બોલતી કે પ્રસ્તિતે પજલાસ્તા. એક્સક્યૂઝ મી પ્લીઝ, હાથ તો છોડો, ત્યારે દીપક ભડકીને જલદીથી તેનો હાથ છોડતો. તેના આ કરતૂત પર તેના મિત્રો અને ઈન્સ્ટ્રક્ટર પણ હસી પડતા હતા. લંચ સમયે કારખાનાની કેન્ટીનમાં દીપક, નતાશા અને ઈન્સ્ટ્રક્ટર એક જ ટેબલ પર બેસતા હતા. ૧ અઠવાડિયામાં તેઓ થોડાક ફ્રેન્ક થઈ ગયા હતા. જેમાં ઈન્ડિયાથી સાથે લાવેલી ગિફ્ટની ભૂમિકા મહત્ત્વની હતી. નતાશાની સાથે હવે કેટલીક પર્સનલ વાતો પણ થવા લાગી હતી. તેણે દીપકને જણાવ્યું કે રશિયન લોકો ઈન્ડિયનને ઘણા પસંદ કરે છે. તેના મમ્મીપપ્પાના ડિવોર્સ ઘણા પહેલાં થઈ ગયા હતા અને કેટલાક સમય પહેલાં તેની માતા પણ ગુજરી ગઈ હતી. તેના પપ્પા ચેર્નોબિલ ન્યૂ ક્લિયર પ્લાન્ટમાં કામ કરતા હતા અને તે તેમને મળતી રહેતી હતી. લગભગ ૧૦ દિવસ પછી દીપકને ખબર પડી કે પ્લેનને ક્લિયરન્સ મળવામાં હજી ૧૦ દિવસ વધારે લાગશે.

એક દિવસ દીપકે ઈન્સ્ટ્રક્ટરને કહ્યું કે તેની મોસ્કો જેાવાની ઈચ્છા છે. ઈન્સ્ટ્રક્ટરે કહ્યું, ‘‘ઓચિન ખરાશો (ખૂબ સરસ) શનિવારે નતાશા પણ કોઈ કામથી મોસ્કો જઈ રહી હતી. તું પણ તે જ ફ્લાઈટમાં જતો રહે. માત્ર ૧ કલાકની ફ્લાઈટ છે. ‘‘સ્પાસિબા (થેંક્સ) ગુડ આઈડિયા.’’ દીપક બોલ્યો અને ફરી તે જ સમયે નતાશાને ફોન પર પોતાની ઈચ્છા જણાવી તો તે બોલી નેત પ્રોબ્લેમા (નો પ્રોબ્લમ). દીપક ખૂબ ખુશ હતો. તેણે તેના મિત્રને મોસ્કો પ્રવાસની ચર્ચા કરતા કહ્યું, ‘‘જેા મારે કોઈ રશિયન છોકરીના કપડાંની પ્રશંસા કરવી હોય તો શું કહેવું જેાઈએ?’’ જવાબમાં મિત્રે તેને એક રશિયન શબ્દ જણાવ્યો. શનિવારે દીપક અને નતાશા મોસ્કો પહોંચ્યા. બંને હોટલમાં આજુબાજુના રૂમમાં રોકાયા. નતાશાએ તેને ક્રેમલિન, બોલશોઈ થિયેટર, બેલેડાન્સ, રશિયન સર્કસ વગેરે બતાવ્યું. ૧ એપ્રિલની સવારે બંને મળ્યા. તે જ દિવસે સાંજે તેમને મિસ્ક પાછા ફરવાનું હતું. નતાશા વાદળી રંગના લોંગ ફ્રોકમાં હતી. કમર પર સોનેરી રંગની બેલ્ટનુમા દોરી બાંધેલી હતી. જેના બંને કિનારે પીળા ગુલાબના ફૂલો જેવી ઝાલર લટકી રહી હતી. ફ્રોકનું કાપડ પારદર્શક તો નહોતું, પણ પાતળું હતું, જેથી તેના અંત:વસ્ર કેટલાક અંશે દેખાઈ રહ્યા હતા. તે દીપકના રૂમમાં સોફા પર બેઠી હતી. દીપક બોલ્યો, ‘‘દોબરોય ઉત્રો. તિહ ક્રાસાવિત્સા (યૂ આર લુકિંગ બ્યૂટિફુલ). ‘‘સ્પાસિબા (ધન્યવાદ).’’ તે નતાશા તરફ જેાઈને બોલ્યો, ‘‘ઓચિનખરાશો તૃસિકી.’’ ‘‘વ્હોટ? તે કેવી રીતે જેાયું?’’ ‘‘મારી બે આંખથી.’’ ‘‘તારી આંખ મારામાં બસ આ જ જેાઈ રહી હતી.’’ પછી અચાનક નતાશા સોફા પરથી ઊભી થઈને બોલી, ‘‘હું ઈન્ડિયનની ઈજ્જત કરું છું.’’ ‘‘દા (યસ).’’ ‘‘વ્હાટ દા. હું તને સારો માણસ સમજતી હતી. મને તારી પાસેથી આવી આશા નહોતી અને પછી દીપકની સામે જેાયા વિના રૂમની બહાર ઝડપથી નીકળી ગઈ.’’ દીપકને તો જાણે લકવા થઈ ગયો. તે નતાશાના રૂમની જેટલી વાર પણ બેલ વગાડતો એક જ વાત સાંભળવા મળતી કે જતો રહે અહીંથી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી.

તે જ દિવસે સાંજની ફ્લાઈટથી બંને મિસ્ક જતા રહ્યા. પણ નતાશાએ પોતાની સીટ અલગ લીધી. બંને વચ્ચે કોઈ વાત ન થઈ. બીજા દિવસે લંચ સમયે કારખાનાની કેન્ટીનમાં દીપક, તેનો મિત્ર, નતાશા અને ઈન્સ્ટ્રક્ટર એક ટેબલ પર બેઠા હતા. દીપક વારંવાર નતાશાની તરફ જેાઈ રહ્યો હતો, પણ નતાશા તેને નજરઅંદાજ કરતી. દીપકે ઈન્સ્ટ્રક્ટરના કાનમાં ધીરેથી કંઈક કહ્યું, તો ઈન્સ્ટ્રક્ટરે નતાશાને કંઈક ધીરેથી કહ્યું. નતાશા સાથે થોડીક વાત કર્યા પછી ઈન્સ્ટ્રક્ટરે દીપકને પૂછ્યું, ‘‘તેં નતાશા સાથે કોઈ ગંદી વાત કરી હતી? ઘણી રિસાયેલી છે તે તારાથી.’’ ‘‘મેં તો એવી કોઈ વાત નહોતી કરી.’’ કહીને દીપકે છેલ્લે નતાશા જેાડે થયેલી વાતને રિપીટ કરી. ઈન્સ્ટ્રક્ટરે પોતાનું માથું પછાડતા કહ્યું, ‘‘મૂરખ, તેં શું કહી દીધું? તેનો મતલબ સમજે છે તું?’’ ‘‘હા, તારો ડ્રેસ ખૂબ સરસ છે?’’ ‘‘નેત (નો) તેનો અર્થ તારી પેન્ટી ઘણી સરસ છે, એવો થાય છે બબૂચક.’’ ત્યારે દીપક તેના મિત્ર સામે પ્રશ્નાર્થભરી નજરે જેાવા લાગ્યો, પછી કહ્યું, ‘‘તેં જ મને શિખવાડ્યો હતો ને આ શબ્દ.’’ નતાશા પણ આશ્ચર્યથી તેની સામે જેાવા લાગી હતી. મિત્ર પણ પોતાની સફાઈમાં બોલ્યો, ‘‘અરે યાર, મેં તો એમ જ કહી દીધું હતું. મને લેડીઝ ડ્રેસનો ફક્ત આ જ શબ્દ ખબર હતી. મને શું ખબર હતી કે તું નતાશાને કહેવા જઈ રહ્યો છે. આઈ એમ સોરી.’’ પછી નતાશાની સામે જેાઈને બોલ્યો, ‘‘આઈ એમ સોરી નતાશા. મારા કારણથી આ ગરબડ થઈ છે. ખરેખર તો દીપકે તારા ડ્રેસની પ્રશંસા કરી હશે. તે બિચારો નિર્દોષ છે.’’ આ સાંભળીને બધા એકસાથે હસવા લાગ્યા. દીપકે નતાશાને કહ્યું, ‘‘ઈજવીનીતે (સોરી) નતાશા. મેં જાણીજેાઈને તે સમયે આવું નહોતું કહ્યું.’’ ‘‘ઈજવીનીતે. પ્રસ્તિતે (સોરી, એક્સક્યૂઝ મી). આપણા બંને વચ્ચે મિસ અંડરસ્ટેન્ડિંગ થઈ છે.’’ ઈન્સ્ટ્રક્ટર બોલ્યા, ‘‘તેને પણ એક એપ્રિલ ફુલ જેાક સમજીને ભૂલી જાઓ.’’ ત્યાર પછી નતાશા અને દીપક વચ્ચે મિત્રતા વધારે ગાઢ થઈ ગઈ. બંને પવિત્રતાથી પોતાની મિત્રતા નિભાવી રહ્યા હતા. દીપક તો આ સંબંધને આગળ વધારવા માંગતો હતો, પણ ક્યાંક સંકોચથી, ક્યાંક મિત્રતા તૂટવાના ડરથી અને ક્યાંક સમયના અભાવે હૈયાની વાત હોઠ પર નહોતો લાવી રહ્યો. તે જ દરમિયાન દીપકનો ઈન્ડિયા પાછા ફરવાનો સમય થઈ ગયો. એરપોર્ટ પર નતાશા દીપકને વિદાય કરવા પણ આવી હતી. તેણે આંખમાંથી છલકી રહેલા આંસુ છુપાવવા માટે રંગીન ચશ્માં પહેરી લીધા. દીપકને પહેલી વાર અહેસાસ થયો કે જાણે તે મનની વાત ઈચ્છા હોવા છતાં પણ નથી કહી શકતી. દીપકના ચહેરા પરની ઉદાસી કોઈનાથી છૂપી નહોતી. ‘‘દસ્વિદાનિયા(ગુડબાય), હોપ ટુ સી યૂ અગેન.’’ બોલીને બંને ગળે મળ્યા. દીપક ભારત આવી ગયો. નતાશા જેાડે તેનો સંપર્ક ફોનથી જેાડાયેલો હતો.

આ વચ્ચે ડિપાર્ટમેન્ટલ પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા દીપકને વાયુસેનામાં પ્રમોશન મળી ગયું. તે ઓફિસર બની ગયો. જેાકે તેના પર કોઈ બંધન નહોતું. તેના માતાપિતા ગુજરી ગયા હતા. તો પણ અત્યાર સુધી તેણે લગ્ન નહોતા કર્યા. તે વચ્ચે નતાશાએ તેને જણાવ્યું કે તેના પપ્પા પણ ગુજરી ગયા. તેમને કેન્સર હતું. શંકા હતી કે ન્યૂક્લિયર પ્લાન્ટમાં થયેલી ભયાનક દુર્ઘટના પછી કેટલાક લોકોમાં રેડિયેશનની માત્રા ઘણી વધી ગઈ હતી. કદાચ તેમના કેન્સરનું આ જ કારણ રહ્યું હશે. પપ્પાની માંદગીમાં નતાશા તેમની સાથે કેટલાય મહિના રહી હતી. તેથી તેણે નોકરી પણ છોડી દીધી. હાલમાં કોઈ નોકરી નહોતી અને પપ્પાના ઘરનું રેન્ટ પણ ચૂકવવું હતું. તે એક નાઈટ ક્લબમાં ડાન્સ કરીને અને મસાજ પાર્લર જેાઈન કરીને કામ ચલાવી રહી હતી. તેણે દીપકને આ બાબતમાં કંઈ નહોતું કહ્યું, પણ સંપર્ક બરાબર જળવાયેલો હતો. લગભગ ૨ વર્ષ પછી દીપક દિલ્લી એરપોર્ટ પર હતો. અચાનક તેની નજર નતાશા પર પડી. તે દોડીને તેની પાસે આવી ગયો અને બોલ્યો, ‘‘નતાશા, અચાનક તું અહીંયા? મને જાણ કેમ ના કરી?’’ નતાશા પણ અકસ્માતે તેને જેાઈને ગભરાઈ ગઈ. પછી પોતાને સંભાળતા બોલી, ‘‘મારે પણ અચાનક અહીંયા આવવું પડ્યું. સમય જ ના મળ્યો વાત કરવાનોે. તું અહીંયા કેવી રીતે?’’ હું હમણાં એક ડોમેસ્ટિક ફ્લાઈંગથી અહીંયા આવ્યો છું. સારું ચાલો, ક્યાંક બેસીને કોફી પીએ. બીજી વાતો ત્યાં જ થશે.’’ બંને એરપોર્ટની રેસ્ટોરન્ટમાં બેસીને કોફી પી રહ્યા હતા. દીપકે ફરી પૂછ્યું, ‘‘હવે બોલ અહીં કેમ આવી છે?’’ નતાશા ચુપ હતી. પછી કોફીની ચૂસ્કી લેતા બોલી, ‘‘એક જરૂરી કામથી કોઈને મળવાનું છે. ૨ દિવસ પછી જતી રહીશ.’’ બરાબર, પણ શું કામ છે, કોને મળવાનું છે, મને નહીં જણાવે? શું હું પણ તારી સાથે આવી શકું છું? ‘‘ના, મારે ત્યાં એકલા જવાનું છે.’’ ‘‘ચાલો, હું તને ડ્રોપ કરી દઈશ.’’ ‘‘નેત, સ્પાસિબા, (નો, થેંક્સ), મારી ગાડી બહાર ઊભી હશે.’’ ‘‘કારને પાછી મોકલી દઈશું, થોડોક સમય તો તારી સાથે એન્જેાય કરી શકીશ.’’ ‘‘કેમ મારી પાછળ પડ્યો છેે?’’ બોલીને નતાશા ઊભી થઈને જવા લાગી.

દીપકે તેનો હાથ પકડીને રોકી અને કહ્યું, ‘‘સારું, તું જ, પણ મારાથી રિસાવવાનું કારણ તો જણાવતી જ.’’ નતાશા તો રોકાઈ ગઈ, પણ પોતાના આંસુને ગાલ પર પડતા ના રોકી શકી. દીપક દ્વારા વારંવાર પૂછવા પર તે રડી પડી અને પછી તેણે તેની પૂરી વાત જણાવી, ‘‘હું શું કહેતી તને? અત્યાર સુધી તો ડાન્સ અને મસાજ જ કરતી હતી, પણ હું પપ્પાનું ઘર કોઈ પણ કિંમતે બચાવવા માંગું છું. મેં એક એસ્કોર્ટ એજન્સી જેાઈન કરી છે. કદાચ આગળના બે દિવસ મારે કોઈ મોટા બિઝનેસમેન સાથે વિતાવવા પડશે. તું સમજી રહ્યો છે ને હું શું કહેવા માંગું છું?’’ ‘‘હા, હું સમજી શકું છું. તને કોણે હાયર કરી છે. મને જણાવી શકે છે?’’ ‘‘નો સોરી, બની શકે કે જે નામ હું જાણું છું તે ખોટું હોય. મેં પણ પોતાનું નામ સાચું નથી જણાવ્યું. એમ પણ આવા પ્રોફેશનની વાત કોઈ ત્રીજા માણસને અમે નથી જણાવતા. હું બસ એટલું જાણું છે કે મને ૩ દિવસના ૪૦૦૦ ડોલર મળ્યા છે.’’ ‘‘તું તેને ફોન કર. તેને પૈસા પાછા આપી દઈશું.’’ ‘‘ના, આ સરળ નથી. તે મારી એજન્સીનો જૂનો ભરોસાપાત્ર ગ્રાહક છે.’’ થોડી વાર વિચાર્યા પછી દીપકે કહ્યું, ‘‘એક આઈડિયા છે, આશા છે કે કામ કરી આપશે. તેનો ફોન નંબર તો હશે તારી પાસે?’’ ‘‘ના, મને હોટલનો નંબર અને રૂમ નંબર ખબર છે.’’ ‘‘સરસ, તેને ફોન લગાવ અને કહેજે કે તને કસ્ટમવાળાએ પકડી લીધી છે, તારા પર્સમાં કેટલાક ડ્રગ્સ મળ્યા. તને પણ નહોતી ખબર કે ક્યાંથી ડ્રગ્સ પર્સમાં આવ્યા અને હવે તે જ તારી મદદ કરી શકે છે.’’ નતાશાએ ફોન કરીને તે બિઝનેસમેનને વાત કરી એ બધું જણાવ્યું. ત્યાંથી તે ફોન પર ગુસ્સે થઈને નતાશાને બોલ્યો, ‘‘યૂ ઈડિયટ. તેં મારી અને આ હોટલની બાબત કસ્ટમ ઓફિસરને કેમ જણાવી?’’ ‘‘સર, મેં તો હજી કઈ જ નથી જણાવ્યું… પણ પરદેશમાં ફક્ત તમારો જ આશરો છે. તમે કંઈક મદદ કરો તો કેસ સોલ્વ થઈ શકશે. હું મારા ડોલર તો સાથે લાવી નથી.’’ ‘‘હું તારી કોઈ મદદ નથી કરી શકવાનો. ખબરદાર બીજી વાર ફોન કરવાનો પ્રયાસ કર્યો છે તો. હવે તું જાણે ને તારું કામ… ભાડમાં જાય તું અને તારા ૪૦૦૦ ડોલર અને તેણે ફોન કાપી નાખ્યો.’’ બિઝનેસમેનની વાતો સાંભળી બંને એકસાથે ખુશીથી ઊછળી પડ્યા. નતાશા બોલી, ‘‘હવે તો મારા ડોલર પણ બચી ગયા, પપ્પાના ઘરનું દેવું ચૂકવી શકીશ. મારી રિટર્ન ટિકિટ બે દિવસ પછીની છે, તો પણ પ્રયાસ કરું છું કે આજ રાતની ફ્લાઈટ મળી જાય, કહીને તે રશિયન એર લાઈન એરોફ્લોટના કાઉન્ટર તરફ ગઈ. દીપકે તેને રોકીને કહ્યું, ‘‘ઊભી રહે. તેની કોઈ જરૂર નથી. તું હમણાં જ મારી સાથે ચાલ. એટલિસ્ટ બે દિવસ તો મારો સાથ આપ.’’ દીપકે નતાશાને એક હોટલમાં રહેવા કહ્યું, ઘણી વાર સુધી બંને વાતો કરતા રહ્યા. બંને એકબીજાનું સુખદુખ સમજતા રહ્યા હતા. રાત્રે ડિનર પછી દીપક જવા લાગ્યો, તેને ગળે લગાવતા હોઠ પર આંગળી ફેરવતા બોલ્યો, ‘‘નતાશા, યા લુવલુવા (આઈ લવ યૂ) કાલે સવારે ફરીથી મળીશું. દોબરોય નોચિ (ગુડનાઈટ). ‘‘આઈ લવ યૂ ટુ.’’ દીપકના વાળમાં હાથ ફેરવતા નતાશા બોલી.

બીજા દિવસે જ્યારે દીપક નતાશાને મળવા આવ્યો ત્યારે તે સ્કારલેટ (સિંદૂરિયા લાલ) રંગના ફ્રોકમાં બેઠી હતી. સેમ એ જ રીતે જેમ મોસ્કોની હોટલમાં મળી હતી. દીપક બોલ્યો, ‘‘દોબરોય ઉત્રો. ક્રાસાવિત્સા (ગુડ મોર્નિંગ બ્યૂટિફુલ).’’ ‘‘કોણ બ્યૂટિફુલ છે હું કે તૃસિકી?’ તે હસતાંહસતાં બોલી. ‘‘બંને.’’ ‘યૂ નોટી બોય.’’ બોલીને નતાશા દીપકની જેાડે લગોલગ ઊભી રહી ગઈ. દીપકે તેને પોતાની આગોશમાં લઈને કહ્યું, ‘‘હવે તું ક્યાંય પણ નહીં જાય, હું તારી સાથે લગ્ન કરવા માંગું છું. હું કાલે જ આપણા લગ્ન માટે ઓફિસમાં અરજી આપી દઈશ.’’ ‘‘આઈ લવ યૂ દીપક, પણ મને કાલે જવા દે. મેં પપ્પાની નિશાની બચાવવા માટે મારી અસ્મિતા દાવ પર લગાવી દીધી… મને મારા દેશ જઈને બધું બરાબર કરવા માટે થોડો સમય આપ.’’ બીજા દિવસે નતાશા એરોફ્લોટની ફ્લાઈટથી મોસ્કો જઈ રહી હતી. દીપક તેને મૂકવા દિલ્લી એરપોર્ટ પર આવ્યો હતો. તેના ઉદાસ ચહેરાને જેાઈને તે બોલી, ‘‘આશા છે ફરી જલદી મળીશું. ડોન્ટ ગેટ અપસેટ. બાય, ટેક કેર, દસ્વિદાનિયા.’’ તે એરોફ્લોટની કાઉન્ટર પર ચેક ઈન કરવા આગળ વધી. બંને હાથ હલાવીને એકબીજાથી વિદાય લઈ રહ્યા હતા. કેટલાક દિવસો પછી દીપકે પોતાના સીનિયરને લગ્નની અરજી આપીને રજા માંગવાની વાત કરી તો સીનિયરે કહ્યું, ‘‘સેનાનો કોઈ પણ સિપાહી કોઈ વિદેશી સાથે લગ્ન ન કરી શકે, તને ખબર છે કે નહીં?’’ ‘‘સર, ખબર છે, તેથી પહેલાં હું તેની રજા લેવા માંગું છું.’’ ‘‘અને તું વિચારે છે કે તને રજા મળી જશે?’’ આ સેનાના નિયમોની વિરોધમાં છે, તને તેની રજા કોઈ પણ ન આપી શકે.’’ ‘‘સર, અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું લગ્ન તેની સાથે જ કરીશ.’’ ‘‘ગાંડપણ ન કરીશ, આપણા દેશમાં છોકરીઓની કોઈ કમી છે શું?’’ ‘‘નિ:સંદેહ નથી સર, પણ પ્રેમ તો એક સાથે જ કર્યો છે મેં, ફક્ત નતાશાને.’’ ‘‘તું મારો અને તારો બંનેનો સમય બરબાદ કરી રહ્યો છે. તારું કમિશન પૂરું થવામાં કેટલો સમય બાકી છે હજી?’’ ‘‘સર, હજી તો લગભગ ૧૨ વર્ષ બાકી છે.’’ ‘‘તો ૨ જ ઉપાય છે કાં તો ૧૨ વર્ષ રાહ જુઓ કે પછી નતાશાને તેની નાગરિકતા છોડવાનું કહે અને તે સિવાય બીજેા કોઈ ઉપાય નથી.’’ ‘‘અને જેા હું રાજીનામું આપવા ઈચ્છુ તો?’’ ‘‘તે પણ સ્વીકાર નહીં થાય. દેશ અને સેના પ્રત્યે તારું કંઈક કર્તવ્ય છે જે પ્રેમથી વધારે જરૂરી છે. યાદ રાખજે.’’ ‘‘હા, સર, હું મારી ડ્યૂટિ નિભાવીશ… હું કમિશન પૂરું થવા સુધી રાહ જેાઈશ.’’ કહીને તે વિચારવા લાગ્યો કે ખબર નહીં નતાશા આટલો લાંબો સમય રાહ જેાઈ શકશે કે નહીં. પછી વિચાર્યું કે નતાશાને પૂરી વાત જણાવી દે. દીપકે જ્યારે નતાશાને વાત કરી તો તેણે કહ્યું, ‘‘૧૨ વર્ષ શું હું તો સૃષ્ટિના છેલ્લા દિવસ સુધી પણ તારી રાહ જેાઈ શકું છું. તું નિ:સંકોચ દેશ પ્રત્યે તારી ફરજ નિભાવ. હું રાહ જેઈ લઈશ.’’ નતાશા સાથે વાત કરીને દીપકને ખુશી થઈ. બંને વચ્ચે પ્રેમ ભરી વાતો થતી રહેતી હતી. તેઓ બરાબર એકબીજાના સંપર્કમાં રહેતા. ધીરેધીરે સમય વીતી રહ્યો હતો. કંઈક ૨ વર્ષ પછી એક વાર નતાશા દીપકને મળવા ઈન્ડિયા આવી હતી. દીપકે અનુભવ્યું કે નતાશાના ચહેરા પર પહેલાં જેવી ચમક નહોતી. સ્વાસ્થ્ય પણ ઠીક નહોતું લાગતું. દીપકના પૂછવા પર તેણે કહ્યું, ‘‘કોઈ ખાસ વાત નથી. મુસાફરીનો થાક અને થોડો માથામાં દુખાવો છે.’’ બંને વચ્ચેના પ્રેમ સંબંધમાં મર્યાદા અકબંધ જળવાયેલી હતી.

એક દિવસ પછી નતાશાએ જતી વખતે કહ્યું, ‘‘પ્રતીક્ષાનો સમય ૨ વર્ષ ઓછો થઈ ગયો.’’ ‘‘હા, બાકીનો પણ કપાઈ જશે.’’ બેલારૂસ ગયા પછી નતાશાનું સ્વાસ્થ્ય ઠીક નહોતું રહેતું, ક્યારેક જેારથી માથાનો દુખાવો, ક્યારેક તાવ તો ક્યારેક નાકમાંથી લોહી વહેતું. બધા ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે તેને બ્લડ કેન્સર છે. ડોક્ટરે જણાવ્યું કે હમણાં દવા લેતી રહે, પણ ૨ વર્ષની અંદર કંઈ પણ થઈ શકે છે. નતાશા તેની જિંદગીથી નિરાશ થઈ ગઈ હતી. એક બાજુ એકલતા તો બીજી બાજુ ભયાનક બીમારી, તેમ છતાં તેણે દીપકને કંઈ જ ન જણાવ્યું. અહીં કેટલાક મહિના પછી દીપકને ૩-૪ દિવસથી ઘણો તાવ હતો. તે તેના એરફોર્સની હોસ્પિટલમાં બતાવવા ગયો. ચેકઅપ કર્યું તો દીપકને ૧૦૩ ડિગ્રીથી વધારે તાવ હતો. ડોક્ટર બોલી, ‘‘તારે એડમિટ થવું પડશે. આજે તાવને ચોથો દિવસ છે… કેટલાક બ્લડ ટેસ્ટ કરીશ.’’ દીપક હોસ્પિટલમાં એડમિટ હતો. ટેસ્ટ પરથી જાણ થઈ કે તેને ટાઈફોઈડ છે. ડો. ઈશાએ પૂછ્યું, ‘‘તમારા ઘરમાં બીજું કોણ છે? આઈ મીન, વાઈફ, બાળકો?’’ ‘‘હું બેચલર (કુંવારો) છું ડોક્ટર… એમ પણ બીજું કોઈ નથી મારું.’’ ડોન્ટ વરી. અમે લોકો છીએ ને. ડોક્ટર તેની નસ તપાસતા બોલી. વચ્ચેવચ્ચે ક્યારેક-ક્યારેક દીપકનો તાવ ૧૦૩ થી ૧૦૪ ડિગ્રી થઈ જતો તો તે નતાશા નતાશા બોલતો. ડો. ઈશાના પૂછવાથી તેણે નતાશા વિશે જણાવ્યું. ડોક્ટરે નતાશાનો ફોન નંબર લઈને તેને ફોન કર્યો. ૨ દિવસ પછી નતાશા દીપકને મળવા પહોંચી ગઈ. તે દિવસે દીપકને તાવ થોડો ઓછો હતો. નતાશા તેની કેબિનમાં દીપકના વાળને સહેલાવી રહી હતી. ત્યારે જ ડો. ઈશાએ પ્રવેશ કર્યો. બોલ્યા, ‘‘આઈ એમ સોરી. હું પછી આવી જઈશ. બસ રૂટિન ચેકઅપ કરવું હતું. આજે તેમને થોડો આરામ છે.’’ દીપક બોલ્યો, ‘‘ના ડોક્ટર, તમારે જવાની જરૂર નથી, તમે તમારું કામ કરી લો… હવે નતાશા આવી ગઈ છે તો હું જલદી સાજેા થઈ જઈશ.’’ ડો. ઈશાએ નતાશાને પૂછ્યું, ‘‘તું ઈન્ડિયા કેટલા દિવસ માટે આવી છે?’’ ‘‘વધારેમાં વધારે ૨ દિવસ સુધી રોકાઈ શકીશ.’’ ‘‘સારું, તેમને તાવ ઊતરવાનો શરૂ થઈ ગયો છે. આશા છે કાલ સુધી વધારે આરામ મળી જશે.’’ ડોક્ટરના ગયા પછી દીપકે નતાશાને પૂછ્યું, ‘‘શું વાત છે, તારી તબિયત તો સારી છે ને? ઘણી થાકેલી લાગી રહી છે.’’ ‘‘ના, હું એકદમ ઠીક છું. તું આરામ કર. હું અત્યારે જઉં છું પછી સાંજે વિઝિટિંગ અવર્સમાં પાછી આવીશ.’’ નતાશા ડો. ઈશાને મળવા તેમની કેબિનમાં ગઈ તો ડો. ઈશાએ કહ્યું, ‘‘તમે મારી સાથે લંચ લેશો… મારા ક્વાર્ટરમાં આવી જજે, હું વેટ કરીશ.’’ લંચ પછી નતાશા ડો. ઈશા સાથે વાત કરી રહી હતી. ડો. ઈશાએ કહ્યું, ‘‘શું વાત છે ઈન્ડિયન રસોઈ પસંદ નથી કે શું? તે તો કંઈ ખાધું જ નથી. તારે તો ઈન્ડિયન રસોઈની ટેવ પાડવી પડશે.’’ ‘‘ના, ખાવાનું તો ઘણું સરસ હતું. મેં તો પેટ ભરીને જમી લીધું.’’ ‘‘દીપક તને ઘણો પ્રેમ કરે છે… તારા માટે આટલી લાંબી પ્રતીક્ષા કરવા પણ તૈયાર છે.’’ ‘‘તે જ સમયે નતાશાના માથામાં ઘણો જેારથી દુખાવો ઊપડ્યો અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું. ડો. ઈશા તેને સહારો આપીને વોશબેસિન સુધી લઈ ગઈ, પછી બેડ પર આરામ કરવા માટે ઊંઘાડી દીધી અને પૂછ્યું, ‘‘તને શું તકલીફ છે અને આવું કેટલા દિવસોથી થઈ રહ્યું છે?’’ નતાશાએ પોતાની બેગમાંથી દવા કાઢીને ખાધી અને પોતાની બીમારી વિસ્તારમાં જણાવી. પછી પોતાની ફાઈલ અને રિપોર્ટ તેમને બતાવીને કહ્યું, ‘‘હવે મારી જિંદગીના થોડા જ મહિના બાકી છે. ડોક્ટરે કહ્યું છે કે વધારેમાં વધારે એક વર્ષ હું ઈચ્છુ છું કે તમે દીપકને ધીરેધીરે સમજવો. બની શકે કે હવે પછી હું તેને મળવા ન આવી શકું, કારણ કે હું લાંબી મુસાફરીને લાયક નહીં રહી શકું.’’ બીજા દિવસે દીપકને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. તે તેના ક્વાર્ટરમાં નતાશા સાથે હતો. નતાશાને બીજા દિવસે જવાનું હતું. દીપક બોલ્યો, ‘‘હું તો એરફોર્સમાં છું, મારું વિદેશ જવું શક્ય નથી. તું જ મળવા આવતી રહેજે. મને ઘણું સારું લાગે છે તને મળીને.’’ ‘‘સારું તો મને પણ લાગે છે. મને લાગે છે કે તારી સારસંભાળ કરવા માટે કોઈક અહીંયા હોવું જેાઈએ. મારી પ્રતીક્ષામાં ક્યાંક તારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન થાય.’’ ‘‘ના, એવું કંઈ નહીં થાય. હું તારી રાહ જેાઈશ.’’ નતાશા જઈ રહી હતી. દીપકથી વિદાય લેતી વખતે તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. ડોક્ટરે દીપકને એરપોર્ટ જવાની ના પાડી હતી. નતાશા બોલી, ‘‘દસ્વિદાનિયા, મિત્ર.’’ ડો. ઈશા નતાશા સાથે એરપોર્ટ આવી હતી. નતાશા બોલી, ‘‘ડોક્ટર, હવે હું દીપકને મળવા નહીં આવી શકું… તમે સમજી શકો છો ને… મેં દીપકને કંઈ નથી જણાવ્યું, પણ તમે તેને સત્ય જણાવી દેજેા. નતાશા જતી રહી.

ડો. ઈશાએ તેની બીમારી વિશે દીપકને જણાવી દીધું. તે ખૂબ દુખી થયો. ડો. ઈશા દીપકને ઘણી વાર મળવા આવતી અને તેને સમજાવતી. લગભગ ૬ મહિના પછી નતાશાનો છેલ્લો ફોન આવ્યો. તે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઈ રહી હતી. નતાશાએ કહ્યું, ‘‘સોરી મિત્ર, હું હવે વધુ તારી પ્રતીક્ષા નહીં કરી શકું. કોઈ પણ ક્ષણે છેલ્લો શ્વાસ લઈ શકું છું. ટેક કેર ઓફ યોર સેલ્ફ. દસ્વિદાનિયા, પ્રાશ્ચે નવસેદગા (ગુડ બાય હંમેશાં માટે).’’ લગભગ અડધા કલાક પછી નતાશાની મૃત્યુની ખબર દીપકને મળી. તે ખૂબ દુખી થયો. તેની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. ડો. ઈશા દીપકને સાંત્વના આપી રહી હતી. બીમારી પછી દીપક અને ઈશા બંને ઘણી વાર મળવા લાગ્યા હતા. એક દિવસ બંને સાથે બેઠા હતા. દીપક હવે થોડો સહજ થયો હતો. તે બોલ્યો, ‘‘એકલતા ખાવા દોડે છે.’’ ‘‘તમે દેશના બહાદુર સૈનિક છો. તમારું મનોબળ જળવી રાખો. ડ્યૂટિ પછી બીજા કોઈ પણ કાર્યમાં પોતાને વ્યસ્ત રાખો.’’ ‘‘હું નતાશાને ભૂલી નથી શકતો.’’ ‘‘સ્મૃતિઓ આટલી સરળતાથી નથી ભુલાવી શકાતી, પણ ક્યારેક-ક્યારેક સ્મરૃતઓને હાંસિયામાં રાખીને જિંદગીમાં આગળ વધવું પડે છે. હું પણ ક્યાં તેને ભૂલી શકી છું.’’ ‘‘કોને?’’ ‘‘ફ્લાઈંગ ઓફિસર રાકેશ જેાડે મારા લગ્ન નક્કી થયા હતા. અમે બંને એકબીજાને પ્રેમ પણ કરતા હતા. પણ એક ટેસ્ટ ફ્લાઈટ ક્રેશ થવાથી તે બચી ન શક્યા.’’ ‘‘ઓહ, આઈ એમ સો સોરી.’’ થોડા દિવસ પછી ક્લબમાં ડો. ઈશા અને દીપક એક સીનિયર ઓફિસર લીડર ઉમેશ સાથે બેઠા હતા. ઉમેશે કહ્યું, ‘‘તમારા બંનેનો ભૂતકાળ એકબીજાને ઘણો મળતો આવે છે. તો તમે બંને એક થઈને એકબીજાના સુખદુખમાં સાથ?આપો.’’ ડો. ઈશા અને દીપક એકબીજાને જેાવા લાગ્યા. ઉમેશે પણ અનુભવ્યું કે બંનેની આંખોમાં સ્વીકૃતિનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

ટેડીબેર

સાંભળો, મારે ટેડીબેર જેાઈએ, બિલકુલ આવું…’’ મોબાઈલ પર એક ફોટો જેાતા અદિતિએ એક વાર ફરી આશાભરી નજર દુકાનદાર પર નાખી. પણ તેણે કમને નજર મોબાઈલ પર નાખતા ના માં માથું હલાવી દીધું. ઉદાસ ચહેરો લઈને અદિતિ સોફ્ટ ટોયઝની દુકાનમાંથી બહાર નીકળી તો તેની કોલેજની જૂની સાહેલી દેવાંશી ચિડાઈને બોલી, ‘‘શું થયું છે તને… મને સવાર-સવારમાં?ફોન કરીને બોલાવી લીધી કે જરૂરી શોપિંગ કરવું છે… ૨ કલાકથી કમ સે કમ ૬ દુકાનોમાં ટેડીબેર પૂછી ચૂકી છે… શું આપણે અહીં ટેડીબેર ખરીદવા આવ્યા છીએ?’’ દેવાંશી ચિડાઈ જતા અદિતિએ નિર્દોષતાથી મોં બનાવતા હા કહ્યું. તો દેવાંશી તેને આશ્ચર્યથી જેાતા બોલી, ‘‘સારું બતાવ મને કેવું ટેડીબેર જેાઈએ તારે.’’ કહેતા તેના હાથમાંથી મોબાઈલ પડાવી લીધો. પછી ધ્યાનથી તે ફોટો જેાયો જેમાં અદિતિ પિંક કલરના સુંદર ડ્રેસમાં ધ્રુવ અને એક ટેડીબેક સાથે દેખાતી હતી. લગ્ન પહેલાં પડાવેલા ફોટામાં અદિતિએ ટેડીને એક ખાસ અંદાજમાં પકડ્યું હતું?અને અદિતિને તે જ પોઝમાં?ધ્રુવે. આ ફોટો સોશિયલ સાઈટ પર ખૂબ વાઈરલ થયો હતો. દેવાંશી જાણતી હતી કે આ ટેડીબેર અદિતિની ધ્રુવે આપેલી પ્રથમ ગિફ્ટ હતી અને તે પિંક ડ્રેસ ધ્રુવે અદિતિને આપેલી પહેલી ગિફ્ટ. આ ફોટો સાથે જ અદિતિએ પોતાના સિંગલ સ્ટેટસને ઈંગેજ્ડમાં ફેરવી દીધું હતું.

ફોટામાં દેખાતું ટેડી જેવું એક બીજું ટેડીબેર ખરીદવા?આવેલી અદિતિ તેની સમજની બહાર હતી. દેવાંશીના ચહેરા પર સવાલ જેાઈને?અદિતિ બોલી, ‘‘ઉફ, મોટી ભૂલ થઈ ગઈ… મારે ધ્રુવ પાસેથી આ ટેડી માંગવુ જેાઈતું નહોતું.’’ ‘‘માંગી લીધો મતલબ? તેં આપેલું તારું ગિફ્ટ પાછું માંગી લીધું? શું કહીને ગિફ્ટ પાછી માંગી અને કેમ?’’ દેવાંશીએ આશ્ચર્યથી પૂછ્યું. અદિતિ બોલી, ‘‘યાર મજબૂરીમાં માંગવી પડી. લાંબી કહાણી છે તું નહીં સમજેા. બધું રહસ્ય આમાં જ તો છે. હું તો લગ્ન પછી આ ટેડીને ભૂલી ગઈ હતી પણ ધ્રુવ ન ભૂલ્યો. બીજા અઠવાડિયે આપણા લગ્નની વર્ષગાંઠ છે. મારો ભાઈ અર્ણવ આવી રહ્યો છે. મૂરખ અર્ણવે ધ્રુવને પૂછી લીધું કે જીજુ તમારે દિલ્લીથી કંઈ મંગાવવું તો નથી. તે સાંભળીને ધ્રુવે કહી દીધું કે તે ટેડીબેર લેતા આવે જેને હું પિયરમાં મૂકીને આવી છું.

હવે અર્ણવ પરેશાન છે કે જે ટેડી હવે ઘરમાં જ નથી, તેને ક્યાંથી લાવે… મેં વિચાર્યું તેના જેવું બીજું શોધીને તેની પરેશાનીનો ઉકેલ લાવી દઉં.’’ ‘‘તેના જેવું બીજું… મતલબ કે આ ફોટાવાળું ટેડી તારા પિયરમાંથી ગુમ થઈ ગયું છે?’’ દેવાંશીએ પોતાની સમજથી અંદાજ લગાવ્યો. ત્યારે અદિતિએ ખુલાસો કર્યો, ‘‘અરે યાર થયું એવું કે ધ્રુવને આપેલું આ ટેડીબેર અર્ણવનું જ હતું. અર્ણવનું પણ નહોતું, પરંતુ અર્ણવને તે પોતાની ગર્લફ્રેન્ડ પાસેથી મળ્યું હતું. પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. તે દિવસોમાં મારા અને ધ્રુવ વચ્ચે ચક્કર ચાલી રહ્યું હતું એટલે તે સુંદર ટેડીને મેં અર્ણવને વિનવણી કરીને માંગી ં. અને ધ્રુવને આપી દીધું.’’ ‘‘એક દિવસે અર્ણવનો મૂડ નહોતો સારો. તેનો અને મારો ઝઘડો થઈ ગયો… હવે શું ખબર હતી કે મૂરખ અર્ણવ સાથે મારો ઝઘડો આટલો મોંઘો પડશે કે તે ગુસ્સામાં ભરીને પોતાનું ટેડીબેર મારી પાસેથી પાછું માંગી લીધું… તું તો મને ઓળખે છે કે હું કોઈની ધમકી સહન નથી કરતી… મેં પણ પ્રેસ્ટિજ ઈસ્યૂ બનાવીને કોઈ રીતે જેાડતોડ કરીને તેનું ટેડી ધ્રુવ પાસેથી માંગીને તેના મોં પર મારી દીધું…’’ ‘‘હા હા, પણ ધ્રુવને શું કહીને પાછું માંગ્યુ… મતલબ ટેડી માંગવા માટે શું જેાડતોડ કરી?’’ દેવાંશીએ ઉત્સુકતાથી પૂછ્યું તો અદિતિ છાતી પર હાથ મૂકીને સ્વાંગ ભરતી કહેવા લાગી, ‘‘અરે, તે સમયે તો ધ્રુવને એમ કહીને સમજાવી લીધો કે આ ટેડીમાં મને તું દેખાય છે. તું તો હંમેશાં મારી પાસે રહેતી નથી, એટલે આ ટેડીને હું હંમેશાં મારી પાસે રાખવા ઈચ્છુ છું જેથી તને મિસ ન કરું… ધ્રુવ લાગણીશીલ થઈ ગયો. આ બધું સાંભળીને તેણે ટેડી મને સોંપી દીધું?અને મેં તે ઈડિયટ અર્ણવને… અને અર્ણવે પોતાની મૂરખ એક્સ ગર્લફ્રેન્ડને પાછું આપી દીધું.’’ ‘‘કેવો ભાઈ છે તારો… અને તું પણ ને… ધ્રુવને પહેલી ગિફ્ટ આપી તે પણ ભાઈની ગર્લફ્રેન્ડની, જે તેણે તારા ભાઈને આપી હતી.’’ ‘‘અરે, મેં વિચાર્યું નકામી પડી છે… મતલબ ટેડી ખૂબ ક્યૂટ હતું… તેમનું તો બ્રેકઅપ થઈ જ ગયું હતું.

શું કરતો અર્ણવ તેનું હતું જે આપી દીધું. ‘‘આપી દીધું નહીં ઠેકાણે પાડી દીધું.’’ દેવાંશીએ કહેતા અદિતિ ધીમેથી બોલી, ‘‘હા યાર, આ જ ભૂલ થઈ ગઈ… પણ અર્ણવ, જેવો પણ છે, છે તો આખરે મારો ભાઈ… જેકે તેણે ઝઘડા પછી પરેશાન ખૂબ કરી. ખબર છે, હું તો ત્યારે ડરી ગઈ હતી, જ્યારે તે ચિડાઈને કહેવા લાગ્યો કે હું ધ્રુવને કહી દઈશ કે જે ટેડી તને અદિતિએ આપ્યું છે હકીકતમાં તે મારી ગર્લફ્રેન્ડે મને આપ્યું હતું. હવે વિચાર તે મને શરમિંદા કરે તે પહેલાં જ મેં માંડ મામલો ઉકેલી લીધો નહીં તો ખબર નહીં શું થતું… હવે શું ખબર હતી કે ધ્રુવને પોતાના પહેલાં લગ્નની એનિવર્સરી આવતા પહેલી ડેટની તે નિશાની યાદ આવી જશે…’’ અદિતિની વાત સાંભળીને દેવાંશીએ માથું પકડી લીધું. થોડી વાર ચૂપ રહ્યા પછી તે બોલી, ‘‘તું આવું કર, આવું ટેડી ઓનલાઈન સર્ચ કર…’’ ‘‘તે પણ કરી લીધું ન મળ્યું.’’ અદિતિ બોલી. દેવાંશી થોડીવાર મૌન રહ્યા પછી બોલી, ‘‘હવે એક જ રસ્તો છે… જેમ કે તેં મને પૂરી વાત જણાવી એ જ રીતે તેની બ્રેકઅપવાળી ફ્રેન્ડને જણાવી દે. કદાચ તે તારી મૂર્ખતાને સમજે અને તરસ ખાઈને તે ટેડી પાછું આપી દે.’’ ‘‘અર્ણવે એ પણ વિચાર્યું હતું, પણ ખબર પડી હવે તે ઈન્ડિયામાં નથી. તેની સાથે કોઈ કોન્ટેક્ટ જ નહોતો થઈ રહ્યો…’’ ‘‘બિચારા અર્ણવે મારાં લગ્ન પહેલાં પોતાની આ હરકત માટે મારી માફી માંગી લીધી હતી.

હું પણ તેની આ મૂર્ખતાને ભાઈબહેનની મૂર્ખતા સમજીને ભુલાવી ચૂકી હતી પણ હવે બોલ શું કરું?’’ ‘‘તું પાગલ છે અદિતિ, બિલકુલ પાગલ… લગ્ન પહેલાં આપણે કેટલીય મૂર્ખતા કરીએ છીએ, પણ તે મૂર્ખતા લગ્ન પછી પણ ચાલું રહે તે યોગ્ય નથી. સાંભળ, હું ધ્રુવને બધું જણાવી દઉં છું.’’ દેવાંશીએ મોબાઈલ ઉઠાવી લીધો. અદિતિએ તેના હાથમાંથી મોબાઈલ છીનવી લેતા કહ્યું, ‘‘શું કહી રહી છે તું… કયા મોં થી કહીશ કે જાનુ, મેં તને મૂરખ બનાવ્યો… તને આપેલી પહેલી ગિફ્ટ માંગેલી હતી. બીજું તો ઠીક, મેં તને મૂરખ બનાવીને તેને તારી પાસેથી પાછું મેળવીને તેને તારી પાસેથી મેળવીને પોતાના ભાઈને આપી દીધી અને ભાઈએ પોતાની બ્રેકઅપવાળી ગર્લફ્રેન્ડને… જે દેવાંશી, હું ધ્રુવને ખૂબ પ્રેમ કરું છું અને એવું કોઈ પગલું નથી ઉઠાવવા ઈચ્છતી, જેનાથી તેને મારો તે પ્રેમ, તે તમામ ફીલિંગ્સ છેતરપિંડી લાગે… તે મને તો શું મારી પૂરી ફેમિલીને ચાલુ સમજશે.’’ દેવાંશી પરેશાન અદિતિના ખભા પર હાથ મૂકતા બોલી, ‘‘શું ખરેખર, તારો પ્રેમ છેતરામણો હતો?’’ ‘‘કેવી વાત કરી રહી છે? મારી જાન છે ધ્રુવ… પ્રેમ કરું છું એટલે જ તો તેના માટે આ બધું કરી રહી છું. હાય, એક ટેડીબેર આપણા પ્રેમને સાબિત કરશે… આ બધી કેટલી મૂર્ખતા છે.’’ અદિતિના મોંથી આ બધું સાંભળીને દેવાંશીને પહેલાં તો હસવું આવ્યું પણ પછી ગંભીર થઈને બોલી, ‘‘બધું જાણે છે તો કેમ આ બધું ધ્રુવથી છુપાવી રહી છે? ત્યાં અર્ણવ પરેશાન છે અને અહીં તું.’’ ‘‘પછી શું કરું બોલ?’’ અદિતિ ઉદાસ થતા બોલી. દેવાંશી કંઈક વિચારીને કહેવા લાગી, ‘‘ચાલો, હવે આટલું ખોટું બોલ્યું છે તો એક બીજું બોલી દે કે ટેડી કોઈ બાળક ઉઠાવી લઈ ગયું કે પછી તમારી મમ્મીએ કોઈને આપી દીધું અથવા ગુમ થઈ ગયું.’’ અદિતિ બોલી, ‘‘હા દેવાંશી, આ ગુમ થનારો આઈડિયા સૌથી સારો છે, કારણ કે લેણદેણવાળા આઈડિયામાં મેળવવાની કોઈ ને કોઈ શક્યતા હોય છે પણ ગુમ થયા એટલે કે મળવાની ન કોઈ આશા છે.’’ આ કહેતા જ ઉત્સાહિત અદિતિના ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. જાણે કે કોઈ મોટો છુટકારો મળી ગયો હોય.

બીજા દિવસે અદિતિએ દેવાંશીને ફોન પર જાણ કરી કે તેમની તરકીબ કામ કરી ગઈ છે. અર્ણવે પોતાના જીજાજીની માફી માંગતા ટેડીના ગુમ થવાની વાત કહી દીધી. ધ્રુવ એકવાર ફરી વાતોમાં?આવી ગયો… તેની સાથે ખોટું બોલવું ન ગમ્યું. તેમ છતાં?અદિતિ ખુશ હતી કે આ ટેડીવાળા પ્રસંગથી હંમેશાં માટે પીછો છૂટ્યો… આ વાતને અઠવાડિયું વીતી ગયું. તેમના લગ્નની એનિવર્સરી આવી ગઈ. લગ્નની એનિવર્સરી પર ઘર-બહારના અનેક મહેમાન આવ્યા. વડીલના આશીર્વાદ અને સંગીસાથીઓની અનેક શુભેચ્છા વચ્ચે બંને એટલે કે ધ્રુવઅદિતિ બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ફંકશનમાં?અર્ણવ પણ આવ્યો હતો. ફંકશન પછી તક જેાઈને અદિતિએ પોતાના ભાઈને આડે હાથ લીધો. ત્યારે તેણે પણ આ કારણ વિનાના અનિચ્છિત પ્રસંગને લઈને અને પોતાની ગર્લફ્રેન્ડ સાથે તે અપરિપકવ હરકત પર અફસોસ વ્યક્ત કરતા આટલા દિવસો પછી ઊઠેલી વાત પર ખુલાસો કર્યો, ‘‘દીદી, મારી અને અંજનાની લડાઈ વચ્ચે તમે ફસાઈ ગયા. થયું એવું કે બ્રેકઅપ પછી… કેટલાક મહિના બધું ઠીક રહ્યું પણ અચાનક એક દિવસે તેણે મારી પાસે ટેડી માંગી લીધું. મને પણ ઘણું વિચિત્ર લાગ્યું.’’ ‘‘શરૂઆતમાં મેં ટાળ્યું તારા લીધે. પણ તે જિદ્દ કરવા લાગી કે તેને પોતાનું ટેડી જેાઈએ જ જેાઈએ.

આ સંજેાગોમાં મેં વિચાર્યું કે કયાંક તેને એ ન લાગે કે હું હજી પણ તેનામાં રુચિ ધરાવું છું… પછી એક દિવસ મારો અને તમારો ઝઘડો થઈ ગયો. બસ તેનો જ લાભ ઉઠાવીને મેં તારી પાસેથી જબરદસ્તી ટેડી માંગીને તેના હવાલે કરીને તે મુસીબતથી પીછો છોડાવી લીધો.’’ ‘‘અને મારી મુસીબત વધારી દીધી પાગલ…’’ ‘‘પણ દીદી મેં પણ તેને આપેલી બધી ગિફ્ટ માંગી લીધી હતી.’’ ‘‘પણ તેનાથી શું અર્ણવ… એવો પણ શું ટેડી સાથેનો મોહ જે તેના વિના ન રહી શકી… તે ટેડીમાં ક્યાંક તું તો નહોતો દેખાતો તેને?’’ ‘‘અરે ના દીદી.’’ તે હસીને બોલ્યો. અદિતિ તરત તેને ચીડવતા કહેવા લાગી, ‘‘પછી નક્કી તેણે પોતાના બીજા બોયફ્રેન્ડને ટિકાવીને પોતાના પૈસા બચાવ્યા હશે… પણ ખરેખર, તમારા બંનેની મૂર્ખતામાં હું સારી ફસાઈ.’’ ‘‘અરે, હવે માફ પણ કરી દે ને.’’ અર્ણવ પ્રેમથી બોલ્યો. ‘‘કઈ વાતની માફી મંગાઈ રહી છે સાળા સાહેબ?’’ અચાનક ધ્રુવનો અવાજ કાનમાં પડ્યો. ધ્રુવને અચાનક રૂમમાં?આવતા જેાઈ બંને સાચવીને બેસી ગયા. અર્ણવ ઊભો થતા બોલ્યો, ‘‘કંઈ નહીં જીજુ, આજે સાંજે હું મોડો કેમ આવ્યો આ વાતને લઈને તમારી પત્ની મને ઠપકો આપી રહી છે… અચ્છા દીદીજીજુ હવે બાકી વાતો કાલે કરીશું. થાકી ગયો છું.’’ કહીને તે ઊંઘવા જતો રહ્યો. બીજા દિવસે બધા ઊંઘી રહ્યા હતા. સતત વાગતા કોલબેલથી અદિતિની ઊંઘ ઊડી ગઈ તો જેાયું દરવાજા પર અટેચી સાથે ઊભી એક છોકરી ભાભી કહેતા તેને ગળે વળગી ગઈ.

અદિતિને આશ્ચર્યથી જેાઈને તે હસી અને પછી અંદર આવતા બોલી, ‘‘અરે ભાભી, હું નીલાંજના… ધ્રુવ ભાઈ ક્યાં છે…?’’ અદિતિને યાદ આવી ધ્રુવની કઝિન, જે લગ્ન સમયે જ એમબીએ કરવા માટે ઓસ્ટ્રેલિયા જતી રહી હતી. અદિતિ સાથે વાત કરતા તે આમતેમ જેાતા ખૂબ શાંતિ?અને હકથી અંદર આવતા બોલી, ‘‘જુઓ ભાભી, મારી પર કબાબમાં હડ્ડી હોવાનો આરોપ ન લાગે, તેથી હું કાલે ન આવી…’’ નીલાંજનાની વાત પર અદિતિ કંઈ કહે તે પહેલાં જ ધ્રુવનો?અવાજ સંભળાયો, ‘‘કબાબમાં હડ્ડી તો કાલે આવી જ ગઈ હતી મારી વચ્ચે તું પણ આવી જતી તો કોઈ ફરક નહોતો પડતો.’’ ધ્રુવનો ઈશારો અર્ણવ તરફ છે, તે સમજીને અદિતિએ તેની સામે જેાયું તો ભૂલચૂક માફ કહેતા તેણે ધીમેથી કાન પકડી લીધો. ‘‘શું થયું કોઈ બીજું?પણ આવ્યું છે કે શું?’’ નીલાએ પૂછતા અદિતિએ કહ્યું, ‘‘મારો નાનો ભાઈ આવ્યો છે.’’ ‘‘ઓહ, ગ્રેટ…’’ કહેતા તેની નજર ટેબલ પર વિખેરાયેલી બધી ગિફ્ટ પર પડી, ‘‘વાઉ, કેટલી બધી ગિફ્ટ છે. અત્યાર સુધી ખોલી નથી… મારી રાહ જેાઈ રહ્યો હતો કે શું? ખબર છે ભાભીની ગિફ્ટ ખોલવી મને ખૂબ ગમે છે…’’ કહેતા તે ઉત્સાહથી ટેબલ તરફ આગળ વધી તો અદિતિએ તેને આશ્ચર્યથી જેાઈ. લાગ્યું જ નહીં કે તે નીલાંજનાને પહેલી વાર મળી રહી છે.

ધ્રુવે પણ એકવાર તેને ટોકી, ‘‘અરે ઊભી રહે… પહેલાં થોડું ખાઈપી લે…’’ ‘‘હા હા બસ, ચા-બિસ્કિટ લઈશ. ભાભી જેા તમે ખોટું ન લગાડો તો શું હું ગિફ્ટ ખોલું?’’ તે ટેબલની ઉપર મૂકેલી ગિફ્ટ ઉત્સાહથી જેાતા બોલી. ‘‘હા… હા, કેમ નહીં.’’ કહેતા અદિતિ કંઈક વિચિત્ર નજરથી તેને જેાઈને કિચનમાં આવી ગઈ. ચા બનાવીને લાવી તો જેાયું ધ્રુવની સાથે બેઠેલી નીલા ગિફ્ટ જેાઈને ઉત્સાહિત થઈ રહી હતી. લગભગ બધી ગિફ્ટ ખૂલી ગઈ હતી. માત્ર એક બાકી હતી. તેને અદિતિ તરફ આગળ વધારતા નીલા કહેવા લાગી, ‘‘ભાભી, આ તમે ખોલો.’’ ચા ની ટ્રે મૂકીને અદિતિએ તે ગિફ્ટને ચારેબાજુથી ફેરવીને જેાઈ. તેની પર કોઈનું નામ નહોતું. ‘‘કોનું છે, આ… કંઈ ખબર જ નથી પડતી.’’ કહેતા અદિતિએ તે ખોલ્યું તો દંગ રહી ગઈ. અદ્દલ એવું જ ટેડીબેર, જેને તે એટલા દિવસોથી શોધતી ફરી રહી હતી… ધ્રુવ હસીને બોલી રહ્યો હતો, ‘‘અચ્છા તો આ અર્ણવનું સરપ્રાઈઝ છે.’’ ધ્રુવ અદિતિ તરફ જેાતા બોલ્યો. ‘‘મને નથી ખબર ક્યાંથી આવ્યું છે તે… હાય, આ તો બિલકુલ એવું છે.’’ ખચકાટ સાથે તે બોલી. ત્યારે અર્ણવનો અવાજ આવ્યો, ‘‘એવું જ નહીં, તે છે દીદી.’’ રૂમમાં?આવતા અર્ણવ બોલ્યો. પછી તે આશ્ચર્યથી ક્યારે નીલાંજનાને તો ક્યારેક ટેડીને જેાઈ રહ્યો હતો. પછી તે નિલાંજના પાસે આવીને બોલ્યો, ‘‘તું?અહીં કેવી રીતે? એટલે કે અહીં કેમ?’’ અર્ણવના હેરાનપરેશાન ચહેરાને જેાઈને નીલાંજનાને હસવું?આવી ગયું. તે કંઈ સમજે તે પહેલાં જ ધ્રુવે અર્ણવના ખભા પર હાથ મૂકતા નીલાંજનાને કહ્યું, ‘‘આ મારો સાળો એટલે કે અદિતિનો ભાઈ છે અને અર્ણવ આ મારી કઝિન.’’ ‘‘ઓહ નો…’’ ‘‘અર્ણવના હાવભાવ જેાઈને અદિતિ તરત બોલી, ‘‘નીલાંજના આ તું લાવી… શું તું જ આની…’’ ‘‘હા ભાભી, હું જ તેની એક્સ ગર્લફ્રેન્ડ છું… સોરી ભાભી, પ્રોગ્રામ તો અર્ણવને હેરાન કરવાનો હતો, પણ તમે ઘઉંની સાથે ધનેડાની જેમ પિસાયા.’’ ‘‘ઓહો નીલાંજના, બસ હવે ઘણું થયું… તારા અને અર્ણવના ચક્કરમાં મારી વહાલી પત્ની પરેશાન થઈ રહી છે. બસ હવે ખોલી દે સસ્પેંસ.’’ ધ્રુવે કહ્યું. નીલાંજના અર્ણવ અને અદિતિનો બિચારો ચહેરો જેાઈને પોતાનું હસવું રોકતા બોલી, ‘‘બન્યું એમ કે જ્યારે તમારો અને ધ્રુવ ભાઈનો ફોટો સોશિયલ સાઈટ પર વાયરલ થયો હતો ત્યારે મને આ ટેડીને જેાઈને શંકા થઈ હતી, કારણ કે આ ટેડીબેરને મેં મારા હાથથી બનાવ્યું હતું, તેથી સહેલાઈથી ઓળખી લીધું.

બીજું તો ઠીક આના ગળામાં મારો તે જ રેડ સ્કાર્ફ બંધાયેલો હતો જે અર્ણવને ખૂબ ગમતો હતો. પોલ્કા ડોટવાળો રડ સ્કાર્ફ… યાદ છે અર્ણવ તું એ સ્કાર્ફમાં જેાઈને મારી પર કેવો લટ્ટુ થઈ જતો હતો.’’ કહીને તે જેારથી હસી અર્ણવનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. અર્ણવ કોઈ રીતે પોતાનો સંકોચ દૂર કરતા બોલ્યો, ‘‘દીદી, કમ સે કમ સ્કાર્ફ તો હટાવી દેતી.’’ તે સાંભળીને અદિતિ શરમાઈને બોલી, ‘‘તમારા બંને સામે મારી અને અર્ણવની કરામત આ રીતે સામે આવશે, વિચાર્યું જ નહોતું.’’ ‘‘ભાભી પ્લીઝ… આ બધી મજક હતી. તમને બંનેને શરમિંદા કરવાનું અમારું કોઈ લક્ષ થોડું હતું… તમારા બંને ભાઈબહેનના ક્યૂટ બોંડિંગ પર?અમે ભાઈબહેન થોડીક મસ્તી કરવા ઈચ્છતા હતા. પહેલા ભાઈ તૈયાર નહોતો. મારી પર નારાજ પણ થયો કે મેં અર્ણવને હેરાન કરવા માટે ટેડી કેમ માંગ્યું… ભાઈ તમને ખૂબ પ્રેમ કરે છે ભાભી… તમારા લગ્નને પૂરું ૧ વર્ષ થઈ ગયું છે. હું ઈન્ડિયા આવતી તમને મળતી અર્ણવ પણ મળતો તો બધું સામે આવતું જ… આ સંજેગોમાં ફન માટે મેં મારા ધ્રુવ ભાઈને પટાવ્યા કે ચાલો થોડીક મોજમસ્તી સાથે આ વાત ખૂલે… મારી એન્ટ્રી ધમાકેદાર થઈ તો મજા આવી જાય…’’ નીલાંજનાએ અદિતિનો હાથ પકડીને કહ્યું. અદિતિ થોડીક શરમાતા બોલી, ‘‘જે પણ કહો, પણ મારી ચોરી ધ્રુવ સામે આ રીતે આવશે હું વિચારી પણ નહોતી શકતી.’’ આ સાંભળીને ધ્રુવે તેને ગળે લગાવતા કહ્યું, ‘‘દિલ તો તેં મારું ક્યારનું ચોરી લીધું હતું મારી જાન અને હા આપણા પ્રેમના પ્રૂફ માટે કોઈ ટેડીવેડીની જરૂર નથી… હા બાય ધ વે નીલાંજનાએ આપણા લગ્ન પહેલાં જ મને બધું જણાવી દીધું હતું. પહેલાં કહી દેત તો ખબર નહીં તું શું રિએક્ટ કરતી.

હવે ૧ વર્ષમાં તને મારા પ્રેમમાં પૂરી રીતે ગિરફ્તમાં લીધા પછી મેં મસ્તી કરવાની ભૂલ કરી છે.’’ ધ્રુવ કાન પકડતા બોલ્યા. અદિતિને હજી પણ ઉદાસ ઊભા જેાઈને નીલાંજના બોલી, ‘‘ભાભી પ્લીઝ, તમે આવા સેડ એક્સપ્રેશન ન આપો. આ એક્સપ્રેશન તો હું?અર્ણવના ચહેરા પર જેાવા ઈચ્છતી હતી, પણ શું કહું, હવે તેમાં પણ મજા નથી, કારણ કે હમણાં?આવતા પ્લેનમાં એક ઈન્ડિયન સાથે મારી મુલાકાત થઈ ગઈ. ઘણી વાતો પણ થઈ… લાગે છે તે મારામાં રસ લઈ રહ્યો છે. ફોન નંબર આપ્યો છે… જેાઈએ છે શું થાય છે.’’ કહીને તે બિનધાસ્ત હસી પડી. ‘‘અદિતિ સાચું કહું તો આજથી થોડા વર્ષ પહેલાં આપણે આ કિસ્સો સાંભળીશું, સંભળાવશું અને હસીશું…’’ ધ્રુવ બોલ્યો. નીલાંજના પણ કહેવા લાગી, ‘‘ભાભી, તમે અને ભાઈ તથા આ ટેડીનો ફોટો વાયરલ થયા પછી જ મેં અર્ણવ પ્રત્યે પાલી નારાજગી અને કેટલાક તમને હેરાન કરવાની ભૂલમાં?અર્ણવ સાથે ટેડી માંગ્યું હતું. અર્ણવ કંઈ સમજી ન શક્યો પણ મારા આ વર્તન પર આટલી નારાજ થયો કે તેણે મને આપેલી બધી ગિફ્ટ માંગી લીધી. ઓસ્ટ્રેલિયામાં હોવાના લીધે લગ્નમાં ન આવી, પણ ક્યારેક ને કયારેક તો હું અર્ણવને મળતી જ, ત્યારે બધા જાણી જ જતા… ભાઈ લગ્ન પહેલાંથી જ બધા જાણતા હતા. અમે નક્કી કર્યું હતું કે કોઈ આ જ રીતે રસપ્રદ પ્રસંગે આ વાતનો ખુલાસો કરશે.’’ ‘‘ઓહ.’’ કહીને અદિતિએ પોતાનું માથું પકડી લીધું. પછી અર્ણવને ધોલ મારતા કહેવા લાગી, ‘‘બધું તારા લીધે જ થયું છે.’’ અર્ણવને પોતાની પીઠ સહેલાવતા જેાઈને ધ્રુવ હસીને બોલ્યો, ‘‘અરે સાંભળ અદિતિ, જ્યારે ટેડીવાળી વાત સામે આવી છે તો હવે હું પણ કન્ફેસ કરી લઉં…’’ ‘‘શું… હવે શું રહી ગયું છે.’’ આશ્ચર્યથી અદિતિએ પૂછ્યું. ધ્રુવ હસીને બોલ્યો, ‘‘તને પહેલી વાર મેં જે ડ્રેસ આપ્યો હતો.

અરે, એ જ પિંકવાળો ડ્રેસ જે તારી ઉપર ખૂબ સુંદર દેખાય છે, જેને પહેરીને ટેડી અને મારી સાથે તેં ફોટા પડાવ્યા હતા, જે વાયરલ થયા હતા સોશિયલ સાઈટ પર…’’ ‘‘હા… હા… સમજી ગઈ તો?’’ તેનું મોં આશ્ચર્યથી ખુલ્લું જેાઈને નીલાંજના હસીને બોલી, ‘‘ભાભી, તે ડ્રેસ મેં મારા માટે ઓનલાઈન મંગાવ્યો હતો, પણ ટાઈટ પડ્યો… રિટર્ન ઓપ્શન પણ નહોતો. ભાઈ તમને ગિફ્ટ આપવા ઈચ્છતા હતા તો મેં કહ્યું આ આપો. પૈસા બચી જશે અને ડ્રેસ પણ કામ આવી જશે.’’ ‘‘ઓહ નો.’’ અદિતિ માથું પકડતા બોલી. પછી અચાનક હસીને કહેવા લાગી, ‘‘તો પછી નીલાંજના,?અમે બંને તારા કરજદાર છીએ. આ ડ્રેસ માટે અને હું ટેડીબેર માટે.’’પછી અચાનક ધીમેધીમે હસતા ધ્રુવને જેાઈને બનાવટી ગુસ્સામાં બોલી, ‘‘અને હા, તેં એ ડ્રેસ માટે કેવાકેવા સ્વાંગ રચ્યા હતા… શું કહ્યું હતું કે આ ડ્રેસ જેાતા જ હું ફિદા થઈ ગયો અને એ પણ કે ડ્રેસ તારા માટે બનેલો લાગે છે.’’ ‘‘હા, તો સાચું જ તો કહ્યું હતું… ત્યારે જ નીલાંજનાને ટાઈટ પડી ગઈ…’’ ધ્રુવની વાત સાંભળીને બધા જેારથી હસી પડ્યા. અદિતિ પણ. ત્યારે અર્ણવનો અવાજ આવ્યો, ‘‘દીદી, ૧૦ વાગી ગયા છે, કંઈક ખાવા આવો. અને હા, નીલાંજના ઘણું મોડું થઈ ગયું તારો કોઈ ફોન ન આવ્યો. કદાચ જહાજમાં બેઠા સહયાત્રીએ તમારી સાથે ટાઈમપાસ કર્યો હશે. ત્યારે ફોન ન કર્યો… જેાઈ લો, ઓપ્શન હજી પણ તારી સામે છે.’’ અર્ણવે મસ્તીમાં કહ્યું. આ સાંભળીને, ‘‘અર્ણવનાં બાળકો,’’ કહેતા નીલાંજનાએ ટેડી તેની પર માર્યું. ઘરની આ ઉગ્ર ચર્ચામાં ધ્રુવ થોડો રિસાયેલા અદિતિને મનાવતા કહી રહ્યો હતો, ‘‘ખૂબ શોરબકોર છે?અહીં…

બીજા વર્ષે આ હાડકાંથી બચવા માટે આપણે હનીમૂન પર ક્યાંક બહાર જઈશું…’’ ‘‘ખરેખર?’’ અદિતિએ બનાવટી ગુસ્સો ફેંકતા હસીને તેને આગોશમાં ભરી લીધો. એકબીજાથી છુપાવેલા મોટા જુઠ્ઠાણા અહીં ખુલ્યા હતા, પણ જે હકીકતમાં તેમના દિલમાં બંધ હતા તે એ કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. ત્યારે તો એક પછી એક ખુલાસા પર બંનેને હસવું?આવી રહ્યું હતું. લગ્નની પહેલી એનિવર્સરીની બીજી સવાર ખરેખર યાદગાર હતી.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો