• મારી ઉંમર ૨૬ વર્ષ અને પતિની ૨૯ વર્ષ છે. અમારા લગ્નને ૩ વર્ષ થયા છે. જેાકે અમારું લગ્નજીવન પણ અત્યાર સુધી ખૂબ સારું રહ્યું છે. અમે રોજ રાત્રે ઊંઘતાં પહેલાં શારીરિક સંબંધ બાંધીએ છીએ, પરંતુ શું કહું છેલ્લા દિવસો દરમિયાન અમારી સાથે એક દુર્ઘટના બની ગઈ. સેક્સ કરતી વખતે કોણ જાણે શું થયું કે અચાનક પતિની જનનેંદ્રિય ઈજાગ્રસ્ત થઈ ગઈ. કહેવામાં આવ્યું કે જનનેંદ્રિય પર ફેક્ચર થઈ ગયું છે. આમ થવા પાછળનું કારણ શું હોઈ શકે છે? અમારે હવે તેની સારવાર માટે શું કરવું પડશે? ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા ન થાય તે માટે અમારે કઈ કઈ સાવચેતી રાખવી જેાઈએ?

જેા સમસ્યા ખરેખર જનનેંદ્રિયના ફ્રેક્ચરની હોય તો તેને ગંભીરતાથી લો. કોઈ સારા યૂરોલોજિસ્ટ પાસે તમારા પતિને લઈ જઈને બતાવી લો. જેા ગંભીર સમસ્યા આમ તો અને કારણસર પેદા થઈ શકે છે, પરંતુ મોટાભાગના કેસમાં આ સમસ્યા સેક્સ દરમિયાન બિનજરૂરી ઊછળકૂદ અને જબરદસ્તી કરવાથી પેદા થતી હોય છે, જે સમયે જનનેંદ્રિય ઉત્તેજિત અવસ્થામાં હોય છે, તે સમયે અચાનક તેની પર દબાણ આવવાથી તેમજ તેના જેારથી વળવાથી આંતરિક ભાગ ઈજાગ્રસ્ત થઈ જાય છે. આ ઈજા કૌરપેરા કાવેર્નોસા નામના એ સિલિન્ડર જેવી રક્તવાહિનીને પહોંચે છે, જેમાં ઉત્તેજના દરમિયાન લોહીનો ભરાવો થવાથી શિશ્ન તાણની સ્થિતિમાં આવી જાય છે. ક્યારેક ક્યારેક આ ઈજા કૌરપેરા કાવેર્નોસાને સુરક્ષિત રાખનાર વાહિની ટૂનિકા ધવલના ધક્કાથી તૂટવાથી પણ અચાનક ઉત્તેજિત થાય છે. આ સમસ્યાના મૂળમાં જવાથી જાણવા મળ્યું કે મોટાભાગના કિસ્સામાં એ જ સત્ય સામે આવે છે કે જનનેંદ્રિયના પ્રવેશ સમયે જેા વધારે ઉત્તેજનામાં પુરુષ જનનેંદ્રિય મહિલાની સિંફિસિસ પ્યૂબિસ અસ્થિ અથવા મૂલાધારા કઠણ રક્તવાહિની સાથે જેારથી અથડાવાથી આ ગંભીર સ્થિતિ પેદા થાય છે. પછી પુરુષ અચાનક જનનેંદ્રિયની ઈજાના લીધે પીડાના માર્યા ધ્રૂજી ઊઠતા હોય છે અને જનનેંદ્રિય પણ ઢીલી પડીને લટકવા લાગે છે. આ ઈજા વધારે હોવા પર પુરુષ જનનેંદ્રિયમાંથી પસાર થતી મૂત્રનળીમાં ઈજા થવાનું જેાખમ પણ રહે છે અને પુરુષ જનનેંદ્રિયમાં સોજેા આવી જાય છે. પુરુષ જનનેંદ્રિયના ફ્રેક્ચરની સારવાર માટે શક્ય એટલા વહેલા કોઈ યોગ્ય અને અનુભવી યૂરોલોજિસ્ટ પાસે જવાની જરૂર પડે છે. શરમમાં રહીને અથવા બેદરકારી દાખવવાથી ઘણી વાર કેસ કોમ્પ્લિકેટેડ બની જાય છે અને આગળ જતા યૌન સુખ પ્રાપ્ત કરવું અશક્ય બની જાય છે. આવા પુરુષ જે સમયસર યૂરોલોજિસ્ટ પાસે પહોંચી જાય તો જનનેંદ્રિયની રક્તવાહિનીનું ઓપરેશન કરીને રિપેરિંગ શક્ય બને છે. જ્યાં સુધી આ દુર્ઘટનાથી સુરક્ષિત રહેવાનો પ્રશ્ન છે તો સહવાસ સમયે કોઈ પણ પુરુષનું ન તો અસંયમી થવું યોગ્ય છે કે ન કોઈ પણ પ્રકારની ઊછળકૂદ કરવી કે પછી ન તો બળજબરી કરવી યોગ્ય રહે છે.

  • હું ૨૩ વર્ષની પરિણીત મહિલા છું. મારે ૧ દીકરો પણ છે. જેાકે મારું વજન શરૂઆતથી ઓછું હતું, પરંતુ થોડા સમયથી ઘટીને માત્ર ૩૨ કિ.ગ્રામ થઈ ગયું છે. પરિવારના બધા વડીલો હંમેશાં ટોકતા રહે છે કે મારે બરાબર ખોરાક લેવો જેાઈએ અને ખુશ રહેવું જેાઈએ, પરંતુ હું તેમને કેવી રીતે કહું કે હું બરાબર ખાઉં છું અને ખુશ રહેવાના પ્રયત્ન પણ કરું છું, તેમ છતાં પણ મારું શરીર સુકાઈ રહ્યું છે. ક્યાંક આ કોઈ આંતરિક બીમારીનું લક્ષણ તો નથી ને? હવે કોઈ એવો વ્યવહારુ ઉપાય જણાવો જેનાથી મારું વજન પણ વધે અને હું સુંદર તથા હૃષ્ટપુષ્ટ દેખાવા લાગું?

જે કોઈ વ્યક્તિનું વજન પ્રયત્ન વિના આપમેળે ઘટવા લાગે અને તેના માનવા મુજબ તેને શારીરિક અથવા માનસિક કોઈ રોગ પણ ન હોય તો તેણે ખરેખર આ સમસ્યાને ગંભીરતાથી લેવી જેાઈએ. સારું એ જ રહેશે કે તમારે તમારા ફેમિલી ડોક્ટર અથવા કોઈ ઈન્ટર્નલ મેડિસિનના નિષ્ણાત ડોક્ટરને મળી લેવું જેાઈએ અને પોતાની પૂરતી તપાસ કરાવી લેવી જેાઈએ. આંતરડાના ઘણા રોગમાં આંતરડાની પાચનશક્તિ કમજેાર થઈ જાય છે અને ભોજન આંતરડામાં પાચન થવાના બદલે શરીરમાંથી વ્યર્થ ચાલ્યું જાય છે. આમ થવાથી આ સમસ્યા થાય છે. ડાયાબિટીસમાં પણ આ લક્ષણ સામાન્ય રીતે જેાવા મળે છે. શરીરમાં ટીબીનો રોગ હોય ત્યારે પણ વ્યક્તિ સુકાઈને કાંટા જેવી થઈ જાય છે. કેટલાક ખાસ પ્રકારના હોર્મોનલ રોગ જેમ કે હાઈપરથાઈરોડિઝમ અને એડિસન રોગમાં પણ વજન ઘટી જાય છે. કેટલીક વ્યક્તિમાં વજન ઘટવા પાછળ કેન્સર જેવો ગંભીર રોગ પણ કારણરૂપ હોય છે. ઘણા લોકોમાં સંપૂર્ણ સમસ્યા માનસિક અસંતોષ ઉદાસીનતા અને તાણ સાથે જેાડાયેલી હોય છે. કેટલાકમાં આ સમસ્યા શરીરના મહત્ત્વના અંગો જેમ કે લિવર, કિડની અથવા હાર્ટ ફેલ્યોર સાથે સંબોધિત પણ હોઈ શકે છે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે સૌપ્રથમ જરૂર છે વજન ઘટવા પાછળના પરિબળને શોધવાની, જેમ કે મેડિકલ તપાસ પછી કારણ સામે આવશે કે તરત તેમાંથી બહાર આવવાનો ઉપાય જણાવવો સરળ બની જશે.

  • હું ૪૦ વર્ષની નોકિરયાત મહિલા છું. થોડા સમયથી મારા ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો છે. કોઈકોઈ દિવસ તો આ સમસ્યા એટલી વધી જાય છે કે રોજબરોજના કામકાજ, ત્યાં સુધી કે હરવાફરવામાં પણ મુશ્કેલી પડવા લાગે છે. હું મનોમન ચિંતિત છું કે આટલી નાની ઉંમરમાં મારા ઘૂંટણ અસ્વસ્થ થશે તો આગળનું જીવન કેવી રીતે ચાલશે, ક્યાંક આ વાનું લક્ષણ તો નથી ને? સમસ્યા આગળ ન વધે તે માટે મારે શું કરવું જેાઈએ? શું મારે કોઈ ડોક્ટરને બતાવવું જેાઈએ?

૪૦ની ઉંમરમાં શરૂ થયેલા આ ઘૂંટણના દુખાવા પાછળ ઘણા પ્રકારના વા અને ઘૂંટણના ટિશ્યૂ તથા માંસપેશીઓનું ઈજાગ્રસ્ત થવું જવાબદાર હોઈ શકે છે. હ્યુમેટાઈડ આર્થ્રાઈટિસ, ઓસ્ટિયોઆર્થ્રાઈટિસ અને બીજા ઘણા પ્રકારના આર્થ્રાઈટિસ આ સમસ્યા માટે દોષી હોઈ શકે છે. ક્યાંક બેસતાઊઠતા, હરતાફરતા કે દોડભાગ કરતા ટિશ્યૂ અને માંસપેશીઓને થયેલી ઈજા પણ આગળ જતા મોટી સમસ્યા બની જાય છે. યોગ્ય રહેશે કે કોઈ સારા ઓર્થોપેડિક સર્જનનો તમે સંપર્ક કરી લો અને ખામીની જાણકારી મેળવી યોગ્ય સારવાર શરૂ કરી દો.

– ડો. યતીશ અગ્રવાલ.

વધુ વાંચવા કિલક કરો....