તમે અત્યાર સુધી સેક્સ્યુઅલિટી વિશે કેટલાય શબ્દ સાંભળ્યા હશે, જેમ કે બાઈસેક્સ્યુઅલ, પેનસેક્સ્યુઅલ, પોલિસેક્સ્યુઅલ, અસેક્સ્યુઅલ, સેપોસેક્સ્યુઅલ અન્ય કેટલાય શબ્દ, પણ હવે એક અન્ય નવો શબ્દ સેક્સ્યુઅલિટી માટે એક નવા સ્વરૂપે આવી રહ્યો છે અને તે ડેમીસેક્સ્યુઅલ છે. આ તે લોકો છે જે અસેક્સ્યુઅલિટીના આરે હોય છે, પણ સંપૂર્ણ રીતે અલૈંગિક નથી. જેા તમે કોઈ વ્યક્તિના, સેક્સ્યુઅલી આકર્ષિત થતા પહેલાં સારા મિત્ર બનવાનું પસંદ કરો છો તો તમે નિશ્ચિત ડેમીસેક્સ્યુઅલ છો.

સેક્સ્યુઅલિટીની ઓળખ : આ જાણવાના અનેક પ્રકાર છે કે તમે ડેમીસેક્સ્યુઅલ છો કે નહીં. સૌથી મુખ્ય રીત એ છે કે જ્યાં સુધી તમે કોઈની સાથે ભાવનાત્મક રીતે ન જેાડાઓ, તમે સેક્સ્યુઅલ ફીલિંગ્સ ન અનુભવો. તમારા માટે ભાવના મહત્ત્વની છે. તમે આજીવન એક જ વ્યક્તિ સાથે સંબંધ બનાવીને રહી શકો છો. તમે પ્રયોગ કરવાથી ડરો છો. તમે સેક્સ્યુઅલ વ્યક્તિ નથી. તેમાં કોઈ બૂરાઈ નથી. સેક્સની પાછળ ભાગવાથી વધારે તમને જીવંત, વાસ્તવિક વાતચીત કરવી વધારે ગમે છે. જેા તમે કોઈની સાથે રિલેશનશિપમાં છો અને તેની સાથે ઈમોશનલી જેાડાયેલા છો તો જ તમે તમારા પાર્ટનર પ્રત્યે સેક્સ્યુઅલ આકર્ષિત થશો. જેા તમે સિંગલ છો, તો તમને નિશ્ચિત સેક્સથી વધારે પાર્કમાં સહેલ કે ભાવતી વસ્તુ ખાવી ગમશે. જે તમને ગમે છે, તેને મળીને તમે તેના વ્યક્તિત્વથી પ્રભાવિત થશો, તેના લુકથી નહીં, કોઈ પણ વસ્તુથી પહેલાં તમારી તેની સાથે મિત્રતા થશે. તમે કોઈને મળીને સેક્સ્યુઅલ થવા કે ફ્લર્ટિંગમાં વિશ્વાસ નથી કરતા. જેા એક વ્યક્તિએ તમને તેના વ્યક્તિત્વથી પ્રભાવિત કર્યા છે તો તમે પહેલાં મિત્રતા કરવા ઈચ્છશો. કલાક, અઠવાડિયાં, મહિનામાં જ ડેટિંગ શરૂ કરવાનું તમે વિચારી પણ નથી શકતા. ફ્લર્ટિંગની વાત તમારા મગજમાં આવતી જ નથી.

આકર્ષણના પ્રકાર : આકર્ષણના ૨ પ્રકાર હોય છે - પ્રાઈમરી અને સેકન્ડરી. પ્રાઈમરી આકર્ષણમાં તમે કોઈના લુકથી આકર્ષિત થાઓ છો અને સેકન્ડરી આકર્ષણમાં તમે કોઈના વ્યક્તિત્વથી પ્રભાવિત થાઓ છો. જેા તમે ડેમીસેક્સ્યુઅલ છો તો તમે નિશ્ચિત રીતે સેકન્ડરી પર્સનાલિટી ટાઈપમાં ફિટ બેસો છો. હવે તેનો અર્થ એ નથી કે તમે આકર્ષિત નથી થતા. કેટલાય લોકો તમને આકર્ષક લાગે, પણ તમે લુક પર જ સંબંધ ન બનાવી શકો. તમે ત્યારે આગળ વધો છો જ્યારે કોઈનું વ્યક્તિત્વ તમને પ્રભાવિત કરે છે. જ્યારે તમારા દિલમાં કોઈના માટે ફીલિંગ્સ પેદા થાય છે, ખાસ સેક્સ્યુઅલ ફીલિંગ, તો તમે મુશ્કેલીમાં પડી જાઓ છો, કારણ કે તમે એટલા સેક્સ્યુઅલ પર્સન નથી. તમે નથી જાણતા કે આ ફીલિંગ્સ પર કેવી પ્રતિક્રિયા આપવી કે તે વ્યક્તિ સાથે કેવી રીતે શારીરિક કનેક્શન બનાવવું. એક વાર તમે ડર અને દુવિધાની સ્થિતિમાંથી બહાર આવી જશો, ત્યારે તમારા પાર્ટનર સાથે જ સેક્સ કરવાનું મન થશે, બીજા સાથે નહીં. કોઈની સાથે સેક્સ્યુઅલી ખૂલવા માટે તેને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો, કારણ કે તમે ખૂબ જ લાગણીશીલ છો અને પછી સેક્સ બંને માટે ખૂબ જ કંફર્ટેબલ બનશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....