મહિલાઓ કિચનમાં કેબિનેટ અને કાઉન્ટર ટોપની પસંદગી પર તો ખાસ ધ્યાન આપતી હોય છે, પરંતુ કિચન સિંક પર એટલું નહીં, જ્યારે તે પણ કિચનનો એક મહત્ત્વનો ભાગ છે. તેથી સિંક લગાવતી વખતે અહીં જણાવેલી વાત પર ધ્યાન આપવામાં આવે તો સિંક સુવિધાજનક હોવાની સાથેસાથે કિચનને સારો લુક પણ આપશે :

કઈ વસ્તુનું હોવું જેાઈએ કિચન સિંક : કિચનમાં સૌથી વધારે સ્ટેનલેસ સ્ટીલના સિંકનો ઉપયોગ થતો હોય છે. સુંદરતા અને સફાઈના દષ્ટિકોણથી તે ઉત્તમ પણ છે. ઓછા ગેજના પતરા ભારે તથા મજબૂત હોય છે. જ્યારે વધારે ગેજનું હલકું તથા નબળું. તેથી તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય ગેજના સ્ટીલનું સિંક લગાવો. પહેલા સિંક ઢોળવાળા લોખંડના વપરાતા હતા, પરંતુ તેની સાફસફાઈ મુશ્કેલ રહેતી હતી, તેથી તેના પર ચીની માટીનું કવર આપતા હતા. આજકાલ તો ગ્રેનાઈટ અથવા ક્વાર્જના સિંક પણ મળવા લાગ્યા છે. સુંદરતાના દષ્ટિકોથી તે ખૂબ સારા લાગે છે. સિરામિક સિંક પણ બજારમાં મળે છે, પરંતુ તેના તૂટી જવાનું જેાખમ વધારે રહે છે.

સિંકની ડિઝાઈન : સિંકની ધાતુની પસંદગી પછી સિંકની ડિઝાઈન કેવી હોવી જેાઈએ, તે તમારી જરૂરિયાત અને કિચનની સાઈઝ પર નિર્ભર કરે છે. તમારા કિચનમાં સિંગલ બેસિન સિંક અથવા ડબલ બેસિન સિંક તમારી સગવડ અનુસાર લગાવી શકો છો.

સિંગલ બેસિન સિંક : તેમાં માત્ર એક સિંક હોય છે, પરંતુ તેમાં મોટા વાસણ રાખવા માટે પૂરતી જગ્યા રહે છે. તે ડ્રેન બોર્ડ સાથે પણ મળી શકે છે.

ડબલ બેસિન સિંક : તેમાં ૨ બેસિન હોય છે. જેાકે તેને લગાવવા માટે વધારે જગ્યાની જરૂર પડે છે, પરંતુ બેસિન સિંગલની સરખામણીમાં થોડા નાના હશે, પરંતુ તેના લાભ પણ છે. એક સિંકમાં તમારા ગંદા વાસણ રહી શકે છે, જ્યારે બીજા સિંકમાં તમે બીજું કામ કરી શકો છો, જેમ કે શાક, ચોખા, દાળ વગેરે ધોવા.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....