નખ આપણા શરીરમાં કઈ વસ્તુની કમી છે અથવા કઈ બીમારી છે, તેની કંડિશન કેવી છે વગેરે સરળતાથી જણાવે છે. આ વિશે મુંબઈના ‘ધ સ્કિન ઈન’ ના ડર્મેટોલોજિસ્ટ ડો. સીમા સરકાર જણાવે છે કે નખની મદદથી મિનરલ, વિટામિનની કમી સિવાય થાઈરોઈડ, એનીમિયા, કાર્ડિયક ડિસીસ, લંગ્સ ડિસઓર્ડર વગેરે બીમારી સરળતાથી જાણી શકાય છે. હેલ્ધિ નખનો રંગ હંમેશાં આછો ગુલાબી હોય છે. દરરોજ હેલ્ધિ નખ ૦.૦૦૩ મિલીમીટરથી ૦.૦૧ મિલીમીટર વધે છે, પરંતુ તે વ્યક્તિની ઉંમર અને સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. નાની ઉંમરમાં નખ જલદી વધે છે, જ્યારે મોટી ઉંમર થતા વધવાની ઝડપ ધીમી પડી જાય છે. ઠંડીની મોસમમાં નખ જલદી નથી વધતા, જ્યારે ઉનાળામાં જલદી વધે છે.
નખ શું કહે છે :
શ્ર નખનો આકાર પોપટની ચાંચ જેવો હોય તો તે વ્યક્તિને કાર્ડિયકની બીમારી કે લંગ્સ ડિસઓર્ડર થવાની શક્યતા છે. શ્ર નખની સપાટી પર સફેદ લાઈન બાયોટિનની ઊણપનો સંકેત આપે છે. બાયોટિન શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડીને શરીરને ઊર્જા પ્રદાન કરે છે. તે ઉપરાંત આ નખ લિવર સંબંધિત બીમારીનો ઈશારો કરે છે. તે માટે ફ્રેશ વેજિટેબલ અને સેલડ લેવું ફાયદાકારક છે.
શ્ર કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનની ઊણપથી નખ બ્રિટલ થઈ જાય છે. તેમાં નખ ઉપરથી છાલ નીકળવા લાગે છે. હકીકતમાં આ નખમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થતું હોય છે. આવા નખ ધરાવતી વ્યક્તિ મોટાભાગે થાઈરોઈડ કે આયર્નની ઊણપના શિકાર બને છે. તેથી સમય રહેતા ઈલાજ કરાવવો જરૂરી છે. એગ, ફિશ, બદામ વગેરેનું સેવન તેમાં ફાયદાકારક હોય છે.
શ્ર જેમના નખનો રંગ વાદળી હોય છે. તે શ્વાસની બીમારી, નિમોનિયા કે હૃદય સંબંધિત બીમારીથી પીડિત થવાની શક્યતા હોય છે.
શ્ર પીળા નખ ધરાવતી વ્યક્તિ મોટાભાગે કમળાનો શિકાર થાય છે. તે ઉપરાંત સિરોસિસ અને ફંગલ ઈન્ફેક્શન જેવી બીમારી પણ તેમને થઈ શકે છે. ધૂમ્રપાન કરનારી વ્યક્તિના નખ પણ પીળા કે અભદ્ર થઈ જાય છે.