વાર્તા - પૂનમ અહમદ
૨ યુવાન દિલના ધબકારા ધીમા થયા ત્યારે એકબીજાની આગોશમાં બંધાયેલ કોરલ અને નિવાને સમય જેાયો. બંને હસી પડ્યા.
કોરલે કહ્યું, ‘‘તરત જ સમય જેાવાનું યાદ આવ્યું ને. અત્યાર સુધી ઉત્સાહમાં કંઈ યાદ નહોતું?’’
‘‘હા યાર, અન્મયનો બર્થ-ડે છે, તેની પાર્ટીમાં જવાનું છે ને. રાતે આવે છે ને?’’
‘‘જેાઉં છું.’’
સામે ટેબલ પર મૂકેલો ફોન જેાતા નિવાને કહ્યું, ‘‘જેાવાનું શુંતેની ગર્લફ્રેન્ડ પલકે તેના માટે પાર્ટી રાખી છે, પલક અને તું બેસ્ટ ફ્રેન્ડ છો, તારે તો આવવું જ પડશે ને.’’
‘‘હકીકતમાં મમ્મી સાથે તેમની ફ્રેન્ડના ઘરે કોઈ ફંક્શનમાં પણ જવાનું છે, પપ્પા બહાર ગયા છે, નાનો ભાઈ કિયાન આવા ફંક્શનમાં જતો નથી, તને ખબર જ છે, મારે જ બલિનો બકરો બનવું પડે છે.’’ કપડાં ઠીક કરતા કોરલ બોલી.
એટલામાં કોરલના ફોનની રિંગ વાગી. મમ્મી સરિતાનો ફોન હતો. તેણે ઉઠાવ્યો, ‘‘હા મમ્મી, આવી રહી છું, પણ મમ્મી રાતે થોડી વાર અન્મયની પાર્ટીમાં જવા દેજે પ્લીઝ.’’
ફોન મૂકતા કોરલના ચહેરાની સ્માઈલ કહેતી હતી કે તેને થોડી વાર માટે પાર્ટીમાં જવાની પરમિશન મળી ગઈ છે. નિવાને ફરી એક વાર કિસ કરતા પૂછ્યું, ‘‘હવે ક્યારે મળીશ?’’
‘‘આ રૂમની ચાવી તારી પાસે ક્યાં સુધી છે?’’
‘‘રજત આવતા અઠવાડિયે આવશે, ત્યાં સુધી આપણે એશ કરીશું. આ રૂમ હાલમાં કેટલાય પ્રેમીઓનું ઠેકાણું બન્યો છે. તને ખબર છે, કાલે રાતે પલક અને અન્મય અહીં એડવાન્સમાં બર્થ-ડે સેલિબ્રેટ કરીને ગયા.’’ નિવાને જેારથી હસતા કોરલને કહ્યું તો તે પણ હસતા બોલી, ‘‘અચ્છા. મેડમને પૂછું છું. તેણે મને ના કહ્યું.’’
‘‘અરે, આવી વાત છોકરા આરામથી શેર કરે છે, છોકરીઓ સાહેલીઓથી છુપાવે છે. ચાલ, હવે તને ઘરે મૂકી દઉં. રાતે તો મળવાનું જ છે.’’
સુલ્તાનપુરના આ મહોલ્લાથી થોડે દૂર રસ્તા પર નિવાને બાઈક ઊભી રાખી અને કોરલને ઉતારીને ચાલ્યો ગયો. આ નાની જગ્યા હતી. આ બધા મિત્રો એક જ કોલેજમાં ભણતા હતા. પરસ્પર બધાનો કોઈ ને કોઈ પ્રેમ પ્રસંગ ચાલતો રહેતો. કોરલ, તનિમા, વંશા અને પલક બાળપણની સાહેલીઓ હતી. આજકાલ રજત પોતાના ગામ ગયો હતો. પોતાના રૂમની ચાવી નિવાનને આપીને ગયો હતો. જ્યાં કોરલ અને પલક પોતાના બોયફ્રેન્ડ સાથે સમય વિતાવીને એન્જેય કરતા હતા.