કટાક્ષિકા - પૂનમ પાઠક.

આજે બનીને આવી જ ગયો મારો લગ્નનો વીડિયો.
બધા ફંક્શન, ૧-૧ રીતરિવાજ ખરેખર કેટલી મજા આવે છે જેાવાની...
સૌથી છેલ્લે વિદાયની રસમ.
‘ઓહ, કેટલું રડી છું હું...’ વિચારતાવિચારતા મારું ગાંડુ મન લગ્નનાં મંડપ નીચે જઈને ઊભું રહ્યું....
‘‘જેા, અત્યારથી સમજાવી દઉં છું કે વિદાય સમયે તારું રડવું ખૂબ જરૂરી છે નહીં તો અમારી ઘણી બદનામી થશે. લોકો કહેશે કે દીકરીને ક્યારેય પ્રેમ નહીં આપ્યો હોય ત્યારે જ તો જતી વખતે બિલકુલ ન રડી.
બરાબર સમજી લે નહીં તો ખબર પડે તે સમયે પણ ખીખી કરીને હસી રહી છે,

‘‘મંડપની નીચે કોઈ વાતે મારા જેારથી હસતાં માં નું પ્રવચન શરૂ હતું. પણ કેમ મા, એકમાત્ર છોકરો અને તે પણ મારી પસંદનો... સારી જેાબ અને પૈસાવાળો. સાસુસસરા એટલા સીધા કે જેા હું રડીશ તો તે પણ મારી સાથે રડી પડશે. પછી કેમ ન હસતાંહસતાં વિદાય થઈ જાઉં.’’

‘‘અરે નાક કપાવીશ કે શું? શુક્લા કુળની છોકરીઓ વિદાય સમયે પૂરો મહોલ્લો માથે ઉઠાવી લે છે. જેાયું નહોતું થોડાક વર્ષ પહેલા તારી ફોઈના લગ્નમાં તે કેટલી રહી હતી?’’
‘‘મા, ફોઈ તો એટલે રડ્યા હતા કે તમે લોકોએ તેમના લગ્ન તેમની પસંદ પ્રમાણે ન કરાીને ખડૂશ બુઢ્ઢા સાથે કરાવી દીધા હતા... બીચારી મોં ફાડીને ન રડતી તો શું કરતી?’’
‘‘તારી માંની શીખ ગાંઠ બાંધી લે છોકરી... આપણા કુળમાં વિદાયમાં ન રડવાને અપશુકન માને છે.’’ દાદીએ પણ માંની વાતને સમર્થન આપતા આંખો કાઢી.
મરતી શું ન કરે. વિદાયની તો ખબર નથી પણ અત્યારે મનેે એ વિચારીને જ રડવું આવી ગયું હતું કે વિદાય પર કેવી રીતે રડીશ.

‘‘બોલ ને રિંકુ, શું કરું જેનાથી મને રડવું આવી જાય?’’ મેં મારી સાહેલીને હચમચાવી નાખી.
‘‘અરે ભલા એ કેવી રીતે કહી શકું. થોડીક પ્રેક્ટિસ કર કદાચ કામ લાગી જાય.’’ ‘‘શું કહું, ઘણીવાર અરીસામાં જેાઈને રડવાની પ્રેક્ટિસ કરી ચૂકી છું, પણ દરેક વખતે અરીસામાં જેાઈને રડવાની પ્રેક્ટિસ કરી ચૂકી છું, પણ દરેક વખતે નિષ્ફળ રહી. શું કરું યાર, નહીં રડું તો મોટી બબાલ થશે. દાદી, ફોઈ, કાકી, ત્યાં સુધી કે મમ્મીએ પણ ખાસ સલાહ આપી છે કે સ્ટેજ પર બેઠી ખાલી હેં હેં ન કરતી રહું, પણ વિદાય પર ખરેખર કાયદાથી રડું પણ ખરી.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....