વાર્તા - વીણા શ્રીવાસ્તવ

પતિ મલય સાથે લગ્નનાં ૧૨ વર્ષ પછી તૃષા એવું તે કયું રહસ્ય જાણી ગઈ કે વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ... તૃષા મલયના ઉપેક્ષાભર્યા વ્યવહારથી ખૂબ આશ્ચર્યચકિત હતી.
જ્યારે જુઓ ત્યારે તે માત્ર એક જ રટણ કર્યા કરતો કે તૃષા હું ડિવોર્સ ઈચ્છુ છું, પરસ્પર સંમતિથી.
પછી તે વિચારવા વિવશ બની જતી કે અરે, મલયને શું થઈ ગયું છે કે તે પૂરો સમય ડિવોર્સ ડિવોર્સનું રટણ કર્યા કરે છે, પરંતુ મલયને આ બાબતે કંઈ પૂછવાની ક્યારેય તેણે હિંમત નહોતી કરી.
પછી વિચારતી કે તે જાતે જ જણાવશે કારણ અને પછી ચુપચાપ પોતાના કામમાં તે મશગૂલ થઈ જતી.
‘‘મલય, આવી જાઓ ભોજન પીરસી દીધું છે.’’ ડાઈનિંગ ટેબલ સેટ કરતા તૃષાએ મલયને બૂમ પાડી ત્યારે તે તરત જ તૈયાર થઈને આવી ગયો.

તૃષાએ તેની પ્લેટમાં જમવાનું પીરસ્યું અને ખૂબ પ્રેમથી તેની સામે જેાવા લાગી.
કદાચ તે તેના મોઢેથી રસોઈનાં વખાણ સાંભળવા ઈચ્છતી હતી, કારણ કે તેણે ખૂબ પ્રેમથી મલયનું મનપસંદ ભોજન બનાવ્યું હતું, પરંતુ એવું લાગતું હતું જાણે કે તે ખૂબ કંટાળા સાથે જમી રહ્યો હોય.
તેના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની બેચેની હતી.
જાણે કે અંદર ને અંદર ઘૂંટાઈ રહ્યો ન હોય.
ગમે તે રીતે ભોજન પૂરું કરીને તેણે જલદીથી હાથ ધોઈ લીધા.
એટલામાં તૃષાએ તેનું પર્સ અને રૂમાલ લાવીને આપ્યા.
‘‘તું વિચારી લેજે, જે મેં કહ્યું છે તેના વિશે...
અને હા, સમયસર મોહકને લેવા સ્કૂલે જતી રહેજે.
હું ગાડી મોકલી દઈશ. આજે તેની બસ નહીં આવે.’’ કહેતા તે ગાડીમાં બેસી ગયો અને ડ્રાઈવર ગાડી સ્ટાર્ટ કરીને આગળ વધ્યો.
‘આજકાલ આ તે કેવો વિરોધાભાસ છે મલયના વ્યવહારમાં... એક તરફ ડિવોર્સની વાત કરે છે તો બીજી તરફ ઘરપરિવારની પણ તેને ચિંતા રહે છે... કોણ જાણે શું થઈ ગયું છે તેને.’ વિચારતા તૃષા પોતાના બાકી રહી ગયેલા કામ પતાવવા લાગી, પરંતુ તેનું મન કોઈ કામમાં નહોતું લાગી રહ્યું.
શું હવે જરા પણ પ્રેમ નથી રહ્યો તેના દિલમાં મારા માટે કે ડિવોર્સ લેવા અધીરો થયો છે? શું કરું...

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....