વાર્તા - નીરા વાર્ષ્ણેય ‘નીરામ’

તે એક રોંગ કોલે જાણે મારી નિસ્તેજ જિંદગીને રંગીન બનાવી દીધી. વેરાન જિંદગીમાં જાણે બહાર આવી ગઈ. મારું દિલ એક આઝાદ પંખીની જેમ ઊંચે ગગનમાં ઊડવા લાગ્યું. આ બધું તે રોંગ કોલવાળા રંજીતના લીધે થયું હતું. તેના અવાજમાં કોણ જાણે કેવો જાદુ હતો કે ન ઈચ્છવા છતાં હું તેના કોલની રાહ જેાતી હતી. જે દિવસે તેનો કોલ નથી આવતો, હું તો જાણે ઉદાસ થઈ જતી હતી. તેના કોલ મારા માટે નવી ઊર્જનું કામ કરતી હતી. ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઈટ સુધી ખબર નહીં કેટલાય કોલ્સ આવતા હતા. તેના અવાજથી મારા કાનમાં જાણે કે શરણાઈ વાગતી હતી. મીઠીમીઠી વાત રસ ઘોળતી હતી. રંજીત મને પોતાની વાત કહેવામાં થોડોક પણ ખચકાતો નહોતો અને એક હું હતી, જે ઈચ્છવા છતાં પૂરી વાત નહોતી જણાવી શકતી. મારી અંદરની હીનભાવના મને કંઈ બોલવા જ નહોતી દેતી. રંજીતે મને જણાવ્યું હતું કે તે એક આર્મી ઓફિસર હતો, પગમાં દુશ્મનની ગોળી વાગવાથી તેનો પગ કાપવામાં?આવ્યો હતો. આ વાત કહેવામાં તે બિલકુલ ખચકાયો નહોતો, પરંતુ ગર્વથી જણાવી હતી. રંજીતનો કોલ આવ્યે ૨ દિવસ થઈ ગયા હતા. આ ૨ દિવસ ૨ વર્ષ જેવા હતા. તે મારાથી નારાજ હતો. તેનું નારાજ થવું કદાચ વાજબી હતું. તેણે મને માત્ર એટલું જ કહ્યું હતું કે લતા વોટ્સએપ પર તારું પ્રોફાઈલ પિક્ચર લગાવી દે. મેં તેને ઠપકો આપતા કહ્યું હતું કે મારી મરજી હું લગાવું કે ના લગાવું. મને ઓર્ડર આપનાર તું કોણ છે? રંજીત ચુપ થઈ ગયો હતો.

રંજીત પોતાનું પ્રોફાઈલ પિક્ચર રોજરોજ બદલતો હતો. સુંદરસુંદર ફોટા લગાવતો હતો. આર્મી ડ્રેસના ફોટામાં તે હેન્ડસમ લાગતો હતો. મેં વિચાર્યું રંજીતને ખુશ કરવા પ્રોફાઈલ પિક્ચર મૂકી દઉં છું. મૂકતા પહેલાં મેં અરીસામાં ફરી એક વાર જેાયું. આંખોની નીચે ડાર્ક સર્કલ્સ તેની પર પહેરેલા જાડા લેન્સના ચશ્માં, ચહેરા પર કરચલીઓ, ડાઘધબ્બા, તલ, પેટ પર ચરબી, નાનું નાક, માથાના સફેદ વાળ. ‘ના.ના.’ હું મારો ફોટો કેવી રીતે મૂકી શકું છું, વિચારીને મેં ફોટો લગાવવાનો ઈરાદો બદલી નાખ્યો. રંજીતને કેવી રીતે સમજવું કે મારા ફોટા પ્રોફાઈલમાં મૂકવા લાયક છે જ નહીં. કાશ, રંજીત મારી મજબૂરી સમજી શકે અને નારાજ ન થાય. પૂરો દિવસ મોબાઈલ હાથમાં પકડીને રંજીતના કોલની રાહ જેાયા કરતી. અચાનક મારો મોબાઈલ રણક્યો. રંજીતનો નંબર ફ્લેશ થવા લાગ્યો. મારી આંખો ખુશીથી ચમકવા લાગી. મેં તરત જ ફોન ઉઠાવી લીધો. સામેથી તે જ દિલખુશ અવાજ, જે સાંભળીને કાનને આરામ મળતો હતો, ‘‘મારા કોલની રાહ જેાતી હતી ને.’’ રંજીતે મસ્તીભર્યા અવાજમાં પૂછ્યું. ‘‘નહીં તો.’’ હું જૂઠું બોલી. ‘‘કરતી તો હતી, પણ તું માનીશ નહીં... ફોન હાથમાં જ પકડ્યો હતો... તરત ઉઠાવી લીધો... બીજેા શું પુરાવો જેાઈએ.’’ રંજીતે હસીને કહ્યું. ‘‘કાલે કોલ કેમ ન કર્યો?’’ મેં ગુસ્સે થતા પૂછ્યું. ‘‘અરે, હું મારું ફુલ ચેકઅપ કરાવવા ગયો હતો. તેમાં ટાઈમ તો લાગે જ છે.’’ ‘‘શું થયું તને?’’ મેં ગભરાઈને પૂછ્યું. ‘‘કંઈ નથી થયું... ૪૦ પછી કરાવતા રહેવું જેાઈએ... તું પણ તારું ચેકઅપ કરાવતી રહે.’’ રંજીતે સલાહ આપતા કહ્યું. ‘‘તમારો રિપોર્ટ આવી ગયો? બધું ઠીક તો છે ને રંજીત? કંઈ છુપાવી તો નથી રહ્યા?’’ ‘‘રિપોર્ટ આવી ગયા છે. બધું નોર્મલ છે. થોડું બ્લડ પ્રેશર વધી ગયું હતું. તેની દવા લઈ રહ્યો છું. ચિંતાની કોઈ વાત નથી.’’ રંજીત બોલ્યો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....