સામગ્રી :

  • ૧ કપ ધોયેલી મસૂરની દાળ
  • ૧ ઈંચ ટુકડો આદું
  • ૨ લીલાં મરચાં
  • ૧/૨ નાની ચમચી જીરું
  • ચપટી હિંગ
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૧ મોટી ચમચી કોથમીર સમારેલી
  • મીઠું સ્વાદ મુજબ.

સામગ્રી મસાલાની :

  • મીડિયમ આકારની ૧ ડુંગળીની પેસ્ટ
  • ૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
  • ૧/૪ કપ ડુંગળી સમારેલી
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૨ નાની ચમચી ધાણા પાઉડર
  • ૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ નાની ચમચી ગરમમસાલો
  • ૨ નાની ચમચી તેલ
  • ૧ મોટી ચમચી કોથમીર સમારેલી.

રીત :

દાળને ૪ કલાક પાણીમાં પલાળી રાખો. પાણી અલગ કરીને આદું અને લીલાં મરચાં સાથે મિક્સરમાં પેસ્ટ બનાવો. આ મિશ્રણમાં ૧ કપ પાણી નાખીને મિક્સ કરો. એક નોનસ્ટિક પેનમાં જીરું શેકો. હિંગ પાઉડર, હળદર પાઉડર અને મીઠું નાખીને ૫ સેકન્ડ પકાવો અને તેમાં દાળવાળું મિશ્રણ નાખીને મીડિયમ ગેસ પર પકાવો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો. મિશ્રણ થોડું ઠંડું થાય તો નાનીનાની ગોળી બનાવો. ફરી નોનસ્ટિક પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરો. પેનની ચારેય બાજુ ફેલાવો. તેમાં ગોળીઓ નાખીને પકાવો. બાકીનું તેલ ગરમ કરો. તેમાં પહેલાં ડુંગળી ફ્રાય કરો. ડુંગળી અને આદુંલસણની પેસ્ટ અને આખા મસાલા નાખો, સાથે એક ચતુર્થાંશ કપ પાણી. ગેસ ધીમો રાખો, જ્યારે મસાલા ચઢી જાય ત્યારે તેમાં દાળની ગોળી નાખો, સાથે ચતુર્થાંશ કપ પાણી રેડો અને ઢાંકીને રાખો, જેથી મસાલો ગોળીમાં સમાઈ જાય. ત્યાર પછી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

 

વધુ વાંચવા કિલક કરો....